________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫ ૨-૪૪
શાળાના આ સુમેળને, ચોર નું ગૌરવભર્યું નામ ધટે છે. હિંદુ તત્ત્વજ્ઞાનના પ્રસિદ્ધ યોગોમાં, આ વોર્ડ ઉમેરીને તેની સાધના કરવામાં આવે તે વ્યષ્ટિ અને સમષ્ટિના સમવાયી જીવનની સાર્થકતા સિદ્ધ કરી શકાય એ વિષે શંકા રહેતી નથી. આ
આ બાલમંદિરના શિક્ષક માબાપ સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરે છે, તે ઘણું જ સ્તુત્ય છે. આથી શિક્ષક અને માબાપ બને બાળકની સર્વ પ્રવૃત્તિઓથી વાકેફ રહે છે અને એ રીતે બાળકને સમગ્રરૂપે સમજી શકાય છે. વિકસિત થતા બાલમાનસને
ગ્ય દિશામાં વિકાસ થઈ રહે તે માટે તેના માનસનું જ્ઞાન, સૂક્ષ્મ અવલોકન અને અપાર સમભાવ એકલાં જ નહિ, પણ સાથે બાલમાનસ માટે સન્માનું હોવું આવશ્યક છે. આ બાબતમાં શિક્ષકો તે ઘણે અંશે શાસ્ત્રસંપન્ન હોય છે અને પદ્ધતિથી પણ વાકેફ હોય છે. પણ સામાન્ય રીતે માતાપિતા, તેમના નિત્યના બીજા વ્યવસાયને લીધે તેમજ બાલકેળવણી યથાર્થ રીતે શું છે તે પ્રશ્નની ઉપેક્ષાને લીધે એટલે અંશે તૈયાર હેતાં નથી. પ્રથમ તે આ ઉક્ષિા દૂર કરવાની છે. આપણે માબાપે સમજવાનું છે, કે બાળકેળવણી એ આપણું પણ કામ છે, અને આપણા ઘરમાં પણ તે આપણે જાતે જ હાથ ધરવી જોઈએ છે. એ જોતાં, બાળકોને બાલમંદિરમાં મેકલવાના રહે છે જ. આ કેળવણીના ઉત્તમ પરિપાકને અર્થે, માબાપે ચીવટ અને સૂક્ષ્મતાથી એને અભ્યાસ અને અવલોકન કર્યા વિના ચાલશે નહિ, એટલાથીજ આપણે ધારેલો અર્થ સિદ્ધ થશે નહિ. આ પદ્ધતિના અભ્યાસથી તેમજ શિક્ષકો સાથે સંપર્ક સાધ્યાથી આપણું ર્તવ્ય પરિપૂર્ણ થતું નથી. નૂતન બાળકેળવણીની ભાવના અને કલ્પનામાં અસાધારણ સર્જનશકિત રહેલી છે અને એ છે સર્જન તે કેવળ બાળકનું નહિ, પણ સાથે સાથે માબાપનું પણ સર્જન થાય છે. બીજી રીતે કહીએ તે ગૃહ અને બાલમંદિરને યેગ સાચી રીતે સધાય તે માટે માતા પિતાએ પ્રથમ પિતાની જાતને કેળવવી પડશે. નૂતન બાળકેળવણીના પાયામાં ગૃહ અને બાલમંદિરને આવે છે. વિરલ સ્થાન ભોગવે છે. બાળકની ' પાસેથી જ જે સ્વયંસ્કૃતિ, આત્મસ્વાતંત્ર્ય, સ્વાશ્રય અને આત્મનિયમનની અપેક્ષા રાખીએ છીએ, તે પ્રથમ આપણા જીવનમાં પ્રકટ કરવાનો પ્રયત્ન કરે પડશે. બાળકને મન ગૃહ અને બાલમંદિરને ભેદ નથી. તેના બાલમાનસ ઉપર વ્યાપક રીતે આધાત પ્રત્યાઘાત થયાજ કરે છે. તેથી આપણું ગૃહ જીવનમાં જોહુકમી, - પરાશ્રય, નિયમહીનતા, અને દંભ પ્રવર્તતાં હશે. તે નૂતન બાળ
કેળવણીને પ્રગતિના પંગુ જ રહેવાને. તેનું પરિણામ " ' નિર્માલ્ય જ રહેવાનું. આપણા વિચારમાં, વાણીમાં અને વર્તનમાં સંયમને અભાવ હેય, કુટુંબ, પડેલી અને મિત્ર પ્રત્યેના આપણા સંબંધમાં, ડેળ અને કૃત્રિમતા હોય, આપણે અસહિષ્ણુ હોઈએ, નોકર ચાકર ઉપર હરહંમેશ આધાર રાખનારાં હેઇએ, તેમના ઉપર દમામ ચલાવતાં હોઈએ, તે કઈ રીતે આપણે આશા રાખી શકીએ કે બાલમંદિરમાં જ જઈને આપણાં બાળકોમાં સ્વયંસ્કૃતિ, સ્વાશ્રય, નિયમન અને સ્વભાવની સરળતા આવે? નાનાં બાળકો પણ બહુ ચતુર-shrewdહોય છે. ગૃહ કે શાળામાં પ્રવર્તતાં જૂઠ અને દંભ તેઓ સહેજે કળી જાય છે. આથી આપણને સમજાશે કે સ્કૂલ રીતે બાલમંદિરના શિક્ષકોને વર્ષમાં બે ચાર વખત મળીએ, બાળકોની પ્રવૃત્તિઓ વિષે પૂછપરછ કરીએ, તે તેટલાથી આપણો અર્થ સરવાને નથી. નૂતન બાળકેળવણીની સછવિનીને સંચાર પ્રથમ આપણા માબાપનાં અને કુટુંબના જીવનમાં કે જોઇએ છે. - બીજી બાજુ બાલમંદિરેએ પણ સદા જાગરૂકતા સેવવાની
છે. શિક્ષકેમાં બાલમાનસને અભ્યાસ કરવાની તત્પરતા, સૂક્ષ્મ અવલોકન, આ પદ્ધતિમાં રહેલી અપાર શક્યતાઓનું ચિંતન અને કર્તવ્યનિષ્ઠાની અપેક્ષા રહે છે. નહિ તે સ્વયંસ્કૃર્તિને નામે શિક્ષકોમાં પ્રમાદ અને નિષ્ક્રિયતા અને બાળકોમાં સ્વતંત્રતાના ઢાંકણુ નીચે સ્વચ્છેદ પોષાવાને પુરો સંભવ રહે છે. આ પદ્ધતિમાં અપાર ભયસ્થાન છે. ઈન્દ્રિયનું શિક્ષણ તે તેમને સતેજ કરી બહેકાવવા માટે નહિ પણ તેમને સુતીવ્ર કરી, તે સુતીકતા દ્વારા જ ઇન્દ્રિય સંયમ કેળવવાના અર્થે છે. સ્વતંત્રતાનું વાતાવરણ ઉપજાવવાનું છે. તે એટલા માટે કે બાળકનું શિસ્ત, જડ અને યંત્રવતું ન બનતાં સ્વયમ સ્કુરે. વ્યકિતત્વ ખીલવવાનું છે, તે તેને પૃથક રાખવા માટે નહિ પણ એક મનહર ચિત્રમાંનાં વિવિધ રંગે એક બીજામાં ભળી જઈ એકત્વ પામી રસરૂપ રમણીયતા ઉત્પન્ન કરે છે તેમ એ વ્યકિતત્વને પણ સમષ્ટિમાં ભળી જઈ એકત્વને સાક્ષાત્કાર કરવાનું રહે છે. કામશાસન એ આ નવીન પદ્ધતિને મુખ્ય સૂર છે. અધુરા અભ્યાસને લીધે, કે પરિશીલનની ખામી કે ઉદાસીનતાને લીધે આ મુખ્ય સૂરનું વિસ્મરણ થાય, અથવા તો બાળકની ગમે તેવી અતંત્ર ક્રિયાને સર્જનનું મોટું નામ આપી સંતેષ લેવામાં આવે તે આ નવીન વેગ અપૂર્ણ રહે છે. બીજું એક ભયસ્થાન છે તે વિષે પણ આપણા સર્વ માબાપ અને શિક્ષકો અને અત્યંત સાવધ રહે એ ઈચ્છવાયેગ્ય છે. ગીત અવાધ, નૃત્ય એ નાનાં બાળકને સાહજિક છે. તે દ્વારા તેઓ પિનની સર્જનશક્તિને પરિચય પામે છે. આ લલિત વિષયો જે અત્યાર સુધી સમાજમાં અને કેળવણીમાં બહિષ્કત ગણાતા હતા, તેમને આપણી બાલકેળવણીમાં ગૌરવભર્યું સ્થાન આપીને બાલમંદિરેએ બાલવનમાં ઉલ્લાસ અને સ્મૃતિ આપ્યાં છે અને તે બદલ આપણે તેમનાં ઋણી છીએ. છતાં જનતાને અને ખાસ કરીને બાળકનાં માતાપિતાને આકર્ષવા સત્રને અંતે આંજી નાંખે એવા રંજન કાર્યક્રમ અને પ્રદર્શને જવા કેટલેક ઠેકાણે જે કૃત્રિમ પ્રયાસ થાય છે, તે જોઈ આપણે જાગ્રત થવું ઘટે છે. સત્ર દરમિયાન થયેલા સધળા કામના પરિપાકરૂપે, આવા કાર્યક્રમો જે સ્વાભાવિક રીતે આવતા હોય, તે તે ઉચિત છે. પણ દષ્ટિને ચકત કરે એવા કૃત્રિમ પ્રયાસ દ્વારા, બાલસર્જનના વિકાસને પરિચય અપાવવાની વૃત્તિ શિક્ષક સેવે અને એવા પરિચય દ્વારા જ માતપિતા સંતોષ માનવાના લેભમાં પડે તે બાળકોની સર્જન શક્તિને અપાર નુકસાન થવાનો સંભવ છે. બાળકોની સૌમ્ય કૃતિઓ દ્વારા તેમની સર્જન શક્તિને પરિચય કરે અને કરાવે એ સહેજ કડિન છે. બધા રસોમાંથી શાંતરસમાં અવગાહન કરવા માટે જેમ સવિશેષ યોગ્યતા જોઈએ છે, તે પ્રમાણે બાળકોની બધી પ્રવૃત્તિઓમાંથી શાંત અને સૌમ્ય પ્રવૃત્તિઓમાં તેમની નિસર્ગશક્તિ પારખવી એ પ્રમાણમાં અઘરું કાર્ય છે. આથી શિક્ષકોએ અને સંચાલકોએ આવી કેવળ કૃત્રિમ રંજન પ્રવૃત્તિઓથી કૃતકૃત્યતા અનુભવવાને સરળ માર્ગ લે ઘટતા નથી. તેમજ આપણુ માબાપે પણ કેવળ કૃત્રિમ પ્રસંગોએ બાળકેની શક્તિઓના જાહેરમાં થતા પ્રદર્શનથી અને તે માટે મળતાં અભિનંદનથી હરખાઈ જઈશું અને માની બેસીશું કે તેમની કેળવણી ગ્ય દિશામાં થઈ રહી છે તે આપણાં પ્રિય બાળકોને આપણે કાયમનું નુકસાન કરી બેસીશું. તેમની બધી શક્તિઓ કુંઠિત થઈ જશે અને તેમના સ્વભાવમાં વિકૃતિ પ્રવેશ પામશે. રતુતિ જીરવવી અધરી છે. કૃપા કરીને મારા કહેવાને અન્યથા અર્થ કરશે નહિ. હું તે આપણી સામે જે ભયસ્થાન