________________
તા. ૧-૩-૪૪
પ્રબુદ્ધ જૈન
પાટણનુ જ્ઞાનમદિર: સાહિત્ય તથા ચિત્રકળાની અમૂલ્ય સામગ્રી
ગુજરાતના મુખ્ય મુખ્ય શહેરામાં આવેલા જ્ઞાનભ ડારામાં પાટણનું શ્રી હેમચંદ્રાચાય જૈન જ્ઞાનમંદિર પ્રથમ સ્થાન ધરાવે છે. પાટણ એ ગુજરાતની રાજધાનીનું શહેર હાવાથી તેમજ • ત્યાં સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ જેવા રાજાએ તેમજ કલિકાળસર્વજ્ઞ - શ્રી હેમચંદ્રસૂરિ જેવા આચાર્યાંના મહાન કાર્યોથી જગવિખ્યાત છે. આ મહાન વ્યકિતઓ પૈકી રાજા સિદ્ધરાજ જયસિંહની વિન ંતિથી શ્રી હેમચંદ્રાચાયે સિદ્ધહેમ વ્યાકરણ' રચ્યું હતું અને કુમારપાળ રાજાએ પાટણમાં એકવીશ જ્ઞાનભંડારા સ્થાપ્યા હતા. શ્રી વસ્તુપાળ તેજપાળ તેમજ માંડવ ગઢના મંત્રી પેથડશાહ જેવી મહાન વ્યકિતઓએ પણ ભિન્ન ભિન્ન સ્થળાઍ જ્ઞાનભંડાર સ્થાપ્યા હતા. આ જ્ઞાનમંદિશ ” ઉભા કરવામાં જન આચાર્યાંની અને સાધુની મહેનત તથા જૈન ધનાઢ્યાના ધનનેા માટે કાળા છે,
ગાવવામાં આવ્યા છે. ઉપર જણાવેલ નવ જ્ઞાન ભાર પૈકી (૧) શ્રી સ ંધના ભંડારના (ર) શ્રી વાડી પાર્શ્વનાથના ભડારના (૩) શ્રી મહાલક્ષ્મીના પાડાના ભંડારના (૪) શ્રી સાગરના ઉપાશ્રયના ભંડારના અને (૫) શ્રી હેમચંદ્રાચાર્ય લાયબ્રેરીના ગ્રંથા જ્ઞાનમંદિરમાં આવી ગયા છે. હજુ (૬) શ્રી તપગચ્છના પાળીયા ઉપાશ્રયના ભડારના (૭) સંધવીના પાર્ડીના ભંડારના (૮) ખેતરવસીના ભંડારના તથા (૯) ભાભાના પાડાના ભડારાના ગ્રંથો આવવાના બાકી છે. આ બધા ગ્રંથાની સંખ્યા આશરે વીસ હજાર જેટલી થવા જાય છે. તાડપત્ર ઉપર લખાયેલા ગ્રંથેની સંખ્યા આશરે ત્રણસેાની છે, જેમાં જુનામાં જુની પ્રત વિક્રમ સંવત્ ૧૧૫૭ ની સાલની છે. આ ગ્રંથમાં શ્રેણી જીતી ચિત્રકળાન સંગ્રહ છે. અજંટા અને જન હસ્તલિખિત ગ્રંથ સિવાય જીની ચિત્રકળા હિંદુસ્થાનમાં ભાગ્યેજ અન્યત્ર જોવામાં આવે છે. આ ગ્રંથ સહેામાં જૈન ધર્મના આગમા તેમજ અન્ય શાસ્ત્રગ્રંથા ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કાષ, અલંકાર જ્યોતિ, નાટક, શિલ્પ, લક્ષણુશાસ્ત્ર, · દશ નશાસ્ત્ર વગેરે જુદી જુદી ભાષામાં લખાયેલ વિપુલ સાહિત્યસામગ્રી રહેલી છે.
જૈન ધર્મના ગ્રંથો લખવાની શરૂઆત વીર સંવત ૯૮૦ ની સાલમાં વલ્લભીપુરમાં જૈન આચાર્ય વર્જિં ગણિ ક્ષમા શ્રમણે કરી હતી. તે' પહેલાં સાધુઓની યાદશક્તિ વધારે હાઇ આગમે વગેરે ધર્મશાઓ કઠે કરી રખાતા હતા. શરૂઆતમાં પુસ્તકા તાડપત્ર' ઉપરજ લખવામાં આવતા હતા અને તેમાં જાત જાતના રંગીન ચિત્રા પણ ચીતરવામાં આવતા હતાં, તાડપત્ર ઉપર પંદરમી સદી સુધી ગ્રંથ લખાયા અને તે અરસામાં કાગળના વપરાશ ચાલુ થવાથી તે પછીના ગ્રંથમાં પણ જાતજાતનાં ચિત્રા ચીતરવામાં આવતા. કેટલાક ગ્રંથા સાનેરી તથા રૂપેરી શાહીથી લખાયેલા અત્યારે પણ જોવામાં આવે છે.
પાટણ, ખંભાત અને જેસલમેરના જ્ઞાનભડારામાં તાડપત્ર ઉપર લખાયેલા ગ્રંથે. ખીજા ભંડારા કરતાં ઘણા વધારે છે. તેમાં પણ જેસલમેરના ધણા ગ્રંથ પાટણથી ગયેલા મનાય છે,
પાટણ રાજદ્વારી ઉથલપાથલનુ કેંદ્ર હા! અવારનવાર ગ્રંથા સાચવવામાં મુશ્કેલી ઉભી થતી હતી. કેટલીક વખત ગ્રંથાને ભોંયરાઓમાં સતાડી દેવામાં આવતા અને આવા કેટલાંયે ભાયરાએ પાછળથી વિસરી જવાતા.. આ કારણે તેમજ ઉપ વગેરે જીવજંતુથી તથા સાચવનારાઓની મેદરકારીથી આજ સુધીમાં ઘણા ગ્રંથોનો નાશ થયા હશે. પાટણના ઘણાયે તાડપત્ર ઉપર લખાયેલા ગ્રંથા ભૂકા થઇ જવાથી કોથળા ભરી સરસ્વતી નદીમાં પધરાવી દેવામાં આવ્યા છે. કેટલાયે તાડપત્રના તેમજ કાગળના ગ્રંથા ચેરાઇને તેમજ વેચાઈને યુરોપ, અમેરિકાના તથા હિંંદુસ્થાનના અન્ય પુસ્તકાલયેામાં તથા મ્યુઝીયમેામાં પહોંચી ગયા છે.
ઉપર જણાવેલ કારણાને લીધે પારવિનનુ ં ગ્રંથ સાહિત્ય નાશ પામવા છતાં આચાર્યો અને શ્રાવકની મહેનત તથા કાળજીના પરિણામે હાલ પાટણમાં હસ્તલિખિત ગ્રંથોથી ભરેલા નવજ્ઞાનભંડારા અચો ૫ મ્યા છે. આ સંગ્રહાને પ્રવર્તક શ્રી ક્રાંતિવિજયજી તથા તેમના શિષ્ય મુનિશ્રી ચતુરવજયજી અને હાલમાં ખીરાજમાન તેમના શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજીએ અથાગ પરિશ્રમ વેઠીને લગભગ પચ્ચીસ વર્ષ સુધી સતત મહેનત લઇ વ્યવસ્થિત કરેલ છે. આ નવે જ્ઞાનભડાના ગ્રંથાને એકજ મકાનમાં સુવ્યવસ્થિત રાખવાની તેમજ અત્યારે મળતા સાધના પ્રમાણે જાળવવાના હેતુથી થોડા સમ સમય પહેલાં એક જ્ઞાનમંદિર.. ખાલવામાં આવ્યું છે અને આ જ્ઞાનમદિરના વહીવટ પાટણના શ્રીસધના કબજા અને દેખરેખ નીચે ચાલુ છે.
આ જ્ઞાનમંદિરમાં ગ્રંથા રાખવા માટે પાંચ ઓરડા બનાવવામાં આવ્યા છે, જેમાં ગાદરેજના ચાળીશ લેખડના કમાટ
૧૯૯૭
આજે આ અપૂર્વ ગ્રંથ સંગ્રહના સંશોધનનું કાર્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ વર્ષોથી ચલાવી રહ્યા છે. તેમની સલાહ અને સૂચના પ્રમાણે આ ગ્રંથને નવા કાગળાથી ઢાંકીને તેને માપના લાકડાના ડબ્બા બનાવરાવી તેમાં વ્યવસ્થિત - નબા લખી. મૂકવામાં આવે છે અને આ ડબ્બાઓને લેખડના કબાટામાં અનુક્રમે ગોઠવવામાં આવે છે. આ કામ પુરૂ થયેથી પ્રસ્તુત ગ ંથસંગ્રહની આધારભૂત યાદી બહાર પાડવામાં આવશે. આ યાદીમાં ગ્રથાના નંબર, તેમાં વિષય, ક સાલમાં લખાયેલ, તથા કયા આચાર્યનુ લખેલુ વગેરે હકીકતા આપવામાં આવશે..
આ અમૂલ્ય ખજાને સાચવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ તે ગ્રંથા પૈકી કેટલાંક જીણું થઇ ગયેલા હાવાથી તેની નકલે કરાવવાની. જરૂર છે. ‘વળી આ ગ્રંચેનુ સ'શાધન અને ભાષાંતર કરાવીને છપાવી બહાર પાડવાની જરૂર છે. આમ કરવામાં આવે તેા જ આ અમૂલ્ય વારસાને લાભ જન તેમજ જનેતર પ્રજાને મળી શકે. આ જાતની માંગણી પણ ઘણા જૈન અને જૈનેત્તર તરફથી અવારનવાર કરવામાં આવે છે. આ કામ માટે દરવર્ષે ઓછામાં ઓછા દશ હજાર રૂપીયાના ખર્ચ કરવામાં આવે તે આ કામ પાર પડે. એક વિદ્વાન પંડિત તેમ જ એક એ લહિયા રાખી મુનિશ્રી પુણ્યવિજયજીતી તેમજ અન્ય સાધુઓની સુચના અને સલાદ્ પ્રમાણે મા કામ હાથ ધરવું જોઇએ. આવી યેજના હાથ ધરવા માટે અને તેને લગતા ખર્ચને પહોંચી વળવા માટે બહુ મેટી રકમ એકઠી કરવી જોઇએ અને તે માટે આજના વખત ઉતમ છે. આજે લોકો આગળ સારા પ્રમાણમાં ધન એકઠું થયુ' છે અને સારા કાર્ય માં દ્રવ્ય ખરચવાની લોકોમાં કૃતિ જાગી છે, આજના અનુકુળ સયેાગા ધ્યાનમાં લને પાટણના શ્રી સંધે આ કાર્ય માટે એક ક્રૂડ શરૂ કરેલ છે. આ કાર્ય સમસ્ત જૈન જનતાનું તેમજ જ્ઞાનપ્રિય તેમજ કળાપ્રિય વિશાળ સમાજનું છે, તા ઉપરનો કુંડમાં પ્રસ્તુતક નુ મહત્વ ધ્યાનમાં લઈને જેનાથી જેટલી આર્થિક મદદ માકલી શકાય તેટલી પાટણના સધને મોકલે એવી મારી નમ્ર વિજ્ઞપ્ત છે.
મણિલાલ માહનલાલ ઝવેરી.