SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પ્રબુદ્ધ જૈન ત:. ૧-૨-૪૪ હતા. શરીફના હોદ્દા ઉપર સાધારણ રીતે કે રાજ્યનિષ્ટ શ્રીમંત આગેવાનની સરકાર દરવર્ષે નિમણુક કરે છે અને પોતાની રાજ્ય- - નિષ્ઠા પ્રદર્શિત કરવાની આવા પ્રસંગે શરીફને તક આપવામાં આવે છે અને આવી તકને આવા શરીફે પિતાના જીવનના અસાધારણ લહાવા તરીકે ગણીને વધાવી લે છે. કહેવાય છે કે વાઈસરોય જે અંગ્રેજ સરકારને વિશિષ્ટ પ્રતિનિધિ મુંબઈ નગરીને પિતાનાં પગલાંથી પાવન કરે ત્યારે મુંબઈ નગરીને શરીફ એટલે કે નગરશેઠ વાઈસરોય સાહેબનું આમ સ્વાગત કરે એ કંઇ કાળથી ચાલી આવતા શિરસ્તો છે. પણ આ શિરસ્તે શું કોઈ એવું બંધન છે કે ગમે તેવા વિષમ સંગમાં અને ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ એનું અનુપાલન થવું જ જોઈએ ? આજે જ્યારે રાષ્ટ્રના શિરોમણિ નેતાઓ જેલમાં પુરાયેલા પડયા છે અને જગવંદ્ય મહાત્મા ગાંધીજી જીવતા દટાયા જેવી સ્થિતિમાં મૂકાયા છે, સરકારી દમનનીતિને એકસરખે અમલ થઈ રહ્યો ' છે અને આખા દેશમાં કેવળ વટહુકમેથી રાજ્ય ચાલી રહ્યું છે– આ આખી રાજકીય બાજુ તે બાજુએ રહી પણ એક બાજુ ઘનઘોર વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી બાજુએ અસંખ્ય પ્રજાજનો માત્ર અન્નના અભાવે આ લેક છોડીને પરલોક સીધાવી રહ્યા છે, જ્યારે સામાન્ય પ્રજા ગણુ અંદરથી તેમજ બહારથી બળી રહેલ છે ત્યારે માત્ર રાષ્ટ્રીયભાવના ખાતર નહિ પણ માનવતા ખાતર પણ આવેલ ભવ્ય પાટી સમારંભ મુલતવી રખાયે હત તે શું ખારૂં ખાટું થઈ જવાનું હતું ? કોણ કહે છે હિંદુસ્થાનમાં રાજકીય મડાગાંઠ છે ? કોણ કહે છે ગાંધી જેલમાં સડે છે તેની કોઈને જરા પણ પડી છે? કેણું કહે છે હિંદુ- સ્થાનમાં અંગ્રેજ સરકારના રાજ્યવહીવટ સંબંધી પ્રજાને જરા પણ અસંતોષ છે ? એમ હોય તે વાઈસરોય માટે આવા ભવ્ય . - સન્માન સમારંભ આ ભૂમિ ઉપર કદિ પણ સંભવે ખરા ? * જ્યાં સુધી આ દેશમાં અમીચંદની પરંપરા જીવતી છે ત્યાં સુધી અંગ્રેજ સરકારનું હિંદ ઉપરનું સ્વામિત્વ સલામત છે ! પરમાનંદ, એક ચર્ચાપત્ર ' (પૃષ્ઠ ૧૬૫ થી ચાલુ) યાયીઓ વધારવાના ઇરાદે હતા એટલે સ્વાભાવિક રીતે ઉહાપોહ ઘણે થયો. આવા કેટલાક ભાઇઓ' હજી પણ સ્થાનિક સની આગેવાની કે વહીવટ છોડી દે, સંધમાં કલેશ કે મનદુઃખ થાય એવા પ્રસંગે ઉભા જ ન કરે તે પોતપોતાને માર્ગે જાય તેમાં કોઇને વાંધો નથી. આવી સ્થિતિ લાવવી તેમના હાથની જ વાત છે. શ્રી કાનજી મુનિ સ્થાનકવાસી સાધુ રહ્યા નથી અથવા તેમના તરફ આકર્ષાયેલ ભાઈઓની થેલી માન્યતા પરિવર્તન થઈ છે તે માટે કે તેમને વિરોધ કરતું નથી. તેને તાજો દાખલ સંતબાલને છે. તેઓ સ્થાનકવાસી સાધુ રહ્યા નથી, તેમનું કેટલુંક વર્તન સાધુના આચારથી કેટલેક દરજે જુદું છે. છતાં સંખ્યાબંધ સ્થાનકવાસી ભાઈએ તેમના પ્રત્યે આદરથી જુએ છે, તેમની પ્રવૃત્તિઓમાં સાથ આપે છે, તેમના લખાણે જૈન પ્રકાશ છાપે છે. કારણ કે નથી તેઓ નવો પંથ સ્થાપવા નિકળ્યા કે નથી તેમના અનુયાયીઓ તેમને નામે સંઘમાં કલેશ કરાવતા કે તડ પડાવતા. તેઓ શાન્તિથી સમાજહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પણ હું તો એમ કહું છું કે કેન્ફરન્સના નિવેદનને આ ભાગ કે જેના અર્થે વિષે આપણી વચ્ચે મતભેદ છે પણ શું હોવું જોઈએ તે વિષે મોટે ભાગે આપણે એકમત છીએ-તે તે એ નિવેદનને ગૌણ ભાગ છે. કેટલેક સ્થળે સ્થાનિક સ માં ઉત્પન્ન થયેલ તાત્કાલિક વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સુચવેલ અન્તિમ ઉપાય છે. તેને દુરૂપયેગ ન થાય તે માટે કોન્ફરન્સ જાગૃત છે. સ્થાનકવાસી સમાજ પિતાને પાસ થાય તેને ખોટને વ્યાપાર નહિ કરે તેમ કહેવાની ભાગ્યે જ જરૂર છે. સૌથી મહત્વને પ્રશ્ન કે જેને વિષે આપણી વચ્ચે કોઈ મતભેદ નથી તે તે એ છે કે શ્રી. કાનજી મુનિના વિચાર સમસ્ત જૈન સમાજને હાનિકારક છે અને સમાજને તેથી ચેતવ રહ્યા... તેને ચિરપરિણામી માર્ગ એગ્ય પ્રચાર છે અને કોન્ફરન્સ તે જાણે છે. તેના નિવેદનને અંતિમ ભાગ નીચે મુજબ છે. 1. “શ્રી કાનજી મુનિ તરફ જે ભાઇઓ અત્યારે આકર્ષાયા દેખાય છે, તેમને માટે ભાગ તેમના વિચારે જૈન ધર્મના સિદ્ધાંતથી કેટલા વિપરીત છે અને વ્યકિત અને સમાજને કેટલા હાનિકારક છે તે સમજ્યા હોય તેમ લાગતું નથી. આથી એમ લાગે છે કે એવા ભાઈઓને ઉન્માર્ગે દોરવાઈ જતા અટકાવવા માટે અને બીજાઓ તે તરફ ન આકર્ષાય એવી ચેતવણી માટે જેનધર્મના સિદ્ધાંતથી શ્રી કાનજી મુનિના વિચારે કેટલા વિપરીત છે તે બતાવવા કાઠિયાવાડ સ્થાનકવાસી સંધ સમિતિએ જે પ્રચાર અને પ્રકાશન કાર્ય કર્યું છે તે પ્રવૃત્તિને આ જનરલ કમીટી આવકારે છે અને તે પ્રવૃત્તિને બનતી સહાય કરવાનું જનરલ કમીટી સ્વીકારે છે.” જન યુવક સંધ આ કાર્યમાં પોતાને ફાળે બરાબર આપશે તે કેન્ફરન્સના નિવેદનના એક ગૌભાગની ચર્ચા કરવામાં તેણે જે સમય અને શકિત ખરચ્યા છે તે વ્યર્થ નહિ જાય. મુંબઈ ૨૬-૧-૪૪ લી. સ્નેહાંકિત, ચીમનલાલ શાહ હસ્તઉદ્યોગ રાહત રોજના આજની અસાધારણ માંઘવારીના વખતમાં તંગી અનુભવતી બહેનોને રાહત આપવાના હેતુથી શ્રી ભગિની સમાજ અને મુંબઈ જન યુવક સંઘ તરફથી ચાલ જાન્યુઆરી માસથી એક થાજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અનુસાર મુંબઇ અને પરાંઓમાં વસતી અને સૂતર કાંતતી અને પોતાના કુટુંબના નિર્વાહ માટે મદદની અપેક્ષા ધરાવતી બહેનને તેમણે પોતે કાંતેલ સુતરનું જે મહેનતાણું ચુકવવામાં આવે છે તેથી બમણુ મહેનતાણું ચુકવવાને કાલબાદેવી ઉપર આવેલ ખાદીભંડાર સાથે તેમ વીલેપારલેના ખાદીમંદિર સાથે પ્રબંધ કરવામાં આવ્યો છે. જે કઈ બહેનને આ રાહતનો લાભ લેવાની અપેક્ષા હોય તેને નીચે જણાવિલ કોઈ પણ સ્થળેથી પાસ કાઢી આપવામાં આવશે, ૧ ભગિની સમાજ કાર્યાલય, - રાવળ બીલ્ડીંગ, લેમીંગ્ટન રોડ. - ૨ મુંબઇ જેન યુવક સંઘ કાવોસય. રસીલ્વર મેન્શન, ધનજી ટ્રીટ. '૩ ખાદીભંડાર, કાલબાદેવી રોડ. - ૪ ખાદીમદર, વિલેપારલે. આ બાબતના પાસ મેળવનાર બહેનને પોતાના હાથે કાંતેલ સૂતરના કંતામણ બદલ ચાલુ ધોરણે જે રકમ આપવામાં આવે છે. તેથી બમણું રકમ ખાદી ભંડાર (કાલબાદેવી રેડ) અથવા તો ખાદીમદિર (વાલપાલ) તરફથી ચૂકવવામાં આવશે. આ રાહતને લાભ જે બહેનને જે તારીખે પાસ કાઢી આપવામાં આવ્યા હશે ત્યારથી ચાર મહીના સુધી મળશે. આ ચીજનાને વિના રસ કાચ ૦ તેટલો લાભ લઈને પિતાના કુટુંબની મર્યાદિત આવકમાં થોડી ઘણી પુરવણી કરવા મુંબઈ અને પાંની બહેનને આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે. હસ્તઉદ્યોગ રાહત સમિતિ. તેમને એ મ કહું વચ્ચે મતભેદ કાવ્ય-તે તે
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy