________________
તા. ૧૫-૪-૪૪
પ્રભુગ્ધ જૈન
ધગશ છે, સુતેલાને જાગ્રત કરવાની આવડત છે અને પૈસાપ્રેમીઓ પાસેથી દાન દેવાની લલચાવવાની કળા છે. ઉમ્મર તે હવે એમની પાકી ચુકી છે. છતાંય હજી પણુ તેમની ધગશ કાપણું યુવાનની ધગશની બરાબરી કરે એમ છે,
“આવા શ્રી. મણિભાઇ એક સામાજિક અન્યાયના અણુચિતવ્યા પ્રસગની ચિંતામાં એક દીવસ ખીમાર પડયા. એક રીતે એ અજ પાવાળા જીવને જંપીને સુવાના પ્રસંગ આવ્યા. તે સમયે તેમને કંઇ કરી છુટવાની વૃત્તિ થઈ અને સાથેસાય તેમને યુવક સધની ચિન્તા ચ પડી. એ અરસામાં સધના વાચનાલય પુસ્તકાલયની વાત તેમની સમક્ષ રજુ કરવામાં આવી. સાથી સવાસે ભાઈ સવાર સાંજ વાચનાલયના અને સાતસા ઉપરાંત ભાઇ-હૈના પુસ્તકાલયને નિયમિત ચાલુ લાભ લે છે. તે વાચનાલય–પુસ્તકાલય દ્રવ્યના સીંચન વિના કેવી રીતે ભાવીમાં ચાલી શકશે ? તેમ । તબીયત સુધરી અને વધુ સુધારવા તેઓ દેવલાલી ગયા. પણ ત્યાં એમને લાગ્યું કે તેમનું શરીર હવે થાકયુ છે અને ઉભી કરેલી પ્રવૃત્તિ માટે સહકાર્યકર્તાઓને ચિંતામુક્ત કરી દેવા જોઇએ. આ સમય દરમ્યાન અમારા એક ભાઇ શ્રી તારાચંદ કાઠારી ત્યાં હતા. એમને શ્રી મણિભએ સંધના પુસ્તકાલય માટે પાંચ હજાર રૂપીયા આપવા વચન આપ્યું. બીજા પાંચ હજાર યુવક સંધના સભ્ય ભેગા કરવા એમ તેમણે મરજી દર્શાવી. પછી તે શ્રી રતિલાલ સી.કાઠારી, શ્રી. અમીચંદભાઈ અને શ્રી. તારાચ'દ કે!દારી આ ચેોજનાને કેમ સુસંગત કરી પુસ્તકાલય માટેની રોજની ચિન્તા પુરી કરી લેવી તે વેતરણમાં પડયા. સંધના પ્રમુખ શ્રી પરમાનંદભાઇ સાથેની વાતચીત પછી શ્રી. મણિભાઈએ યુવક સંધની કાર્યવાહક સમિતિની સભામાં પાંચ હજાર રૂપીયા આપવાની ઇચ્છા દર્શાવી અમારા સૌના આગ્રહને કારણે એમનુ ઉદાર દીલ વધુ ઉદાર બન્યું અને પાંચ હજારની રકમ દશ હજારની બની.
આ દશ હજાર રૂપીયા પુસ્તકાલયને, એ હુન્નર રૂપીયા પુસ્તક પ્રકાશન ખાતે અને એક હજાર રૂપીયા એક વ્હેનને નર્સીં`ગના કાસ કરાવવાના ઇરાદે એમણે યુવક સંધને સોંપ્યા. અમારા જ એક સહકાર્યકર્તા અમારી ચિન્તાને આટલી હળવી કરી મુકે છે, એ જોઇ અમારે આનંદ તે ઉત્સાહ ખુબ વધ્યા અને અમે વાચનાલય-પુસ્તકાલય સાથે તેમનુ નામ જોડવાનું ઠરાવ્યુ’. એમણે જૈન કામની ધણી સંસ્થાઓમાં તેમજ ચાલુ સામાજીક અને રાષ્ટ્રીય પ્રવૃતિમાં તન, મન ને ધનથી જે મુ’ગી સેવાઓ આપી છે. તે અંગે જૈન તેમજ જૈનેતર સમાજમાંથી દસ સુજારતી થેલી એકઠી કરી તેમને અર્પણ કરવાનું ઠરાવ્યું. મને કહેતા આનંદ થાય છે કે જે થેલી ભરાવવાનું કામ અમેસ કાચ પૂર્વક શરૂ કર્યું" હતુ તેને શ્રી. શુિભાઇના સ્નેહી સંબંધીએએ વધાવી લીધુ' અને દસ હજારની કરવા ધારેલી થેલીમાં રૂા. ૧૩૮૩૩ ભરાઇ ગયા. આ થેલીમાં ક્ાળા ભરનારા સૌ ભાઇ–મ્હેતાને અમે આ તકે યુવક સંધ તરફથી આભાર માનીએ છીએ.
“મુંબઇના નામાંથી અપાતી આ થેલી સૌથી મોટી તે પહેલીજ છે. યુવકસંધ સામાકજિ કાર્યોની ધણી દિશામાં પહેલું જ રહે છે. એ મુજબ આમાં પણ પહેલું રહ્યું છે. એક નિકટના આપ્તજન જેવા બની ગયેલા સેવાભાવી મુરબ્બીનુ' આ રીતે સન્માન કરવામાં યુવક્ર સંધ પોતાને કૃતકૃત્ય માને છે. યુવકસત્ર તરફથી હું શ્રી મણિભાઇનું આ પ્રસ ંગે સ્વાગત કરૂં છું અને દીર્ઘાયુષ્ય વાંચ્છું”
ત્યારબાદ આ થેલીમાં કાળા ભરનાર ભાઇ બહેનેાનાં નામની યાદી તેમણે વાંચી સંભળાવી હતી જે આ આ પત્રમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવી છે.
૨૦૯
ત્યારબાદ સંધના પ્રમુખ શ્રી પરમાનંદ્ર કાપડીઆએ ભાવનગર નિવાસી શેઠ કુંવરજી આણુંદજી, સર મણિલાલ બાલાભાઇ નાણાવટી, શ્રી સરલાબહેન અંબાલાલ સારાભાઇ, શ્રી તારાબહેન માણેકલાલ પ્રેમચંદ, સ્વામી આનંદ, શ્રી કનૈયાલાક્ષ માણેકલાલ મુનશી, શ્રી લીલાવતી મુનશી, શ્રી ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ, આફ્રીકાવાસી શ્રી ડાહ્યાલાલ ધરમચંદ મેધાણી, શ્રી છેોટાલાલ ત્રીકમલાલ પારેખ વગેરે મિત્ર અને પ્રશંસકો તરફથી પ્રસ્તુત પ્રસંગને 'ગે આવેલી શુભેચ્છાઓ, સહાનુભૂતિ તથા સન્માન સમારંભમાં પેાતાને સાથ દાખવતા સંદેશા ટુંકાણમાં વાંચી સંભળાવ્યા અને ત્યારબાદ એકત્ર કરવામાં આવેલ રૂ. ૧૩૮૩૩ ની થેલી રજુ કરતાં જણાવ્યું કે “આજના પ્રસંગ મુંબ જૈન યુવક સંધને અનેક રીતે ગૌરવ આપનારા છે. પોતાના જ એક સહકાર્યકર્તાનું આવુ ભવ્ય સન્માન થતુ જોવુ એ અંગત દૃષ્ટિબિન્દુએ પણ આછા સદ્ભાગ્યને વિષય ન ગણાય. આ થેલી એકઠી કરવાને વિચાર કર્યાં ત્યારે આ થેલી આટલી જલ્દિથી ભરાઇ જશે, એકઠા કરવા ધારેલ રૂા. ૧૦૦૦૦ની મર્યાદા વટાવી જઇને લગભગ રૂા. ૧૪૦૦૦ની સીમા સુધી પહોંચીજવાશે, એટલું જ નહિ પણ ધાર્મિક અનેક બાબતામાં એકદમ જુદાજ વિચારો અને વલણ ધરાવતા જૈન આગેવાનો પોતપોતાના કાળા આપીને આટલા સુન્દર સહકાર આપશે તેમ જ જૈનેતર વ્યકિતએ પણ માત્ર મણિભાઇ પ્રત્યેના પ્રેમ અને આદરભાવથી આકર્ષાઇને આ થેલીમાં સારા પ્રમાણમાં નાની મોટી રકમા ભરી આપશે એની કલ્પના સરખી પણ તહેાતી. આ બધી હકીકતે તેમના વિચારને મળતા તેમ જ વિરોધી વિચારો ધરાવનાર ભાઇ બહેનેામાં, જૈન તેમ જ જૈનેતર સમાજમાં મણિભાઇ માત્ર સેવાવૃત્તિના બળે કેટલું ઉંચું આદરભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકયા છે તેને સચોટ પુરાવેા છે. જેની સાથે વર્ષો પર્યન્ત ખભેખભા મેળવીને અનેક કાર્યો કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું છે. તેમની અહિં કયા શબ્દોમાં પ્રશંસા કરવી તેની મને સુઝ પડતી નથી. તેમની સાથે તેમના અતુલ પ્રેમના પરિણામે મારૂ' એટલું બધું તાદાત્મ્ય બંધાયું છે કે તેમના વખાણ કરવા જતાં જાણે કે હું આત્મશ્લાધા કરતા ન હોઉં એવો ભ્રમ થાય છે. મુંબઈ જૈન યુવક સંધના ઉદ્દભવ ‘ આજથી લગભગ પંદર વર્ષં પહેલાં ખાસ કરીને શ્વેતાંબર મૂર્તિ પૂજક સમાજમાં બાળદીક્ષા વિરેાધી જે પ્રચંડ આંદોલન ઉભું થયેલુ તે આન્દોલનને વેગ આપવાના હેતુથી અને સાધુએની આપખુદ તે ઉદ્ભવકાળથી આજ સુધીના પંદર વર્ષના ગાળામાં મુંબઇ સત્તા અને મનસ્વી વર્તનને સામને કરવાના ઉદ્દેશથી થયા હતા. જૈન યુવક સંધનો જે ઉત્તરાઉત્તર વિકાસ થયા છે. તે સર્વના યશ બહુ મોટે ભાગે શ્રી મણિભાઇને જાય છે એમ કહેવામાં જરાપણ અતિશયેકિત નથી, મુંબઈ જૈન યુવક સધનુ મૂળ કાર્યક્ષેત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગ પૂરતુ પર્યાપ્ત હતું. આજે આ સંધ આખા જૈન સમાજના છે એટલું જ નહિ પણ તેનુ બંધારણુ રાષ્ટ્રીય ધારણૢ ધ્યાનમાં રાખી રચવામાં આવ્યું છે અને ધર્મ, સમાજ તેમ રાષ્ટ્રને લગતા વિષયો પરત્વે ઉદ્દામ લેખાતા કેવળ પ્રાગતિક વિચારા ધરાવનાર ભાઇ બહેનને જ આ સંધમાં સ્થાન મળી શકે છે. આવી વિશાળ, વ્યાપક અને ક્રાન્તિકારી રચના મુંબઇ જૈન યુવક સંધ ધરાવે છે. સ ંધની વિવિધ પ્રવૃત્તિઓ પશુ સાર્વજનિક અને વિશાળ જનતાની કલ્યાણ વૃદ્ધિને લક્ષ્યમાં
રાખી
શ્રી ચલાવામાં આવે છે. ‘બુધ્ધ જૈન’ નામનુ પાક્ષિક પત્ર છેલ્લા
પાંચ વર્ષથી ચલાવવામાં આવે છે અને તેની ગ્રાહક સંખ્યા લગભગ એક હજારની છે. સંધ તરકથી સાવજનિક વાંચનાલય તેમજ પુસ્તકાલય ચાલી રહ્યું છે, જે માટે આજના સન્માન અતિથિ શ્રી મણિ( અનુસંધાન પૃષ્ટ ૨૧૩ જીએ)
--