SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 1. ૧૫ ૩-૪૮ પ્રબુધ જૈન પુરૂષ તરફથી જાણ્યું કે અજાણ્યે થતા અત્યાચારોમાંથી બચી હિંદુસ્થાનને શોભાવવાની અને વીર્યવાન બનાવવાની છે. બહેનોનું કર્તવ્ય આપણે તે હિંદુસ્થાનની પરિસ્થિતિ અને આપણું રાષ્ટ્રીય સ્વભાવને અનુકૂળ ઉપાયો શોધવાના રહ્યા. બહેનનું કર્તવ્ય આપણું વાતાવરણ શુદ્ધ રાખવાનું, આપણા નિશ્રામાં દઢતા અને નિશ્ચલતા લાવવાનું, દિમૂઢતાના દોષમાંથી બચાવવાનું, આપણી સભ્યતા અને સંસ્કૃતિના સર્વોતમ તત્વને પિષવાનું, અને તેમાંનાં દૂષણે દૂર કરવાનું છે. સ્ત્રીઓને ભાન થાય તો સ્ત્રીમાં જેમ બુરું કરવાની કક્ષયકારી શક્તિ છે તેમ ભલું કરવાની લોકહિતકારી શક્તિ પણ સૂતેલી પડી છે, એ ભાન સ્ત્રીને થાય તે કેવું સારૂં? તે પિતે અબળા છે ને કેવળ પુરૂષને રમવાની ઢીંગલી થવાને જ લાયક છે એવો વિચાર છોડી દે, તે પિતાને તેમજ પુરૂષને–પછી તે પિતા, પુત્ર કે પતિ હાય-ભવ સુધારી શકે, તે બન્નેને સારૂ આ જગતને વધારે સુખમય બનાવી શકે. (અપૂર્ણ.) ગાંધીજી. (પૃષ્ટ ૧૮૨ થી ચાલુ) ગાંધીજીના શબ્દોમાં સમાજમાં સ્ત્રીઓનું સ્થાન જાણું છું કે હિંદુ, મુસલમાન, પારસી ને બીજી બધી કામને ધર્મ આપણી સ્ત્રીઓના હાથમાં છે. સ્ત્રીઓ ધર્મ તજશે તે દિવસે આપણો ધમ નષ્ટ થઈ જશે. પુરૂષને ધર્મ - સ્ત્રી સ્વાતંત્ર્યને માર્ગ શિક્ષણ દ્વારા નથી, પરંતુ પુરૂષની તેઓ પ્રતિની દ્રષ્ટિમાં અને તદનુસાર થતાં વર્તનમાં ફેરફાર કરવામાં છે. શિક્ષણ જરૂરનું છે પણ તે સ્વતંત્રતાની પાછળ હેવું જોઈએ. આપણે સ્ત્રીવર્ગને તેના યોગ્ય સ્થાને પહોંચાડવાને અક્ષરજ્ઞાનની વાટ ન જોવી જોઈએ. પ્રથમ કાર્ય તે જેટલી સ્ત્રીઓને આ અવનતિનું ભાન કરાવી શકાય તેટલી સ્ત્રીઓને ભાન કરાવવાનું છે. જ્યાં સુધી હિંદુસ્થાનમાં સ્ત્રીઓ એક રતિભાર પણ દબાયેલી રહેશે અથવા ઓછા હઠે ભગવતી હશે, ત્યાં સુધી હિંદુસ્તાનને ખરો ઉદ્ધાર થવાને નથી. શિક્ષિત સ્ત્રીઓની ફરજ પુરૂષ પિતાના મૂઢપણાથી સ્ત્રી પ્રત્યેની પિતાની ફરજ માતાના મઢપશુવા ભી પ્રત્યેની પોતાની ફરજ ભૂલી જાય, પણ તેથી સ્ત્રી પણ સ્ત્રી પ્રત્યેની ફરજ ભૂલે? પુરૂષ થકી સ્ત્રી જાતિની ઉન્નતિ નહિ થાય. પુરૂષ સ્ત્રીની ઉન્નતિ ન ઇ% અથવા સ્ત્રી પુરૂષની મારફતે ઉન્નતિ ન મેળવે એમ કહેવાનો આશય નથી, પણ હરકોઈ વ્યકિત કે જાતિ આપબdથી જ ઉન્નતિ મેળવી શકે છે. જે મારું કહેવું યંગ્ય હોય તે ઘણી બહેને જેમને પિતાની દશાનું ભાન નથી તેમને ભાન કરાવવામાં શિક્ષિત બહેને કાશે. જેટલે વખત મળે તેટલે વખત મેલાવી, અતિશય પછાત રહી ગયેલા વર્ગોમાં જઈ, તમને જે મળ્યું છે તે એમને આપશે.. હું એમ ઈચ્છું છું કે જ્યાં ગરીબ બહેને ગંધાતી કેટડીમાં રહે છે, ત્યાં જઈને કામ કરવાવાળી આપણામાંથી કેટલીક સ્ત્રીઓ નીકળે. આપણી ગરીબ બહેને, પોતે કેમ રહેવું, પાતાનું અને પોતાનાં બાળકોનું આરોગ્ય કેમ જાળવવું, બાળકને કેમ ઉછેરવા, સ્વચ્છતા અને સંયમ કેમ રાખવાં વગેરે બાબતને કશે ખ્યાલ હોતા નથી. અત્યારે આવી બહેનને ભણતર આપવાની જરૂર નથી, પણ સારી રહેણુકરણીનું ભાન આપવાની ખાસ અગત્ય છે. - સ્ત્રીએ સ્વતંત્રતને મહામંત્ર જાણી લઈ તેને ધર્મ જાણી સેવા અને જે સ્ત્રીને એ જ્ઞાન થયું છે તેણે તે બીક બહેનને આપવું. સ્ત્રીનનિમાં મેટું કાર્ય તે સ્ત્રી જ કરશે. આ મહાન જોગૃતિ સમયે બહેનેને મારી એટલી વિનતિ છે કે તેઓએ સંધશકિત ખૂબ કેળવવી પડશે. તેઓએ પણ સાથે મળી કામ કરતાં થઈ જવું જોઈએ. સ્ત્રી પિતાનાં બાળકોનાં શરીરને પોષે છે, તેમજ તેમના મનમાં સ્વતંત્રતા, નિર્ભયતા, દઢતા વિગેરે ગુણે ઉતારે. પુરૂષોએ સ્ત્રીઓની જે ઉપેક્ષા કરી છે, જે દુરૂપયોગ કર્યો છે. તેને સારૂ તેમને દેષ જરૂર કહાડ જોઈએ. પણ સુધારાનું રચનાત્મક કાર્ય તે જે બહેને એ વહેમને ત્યાગ કર્યો છે અને જેમને આ અનિષ્ટનું ભાન થયેલું છે તેમણે જ કરવાનું છે. સ્ત્રીઓ અને મતાધિકાર સ્ત્રીઓને મતiધકાર જરૂર મળવું જોઈએ. પણ જે સ્ત્રીએ પોતાના સામાન્ય હક સમજતી નથી અથવા સમજતી છતી તે હક મેળવવા શકિત નથી ધરાવતી એ મતાધિકારને લઈને શું કરશે? સ્ત્રીએ માતાધિકાર ભલે મેળવે, ભલે હિંદુ- સ્થાનના ધારાસભામાં જાય; પણ સ્ત્રીઓની પ્રથમ ફરજ સંધ સમાચાર શ્રી મણિભાઈ સન્માન થેલી શ્રી. મણુિંભાઈ સન્માન થેલી ભરાઈ રહી છે અને જુદા જુદા મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ તરફથી તેમજ તેમના પ્રત્યે આદર ધરાવતા પ્રશંસકો તરફથી નાની મોટી રકમે જમે થઈ રહી છે. એમ છતાં પણ જેમની પાસેથી આ કાર્યમાં ઓછી વધતી રકમની અપેક્ષા રાખી શકાય તેવા સંધના અનેક સભ્ય તેમજ તેમનાથી સુપરિચિત અનેક મિત્રો તરફથી અપેક્ષિત ફાળો હજુ સુધી આવ્યું નથી. આ કાર્ય માર્ચની આખર સુધીમાં પુરૂ કરવાની ધારણા છે તે બાકી રહેલી વ્યક્તિ એને પોતપોતાને ફળ મેકલી આપવા આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે. શ્રી. મણિભાઈ સન્માન સમારંભ ઉપર જણાવ્યા મુજબ એકઠી થયેલી રકમની થેલી આપણું કરવા નિમિતે તા ૨ જી એપ્રીલ રવિવારના રોજ રામનવમીના દિવસે ગીરગામ બેકરોડ ઉપર આવેલ આનંદભુવનની વ્યાખ્યાનમાળામાં સન્માન સમારંભ યોજવામાં આવ્યું છે. આ પ્રસંગે સંગીતને પણ એક નાના સરખા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. સર્વ ભાઈ બહેનને, સંઘના સભ્યોને તેમજ મણિભાઈના પ્રશંસકોને આ સભામાં વખતસર હાજર રહેવા વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. આ બાબતની જરૂરી જાહેરાત દીનક પત્રામાં થયાસમય કરવામાં આવરી, ૯ સ્તઉદ્યોગ-રાહત પ્રવૃત્તિઃ ક્ષેત્ર વિસ્તાર. - શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તથા ભગિની સમાજે સાથે મળીને હસ્તઉદ્યોગ દ્વારા રાહત આપવાની યોજનાના પ્રારંભિક પગલા તરીકે કોઈપણ કોમની સે બહેને તેમણે હાથે કાંતેલા સુતર બદલ બમણું કંતામણું આપવાને મુંબઈના ખાદી ભંડાર તથા વિલેપારલેના ખાદી મંદિર સાથે ગયા જાન્યુઆરી માસથી પ્રબંધ કર્યો છે, પણ કમનસીબે આ યોજનાને લાભ લેનાર બહેનનાં જુજજાજ નામે નોંધાયા છે. તેથી પ્રસ્તુત યોજનાનો લાભ હવે પછીથી સે બંનેને બદલે પચ્ચાસ બહેને અને પચ્ચાસ ભાઇઓને ચાર માસ સુધી આપવાનું ઠરાવવામાં આવ્યું છે. જે ભાઈઓ નિયમિત કાંતતા હોય અને માર્થિક રાહતની અપેક્ષા ધરાવતા હોય તેમને આ પેજનાને લાભ લેવા વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. જેઓ આ પેજનાનો લાભ લેવા માંગતા હોય તેમણે મુંબઈ , " કે , તે
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy