SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ RE પ્રબુદ્ધ જૈન ન. ૧-૪-૪૪ * એટલે મોક્ષ માર્ગની ફીલ્સી હજુ ચર્ચાનો વિષય જ રહેલ છે, જ્યારે જીવન અને ધર્મ નક્કી થયેલ વાત છે. વિજ્ઞાન આ બાબતમાં કંઈ ખાસ અજવાળું પાડતું નથી. આમ છતાં પણ આવા અગમ્ય મેક્ષને જીવનની શરૂઆતથી જ મેટા ભાગના માનવી- એ જીવનના ધ્યેય તરીકે લક્ષ્ય તરીકે માન્યું છે, જે માટે માનવીએ સ્વેચ્છાએ ચકકસ પ્રકારનું જીવન અને વિચાર સરણી સ્વીકારી છે, જે માટે કઠીન દેહદમન અને ક્રિયાઓ આચરી છે, જે માટે માનવીએ જીવનને એકજ લક્ષ્યમાં રત કરી દીધો છે અને જ્યાં માનવ જીવનની ફીલ્સરી પૂર્ણ થયેલ માનવામાં આવે છે. તે મેક્ષ શું છે? કે છે? ક્યાં છે? તેનું સંચાલન કોણ કરે છે? ત્યાં કેવી જાતનું જીવન હોઈ શકે? તેને કોઈ પણ કાળે અંત છે કે તે અનંત છે? તેની કાંઈ મર્યાદા છે ? માનવી કેવી રીતે પ્રાપ્ત કરી શકે? જીવતાં કે મરણ પછી ? માનવી શા માટે તે માગે છે ? આ પ્રશ્નો અતિ ગહન છે. માનવીની કલ્પના જેટલાજ ગહન છે. આ મોક્ષ પાછળ માનવી સૃષ્ટિની શરૂઆતથી જ પડે છે જે આજ સુધી અટકેલ નથી અને નથી લાગતું કે ભવિષ્યમાં પણ તે અટકે. કોઈ પણ પ્રદેશ કે પ્રજા, ધર્મ કે માન્યતા આ વસ્તુથી દૂર નથી; છતાં પણ તેનું વાસ્તવિક સ્વરૂપ ક૯૫ના સિવાય બીજું કંઈ આગળ ગયું નથી, વિજ્ઞાન ત્યાં અટકી જાય છે. જ્ઞાન કે પ્રજ્ઞાન તેનું માપ કાઢી શકયા થા. તોપણ તે માનવીના દીલમાં વસેલું છે તે છેજ, માનવકને–મૃત્યુલોકને-સ્વર્ગમેક્ષના દરવાજા જેવું કહેવામાં આવે છે અને આપણે સબળપણે માનીએ છીએ કે જીવ ગમે તે યોનિમાં હોય તે પણ મેક્ષ મેળવવા માટે તેણે માણસ જ બનવું પડે છે. એનું કારણ શું? દેવ અને દેવલોકને માનવ અને માનવલકથી ઉચ્ચા ગણવામાં આવે છે છતાંય તેને પણ મેક્ષ માટે તે દેવ મટીને, દેવલોક છોડીને માનવકના માનવી જ થવું પડે છે તે શા માટે? માનવ સિવાયના અન્ય પ્રાણીઓ પશુ, પક્ષી, કીટ કે કીડાઓ તે શકિતમાં, સમજમાં, વિકાસમાં ઉતરતા છે એટલે ઉભિજશાસ્ત્ર મુજબ તે અવિક- સિતજ છે એટલે તેઓ મેક્ષ ન પામે તે તે સમજી શકાય. પણ દેવ તે વધુ વિકસિત, માનવીને અનેક શુભ કમના પરિપાક ૨૫ જ થયેલ છે, છતાં પણ મોક્ષ માટે તે માનવી જ વધુ લાયક પાત્ર મનાયું છે તેનું કારણ શું? આને વિચાર કરતાં સામાન્ય રીતે એમ જ લાગે છે કે માણસ પ્રવૃત-પરાયણ પુરૂષાર્થી પ્રાણી છે, તે પિતાના જીવનને આપવા ધારે તે ઝોક આપી શકે તેવી તેનામાં વિવેકબુદ્ધ છે. તે કમેં ધમેં શ્રેરે છે અને નિત્ય જીવનસંગ્રામ લડી લડીને આગળ માર્ગ કરનારે છે, જ્યારે દેવની પ્રવૃતિ પોતાના સુખ પૂરતી જ કલ્પવામાં આવે છે. તેને જીવન અને સુખ ઘડવું પડતું નથી પણ કર્મયુગે ઘડાયેલ શરીર અને સુખ ચક્કસ કાળ સુધી ભોગવવાનું હોય છે એટલે ત્યાં પુરૂષાર્થને અવકાશ હેતું નથી. આ ઉપરથી એમ જ લાગે છે કે મેક્ષ પણ પ્રવૃતિ અને પુરૂષાર્થનુ સુર ફળ છે. સંસાર સાફલ્ય, સુખ અને શાન્તિ, કે સમાજનું સંચાલન પણ તે વિના સંભવિત નથી. તેથી જેમ કેટલીએક માનચિત બાબતે ધર્મને નામે માનવીને સમજાવવામાં આવે છે તેમ પ્રવૃત્તિ અને પુરૂષાર્થની જરૂરિયાત મેક્ષના સુખદ નામે કે લાલચે તે બોધવામાં કે બતાવવામાં નથી આવીને? મેલ માટે ગમે તે જાતની કલ્પના હોય, તેનું અસ્તિત્વ ખરેખરી રીતે હોય કે કાલ્પનિક હોય, છતાં પણ તેની કલ્પના અતિ ભવ્ય અને અનેક સિદ્ધિની સાધક છે એમ કબુલ કર્યા વિના તો નહિ જ ચાલે આપણા ધર્મગ્રંથ સૂત્રો વિગેરે જોતાં ખાત્રી થાય છે કે તેમાં માનવજીવનની વ્યવસ્થાની, માનવપ્રેમની રક્ષાની, માનવજીવનની સુંદરતાની અને માનવજીવનને અથડામણમાંથી ઉગારવાની વાત જ આવે છે. આપણા દેવો કે પયગમ્બરની ભવ્યતાની પાછળ પણ તેઓના માનચિત ગુણોના વિકાસની કથા જ પ્રાધાન્યપણે હોય છે. જનેના બધા સૂત્ર, તેની બધી જાતની ક્રિયાઓ, તેના નીતિવ્રતા, તેના સાધુઓની પરિચય અને તેના પૂજ્ય પુરૂષોના ગુણનાં વર્ણને જોતાં તેમાંય માનચિત વાતો જ હોય છે. માનચિત ગુણોને પૂર્ણ વિકાસ કરનાર માર્ગ તે ધર્મ. તે વિકાસમાંથી ઉત્પન્ન થતી ઉન્નત સ્થિતિ તે મેક્ષ એમ લાગે છે. ગીતા, કુરાન, બાઈબલ, કંદઅવસ્તા, ઉપનિષદે કે વેદો જુઓ ! એ સર્વમાં માનવગુણોના વિકાસ માટે જ કાંઈ ને કાંઈ કહેવામાં આવ્યું છે. ત્યાં જીવન બહારની વાત ક્યાંય દેખાતી નથી. આ ઉપરાંત તેમાં સ્વર્ગ, નર્ક અને ચમત્કારની વાતે કોઈ કોઈ સ્થળે દેખાય છે. તેને વિચાર કરતાં લાગે છે કે માનવીને જીવનની પવિત્રતા, પુરૂષાર્થ વિગેરે બાબતે દઢપણે ઠસાવવા માટે માનસશાસ્ત્રીઓએ-શાસ્ત્રકારોએ શાસ્ત્રોમાં ભય અને આશાનાં તત્વે નર્ક અને સ્વર્ગના સ્વરૂપે દાખલ કર્યા હોય તે ના ન • કહેવાય. ચમકાર માણસની શ્રદ્ધા ટકાવવાનું કાર્ય કરે છે. સ્વર્ગ, બેહિસ્ત, મેક્ષ કે હેવન અને નર્ક, ઝખ, જહન્નમ કે હેલ સર્વ ધર્મોમાં દેખાવ દે છે અને આ કોને મળે તે વાતને નિર્ણય પણ માનવ જીવનના કાર્ય ઉપરથી જ કરવામાં આવે છે. માનવીની એ તે સામાન્ય પ્રકૃતિ છે કે દુઃખના ભયથી ડરવું અને સુખની આશાથી રાચવું અને તેથી જ તેણે સર્જન કાળથી જ લાભની આશાએ દેવના દેવાયતનને અને ભયથી અસુરની આસુરી લીલાઓને પૂછ, પિષી અને પંપાળી છે. કુળ દેવતા, દેવીઓ, વરૂણ, વાયુ, સૂર્ય, નાગ, શિતળા, ચંડિકા, વિગેરેની પૂજા કે ભક્તિ પાછળ ભય અને લાલચ-આશાનું તત્વ જ પડયું છે. નર્કના ભયની કલ્પના વડે ધર્મશાસ્ત્રકારોએ માનવ-પ્રવૃતિની શુદ્ધતાની જરૂરિયાત ઠસાવી છે અને સ્વર્ગની આશા આપીને માનવને પુરૂષાર્થમાં રત રાખવાનું કાર્ય કર્યું છે. સર્વ સ્થળે આ તો દેખાય છે અને બધે ધર્મ અને મોક્ષ માનવ જીવનની આસપાસ વીંટાળેલા હોય છે. માનવજીવનથી દૂર એવી કોઈ તો દેખાતા નથી. એટલે માનવજીવનને વિચાર્યા વિના તેને વિચાર થઈ શકે તેમ લાગતું નથી. ભિન્ન ભિન્ન પ્રકૃતિના, ભિન્ન ભિન્ન સંજોગોમાં, ભિન્ન ભિન્ન વાતાવરણમાં મુકાયેલા માનવીઓને આ રીતે જ ડાહ્યા યુગપુરૂષોએ તેની પ્રવૃતિમાં, પુરૂષાર્થમાં, મર્યાદામાં અને જીવનશુદ્ધિમાં રત રાખ્યા છે અને તેની માનવતા ટકાવી છે અને સંસારની સુંદરતા જાળવી રાખી છે. પણ આજે એ ડાહ્યા માણસની કુશાગ્ર બુધ્ધિને ઉલટો જ ઉપયોગ ધર્મચાર્યો કરી રહેલા છે અને માનવજીવનના વિકાસ માટેના સાધન તરીકે યોજાયેલ મેક્ષને ઉપગ સાધ્ય તરીકે થઈ રહેલો છે. ઘણી વખતે સાધન પિતે પણ સાધ્ય બની શકે છે, પણ તે મુખ્ય વસ્તુને લક્ષીને–તેને વિસારીને નહિ. આજે આ માનવજીવનને ભોગે મોક્ષ મેળવવામાં આવે છે અને સંસારને કાળો કોલસ ગણી તેની ઉપેક્ષા કરવામાં આવે છે. તે માનવજીવન વિષેના આપણું અજ્ઞાનની પરાકાષ્ટા જ છે. આના પરિણામે માનવજીવનમાં કેટલીએક ઉપયોગી બાબતની ખામી પડી ગઈ છે. આપણામાં પડેલી મોક્ષની મિથ્યા ભ્રમણ અડે કયાંય નથી દેખાતે જીવન ઉલ્લાસ કે જીવન ઉજાળક ધર્મ, નથી સમજાતી જીવનની જીવંત ફીશ્રી, નથી દ્રષ્યમાન થતું માનવ ઉપયોગી કલ્યાણક વિજ્ઞાન. એટલે
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy