________________
બુદ્ધ જૈન
૧૮૪
* તણાઇ જઇને અથવા તેા ભકતવર્ગ વધારે હોવાથી અભિમાનાદિ કષાયાને આધીન થઈને જિનેશ્વરના આગમથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી પૂર્વાચાર્યાંની પ્રણાલિકાનું ખંડન કરનારા છે તેવા આત્માઓ પણ જિહ્વા ઇન્દ્રિયની અપ્રશસ્ત પ્રવૃત્તિનું જ સેવન કરનારા છે.
જે સુવિહિત શિામણિ મહાત્માએ કેવલ અનુગ્રહ બુદ્ધિથી જિનેશ્વરના આગમને અનુસરીને શ્રોતાજનાની રૂચિ અરૂચિની ઉપેક્ષા કરીને ઉપદેશાદિ પ્રવૃત્તિ કરનારા છે તેવા આત્માએ જ જીહ્વા ઇન્દ્રિયની વાસ્તવિક પ્રશસ્ત પ્રવૃત્તિ કરનારા છે, અનંત જ્ઞાનીઓ પણ ફરમાવે છે. કે-“સવા પરાભાવા વિસવા પરિયત્ત, ભાસિયખ્વાહિયાભાષા સપખ ગુણકારિયા.” ઉપદેશ શ્રવણુ કરનાર શ્રોતાઓ ભલે રાષથી લાલ પીળા થઇને સાંભળે અથવા પ્રસન્ન ચિત્તથી સાંભળે, તેને વિષરૂપે પરિણમે. અથવા અમૃતરૂપે પરિણમે, પરંતુ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ આપનાર મહાત્માઓએ અવશ્ય સ્વપરને ગુણુ કરવાવાળી ભાષા ખેલવી જ જોઇએ. શ્રીમાન્ ઉમાસ્વાતિજી પણ કરમાવે છે કે
“ન ભવતિ ધર્મ શ્રોતુ સર્વસ્મેકાન્તતા હિતશ્રવણુાત્, જીવાનુગ્રહ ખુદ્દયા વસ્તુસ્નેકાન્તા ભવતિ,” શ્રવણ કરનાર બધા શ્રોતાઓને હિતશ્રવણ કરવાથી એકાન્તે ધર્મ પરિણમતા નથી, કારણ કે જેઓના આત્મા અત્યંત નિકાચિત પાપકર્માંથી અનેલા હાય છે તેવા આત્માઓને તીર્થંકર ભગવાનની અત્યંત વૈરાગ્યવાળી દેશના પણુ અરૂચિરૂપે જ પરિણમે છે, પરંતુ જે પુણ્યાત્માઓ કેવલ અનુગ્રહું બુદ્ધિથી જગતના જીવેાના કલ્યાણાર્થે ઉપદેશ આપનારા છે તેવા મહાન પુરૂષોને તેા એકાન્તથી મહાન લાભનું જ કારણ છે.
એવી રીતે નિવૃત્તિપ્રાપક પ્રશસ્ત પ્રવૃત્તિના યથાર્થ વિવેક કરીને પાંચ ઇન્દ્રિયા, ત્રણ યાગ, ક્રાદિ ચાર કષાયાના વિષયાને પ્રશસ્ત બનાવવા માટે આત્મા પુરૂષોએ અવશ્ય પ્રયાસ કરવા જોઇએ. તે સિવાય આશ્રવાને રાધ કરવા એ તલના ફાંતરામાંથી તેલ કાઢવા જેવુ છે, અને આશ્રવાનેા રાધ થયા ત્રિના સંવર થ્થાને પ્રાપ્ત કરવી એ તે એક કુદકો મારી સમુદ્ર ઉલ્લધવા ખરેખર બરાબર છે. જેમ તલના ફેાતરામાંથી તેલ નીકળતું નથી, એક કુદકા મારી જેમ સમુદ્ર ઉલ્લંધાતા નથી તેવીજ રીતે પ્રશસ્ત પ્રવૃત્તિમાં આત્મપુરૂષાર્થને કારવ્યા સિવાય નિવૃત્તિ પદની જે અભિલાષા કરવી તે પણ ઉપરના દૃષ્ટાન્તાને મળતી જ ખીના છે. માટે જ ઉપકારી જ્ઞાની પુરૂષો નિવૃત્તિ પદના અભિલાષક આત્માથી મહાત્માઓને ભારપૂર્વક એ જ ભલામણ કરે છે કે જો તમે જન્મજરામરણાદિ સંસારના મહાન ભયંકર ત્રિવિધ દુ:ખોથી ત્રાસ પામ્યા હૈ। અને નિરૂપમ અક્ષય શાશ્વતા સુખની તમને સાચી જિજ્ઞાસા થઈ હોય તે મહાન પાપારંભક અપ્રશસ્ત પ્રવૃત્તિઓના સર્વથા ત્યાગ ન બને તે પયુંષણાપત્ર જેવા મહામાંગલિક પર્ધામાં અવશ્ય ત્યાગ કરવો જ જોઇએ. આજે ધણા ભવાબિન દિ એવા પ્રશસ્ત કૃત્યોના પણ નિષેધ કરે છે, પરંતુ એ નિષેધ કરવા તદ્દન શાસ્ત્રવિરૂદ્ધ છે.
'જૈન'માંથી સાભાર ઉષ્કૃત
સુનિ ભુવનવિજયજી
યુદ્ધ અને
મધ્યમ વગે
ચાલુ લડાઇના પૂરેપૂરા લાભ જો કાને મળ્યા હાય તા તે આજના મુડીવાદીઓને મળ્યા છે. અને થોડાક લાભ માર વર્ગને મળ્યું છે, જ્યારે કારકુની અને મહેતાગીરી કરનાર મધ્યમ વર્ષાંતે તેને બિલકુલ લાભ મળ્યો નથી એટલું જ નહિં પણ અસહ્ય મોંધવારીના લીધે તેમના ચાલુ પગારે અને આવકમાંથી
તા. ૧-૩-૪૪
તેમનું તથા તેમના કુટુમેનુ ભરણ પેષણ કરવું પણ મુશ્કેલ બન્યુ છે, કારણ એક મહેતા કે કારકુન ઉપર પેાતાની આ અને બાળક મળી ઓછામાં ઓછા છ માણુસાના ભરણ પોષણની જવાબદારી. હાય છે અને કેટલાક કીસ્સાએમાં તે તેના વૃદ્ધ પિતા યા માતા તથા વિધવા ભાભી યા બેનની જવાબદારી પણ એના ઉપર હાય છે. તે ઉપરાંત પેાતાની ન્યાત જાતમાં ઇજ્જત આબરૂથી રહેવા માટે પણ અન્ય ખર્ચ કરવું પડે છે, જ્યારે ખેડુત કે મજૂર વર્ગના છ માણસાના કુટુંબમાંથી ચાર મનુષ્યા ખેતી યા મજૂરી કરે છે. અને ચાલુ લડાઇમાં તે મજૂરોને પગાર ઉપરાંત ઘણું સારૂ મેધવારી ભથ્થું મીલે। અને કારખાના તરફથી અપાય છે અને ખેડુતેને અનાજના ભાવે પણ સારા મળ્યા છે. એટલે તેમને તેમના કુટુંબનુ ભરણ પાણ કરતાં ભ્રૂણી રકમ બચત રહે છે, જેમાંથી તેઓ દેવામાંથી મુક્ત બની જમીન યા સેતુ ચાંદી પણ ખરીદ કરી શકે છે. બીજી બાજુએ સફેદ દુધ જેવા કપડા પહેરીને કરતા મધ્યમ વર્ગને માણસ અસહ્ય મેાંધવારીમાં તેના પગારમાંથી પેાતાનુ ભરણપોષણ ન થતાં પેાતાનું જરઝવેરાત યા સેાનું ચાંદી વેચીને પેાતાની આબરૂ રાખે છે; એટલે આ લડાઈ પછી મધ્યમ વર્ગના કુટુંબ કરતાં મજૂર વર્ગના કુટુંબની હાલત પ્રમાણમાં ઘણી સારી રહી છે. મોંધવારીમાં આજના મધ્યમ વર્ગ શાખાઇ રહ્યો છે, ચૂસાઇ રહ્યો છે અને તેના માટે જો કાઈ જવાબદાર હાય તા તે આજને મુડીવાદ છે.
યુદ્ધ શરૂ થયું એ વખતે વેપારીઓ પાસે જે હાજર માલ હતા તેના ઉત્તરાત્તર ભાવા વધતા જ ગયેલા અને તેને લાભ વેપારીઓને મળતા ગયેલા. આજે પેાતાને મળેલા ગજાવર નાની મુડીનુ રાકાણુ તેમણે સે'નું ચાંદી અને હીરા મેતીમાં કર્યું', કેટલાકે કાપડ લેાખડ શેર કરીયાણું અને ખીયાં બજારમાં પેાતાનુ નાણું કરતું કર્યું. આ પ્રમાણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં વેપારીએએ અને મીલ માલીકાએ અઢળક ધન પેદા કર્યું છે.
૧૯૪૩ થી હિંદી સરકારે વટહુકમેાની પરંપરા ચાલુ કરી. રૂ, શેર, સેનુ, ચાંદી, સુતર અને કાપડ બજારોં ઉપર સખ્ત 'કુશા આવ્યા. ખીયાં અને કરીયાણાંના વાયદાના બજારો બિલકુલ બ્ધ થયા. વધુ આવક વેરા લેવાના કાયદા હિંદી સરકારે ઘડયા. એટલે એક રૂપીઆના નકામાંથી સાડા ચૌદ આના જેટલી ગજાવર રકમ સરકારને આપવી પડવાની છે, એમાં વેપારીની ચાલાકી નહિ ચાલે. પેાતાની ચાલાકીના ઉપયોગ તેણે પોતાના ગુમાસ્તાની પાસેથી રૂા. ૧૦૦) નું કામ લઈને તેને રૂ. ૬૦) જેટલી રકમ આપવામાં કર્યાં છે. અસહ્ય મેાંધવારીમાં પેતાના મહેતા અને કારકુનાની મુશ્કેલીઓના વિચાર તેણે નથી કર્યો. ઉલટુ તેણે તેણે બાબતમાં આંખમીચાંમણાં કર્યાં છે.
લક્ષ્મી ચંચળ છે. દાન ભેગ અને નાશ તેની પ્રકૃતિ છે અને આજની રાજકીય આંટીધુટી એવી છે કે આજના કરોડપતિ એ આવતી કાલને ભિખારી છે અને આજના ભિખારી એ આવતી કાલના કરોડપતિ છે. કમ અને કુદરતની લીલાને કાઇ નહિ રોકી શકે એ સૂત્ર ધ્યાનમાં રાખી ભવિષ્યમાં આવતી રાજકીય આંધીના ખ્યાલ કરી દરેક વેપારી પોતાના મહેતા અને ગુમાસ્તાઓને મોંઘવારી ખેાનસ તરીકે પેાતાનાથી અપાય તેટલી રોકડ રકમ આપે એવી આજે યુદ્ધને લીધે શ્રીમાન બની બેઠેલા સૌ મુડીધારીઓને મારી વિજ્ઞપ્તિ છે.
હીરાલાલ ચુનીલાલ મણિયાર,