SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શુદ્ધ જૈન પ્રવૃત્તિએ અર્ધે જઇ અટકી પડે છે. આપણાં ધણાં કાર્યો પૂરાં શેભી નીકળતાં નથી. અધી મૂડીથી. વેપાર કરનાર પચ્છમ્ બુદ્ધિ વેપારીના જેવી આપણી સ્થિતિ છે. સ્ત્રી અને પુરુષ એકબીજાની પૂણી છે. સ્ત્રી અને પુરૂષ એક દરજ્જાનાં છે, એક જ નથી; એ અપૂર્વ જોડી છે, એકબીજાની પૂરણી છે અને અન્ને અસપરસ ટેકારૂપ છે, તે એટલે સુધી કે એકને અભાવે બીજાના સભવ ર નથી. પણ જો પુરૂષ અથવા તેા સ્ત્રી સ્થાનભ્રષ્ટ ચાય તે બન્નેના નાશ થાય, એ સિદ્ધાંત ઉપલી સ્થિતિમાંથી જ નીકળી આવે છે. શ્રીને કેળવણી તે જોઇએ જ. પુરૂષ સ્ત્રી પાસેથી જનસમાજના સ્વાભાવિક હૂકે છિનવી લેવાનું અથવા તે ન આપવાનું કારણુ વિદ્યુત અભાવ ન હવે . જોઇએ, પણ એ સ્વાભાવિક હકા નિભાવવાને સારૂ, દિપાવવાને સારૂ, તેને પ્રચાર કરવાને સારૂં, વિદ્યાની આવશ્યકતા છે જ વળી વિદ્યા વિના લાખાને તેા શુદ્ધ આત્મજ્ઞાન પણ ન મળી શકે. વિદ્યા વિનાનો માણસ પશુસમાન છે એ અતિશયેક્તિ નથી પણ શુદ્ધ ચિત્ર છે. એટલે જેમ પુરૂષને તેમજ સ્ત્રીને કેળવણી તા ોએ જ. દીકરાદીકરી વચ્ચે ભેદભાવ ન ઘટે. સ્ત્રીઓના અધિકાર વિષે એક બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી. મારા મત પ્રમાણે કાયદાએ સ્ત્રી અને પુરૂષ વચ્ચે કાઇ જાતની અસમાનતા રાખવી ન જોઇએ. દીકરા અને દીકરી વચ્ચે કઇ જાતને ભેદભાવ ન હોવા જોઇએ. જેમ જેમ સ્ત્રીજાતિને શિક્ષણ દ્વારા પોતાની શક્તિનુ ભાન થતુ જશે તેમ તેમ તેની સાથે આજે જે અસમાન વન ચાલે છે તેના વધારે ને વધારે ઉગ્ર વિરોધ થશે. સ્ત્રી પુરૂષની મિલક્ત નથી. પોતાની સહચરીના વિચાર જાણવાની તે પેાતાની ફરજ સમજતે નથી. સ્ત્રીને તે પોતાની મિલકત સમજૅ છે અને પતિને દાવા કબૂલ રાખનારી બિચારી પત્ની ધણીવાર પોતાના ભાગ આપે છે. આમાંથી નીકળવાના માર્ગ છે ખરા. મીરાંબાઇએ તે માર્ગ બતાવ્યા હતા. જાહેર જીવનમાં સ્ત્રીનું સ્થાન સ્ત્રી અેટલે ત્યાગ અને તપશ્ચર્યાંની સાક્ષાત્ મૂર્તિ. જાહેર જીવનમાં તેના પ્રવેશથી એ પરિણામ આવવાં જોઈએ; એક તે વાતાવરણની શુધ્ધિ અને શ્રીજી' મિલકત એકઠી કરવા પુરૂષના લાભ ઉપર અંકુશ. સ્ત્રીને આપણે બહુ દબાવી રાખી છે. સ્ત્રીનું સ્ટીલ હરાઈ ગયું છે. સેવાને અર્થે સ્ત્રીને બહાર નીકળવાના અધિકાર છે, તેને એ ધર્મ છે. આપણી હિલચાલમાં શ્રી દહાડે દહાડે ભાગ લેતી થઇ જશે. એથી સ્ત્રી અને પુરૂષો એક જ બેઠકામાં આપણે વધારે ને વધારે જોશું', આ સ્થિતિ મને યાસ્થિત લાગે છે. તા. ૧૫-૩-૪૪ પતિએ સત્વ સિદ્ધ કરવું ઘટે છે. સ્ત્રી પતિની દાસી નથી, તેની સહચારિણી છે, તેની અર્ધાંગના છે, મિત્ર છે; તેથી તેની જ સાથે સરખા હક ભેગવનારી છે, તેની સમિં ણી છે, તેથી બન્નેના ક્રૂરજો પણ એકબીજા પ્રત્યે તે જગત પ્રત્યે સરખી છે. જીવાના શુ' કરે? હિં‘દુધમ માં સી સ્ત્રીને હિંદુધર્મે એટલું ઉંચુ' સ્થાન દીધુ' છે કે આપણે ‘સીતારામ' ખેલીએ છીએ, ‘રામસીતા’ નથી ખેલતા, ‘રાધાકૃષ્ણ’ કહીએ છીએ, ‘કૃષ્ણરાધા' નથી કહેતા. સીતા નહેાત તા રામને કાણુ જાણુત ? સાવિત્રી ન હેાત તે સત્યવાનનુ' નામ પણ કાએ જાણ્યું ન હેાત ! દ્રૌપદી ન હોત તા પાંડવાને કાઇ ન ઓળખત. સરખા હક અને ફરજો જો સ્ત્રીએ પતિ પ્રત્યે સતીત્વ સિધ્ધ કરવું ધરે છે, તે સ્ત્રીની ઉપર જુલમગાર કાયદા લાદી પુરૂષે જે દોષો વહાર્યો છે તેના પ્રાયશ્ચિતરૂપે પુરૂષવગે સ્ત્રીને મદદ કરવી ઘટે છે. આ આશા ઘડાયેલા વિચારવાળા વડીલા તરફથી રાખવી નિરર્થક છે. જુવાનવર્ગ મર્યાદામાં રહી સ્ત્રીને મદદ કરે એ બની શકે એવું છે. છેવટે તે સ્ત્રીના ઉદ્દાર શ્રીજ કરશે. એવી સ્ત્રીએ હજી હિંદુસ્તાનમાં બહુ જોવામાં નથી આવતી. જુવાનવર્ગ જ્યારે બહેાળા પાયા ઉપર સ્ત્રીની મદદે ધાશે ત્યારે સ્ત્રીઓમાં જાગૃતિ આવશે તે તેમનામાંથી સેવાપરાયણ વીરાંગનાઓ પેદા થશે. આપણા ઉદ્ધારના આધાર સીઆ છે. આપણી સ્ત્રીએ આપણા વિષયનું પાત્ર અને આપણી રસોઇયણ મટી આપણી સહચરી, આપણી અર્ધાંગના, આપણા સુખદુ:ખની ભાગિયણ ન ખતે ત્યાં લગી આપણા સર્વ પ્રયાસ મિથ્યા જણાય છે. આપણી સ્ત્રીએ આપણી ગોષ્ટીમાં ભાગ લેતી, આપણી સાથે વાદવિવાદ કરતી, આપણા ઉદ્ગારે। સમજતી, તેને પોષતી, પાતાની અલૌકિક પ્રેરણ શક્તિથી આપણી બાહ્યોપાધિને સાનમાં સમજી તેમાં ભાગ લેતી, આપણને શીતળામય શાંતિ દેતી થશે ત્યારે જ આપણા ઉદ્દાર સંભવે છે. તે પહેલાં નહિ. પુરૂષની કુદૃષ્ટિથી સ્ત્રીઓનું રક્ષણ કરવા સારૂ પડદો ઇલાજ નથી, પણ પુરૂષતી પવિત્રતા એ ઇલાજ છે. પુરૂષને પવિત્ર કરવામાં સ્ત્રી બહુ મોટા ભાગ લઇ શકે છે. પડદામાં રહેલી દબાયેલી સ્ત્રી પુરૂષને પવિત્ર કેમ બનાવી શકે? તેને પુરૂષથી ખીને ચાલવાની પ્રથમથી જ ટેવ પાડવામાં આવે તે તે પુરૂષતે કેમ સુધારે? મારી માન્યતા છે કે પડદે નીતિને પેષક નથી *પણ ધાતક છે. સીઆ અને ઘરેણાં હાથેપગે જે ઘરેણાં સ્ત્રીઓ પહેરે છે એ તેમની કેદની નિશાની છે. હૃથ, પગ, કાન, નાક અને વાળમાં પુરાણાં ઘરેણાંથી લદાયેલી સ્ત્રી તે તે ભાગો સાફ રાખી નથી શકતી. તે તે જગ્યાએ મેલના જામેલા થરમે ભાળ્યા છે. જે એમાં જાગૃતિ આવી છે, જે પોતે સ્વતંત્ર વિચાર કરતી થઇ ગઇ છે, જેને દેશસેવા કરવી છે, જે સ્વરાજ યજ્ઞમાં ભાગ લઇ રહી છે અથવા લેવા ઇચ્છે છે, તે ઘરેણાં વગેરેને વિષે પોતાની વિવેકબુદ્ધિ કેમ ન વાપરે? જ્યારે હિંદુસ્તાનના કરાડે ને ખાવાનું પુરૂ' નથી મળતું, જ્યારે હિંદુસ્તાનમાં અત્યાચાર વ્યાપી રહ્યો છે ત્યારે બહુના ઘરેણાંને કેમ પહેરી શકે ? ગૃહની દેવતાઓ. ધમ સાચવવા એ નથી બ્રાહ્મણ્ણાના હાથમાં કે નથી પુરૂજેના હાથમાં. એ તે સ્ત્રીમેાના જ હાથમાં, છે. સમાજને પાયે ગૃહ છે અને ધર્મ ગૃહમાં કેળવવાના છે. ગૃહની સુવાસ આખા સમાજમાં ફેલાશે. કાઇ શહેરમાં ગમે તેટલા વેપાર ચાલત હાય, ગમે તેટલી આબાદી દેખાતી હોય, પણ ત્યાં જો ધર સારાં ન હોય તે એ શહેર સારૂ નથી એમ હું તરત કહ્યું. સ્ત્રીએ જ ગૃહની દેવતાએ છે. એ જો ધર્મ ન પામે તે પ્રજાનું સત્યાનાશ વળી જાય. ( પૃષ્ટ ૧૯૭ થી ચાલુ }
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy