SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૪૪ કેટલાક સમાચાર અને નોંધ રૂ. ૬૦૦૦૦ ની ઉદાર સખાવત પાટણુનિવાસી શેઠ ભેાગીલાલ દોલતચંદે તાજેતરમાં શ્રી. પાટણ જૈન મંડળ છાત્રાલયને તે છાત્રાલયની જમીન ઉપર એક હાઇસ્કુલનું મકાન ખાંધવા માટે તેમજ તે જ હાઇસ્કુલમાં હુન્નર ઉદ્યોગનું શિક્ષણ અપાય તે હેતુથી હુન્નર ઉદ્યોગનાં સાધના વસાવવા માટે રૂ. ૬૦૦૦૦] ની રકમ અર્પણ કરી છે. આ રકમમાંથી રૂ. ૪૦૦૦૦ હાઇસ્કુલનું મકાન બંધાવવા પાછળ અને ૨. ૨૦૦૦૦ ઉપર જણાવ્યા મુજબ હુન્નર ઉદ્યોગનાં સાધના વસાવવા પાછળ ખર્ચવામાં આવશે . અને આવી રીતે હુન્નર ઉદ્યોગ સાથે માધ્યમિક આપતી - શિક્ષણ વાઇરસ્કુલમાં પ્રસ્તુત છાત્રાલયના વિધા પ્રબુધ્ધ જૈન ર્થીઓ ઉપરાંત બહારના જૈન તેમજ જૈનેતર વિદ્યાર્થીએને સગવડ અને અવકિશ મુજબ શેઠ ભોગીલાલ દોલતચંદ શાહું. દાખલ કરવામાં આવશે. આવી મોટી સખાવત કરનાર શેઠ ભોગીલાલ દેાલતચંદ્ર હીરાના જાણીતા વ્યાપારી શ્રી. હીરાલાલ શાહના પિતા થાય. શ્રી. હીરાલાલ ભોગીલાલ શાહ મૂળ શ્રી. મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થી –વિશિષ્ટ અભ્યાસ અર્થે વિદ્યાયત ગયેલા–અભ્યાસની નાસીપાસીએ તેમને હીરાના ધંધા તરફ ખેંચ્યા અને એ વ્યાપારમાં જ તેમણે અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું. તેમના પિતા શ્રી ભોગીલાલભાઇ વૃદ્ધે હેવા છતાં આગળ પડતા વિચારો ધરાવે ઇં અને સમાજની પ્રગતિસાધક પ્રવૃતિઓમાં સારી રીતે મદ કરે છે. ઉપરની સખાવત કરવા બદલ તેમને જૈન સમાજના ખુબ ધન્યવાદ કરે છે. ગજપંચાજી તીથ ઉપર અત્યાચાર. ગઇ તા૦ ૬-૨-૪૪ ના રાજ એ મુસżમાન લશ્કરી સીપાએ નાસીકની બાજુએ આવેલા ગજપથા તીર્થં ઉપર આજના વખતમાં કલ્પી ન શકાય એવા એક અત્યાચાર કર્યો છે અને આ સમાચારથી અખા જૈન સમાજમાં ભારે ક્ષેાભ અને ખળભળાટ ઉભા થયા છે અને મર્મધાતક આધાત લાગ્યો છે. આ બનાવની વિગત એવી છે કે છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે બપોરના ભાગમાં કઇ એ મુસલમાંન સીપાઈએ ગજપથાની ટેકરી ઉપર જઇ ચઢયા અને ત્યાંની ગુઢ્ઢામાં આવેલી કેટલીક જૈ। મૂર્તિ ખંડિત કરી, કેટલીક ઉખેડી નાંખી, કેટલીકનાં નાક ભાંગી નાખ્યા અને કેટલીક મૂર્તિઓ ઉપાડી ગયા. આ · અત્યાચાર કેવળ અક્ષમ્ય અને અસહ્ય છે અને આ સામે માત્ર જૈન સમાજે જ નહિં પણ સમસ્ત હિંદુ સમાજે ... જબરદસ્ત પાકાર ઉઠાવવા જોઇએ અને ગુનેહગારેશને પુરી નસીયત મળે અને આવું અપકૃત્ય કાઇ પણ સ્થળે હવે પછી નવા ન પામે એવા મજબુત પ્રબંધ કરવાની સરકારને ફરજ પાડવી જોઇએ. - ૧૮૫ આજે હિંદુસ્થાનના સર્વે કાઈ મેટાં મથકે! લશ્કરી સીપાઇઓથી ભરચક ભરેલાં છે અને તેથી જો આવી બાબતમાં • અગમચેતી વાપરીને સર્વ. સીપાઇળાને સચેટ રીતે ચેતવવામાં ન આવે તે આવી ઘટનાની પુનરાવૃત્તિ સ્થળે સ્થળે થવા સંભવ છે. આવા બનાવાથી પ્રજાની ધાર્મિક લાગણી પારવિનાની દુભાય અને તેનાં ભયંકર માઠાં પરિણામ આવે. માટે સરકારે આ બાબતમાં સખ્તમાં સખ્ત પગલાં હાથ ધરવાની ખાસ જરૂર છે. પણ આજે આવી બાબતે તરફ જરૂરી ધ્યાન દેવાની સરકારને પુરસદ છે. ખરી? ગજપથાના અત્યાચારે એક વિશિષ્ટ સમાજને કેટલા બધા ક્ષુબ્ધ બનાવી દીધા છે. તેના સરકારને સાચા ખ્યાલ આવે એવા સંભવ છે ખરા ? આજના વિગ્રહ તે વટાળમાં ઘુંચવાયલી સરકારને આ બાબતમાં સભાન અને સક્રિય કરવા માટે જૈન સમાજે માત્ર તારેા કરીને સતેાષ માનવા એ યોગ્ય નથી. ગજપથા દિગમ્બર જૈન તીર્થં છે. એમ વિચારીને અન્ય સ`પ્રદાયના અનુયાયીઓએ આ બાબતમાં જરા પશુ ઉદાસીનતા દાખવવી ઉચિત નથી. વિશેષતઃ હિંદુ સમાજે જૈન સમાજની આ આક્તને પોતાની જ માનીને જન સમાજને પુરા સાથ આપવા જોઇએ અને આ બાબતમાં સ્થળે સ્થળે સબા ભરીને સરકારને પુરી સચેત્ કરવી જોઇએ. જવાબદાર આગેવાને આ બાબતમ કરવા ચેાગ્ય સધળું કરવામાં પાછી પાની નહિં કરે કે શિથિલતા નહિ દાખવે એવી આશા રાખવામાં આવે છે. નામદાર વાસરાયનું` ભાષણ જે ભાષણુની લાંબા સમયથી અપેક્ષા રાખવામાં આવતી હતી અને જે વિષે અનેક આશા સેવવામાં આવતી હતી તે ભાષણ હિંદના નવા છતાં ધીમે ધીમે જુના થતા જતા વાઇસરાયે ફેબ્રુઆરી માસની ૧૮ મી તારીખે સ ંભળાવ્યું અને તે ભાષણથી . હિંદી રાજકારણમાં કાઇ નવું પ્રકરણ શરૂ થશે અને લાંખા કાળની મડાગાંઠના ઉકેલના કાઇ માર્ગ હાથ લાગશે એવી આશાનાં સ્વપ્નાં સેવનારાઓને તેમણે પુરી રીતે નિરાશ કર્યાં. કૉંગ્રેસ જેવી મહાન સંસ્થાના સહકારની અગત્ય અને ઉપયોગીતા તે સ્વીકારે છે, પણ જ્યાં સુધી કેંગ્રેસના આગેવાના ઓગસ્ટની આમીને ઠરાવ કરવામાં પાતે કરેલી ગંભીર ભૂલના એકરાર ન કરે અને વર્તમાન યુદ્ધકાળમાં સરકારને પુરેપુરા સહકાર આપવાની ખાત્રી ન આપે ત્યાં સુધી આજની પરિસ્થિતિમાં કરશે પણ ફેરફાર કરવામાં નહિ આવે એન વેવલ સાહેબે ચેષ્મે ચેોખ્ખું જણાવી દીધું છે. અલબત ૧૯૪૨ ની એગસ્ટની આઠમી તારીખ અને આજ દિન સુધીમાં અનેક પાણી વહી ગયાં છે અને દેશના સંચેોગોમાં પણ કઇ કઇ ફેરફારા નીપજ્યા છે. તેથી કોંગ્રેસના આગેવાનને એકત્ર થવા દેવામાં આવે તે પરસ્પર મંત્રણામાંથી આજની મડાગાંઠના કાંઇને કાંઇ ઉકેલ માગ નીકળી આવે એવા સભવ છે ખરા, પણ આવી અન્યાઅન્ય મંત્રણાને વેવલ સાહેબ કશા પણ અવકાશ આપવા માંગતા જ નથી, તેમને આવી કશી મંત્રણાની જરા પણ જરૂર જ સમજાતી નથી. તેઓ કહે છે કે કવીટ ઇન્ડીઆ’-હિંદુ છેાડા' ને લગતા ઠરાવ પાછા ખેચી લેવા સમધમાં તથા જેમાંથી આવાં કરૂણાજનક પરિણામે નિપજ્યાં છે તેવી રાજનીતિથી પાછા હઠવા સબંધમાં તેમજ સામે આવી પડેલા મહાન કાર્યોમાં સહકાર આપવા સંબંધમાં જરૂરી નિર્ણય કરવા માટે પોતાના અન્તઃકરણ સિવાય ખીજા કોઇની પણ સાથે સલાહ કરવાની અટકમાં પુરાયલા કોઇ ( અનુસંધાન પૃષ્ઠ ૧૮૭ જુઓ)
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy