________________
તા. ૧૫-૩-૪૪.
सञ्चस्स आणाए उनहिए मेहाबी मारं तरति । . સત્યની આણમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યને તરી જાય છે.
|
'પ્રબુદ્ધ જેની
सत्यपूतां रदेवाचम्
માર્ચ ૧૫
૧૯૪૪
ન્યાતની કીલેબંધી. આજે જ્યારે એક બાજુએ નાતજાતનાં બંધને શિથિલ થતા જાય છે, આન્તજાંતિય લગ્ન–સંબધો સારી સંખ્યામાં નિર્માણ થતા જાય છે, આજે મળતું ઉદાર શિક્ષણ અને ભિન્ન ભિન્ન જ્ઞાતિના લોકો વચ્ચે પરસ્પર વધતા જતા ગાઢ સંબંધના પરિણામે નાતજાતના બંધનની અર્થહીનતા અને અસ્વાભાવિકતા સૌ કોઈ બુદ્ધિથી સ્વીકારવા લાગ્યું છે અને એ ઉપરાંત આજની ન્યાતો સત્તાધારી શ્રીમાનેના સ્વછંદને નિભાવે છે અને ગરીબ માણસને દબાવે છે આ અભિપ્રાય દિનપ્રતિદિન બનતી ઘટનાઓથી વધારે ને પુષ્ટ થતું જાય છે ત્યારે બીજી બાજુએ કેટલીક ન્યાતા પિતાના બંધારણ અને બંધને ને વધારે મજબુત બનાવવાની અને એથી પ્રતિકુળ વીણ ધરાવતી વ્યક્તિઓને સામાજિક બહિષ્કારના સ્ત્રી વડે મુંઝવવાની અને દબાવવાની પ્રવૃત્તિઓ અખત્યાર કરી રહી છે, ગયે વર્ષે મુંબઈની કપાળ જ્ઞાતિના કેટલાક આગેવાનો એ આવે એક ભગીરથ પણ પરિણામે વંધ્ય પ્રયત્ન કર્યો હતે. કઈ પણ કપાળની કન્યા બહાર જાય નહિ, કોઈ પણ કપાળ બહાર કન્યા લાવે નહિ અને શુદ્ધ કપિળ માતપિતાનાં સન્તાના સિવાય અન્ય કોઈ કોળને ઇસ્પીતાલ, આરોગ્ય ભુવન, છાત્રાલય, સસ્તા ભાડાના મકાને જેવી અનેક કપિળ સંસ્થાને લાભ ન મળે એ એ પ્રવૃત્તિને હેતુ હતે.
આવી જ એક જ્ઞાતિ સંગઠનની પ્રવૃત્તિ ખેડાની દશા પિરવાડ વાણીઆની જ્ઞાતિના આગેવાનોએ હાથ ધરી હાય એમ તે જ્ઞાતિ તરફથી જ્ઞાતિના નવા બંધારણને એક કાચે ખરડે બહાર પડે છે તે ઉપરથી માલુમ પડે છે. આ જ્ઞાત જૈનોની જ છે અને તેથી જૈન સમાજે આ બાબત ખાસ વિચારવી ધટે છે. તે બંધારણની કેટલીક કલમે નીચે મુજબ છે.
૧. આ નિયમે સમગ્ર એકડાના આસામીઓને લાગુ પડે છે. એ આસામીઓનું લીસ્ટ તૈયાર કરી સાથેના પરિશિષ્ટ માં આપ્યું છે. જે સમગ્ર એકડા પૈકીના કોઈ આસામીનું નામ લીસ્ટમાં દાખલ કરવું રહી ગયું હોય તે તે આસામીએ આ નિયમો જાહેર થયાની તારીખથી એક મહિનાની અંદર લેખિત ખબર આપથી ઘટતી તપાસ કરી તેનું નામ લીસ્ટમાં દાખલ કરવામાં આવશે.
૨. બહાર ગામનું કોઈ દશા પિરવાડ જૈન કુટુંબ આપણું એકડામાં દાખલ થવા માગતું હોય તે તેણે તે બાબતની લેખિત અરજી કરવી જોઇશે. આવી અરજી મળ્યા બાદ યોગ્ય તપાસ કરી તેને એકડામાં દાખલ કરવાનું ઠરશે તે તેની પાસેથી ઓછામાં ઓછા રૂ. ૫૦૧) લઈ એકડામાં દાખલ થયાની તારીખથી એક વર્ષની અંદર તેણે ખેડામાં અધિવાસ કરે પડશે.
૩. આ એકડાની કન્યાઓ આ એકડાની અંદર જ દેવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કન્યા આ એકડાની બહાર આપી શકાશે નહિ અગર કન્યા પિતે પરણી શકશે નહિં.
૪. ઉપરના નિયમ ૩ નો ભંગ કરી કોઈ પણ કન્યા સંજોગોમાં એકડા બહાર પરણશે તે તે કન્યાને વાલી એકડાને કઈ પણ ગુન્હેગાર કરશે. | નેટ:-કન્યાના માબાપ, ભરણપોષણ કરનાર, સંભાળ રાખનાર અગર કન્યાની સંભાળને બોજ જે શખ ઉપર હોય તે સર્વેને “વાલી” શબ્દમાં સમાવેશ થાય છે.
આ ગુન્હ કરનાર ગુન્હો કર્યાની તારીખથી એટલે એકડા" બહાર વિવાહ કર્યાની તારીખથી ૧૦ વર્ષ સુધી સંભા બહાર એટલે એકડાના વહેવારથી દુર થયેલ ગણાશે અને દશ વર્ષ વીત્યા બાદ તેને રૂ. ૧૫૦૧ દંડ લઈ ફરી સંભામાં દાખલ કરવામાં આવશે. આવા ગુન્હેગારને દંડ પતતાં સુધી એટલે
જ્યાં સુધી તે સંભ બહાર રહે અને ત્યાર પછી દંડ આપી સંભામાં ફરી દાખલ થાય નહિ ત્યાં સુધી તેને ઘેર આપેલી કન્યા પરણાવવી નહિ અને નવ વિવાહ કરવો નહિ.
૫ જે કોઈ શખ્સ એકડા બહારથી કન્યા લાવશે તે તેણે લગ્ન કરતાં પહેલાં કન્યા ભાણેખપતી વણીક કન્યા છે એવી મેઝર લાવી ન્યાતની ખાત્રી કરી આપવી જાશે. પરંતુ જો કોઈ શખ્સ ઉપર પ્રમાણે કન્યા સંબંધી ખાત્રી કરી આપ્યા અગાઉ આવી કન્યા સાથે લગ્ન કરશે તે લગ્ન કર્યા તારીખથી તે સંખમ સંભ બહાર ગણાશે. છતાં લગ્ન થયા પછી આવી ખાત્રી પિતાના ખર્ચે કરી આપવા તે તૈયાર હશે તે તેણે આ મતલબની લેખિત અરજી કરવી અને કન્યા ભાણેખપતી છે એવી ન્યાતની ખાત્રી કરી આપ્યથી ન્યાત તેને રૂ. ૫૧) દંડ લઈને સંભામાં દાખલ કરી શકશે.
૬ સભા બહાર થયેલ વ્યક્તિ સાથે એકડાને કોઈ પણ શમ્સ ખાવા ખવરાવવાને અગર સારા પ્રસંગે જવા આવવાને સંબંધ મહલ્લાની રીતે અગર સગાઈની રીતે પણ રાખી શકશે નહિ. જો કોઈ શખે આ સંબંધ રાખ્યો હશે તે તે રૂ. ૫૧) ના દંડને પાત્ર થશે.
આ કલમે પાછળ કાળબળે ભાગી જતી ન્યાતની દિવાલો ચારે બાજુથી કેમ મજબુત કરવી તે સિવાય બીજી કોઈ મનેદશા જોવામાં આવતી નથી. ન્યાતને માણસ ન્યાતમાં જ કન્યા આપે, બને ત્યાં સુધી ન્યાતમાંથી જ કન્યા લાવે અને કોઈપણ સંગમાં ભાણે ખપતી વણીક કન્યાથી ઇતર કન્યા સાથે સંબંધ બાંધી જ ન શકે, અને આ અને એવા બીજા જટલ નિયમનું ઉલ્લધન કરનાર અને તે કારણે જ્ઞાતિમાંથી બહષ્કૃત થનાર વ્યક્તિ સાથે કઈ ખાવા, ખવરાવવાનું કે તેને ત્યાં સારા અથવા માઠા (માઠા’ શબ્દ બંધારણના ખરડામાં ભુથી રહી ગયે લાગે છે અને તે ભુલ સત્વર સુધારી લેવા બાબત પ્રસ્તુત જ્ઞાતિના પટેલોનું ખાસ ધ્યાન ખેંચું છું; કારણ કે સારા પ્રસંગે કોઈ આવ્યું ન આવ્યું તે માણસ ચલાવી લે છે, પણ જ્ઞાતિબહિષ્કૃત માણસનું કે તેના સગાવહાલનું મડદુ જ્ઞાતિજનોના સાથ વિના રઝળી પડયું એવી ઘટના જ્ઞાતિબંધનને બને તેટલા મજબુત બનાવવાનો મનોરથ સેવનાર જ્ઞાતિ પટેલને મન ભારે આવકારદાયક અને આનંદજનક હોય છે) પ્રસંગે જવા આવવાને સંબધ રાખી ન શકે-આ ઉપર જણાવેલ બંધારણને મુખ્ય હેતુ છે. આખા બંધારણમાં જ્ઞાતિજનોની ઉન્નતિ થાય, નિરક્ષરતાનું નિવારણ થાય, અનિષ્ટ રૂઢિઓને નાશ થાય, આરોગ્ય અને તન્દુરસ્તી વધે, કેળવણી પ્રસાર થાય—એ કોઈ વિચાર, કલ્પના કે યેજના જોવામાં આવતી નથી. જ્ઞાતિજનોને માત્ર એક જ ચિન્તા છે કે પિતાની માલેકીની જ જાણે કે મીલ્કત હોય તેમ પિતાની જ્ઞાતિની