SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જૈત સરકારી બજેટ “હિંદી સરકારે એ હકીકત સ્પષ્ટ કરી છે કે હિંદના આર્થિક તંત્રને તૂટી પડવાના ગંભીર જોખમમાંથી બચાવવું હોય તે હવે હિંદી વસ્તુ ઉપર લડાઇની જરૂરીયાતને વધુ જો નાખવા જેવુ નથી; એટલુ જ નહિં પણ હિંદના અર્થતંત્રમાં કેટલાક એવા ગાબડા પડેલા દેખાય છે કે તે સમારવા માટે લડાની ખરીદી હિંદમાં એછી કરવી. આ રીતે એક બાજુથી “લેાકાની જરૂરીયાતની વસ્તુ ઉપર લશ્કરી જરૂરીયાતના ખાજો ઘટાડવા અને ખીજી બાજુથી લોક—જરૂરીયાતની વસ્તુએનુ ઉત્પન્ન વધારવું.” લાંબા સમયની લોકોની ફરિયાદને આખરે હિંદી સચિવ સર રેઇસમેને પેાતાના ૧૯૪૪-૪૫ ના અઃજપત્ર સાથેના ભાષણમાં આડકતરો સ્વીકાર કરવા પડયા છે. લડાઇ પહેલાના સામાન્ય વર્ષની આમદાનીની ગણતરીએ હિંદી સરકારની પાંચ વર્ષની આમદાની રૂ। ૪૨૩ કરોડ થાય તે ૧૯૪૩-૪૪ સુધીના લડાઇના પાંચ વર્ષમાં રૂા. ૭ર૭ કરોડ થઇ છે. લશ્કરી ખર્ચ ૧૯૩૯-૪૦ માં રૂ. ૪૯૫૪ લાખનું હતું તે વધીને ૧૯૪૪-૪૫માં ૨૭૬૬૧ લાખે પહેાંચ્યું છે અને તેજ રીતે વહીવટી ખર્ચ તેટલાજ સમયમાં રૂા. ૩૭૫૬ લાખથી વધીને ૮૬૫૭ લાખે પહોંચ્યું છે. ઉપરાંત ઇંગ્લાંડ–અમેરિકા વતી હિંદમાં થતું ખર્ચ, નાણુના ફુગાવા અને વસ્તુની ખેંચ વધવાના પરિણામે હિંદી પ્રશ્નની પાયમાલી અને પરેશાની બ્રિટીશ સરકારની આટલા વર્ષો વિધાતક આર્થિક નીતિની પરકાા સમાન છે. અમેરિકામાં રાષ્ટ્રીય આવકના બેતાલીશ ટકા જેટલું લશ્કરી ખર્ચ થાય છે જ્યારે હિંદમાં માત્ર વીશ ટકા જેટલુ ખર્ચ થયાનું અતાવવામાં આવે છે. પશુ અમેરિકા કે ઈગ્લાન્ડની પ્રજાનુ” ... આવકનું પ્રમાણ એટલુ મોટુ છે કે તેમાં સાઠ ટકાનો ધટાડો થાય તયે પ્રજા આનંદથી જીવી શકે; જ્યારે અહિં નીય ટકાના ધટાડામાં અગાઉ કદી નહિ જોયેલ તેવે ભૂખમરા દેખાયા. લંડનના ‘કેનેમિસ્ટ'ના શુદ્યમાં કહીએ તે “ હિંદુસ્થાન અતિ કંગાળ આમદાની ઉપર જીવનાર દેશ છે. તેની આમદાનીનો અમુક ભાગ લડાઈના માજાથી એ થયો કે તરત શહેરના નબળા લોકો અને ગામડાના જમીન વિનાના લોકો ગંભીર ગરીબીમાં અને ગંભીરમાં ગંભીર દુઃખમાં સબડતા બન્યા છે.” ઉપરાંત અમેરિકામાં કરવેરા વધ્યા તે સાથે ત્યાંની વસ્તુ એની ઉત્પન્ન અને વેપાર ઉદ્યોગ વધ્યા; તેમજ લોક-જરૂરીયાતની વસ્તુની વપરશ ઘટવાને બદલે આગલા કાઈ વર્ષોં કરતાં જૈન યુવક સંઘ કાર્યાલય, ભગિની સમાજ કાર્યાલય, કાલબાદેવી ખદી ભંડાર અને વીલેપારલે ખાદી મંદિરમાં વધુ વિગતે માટે તપાસ કરવી. સથતા રાહતકામાં બદઃ સંધ તરફથી ચાલી રહેલ રાહત પ્રવૃત્તિમાં મળેલી નીચે મુજળની રકમેના સાભાર રવીકાર કરવામાં આવે છે. રૂ. ૨૫૦ શ્રો. ચંચળબહેન માંગળદાસ લલ્લુભાઈ. રૂ. ૫૧ શ્રી. મંગળદાસ નાગરદાસ તલસાણીયા. ૩. ૫૦ શ્રી ઘેલાભાઇ હાથીભાઇ ૐ. - શ્રી. તારાબહેન દીપદ રતિલાલ ચીમનલાલ કાહારી. મંત્રી : રાહત સમિતિ. ૧. ૧૫ ૩ ૪૪ વધુમાં વધુ થઇ. કેનેડાની રાષ્ટ્રીય આવકના તેત્રીશ ટકા ભાગ ઉદ્યોગોમાંથી મળતા હતા તે અત્યારે પચાસ ટકા મળે છે. એક લેઢાની ઉત્પન્ન ૨૪૮ ટકા વધી છે. તેજ સ્થિતિ એસ્ટ્રેલીયાની છે. ત્યારે હિંદમાં ઉદ્યોગોની ઉત્પન્નમાં માત્ર ત્રીશ ટકા અને ખેતીની ઉત્પન્નમાં દશ ટકાને વધારો થયો છે. વળી હિંદી સરકારનુ લશ્કરી ખયં ગમે તેટલું વધ્યું છે છતાં હજુ સુધી હિંદી સરકારને નાણ્ણાના તૂટા નથી. ઇંલ્લાં ત્રણ વર્ષમાં હિંદી સરકારને લગભગ અઢી અબજ રૂપીયાના તૂટા આવ્યો છે તે સામે આજ સુધીમાં સરકારે રૂ. ૫૪૦ કરોડની લેન ઉભી કરી છે. જગત આખામાં એકલા કરવેરાથી લડાઇનુ ખર્ચ પુરૂ થતું નથી. કર વેરા સાથે લેન લેવી જ પડે છે. છતાં અંદાજપત્રની જાહેરાત પહેલા રેલ્વે ભાડામાં પચીસ ટકાનો વધારો થઇ ચુકયા હતા; લડાઇના પાંચ વર્ષ દરમ્યાન રેલ્વેના આગલા વર્ષોના ધસારા કુંડ વિગેરે રૂ. છાસઠ કરોડને ખાડા પુરાવા ઉપરાંત આજ સુધીમાં અઠ્ઠાસી કરોડ ઘસાર ક્રૂડ ખાતે અને એકવીશ કરોડ અનામત ખાતે જમા થયા છે અને તેથી કરોડના ચેકપ્પા નફે હિંદી સરકારની તીજોરીમાં જમા થયા છે: છતાં લાંચરૂશ્વત અને મુસાફરાની હાડમારી માટે નામચીન બનતી જતી એક લોકપયોગી કહેવાતી સંસ્થાને એકહથ્થુ વેપારનું સાધન બનાવી તેમાંથા કમાણી કરવા ઉપરાંત હવે તને કરવેરા નાખવાના સાધન રૂપ અનાવવામાં આવેલ છે. આ સ્થિતિમાં અર્થશાસ્ત્ર કે માનવ શસ્ત્રના કોઇ નિયમ અનુસાર નવા કરવેરા નાખવાની સરકાર માટે અવકાશ નડ્ડા, છત કારી, ચા અને સેાપરી ઉપરના કરવેરાથી ગરીબ વર્ગ દંડાયા છે, ઈન્કમટેક્ષ સુપરટેક્ષના વધારાથી મધ્યમ વર્ગ દડાયા છે. અને ના વેરામાંથી જે કાંઇ બચતુ હતું તે એ હવે ક્રયાત લેનમાં જવાથી ઉદ્યોગોને નિરૂત્સાહી કરવામાં આવ્યા છે. છતાં લોકમત અને હિંદી હિતની અવગણુના કરવા ટેવાયેલ સરકાર સર્વવ્યાપી ભારેમાં ભારે કરવેરા નાંખશે તે ભય ભરેલા વાતાવરણમાં આટલા કરવેરા કેટલાક લોકોને આછા અને રાહત સમાન લાગ્યા હશે. અલબત્ત, આ અંદાજપત્રમાં સાચી રાહત સમાન કાંઈક હેય તે બે મુદ્દા છે (૧) પદરસાના બદલે બે હજાર ઉપરની આમદાની આવકવેરાને પાત્ર બની (૨) હિંદમાં થતા મિત્રરાજ્યોના ખર્ચે અત ખરીદી સામે અત્યાર સુધી એકલા ઈંગ્લાંડમાં હિંદ ખાતે સ્ટીઁગ જમા થતા હતા. હવેથી અમેરિકામાં ડેલર પણ જમા થશે. સૌથી છેલ્લી પણ સૌથી મહત્વની નોંધપાત્ર હકીકત એ છે કે જે સરકારનુ ૧૯૩૯-૪૦ થી ૧૯૪૩-૪૪ સુધીના પાંચ વર્ષનું લશ્કરી ખર્ચ (હિંદી સરકારની લડાઇ પડેલાની તેર વર્ષની આખી આમદાની જેટલુ' છે અને તે ગઇ લડાઇના આખા ખ કરતા ૨૧૪ ટકા વધુ છે તે સરકાર લડાઇ પછીની હિંદી પ્રજાના ઉત્કર્ષની સર પુરૂષોતમદાસ વગેરેએ ઘડેલી યેાજના સામે અત્યારથી નાણાંની ખેંચનુ ટાઢું પાણી ઢોળે રું અને લડા પછીની સરકારી યોજના રસ્તા બનાવવાની કે ખેતી સુધારણાની વાતમાં હન્દુ ગાથા ખાય છે. હિંદના વાઇસરાય લોર્ડ વેવેલના શબ્દોમાં કહીએ તે “મને એ વાત હુ ંમેશા વિચિત્ર લાગી છે કે જે પ્રજા લડા માટે ગમે તેટલાં નાણાં કાઢી આપે છે તે પ્રજા શાન્તિના સમયમાં મહા આપત્તિ રૂપ રાગ, બેકારી, અજ્ઞાનતા, ગરીબી વગેરે ટાળવા માટે પુરતાં નાણાં કેમ નહિ આપતી હાય ? ” આવા કટોકટીના સમયમાં પણ હિંદના હિતમાં આટલી અચોક્કસતા વચ્ચે અથડાતી પણ બ્રિટીશ હિતમાં સદા ચેસ એવી સરકાર માટે વિશેષ શબ્દોની શોધમાં નવા શબ્દકાપ ઉખેળવા તે કરતાં આ વિષયને આટલેથી જ પુરા કરવા તે ઠીક છે. બાપાલાલ દાશી. ધનજી સ્ટ્રીટ, મુંબઈ. શ્રો મુંબ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકનચંદ શાહ, ૪૫-૪૭ મુદ્રણુસ્થાન : સૂય કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy