________________
૧૭૦
પ્રશુક્ર
શ્રી કાનજી મુનિ વિષે
શ્રી, મુ. જૈ. ચુ, સ`ઘની કાર્યવાહૂક સમિતિનુ નિવેદન શ્રી કાનજી મુનિનાં જૈન ધર્મ વિષયક મન્તવ્યે અને પ્રવૃત્તિ સંબંધે શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ તરથી નીચે મુજબ નિવેદન પ્રગટ કરવામાં આવે છે.
(૧) આજ સુધીમાં જૈન પરંપરા અનેક નાના મેટા કાંટામાં વહેંચાતી આવી છે. કાંટાભેદને આખા ઋતિહાસ એમ બતાવે છે કે તે તે કાંટા કાઇ એવી તાત્ત્વિક વસ્તુને કારણે નથી થયા કે જે વ્યકિતગત અથવા સામાજિક કલ્યાણનું આવશ્યક કારણ હોય. ઘણા ખરા ગા અને કાંટા ન જેવા ક્રિયાકાંડ અને ઉપાસનાભેદની આગ્રહી વૃત્તિમાંથી જન્મેલ છે. ફાઇ ત્યાગી ગણાતી કે પંડિત મનાતી વ્યકિતના મનમાં અમુક બાહ્યાચાર પરત્વે ખાસ વિચાર આવ્યા અને તેણે તે વિચાર ઉપર વાણીબળે, યુકિતબળે કે ત્યાગબળે એટલા બધા વધારે પડતા ભાર મૂકયા કે જેને લીધે સ્વયં વિચાર કરવામાં અસમર્થ, શાસ્ત્રના વાસ્તવિક મર્મ નહિ સમજનાર અને લાગવગમાં તણાઇ જનાર કેટલાયે ભાઇબહેને નાની મોટી છાવણીમાં વહેંચાઇ ગયા. એના પરિણામે આગળ જતાં નિરર્થક સાખીત થયેલી એવી તે જ બાબત પરત્વે કાંટા વધતા જ ગયા. આને લીધે જૈન સમાજ ઘસાતાં ગયા. તેણે ન વાપર્યું બુદ્ધિબળ કે ન પેપ્યુ આધ્યાત્મિક બળ. બીજાં અનેક કારણને લીધે જે કૌટુંબિક અને સામાજિક ભાવ છિન્નભિન્ન થયા છે તે બધાંએ કરતાં આ કાંટાભેદે જૈન સમાજના શરીરને વધારે પ્રમાણમાં અને ઉડે લગી છિન્નભિન્ન કર્યું છે. આ નકર હકીકત છે. એવી સ્થિતિમાં શ્રી. કાનજી મુનિની સામાજીક અને આધ્યાત્મિક હિતથી વિમુખ એવી પ્રરૂપણા અને પ્રત્તિ કાઇ પણ વિચારશીલ જૈન કે જૈનેતરને આવકારદાયક લાગે તેવી છે જ નહિં. તેથી શ્રી મુ ંબ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ પોતાને મકકમ અભિપ્રાય વ્યકત કરે છે કે જે ભાગ્મે અને બહેના સામાજીક તેમ જ આધ્યાત્મિક યાણુના ખ઼ચ્છુક હાય તેમણે આવા એક નવા ફ્રાંટાને ઉત્તેજન આપી ઘસાયલા જૈન સમાજને વધારે ઘસાવામાં ભાગીદાર થવું યાગ્ય નથી તેમ જ માનવજીવન સાથે કાઇ પણ 'મેળ ન હેાય એવી આકાશપુષ્પ સમાન વાતેની પાછળ પડી જૈન સમાજને વધારે ઉપહાસપાત્ર બનવામાં નિમિત્ત થવુ ૠતુ નથી.
(૨) જૈન ધમ મૂળમાં નિવૃત્તિ પ્રધાન છે. જ્યારે તેણે સમાજનુ રૂપ ધારણ કર્યું ત્યારે તેના જીવનમાં નિવૃત્તિને ભાસ હાવાં છતાં પ્રવૃત્તિ જ મુખ્ય બનતી ચાલી. એક બાજુ વૃતિ વિના સંધ અને સમાજનું જીવન અશકય અને બીજી નુ મૂલગત નિવૃત્તિની ભાવનાનું પ્રધાનપણું પણ છેાડવું અશકય. આ ગુંચવણમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિના કેટલાય ખેાટા ખ્યાલો સમાજમાં સ્થિર થયા. આવા ખોટા ખ્યાલથી ખેંચી જવા વિશાળષ્ટિ જૈન માચાર્યોએ નિશ્ચય અને વ્યવહાર દષ્ડિ પૃથકકરણ કર્યું; પણ જેમ સર્વત્ર બને છે તેમ જૈન સમાજમાં પણ આ એ દર્શના ભેદ સમજનાર અને સમને અમલમાં - મૂકનાર વિલ વ્યક્તિએ જ પાકી છે. સામાન્ય યુગ માં તે વ્યવહારની ભ્રામક કલ્પનામાં તણાઈ જાય છે અથવા તા નિશ્ચયની શુષ્ક બ્રહ્મવાર્તામાં કસી હય છે. જ્યારે જીવનમાં સાચે જ નિશ્ચય અંશે પણુ પ્રગટ થાય છે ત્યારે તેના વ્યવહારિક જીવન સાથે તેટલે અ ંશે સુમેલ સધાય જ છે. તેવીજ રીતે જ્યારે વ્યવહારિક જીવન ખરૂ અને પ્રમાણિક
૧. ૧ ૨૪y
હાય છે ત્યારે તેમાં નિશ્ચયદૃષ્ટિ અનિવાર્યપણે ડ્રાય જ છે. સાચા નિશ્ચય અને સાચા વ્યવહાર વચ્ચે કદી વિરેધ હોતે જ નથી. એક સ્વસ્થ આત્મા છે તે બીજો સ્વસ્થ દે છે. આ વસ્તુ ચિરકાળથી જૈન શાસ્ત્રમાં સુસ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી છે અને જે વિચાર કરી શકે તેને દીવા જેવી સ્પષ્ટ ભાસે તેમ પણ છે. પણ આજે દુ:ખે સાથે કહેવુ પડે છે કે શ્રી. કાનજી મુનિ જે નિશ્ચયની વાતા કરે છે અને જરીતે નિશ્ચયના ઉપદેશ આપી કાંઇક નવુ' જ કહેતા ડ્રાય એમ પ્રરૂપે છે તે વાસ્તવિક રીતે નથી સાચી નિશ્ચય દૃષ્ટિ કે નથી સાચી વ્યવહાર દૃષ્ટિ. એમના ઉપદેશ અને લખાણાનો તટસ્થપણે વિચાર કરતાં એમાં અનેક ભ્રમણાઓનુ અને વહેમનુ પ્રભુત્વ દેખાય છે. શ્રી કુંદકુંદાચાય અને તેમની કોટિના અનેક વિદ્વાન દિગબર અને શ્વેતાંબર શાસ્રકારાની તેમ જ સ્વતંત્રપણે આધ્યાત્મિક વિચારા કરનાર જન સ`તાની તત્વપ્રરૂપણાના કસેટીએ કસતાં શ્રી કાનજી મુનિના નિશ્ચયનય વિષેનો આગ્રહ કેવળ ભ્રામક અને અનેક વિસંગતિઓથી ભરેલા માલુમ પડે છે.
ન
(૩) શ્રી કાનજી મુનિના કેટલાંક વિધાન અને સમગ્ર વળણુ સર્વે સાધનમાર્ગનું વિરોધી છે, એટલું જ નહિ પણ માનવસભાની વ્યાપક ભાવનાને પ્રતિકુળ જોવામાં આવે છે અને આજની કાઇ પણ સામાજિક કે પારમાર્થિક પ્રવૃત્તિને પોષક નથી એવા તેમનાં લખાણાનો વિચાર કરતાં શ્રી. મુંબઈ જૈન યુવક સંધની કાર્ય - વાહક સમિતિના દૃઢ અભિપ્રાય બંધાય છે અને તેથી આજના માનવસમાજની પ્રગતિને પોષનારી જે. કાઇ વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને શ્રી કાનજી મુનિની વિચાર–પ્રરૂપઃ સહાયક તે નથી, એટલુ જ નહિ પણ અનેક પ્રત્યાધાતી ખળેનુ અને પ્રગતિવિરોધી તત્ત્વનું સમર્થન કરનારી છે. એ બાબત તરફ જૈન સમાજનું ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે.
ઉપર જણાવેલ દૃષ્ટિબિંદુઆથી શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ શ્રી. કાનજી મુનિની વર્તમાન પ્રવૃત્તિ અને તેમનાં મન્તવ્યો સામે પેાતાને વિરોધ રા કરે છે. મંત્રો, મુંબઇ જૈન યુવક સંઘ. સઘની રાહત પ્રવૃત્તિઃ શ્રી મુંબઇ જૈન યુવક સંઘે શરૂ કરેલી રેશન તેમજ રાકડ રાહત આપવાને લગતી પ્રવૃત્તિને આજે ૯૦ જૈન કુટુએ લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંત તા॰ ૧૫-૧૨-૪૩ ના અંકમાં પ્રગટ કરવામાં આવેલી હસ્ત ઉદ્વેગ રાહત પ્રવૃત્તિની શરૂઆત જાન્યુઆરીની પહેલી તારીખથી કરવામાં આવી છે. સધર્નુ રાહત કાર્ય શરૂ કર્યાને આજે લગભગ ચાર માસ થવા આવ્યા છે અને તેના લાબ અનેક ગરીબ જૈન કુટુબેને મળી રહ્યો છે. સુતર કતામણને લગતી રાહત યોજના સાર્વજનિક છે અને તેને પણ સારે લાભ લેવાશે એવી આશા ર છે. રેશન તથા રોકડ રાહત પ્રવૃત્તિને પ્રારંભ ચાર માસની અવધ બાંધીને શરૂ કર્યાં હતા તેના લાભ લેતા કેટલાક કુટુઓની રાહત-મુદ્દત થોડા વખતમાં પુરી થશે. તેમને રાહત આપવાનુ કાર્ય ચાલુ રાખવુ કે કેમ તે પ્રશ્ના વિચાર સધની કાર્યવાહક સમિતિએ તુરતમાં કરવાને રડે છે અને આ બાબતના નિયા આધાર પ્રસ્તુત કાર્યમાં બહારથી કેટલી આર્થિક મદદ આવવા સંભવ । તેના ઉપર રહે છે. આજ સુધી આ કાર્ય માટે નાણાંની માંગણી કરવામાં આવી નથી પણ હવે પ્રસ્તુત કાર્ય ચાલુ રાખવા તેમજ વિસ્તારવા માટ જાહેર જનતાના આર્થિક ટેકાની ખાસ જરૂર ઉભી થઈ છે, રતિલાલ ચીમનલાલ કાહારી. મંત્રી, રાહત સમિતિ,
શ્રો મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫–૮૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ. ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઇ, ૨