SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ સંઘ સમાચાર i ભુંલસુધારઃ ગયા અંકમાં સધના સામાન્ય કાળામાં ગયે વર્ષે મદદ આપનારાએની એક યાદી પ્રગટ કરવામાં આવી હતી તેમાં રૂ. ૨૫] શ્રી કાન્તિલાલ ડી. શાહના નામ ઉપર ભુલથી લખેલા તે રૂ. ૨૫] કાન્તિલાલ ડી. કારા તરફથી મળ્યા છે. એવી જ રીતે શ્રી. ચંદુલાલ ટી. શાહે સધની રાહત પ્રવૃત્તિમાં રૂ. ૧૦૦ આપ્યા છે. પણ તેના ખલે છાપભુલને લીધે ગયા અંકમાં તેમના તરફથી રૂ. ૧૦ મળ્યાનુ છપાયુ' છે. શુદ્ધ જૈન વિગતા હવે પછી નક્કી થયે પ્રગટ કરવામાં આવશે. મંત્રી-મણિભાઈ સન્માન સમિતિ, પૂર્વ આફ્રિકાના પ્રભુખ જૈનના ગ્રાહકો પ્રત્યે પૂર્વ આફ્રિકામાંના પ્રદેશામાં પ્રમુદ્ધ જૈન'ની નકલેા ઠીક સખ્યામાં જાય છે અને જે સમાચારો મળે છે તે ઉપરથી માલુમ પડે છે કે પ્રબુદ્ધ જૈન તે પ્રદેશામાં બહેાળા પ્રમાણમાં વંચાય છે. ત્યાં વસતા અને પ્રબુદ્ધ જૈન દ્વારા અમારી સાથે સંકળાયલા બઐને શ્રી મુંબઇ જૈન યુવક સત્રની વિવિધ પ્રવૃત્તિઓમાંથી તેમને આકષઁક અને ઉત્તેજન ચેાગ્ય લાગે તે તે પ્રવૃત્તિમાં પોતાથી બનતા ફાળા મેકલતા રહેવા ખાસ વિનંતિ કરવામાં આવે છે. હાલ સુરત સંધ તરફથી ચાલતી રાહત પ્રવૃત્તિ તેમજ મણિભાઈ સન્માન થેલી તરફ તેમનું ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. શ્રી મણિભાઇને લગતા સન્માન સમારંભ પતી જાય ત્યાર પછી પણ તેમના સન્માન નિમિતની જે કાં રકમ આવશે તે રકમને શ્રી. મણિભાઈની ઈચ્છા મુજબના કાઈને કાઇ સેવાકાર્યમાં ઉપયોગ થશે. આ અમારી વિજ્ઞપ્તિ પુરેપુરી આર્થિક અને સફળ નીવડશે એવી અમેા આશા રાખીએ છીએ, ગજલાલ ધરમચંદ મેઘાણી રતિલાલ ચીમનલાલ કોઠારી મંત્રી, મુબઇ જૈન યુવક સંધ સદ્ગત શ્રી. ધનજીભાઇ દેવશી તથા જ્યાં સુધી સઘની રાહત પ્રવૃત્તિ: સંધની રેશન તથા શંકડ રાહત ખાતે ૧૦૦ કુહુખાનાં નામ નોંધાઇ ગયાં છે. આ પ્રવૃત્તિમાં મળેલી અને મળતી આર્થિક મદદ ધ્યાનમાં લઇને કોઇ મેોટી રકમ મળે નહિ ત્યાં સુધી હવે નવાં નામેા નહિ નોંધવાના નિર્ણય કરવામાં આવ્યે છે. ચાલુ રાહત કાર્યને પહોંચી વળવા માટે જ લગભગ રૂ. ૮૦'ની રકમની અપેક્ષા રહે છે. ચાર માસની મર્યાદાથી શરૂ કરાયલું આ કાર્ય એ માસ વધારે આગળ ચલાવવાનું ઠરાવવામાં આવ્યુ છે. જેમ જેમ આ કાર્યમાં બહારથી આર્થિક પુરવણી થતી જશે તેમ તેમ આ કાર્યને આગળ લંબાવવામાં આવશે, સધની રાહત પ્રવૃત્તિમાં નીચે મુજબની રકમ મળી છે, રૂ. ૫૦૧ શ્રી. વીઠ્ઠલદાસ કાળીદાસ. રૂ. ૨૦૦] મેસર્સ ચીમનલાલ પ્રેમચંદની, આ બન્ને ગૃહસ્થાના આભાર. માનવામાં આવે છે, મંત્રીએ, મુંબઇ જૈન યુવક સંઘ મણિભાઈ સન્માન થેલી: આ પ્રવૃત્તિને શ્રી. મણિભાઇના મિત્ર તેમજ પ્રશંસા તક્થી બહુ સારો ટેકો મળ્યો છે, અને એકઠી કરવા ધારેલી રકમ લગભગ ભરાઇ જવા આવી છે. સંધના સભ્યોએ પાતાની શકિત મુજબ ફુલ નહિ તે ફુલની પાંખડી એ ન્યાયે પેાતાની શક્તિ તેમજ પૃચ્છા મુજબ કાંઇને કાંઇ રકમ મોકલી આપીને મણિભાઇ પ્રત્યેની પેાતાની આદર વૃત્તિને વ્યકત કરવી જોઇએ. અન્ય મિત્રને તેમજ શુભેચ્છકોને પણ કોઇના મળવા આવવાની કે કહેવાની રાહ જોયા સિવાય પોતાની ઇચ્છા મુજબ પાતપોતાને ફાળા સત્વર માકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. આ સન્માન થેલી સબંધે એક ગેરસમજુતી દૂર કરવાની જરૂર લાગે છે. શ્રી. મણિભાઇએ સંધના પુસ્તકાલયને રૂ. ૧૦૦૦૦) ની રકમ આપવાની પાનાની ઇચ્છા જાહેર કરી છે તેને અને તેમના સન્માન નિમિત્તે એકઠા કરવામાં આવનાર રૂ. ૧૦૦૦૦, અથવા તે જેટલી વધારે એકઠી થઇ શકે તે રકમને કશા પણ સંબંધ છે જ નહિં. આ રીતે અપણ કરવામાં આવતી રકમ જેને તે રકમ આપવામાં આવે તેની મરજી મુજબ એવા જ કોઇ જાહેર જનતાના સેવાકાય માં આપી દેવાતા ચાલુ રવૈયા છે અને પ્રસ્તુત રકમનો પણ એવા જ ઉપયોગ થવાનો છે. એક રીતે શ્રી. મણિભાનુ તા એક નિમિત્ત છે. આ ખ્યાલમાં રાખીને શ્રી. મણિભાઈને જાણનાર, સમજનાર તેમજ તેમના વિષે આદર ધરાવનાર સૌ કાઇ ભાઇ બહેન આ થેલીમાં ધારણા કરતાં પણ વધારે મેટી રકમ એકઠી કરવાના શુભ કાર્યમાં પોતાના કાળા વિના વિલએ અને પુરા ઉદાર ભાવથી મેકલી આપવા કૃપા કરશે એવી આશા રાખવામાં આવે છે. ચાલુ માર્ચ માસ દરમિયાન શ્રી. મણિભાઇને લગતા સમાન સમારંભ યાજવામાં આવશે અને ત્યાં સુધીમાં જે કાંઇ રકમ એકઠી થઇ હશે તે તેમને અપણુ કરવામાં આવશે. આને લગતી તા. ૧-૩-૪૪ શ્રો. અમૃતલાલ લક્ષ્મીચંદ ખેાખાણી શ્રી, ધનજીભાઇ દેવશી અને શ્રી અમૃતલાલ લક્ષ્મીચંદ ખાખાણીના અવસાનથી ઘાટકારે છે અગ્રગણ્ય શહેરીમા ગુમાવ્યા છે, ધાટકપરના જાહેર જીવનમાં બન્નેના કાળા સારા પ્રમાણમાં હતે. શ્રી. ધનજીભાઇ મોટા ગ્રાહ સાદાગર તરીકે જાણીતા હતા. તેઓ શાંત સ્વભાવના, નિરભિમાની ગ્રહસ્થ હતા. ઘાટકોપરના સ્થાનકવાસી સધના વર્ષો સુધી તેઓ પ્રમુખ હતા. અને સ્થાનકવાસી કાન્ફરન્સના દશમા અધિવેશનના સ્વાગત પ્રમુખ હતા. રાષ્ટ્રીય કન્યાશાળા માટે મોટી રકમનુ દાન આપી તેએએ ઘાટકોપરની એક ખાટ પુરી પાડી છે. રાષ્ટ્રીયશાળા સાથે તેમનુ નામ જોડાયલું છે. તેમના સુપુત્રા શ્રી ધનજીભાઇની દાન પ્રણા'લિકા ચાલુ રાખશે એમ આશા રાખીએ છીએ. શ્રી. અમૃતલાલ ખેાખાણી એક બાહેાશ વેપારીડાવા ઉપરાંત, રાષ્ટ્રવાદી પ્રગતિશીલ વિચાર ધરાવનાર વ્યકિત હતા. ઘાટકોપરની હિંદુ સભાનું ભવ્ય મકાન અને તેની છતર પ્રવૃતિ માટે ભાગે તેમને આભારી છે. જાહેર સેવાના કોઇપણ કાર્યમાં તેઓ મેખરે રહેતા અને નાદુરસ્ત તખીયત છતાં ખૂબ મહૅનત લેતા. બન્નેના આત્માને પાત્મા શાન્તિ આપે, ચીમનલાલ શાહ હરકાર શેઠાણીનુ' જીવન ચરિત્ર: ઉપર જણાવેલ વિષય ઉપર ગુજરાત વર્નાકયુલર સે।સાયટી હસ્તક રૂપાંબાઈ સ્ત્રી શિક્ષક ઉ-તેજન કુંડ ખાતેથી રૂ. ૧૦૦ ના ઇનામથી માત્ર જૈન અહેતા પાસેથી નિબંધ ભગાવવાના ઠરાવ થયા છે. જે જૈન બહેનની આ નામ માટેની હરીફાઇમાં ઉતરવા ઇચ્છા હોય તેમણે પેાતાના નિધ તા ૧૫ મી મે ૧૯૪૪ સુધીમાં એનરરી સેક્રેટરી, ગુજરાત વર્નાકયુલર સેાસાયટી, પા. એ. નં.૨૩, ભદ્ર, અમદાવાદ એ સરનામે લખી મેાકલા. જે ઉમેદવારના નિબંધ કારોબારી સમિતિને ઉત્તમ જણાશે તેમને રૂ. ૧૦૦ નુ નામ આપવામાં આવશે. નિષધનું લખાણ એછામાં ઓછુ ક્રાઉન સાળપેન્ટ સાઇઝનાં છાપેલાં ૧૦૦ પૃષ્ઠ જેટલુ હાવુ જોઇએ. નિબંધ મોકલનારે નિબંધ નીચે પેાતાનુ નામ ન લખતાં સંજ્ઞા લખવી અને પેાતાનું નામ તથા સરનામું જુદા કષરમાં લખી મેાકલવુ. શ્રો મુંબઇ જૈન યુવક સધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્ય કાન્ત પ્રિ. પ્રેસ. ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. ૨
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy