SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૨-૪૪ પડેલાં છે તેને માત્ર ‘સામાન્ય નિર્દેશ કરૂ છું. આપણામાંનાં ઘણાં કદાચ એમ માનતાં હરશે કે આ નૂતન ખાલકેળવણી એ તે માત્ર નાનાં બાળકો માટે છે. એવી મને વારવાર શકા આવે છે. અલબત્ત આ પ્રયોગે હાલમાં બાલકેળવણીના ક્ષેત્રમાં થઈ રહ્યા છે છતાં વિચાર કરતાં જણાશે કે આ તે એક જીવનની વ્યાપક દૃષ્ટિ છે. એ જીવન દૃષ્ટિને વય, દેશ કે જાતિની મર્યાદા નથી. સનાતન ધર્મારૂપે એ દરેક યુગમાં અને પદ્ધતિમાં રહેવી જોઇએ છે. એ દૃષ્ટિ અત્યારે જે સ્થૂલ સાધને ખાલમ દિશમાં જોવામાં આવે છે તેટલા પૂરતી જ મર્યાદિત નથી. પણ કેળવણીની સવ ઉચ્ચ અને ઉચ્ચતર શ્રેણીમાં તે અ ંતર્ગત રહેવી જોઇએ છે. આથી મારી આગ્રહભરી સૂચના અને વિનતિ છે કે માત્ર પ્રાયમિક શિક્ષણ આપતા શિક્ષકા નહિ, પણ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં ગૂંથાયેલા શિક્ષકો અને આપણી વિદ્યાપીઠના બધા કેળવણીકાર બાલમંદિરાની પ્રવૃત્તિઓના ગાઢ પરિચયમાં આવે, આ નૂતન કેળવણીની દૃષ્ટિ શુ છે તેનુ રહસ્ય પારખી, તેને વ્યાપક સ્વરૂપે બધી શ્રેણીઓમાં કેવી રીતે દાખલ કરી શકાય તેની ચર્ચા કરે, અને કેળવણીને એક વિભાગમાં નહિ પણ તેના સાતત્યમાં જોવાના પ્રયત્ન કરે. પ્રબુદ્ધ જૈન વૃક્ષની શાખા, પ્રશાખા અને પલ્લવાને એકજ મૂળ દ્વારા જેમ રસ મળે છે તેમ જ્યારે દેશની સર્વ શ્રેણીઓની કુળવણી સંસ્થા મનુષ્ય જીવનને અને જીવનના પરમ અને એક વ્યાપક રૂપે નિદ્રાળી કેળવણીની એક સગ્રાહક ચેાજના ધડશે ત્યારે જીવનની વિવિધ શકિત અને રૂચિઓને રસ અને પોષણ મળશે અને જીવન ઘણે અંશે સરળ અને સુખી થશે. સમાજનું સાચુ પુનિવ ાન ત્યારેજ શરૂ થયુ' ગણાશે. ખાલકેળવણીની દૃષ્ટિને એથી પણ વધારે વ્યાપક બનાવવાની કલ્પના પણ છે. શા માટે કેળવણીના વિચાર શાળા અને પાઠશાળામાં જ પર્યાપ્ત રહે ? કેળવણી તે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધીને એક સતત ચાલતા પ્રવાહ છે. આજકાલ કેળવણીમાં ધધાનુ તત્ત્વ-bias-ખલ કરવાની હિલચાલ ચાલે છે. હું સૂચવું છું કે શા માટે આપણે સમાજની એવી પુનર્ધટના ન કરી શકીએ, કે જેમાં કેળવણીને ધંધાના તત્ત્વવાળી બનાવવા કરતાં દરેક ધ ધાને આપણે કળવણીનુ સાધન ન બનાવી શકીએ. વ્યાપાર્જન કરતાં, જીવનવૃત્તિ ટકાવતાં જે અનુભવ થાય છે તે દ્વારા શુ માણસને એછી કેળવણી મળે છે? તે આપણે પ્રત્યેક મંનુષ્યની શક્તિ અને વૃત્તિને અનુરૂપ ધધાઓની એવી યેાજના કરી શકીએ અને સાથે સાથે આખા મનુષ્ય વ્યવહાર પણ એવે સમભાવભર્યું નિર્મી શકીએ કે જેથી દરેક માણસ પોતાના ધધા દ્વારા પણ વાવણી પામતા જાય, તેનામાં જે શકિતઓ છે તે પ્રગટ કરતા જાય. હાલ તા શકિત અને વૃત્તિ અનુસાર ભાગ્યે જ કાઈને પેતાને ધંધો કે, કામ મળી રહે છે. દરેક જણ કમને ખીજાની આજ્ઞાએ મૂકભાવે, દાસભાવે, યંત્રવત્ ઉઠાવતા હાય છે અને આવા નિરસ જડ વ્યાપારમાં મનુષ્યનું મનુષ્યત ચૂસાતું જાય છે. નથી તેને વિશ્રામ કે નથી તેને મનની પ્રફુલ્લતા. આ અણુમૂલા જીવનની સાર્થકતા સાધવી ડાય તે કેળવણીને જન્મથી મૃત્યુ સુધી ચાલતી એક સતત પ્રવૃત્તિરૂપે સમજીને જીવનનાં સર્વ ક્ષેત્રને કેળવણીનાં સાધન તરીકે સ્વીકારવાં જોઇએ છે. આવી જીવનદૃષ્ટિ આપણા સમાજ-વિધાયક અને માબાપાએ કેળવવી પડરો, સરલાદેવી 'ખાલાલ સારાભાઇ ૧૭૩ સઘ સમાચાર. શ્રી મુંબઇ યુવક સ ંધની કાર્યવાહક સમિતિની તા૦ ૨૯-૧-૪૪ ના રાજ મળેલી સભાએ નીચે મુજબના ઠરાવેા પસાર કર્યાં હતા. સ્વર્ગસ્થ શ્રી. રણત પડિત વિષે:— રાષ્ટ્રીય મહાસભાના એક આગેવાન કાર્યકર્તા અને દેશની આઝાદીની લડતના એક પ્રમુખ સૈનિક શ્રીયુત રણુજીત પંડિતના અકાળ અસાન પરત્વે શ્રી. મુબઇ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ અત્યંત ખેદની લાગણી પ્રદર્શિત કરે છે અને તેમનાં પત્ની શ્રી વિજ્યાલક્ષ્મી પંડિતને અન્તરની સહાનુભૂતિ પાઠવે છે. સ્વર્ગસ્થ શ્રી મહાસુખભાઇ ચુ ..લાલ વિષે:---- શ્રી મહાસુખભાઇ ચુનીલાલના અકાળ અવસાનની શ્રી. મુંબઈ જૈન યુવક સધની કાર્યવાહક સમિતિની સભા ખેદપૂર્વક નોંધ લે છે. બાળદીક્ષા સામે નિડરપણે હીલચાલ ઉપાડીને જૈન સમાજમાં તેમણે ખૂબ જાગૃતિ પેદા કરી હતી અને તે ઉપરાંત જૈન સમાજની, વીસનગરવાસીઓની તેમજ વડાદરા રાજ્યની પ્રજાની તેમણે અનેકવિધ સેવા કરી હતી. તેમના જવાથી જૈન સમાજને એક નિડર કાર્યકર્તાની અને સાહિત્યરસિક સજ્જનની ખેટ પડી છે. એમના આત્માને સભા પમ શાન્તિ ઇચ્છે છે. સઘની રાહત પ્રવૃત્તિ આગળ ચલાવવા વિષે:-- સંધની રાહત પ્રવૃત્તિના ક્ષેત્ર મર્યાદા તેમજ સમયમર્યાદા વધારવી કે કેમ તે સંબંધમાં એમ ઠરાવવામાં આવ્યુ` કે આર્જસુધીમાં ૯૪ રાહતપત્ર કાઢી આપવામાં આવ્યા છે તે હવે મૂળથી નક્કી કરેલ કુલ્લે ૧૦૦ રાહત પત્રથી વધારે પા કાઢી આપવા નહિ. આજ સુધીમાં અપાયેલા રાહત પુત્રમાંથી જેની જેની ચાર માસની મુદ્દત પુરી થઇ હાય અથવા હવે પછી પુરી થાય તેને બે માસ વધારી આપવા અને નવા રાહતપત્રો માત્ર ચાર માસની જ મુદ્દતના કાઢી આપવા. કેટલાક સભ્યાનાં આવેલાં રાજીનામાઓના પિરણામે ઉભી થયેલી પરિસ્થિતિને અંગે થયેલા ઠરાવઃતા. ૪-૨-૪૪ ના રાજ મળેલી સંધની કાર્યવાહક સમિતિએ ઉપર જણાવેલ પરિસ્થિતિ પ્રત્વે નીચે મુજબ ઠરાવ કર્યો છે. “શ્રી. મુંબ જૈન યુવક સધની કાર્યવાહક સમિતિના શ્રી કાનજી મુનિના અર્તુયાયીઓને સંધષ્કિાર કરવાને લગતી પ્રવૃત્તિને વખાડી નાંખતા તા. ૧૦-૧૨-૪૩ ના ઠરાવ વિષે સ્થાનકવાસી સમાજમાં ઘણી ગેરસમજુતી થઇ છે એમ માલુમ પડયું છે. એ ઠરાવ ઉપરથી એમ માનવામાં આવે છે કે સ્થાનકવાસી સધને કાઇ પણ સયાગામાં, કોઇ પણ સ્થાનકવાસી વ્યક્તિને સંધના સભ્ય તરીકે કમી કરવાને અધિકાર નથી એમ મુંબઇ જૈન યુવક સધની કાર્યવાહક સમિતિના ઉપર જણાવેલ ઠરાવ દ્વારા સૂચવવામાં આવ્યું છે. આવી કે માન્યતા શ્રી મુંબઇ જૈન યુવક સ ંધની કાર્યવાહુક સમિતિ ધરાવતી નથી કે તેવી પ્રસ્તુત કાર્ય વાહક સમિતિએ કોઇ જાહેરાત કરી નથી. મુંબઇ જૈન યુવક સંધના પ્રસ્તુત ઠરાવનો આશય માત્ર સમુહુબહિષ્કારને અથવા તે કોઇ વ્યકિતના માત્ર. માન્યતાભેદના કારણે કરવામાં આવતા બહિકારને વખાડી નાંખવાના છે. સ્થાનકવાસી કાન્ફરન્સની જનરલ કમીટીના નિવેદનને આવા કોઇ અર્થ કે આશય નથી એમ એ નિવેદનનું સ્પષ્ટીકરણ કરતા સ્થાનકવાસી કાન્સના મંત્રી શ્રી ખીમચંદ વારાના “જૈન પ્રકાશ” માં પ્રગટ થએલા લેખા તેમજ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના તા. ૧-૨-૪૪ના પ્રબુદ્ધ . . ( અનુસંધાન પૃષ્ટ ૧૮૦ જુએ)
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy