________________
૨૧૦
सस्स आणाए उबट्टिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા મુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
એપ્રીલ ૧૫
પ્રબુદ્ધ જૈન
सत्यपूतां नवेद्वाचम्
પ્રશુદ્ધ જૈન
૧૯૪૪
ઉદ્યાગપતિઓની ચાજના.
(ગતાંકથી ચાલુ)
રૂશિયાએ માત્ર બાર વર્ષમાં ત્યાંની રાષ્ટ્રીય આવક પાંચ ગણી વધારી હતી. તેટલું સબળ પરિણામ મેળવવા માટે પ્રજાએ વધુ પડતા ભાગ આપવા પડે છે. હિંદી પ્રજા તેટલી બધી યાતના સહન કરી શકે તેમ નથી. તેમ સમજીને આ યેાજનાનું ધ્યેય મધ્યમસરનુ' એટલે રાષ્ટ્રીય આવક માત્ર ત્રણ ગણી કરવાનું રાખવામાં આવ્યું છે.
અત્યારે બ્રિટીશ હિંદ અને રાજસ્થાની હિંદું બધાની મળીને રાષ્ટ્રીય આવક રૂા. ૨૨૦૦ કરોડ ગણાય. તેની ત્રણ ગણી એટલે રૂા. ૬૬૦૦ કરોડની રાષ્ટ્રીય આવક એ આ ચેોજનાનું ધ્યેય છે. અગાઉ જણાવી ગયા મુજબ પ્રજાની ઓછામાં ઓછી જરૂરીયાત પુરી પાડવા માટે દેશની આટલી આવક હાવાનું તદન જરૂરી છે.
૧૯૩૧ માં ખીજા દેશેશની સરખામણીમાં પ્રત્યેક હિંદીની સરેરાશ આવક કેટલી હતી તેના આંકડા આ નીચે છે. તે ઉપરથી પણ સમજાશે કે હિંદની રાષ્ટ્રીય આવક એછામાં ઓછી ત્રણ ગણી થવી જ જોઇએ.
જગતમાં માથા દીઠ આવક.
ઉદ્યોગમાંથી ખેતીમાંથી
નોકરી વિ.
અમેરિકા રૂા. ૧૪૦૬
ફ્રાન્સ રૂા. ૬ ૨૧ જર્મની રૂા. ૬૦૩
જાપાન રૂા. ૨૧૮ શ. ૬૫
કેનેડા રૂા. ૧૦૩૮ બ્રિટન રા. ८८० ઓસ્ટ્રેલીયા રૂ।. ૭૯૨ હિંદ હિંદની આ આવક ત્રણ ગણી થાય તે પંદર વર્ષના તે વધેલી વસ્તીની માથા દીઠ આવક લગભગ એવડી એટલે રૂા. ૧૩૫ થાય તેમ છે.
અત્યારે હિંદની રાષ્ટ્રીય આવકના સે। ટકામાંથી સત્તર ટકા આવક ઉદ્યોગમાંથી, ત્રેપન ટકા આવક ખેતીમાંથી અને બાવીશ ટકા આવક નેાકરીમાંથી ઉભી થાય છે. આ યાજનાને ઉદ્દેશ એવા છે કે પંદર વર્ષની ચેાજના પછીની દેશની વધેલી આવકમાંથી પાંત્રીશ ટકા ઉદ્યોગમાંથી, ચાલીશ ટકા ખેતીમાંથી અને વીશ ટકા કરી વિગેરેમાંથી આવક થાય.
આ માટે વાર્ષિક રૂા. ૬૦૦ કરોડની રાષ્ટ્રીય આવકને નીચે મુજબ વહેંચવામાં આવી છે. આંકડા કરોડ રૂપીયામાં ગણુવા. ૧૯૩૧-૩૨ની પંદર વર્ષની યાજના વધારે રાષ્ટ્રીય આવક પછીની રાષ્ટ્રીય આવક ૨૨૪૦
ટકા ૫૦૦ ૧૩૦
૨૬૭૦
૧૪૫૦
૩૭૩ ૧૧૬૬ ૪૮૪
२००
ઉપરના પ્રથકરણ મુજબ ઉદ્યોગમાંથી વાર્ષિક આવક રૂા. ૨૨૪૦ કરાડ મળે તે આ યોજનાનું ધ્યેય છે. તેટલી વાર્ષિક આવક મેળવવા માટે લગભગ રૂા. ૪૪૮૦ કરોડની મૂડી રોકવી
તા. ૧૫-૪-૪૪
જોઇએ તેવી ગણત્રી છે. તેમાંથી અત્યારે સાત અબજ જેટલી મૂડી ચાલુ ઉદ્યોગમાં રોકાયેલી છે. એટલે નવી મૂડી રૂ।. ૩૭૮૦ કરાડ રાકવી પડશે તેવી આ યેાજનાની ગણત્રી છે.
ઉદ્યોગામાં સૌથી પહેલા નીચેના માટા ઉદ્યોગા સ્થાપવાની યેાજના છે. (૧) ઇલેકટ્રીક પાવર ઉત્પન્ન કરતા કારખાના (૨) ધાતુની ખાણુ (૩) મશીનરી બનાવવાના કારખાના (૪) રસાયણુ બનાવવાના કારખાના (૫) મેટર, વિમાન, સ્ટીમર; અને રેલ્વેના ડબા તેમજ એન્જીના બનાવવાના કારખાના.
આમ કરવાના ઉદેશ એ છે કે યાજનાના વિકાસ થત જાય અને સ્થાનિક ખપતની વસ્તુઓ માટે કારખાના વધારવા પડે તે મ્હારથી લાવવાના બદલે તે અહિંજ ખની શકે. ઉપરાંત ઉદ્યોગ વધે તેમ રસાયણ, ઇલેકટ્રીક અને વાહનવ્યવહારની જરૂર વધેજ, તેની જોગવાઇ અગાઉથી કર્યા વિના ઔદ્યોગિક વિકાસ મુશ્કેલ બને તે સ્વાભાવિક છે.
હિંદુસ્થાન ઉદ્યોગમાં તદન પછાત દેશ હાવાથી ઔદ્યોગિક આવકમાં પાંચસે ટકાના વધારા કરવાનુ ધ્યેય રાખવામાં આવ્યુ છે, જ્યારે ખેતીની બાબતમાં નવી જમીન ખેડવાને અવકાશ આછે છે. વળી ખેતીની ઉત્પન્ન કાચી ચીજોની ખપત હિંદમાં બહુ વધી જવાને સંભવ નથી તેમ આગલા વર્ષોના આંકડા તપાસતાં માલુમ પડયુ છે. કાચી ચીજોની નિકાશની આશાએ ખેતીની ઉત્પન્ન વધારવામાં પરદેશ ઉપરની આપણી આર્થિક પરતંત્રતા વધે છે અને દેશનું અર્થતંત્ર વારંવાર ઉલટસુલટ થવાનુ જોખમ છે. એટલે દેશની વસતી પંદર વર્ષમાં વધે અને ઉદ્યોગો વધે તે લક્ષ્યમાં લઇને ખેતીની ઉત્પન્નને વધારે માત્ર ૧૩ ટકા થાય તેથી સાત્ર માનવામાં આવ્યા છે. આમ છતાં હિંદ ખેતીપ્રધાન દેશ રહેશે તે વિષે શ'કા નથી. રૂશિયામાં પણ તેમજ બન્યુ છે.
હવે ખેતીને યોગ્ય રીતે કેળવીને તેની ઉત્પન્ન ૧૩૦ ટકા ક્રમ વધારવી તેની ગણતરી નીચે મુજબ છે.
૧ અત્યારે હિંદમાં ખેડુત દીઠ સરેરાશ જમીન માત્ર ત્રણ એકર છે. ટુકા ટુકડાની જમીન ખેડવામાં ખેતી સારી થતી નથી. એટલે સૌથી પહેલા સહકારી ધોરણે માલીકિ હક્ક મૂળ ખેડુતને રાખીને ખેડાણુનુ કામ માટા પાયે થઇ શકે તેવી ક્રૂરજીયાત સહકારી યોજનાની જરૂર છે,
૨-ખેડુતનુ દેવુ મીટાવી દેતુ. લડાઇ પહેલા ખેડુતેનુ દેવુ' રૂ।. બાર અબજ હાવાના અદાજ હતા. લડાઇ દરમ્યાન તે દેવુ ધટયું હશે. સહકારી સે।સાયટી મારફત આ દેવાતા ફડચા કરાવવાની યેાજના છે.
૩–હિંદુસ્થાનમાં ઉંચા પ્રકારની ખેડાણ જમીન દર વર્ષે મેટા પ્રમાણમાં ધોવાઇ જાય છે; જ્યાં જ્યાં આવે! પાણીના મારા થવાના સ ંભવ હેાય ત્યાં રક્ષણ દીવાલ ઉભી કરવી અને તેને સાચવવી તે માટે પ્રાથમિક ખર્ચ એ અબજ રૂપીયા અને વાર્ષિક ખર્ચ દસ કરોડ રૂપીયા ગણવામાં આવ્યું છે.
આટલી મૂળભુત સ્થિતિ સુધાર્યાં પછી કેટલીક અણુખેડાચેલી જમીન ખેડવાની અને ખેડાણ જમીનમાં વધુમાં વધુ ઉત્પન્ન આવે તેના ઉપાયે આ નીચે દર્શાવવામાં આવ્યા છે. અત્યારે બ્રિટીશ હિંદમાં અઢાર ટકા ખેડાણ જમીન એટલે ૯૪૦૦૦૦૦૦ એકર જમીન નકામી જાય છે તેવા અડસટ્ટો છે. આ જમીન ખેતીના કામમાં આવવા વિષે શંકા છે, છતાં આ આખે પ્રશ્ન ઉંડા સશોધનના વિષય છે. સમય ઉપર તે કામ હાથ ધરવામાં આવે તેવી ગણતરી છે.