SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : પ અંક : ૨૩ શ્રી મુ‘ખઇ જૈન વસૠતુ' પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જન તંત્રી : મણિલાલ માકમચંદ્ન શાહ, મુંબઇઃ ૧ લી એપ્રિલ ૧૯૪૪ શનિવાર. જીવન, ધર્મ અને મેક્ષ અન્યના કે પોતાના હક્ક, પ્રગતિ, શાન્તિ અને ઉપયોગીતા અટકાવે તેવી વાણી, વિચાર કે ક્રિયાને ડાહ્યાએએ માનવજીવનને મેલ કહ્યો છે અને જે વાસ્તવિક છે તેને અન્યથા કહેવું કે કરવુ તેને અસત્ય કહેલ છે. જે આ મેલ અને અસત્યથી દૂર છે તેને શાસ્ત્રકારો શુદ્ધ માનવી ગણે છે. ધર્મ આ મેલ ધોવાતુ અને અસત્યથી પ્રાણીને દૂર રાખવાનું મહદ્ ઉપકારી કાર્ય કરે છે. સંસ્કૃત ભાષાનો સામાન્ય અભ્યાસી એટલુ તે જાણે છે કે ધર્મ --ધારવું ધાતુ ઉપરથી થયેલું રૂપ છે અને તેના અર્થ એમ કરવામાં આવે છે કે પતનમાં-મેલમાં-અસત્યમાં પડતા બચાવે તે ધર્મ. માનવજીવનમાં ભિન્ન ભિન્ન લાગણીઓ, વૃત્તિએ અને તરંગા સમય અને સ ંજોગ પ્રમાણે ઉત્પન્ન થયાં જ કરે છે. સમાજની ગેરવ્યવસ્થા તેમાં નિરંતર વધારા કરે છે. એવા સજોગમાં જો માણસ સાવચેત ન હેાય, તેને સત્ય રાહુ પર દોરનાર અને નિયમમાં રાખનાર કાઇ ન હોય તેા તેને વિકૃતિના માર્ગ પર-ખુરાના રાહ પર-જઇ પડતા વાર ન લાગે, આટલા માટે જ ડાહ્યા માનસશાસ્ત્રીએએ જીવન માટે અમુક મર્યાદા, નિયમા અને પ્રતિધે નક્કી કરી આપ્યા કે જેથી માણસ કાયમ સાવચેત અને જાગ્રત રહી શકે. રાજ્યસત્તા જેમ શાન્તિ અને સુવ્યવસ્થા માટે કાયદા બધે છે તેવું જ ઉંચી કાર્ટિનુ બંધારણુ સમાજના ડાઘાએાએ બાંધી આપ્યું. રાજ્યનું બંધારણ કાયદાના નામથી ઓળખાય છે, જ્યારે ડાહ્યા યુગપ્રધાન પુરૂષાનું સામાજિક બંધારણ નીતિ માર્ગના નામે પ્રચલિત છે. આ મર્યાદા, પ્રતિબ`ધ કે નિયમા પોતે ક ધર્મ નથી. આ બધાના પરિણામે ઉપજતી કષાયાથી મુકત અનેલી ગતિમાન જીવનસ્થિતિ જ ધર્મ છે.--એટલે ત્રના નિયમા આદિ ધર્મનુ સાધન છે, મુકિત કે તે પ્રકારની ઉન્નત સ્થિતિની પ્રાપ્તિ એજ ધર્મનુ' સાધ્ય છે. તત્વજ્ઞાનીઓ કહે છે કે જીવ જગતના ઝ ઝાવાતમાં આવી. ધીમે ધીમે કાઇ અંતિમ લક્ષ્ય સ્થાન તરફ ગતિ કરી રહેલ છે. તેને ભાગમાં પ્રતિક્ષણે કર્મના આંચકા લાગે છે. એટલે કાઇ વખતે તે થભી પણ જાય છે તે ત્રા વખતે તે એક સરખી પ્રગતિ કરતા પણ હાય છે.જે એક સરખી પ્રગતિ સાધ્યા કરતા હોય તેને ભવી આત્મા, હળુકી જીવ કે ભાગ્યવાન આત્મા ગણવામાં આવે છે, આ રીતે થેડુ થતુ અંતર કાપતાં કાપતાં તે કાઇ પણ ભલે કાઇ પણ કાળે-લક્ષ્ય સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આ લક્ષ્યસ્થાનને સૌએ મેક્ષ કે તેના જેવી સ્થિતિ કલ્પી છે. Regd. No. B. 4266. લવાજમ રૂપિયા ૩ આ વસ્તુસ્થિતિ વધુ સ્પષ્ટપણે સમજવા માટે જીવન, ધર્મ અને મેક્ષને પરસ્પર કેટલા સંબંધ છે એને આપણે વિચાર કરીશું તે વધારે અનુકુળ બનશે. (૧) જીવન (૨) જીવનની ગતિ-પ્રગતિ. (૩) જીવનની અંતિમ સ્થિતિ કે ધ્યેય. જીવ સ ંબંધીનું આપણું જ્ઞાન અતિ પરિમિત છે. ક્રાઇ પણ જીવનના આદિ સ્થાન-આદિ ઉત્પત્તિ વિષે-તદ્દન નિશ્ચયાત્મક રીતે અને સ્પષ્ટપણે કહેતુ' નથી પણ સૌ ક્રાઇ ગાળ ગાળ વાતા કરે છે, કોઇ તેને સ્વયંભૂ અનાદિ માને છે તે કાઇ પ્રભુપ્રેરિત ઇશ્વરસર્જિત માને છે. આ માન્યતા ઉપર માટા મેટા મતભેદા થયા છે છતાં પણ હજી સુધી માનવીના મનનું પૂરેપુરૂ સમાધાન થઇ શકયું નથી. માત્ર કેટલાક માર્ગદર્શક અનુમાને તારવવામાં આવ્યા છે દાખલા તરીકે :– (૧) જીવન સ્વયંભૂ માનીએ તે તેને અંત હાઇ શકે નહિ. કારણ કે સામાન્યપણે આપણે માનીએ છીએ કે જેતે આદિ હોય તેને અંત હાય. એટલે મેક્ષ જીવનને અંત ન બની શકે. પણ નવા ઉન્નત અવતાર બની શકે. ૧૨) જીવનને ઇશ્વર સર્જિત કે પ્રભુપ્રેરિત માનીએ તે અશ્વ મેક્ષતે તેના અંત તરીકે આપણે સ્વીકારી શકીએ. પણ્ સર્જનહારના સરજનહારની વિચિત્ર પ્રશ્નાવળી ત્યાં ઉભી થઈ જાય. ઉપરાંત સૌથી પ્રથમ જીવનને કયા કર્મને આધીન માનવુ તે તેમજ જીવનને અંત આવી જાય એટલે જીવનનું શું થાય - તે એ પ્રશ્નો પાછા ઉભા થાય. (૩) મક્ષ પોતે નવા ઉન્નત અવતાર હાય તો તેની મર્યાદા પણ એક કાળે પૂર્ણ થયા પછી જીવનની શી ગતિ થાય? ઉપલા ત્રણું અનુમાને કે શકાએ ઉપરથી એમ જ લાગે ૐ કે મેક્ષ પાતે નવા ઉન્નત અવતાર પણ નથી અને જીવને અંત પણ નથી પણ માનવજીવનને પુરૂષાર્થી રાખવા માટેની સુખદ ઉપકારક કાલ્પનિક ભૂમિકા જ સબવેછે. એટલે મેક્ષ એ જીવનતુ ખરી રીતે અન્તિમ સાધ્યું નથી પશુ જીવનને પુરૂષાર્થી, પવિત્ર અને પ્રગતિમાન રાખવા માટેનું સાધન છે. આ રીતે મેક્ષ માટે શાસ્ત્રકારે સૃષ્ટિની શરૂઆતથી જ વાદવિવાદ કરતા જ આવ્યા છે. છતાં પણ અમુક અનુમાનો સિવાય એ સંબંધમાં આખરી નિશ્ચય પર આવી શકયા નથી. કેઇએ તેને જીવનના અત કહ્યો છે તે કાઇએ તેને જીવનના નવે ઉન્નત અવતાર કહ્યો છે. કોઈએ તેને જીવનની ઉન્નત સ્થિતિનું રૂપ માન્યું છે તેા ચાર્વાક જેવા મેાક્ષ જેવી લોકો કા સ્થિતિને સ્વીકારતા જ નથી.
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy