SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ તા. 15-12-44 ડનું દ્રસ્ટડીડ થઈ ગયું છે અને આ ફંડના ઉપયોગની ક્ષેત્ર માં કકી કરવામાં આવી છે. મજકુર ફંડના આજીવન હોડીંગ ટ્રસ્ટીઓનાં કામ નીચે મુજબ છે. પુત્તમદાસ ઠાકોરદાસ (મુંબઇ) શેઠ ઘનશ્યામદાસ બીક્ષા (દહીં) મી. જે. આર. ડી. ટાટા (મુંબઈ) શેઠ શાન્તિકુમાર મોરારજી (મુંબઈ) . શેઠ અંબાલાલ સારાભાઇ (અમદાવાદ) શેઠ કસ્તુરભાઈ લાલભાઈ (અમદાવાદ) . ટ્રસ્ટના કંડે, રોકાશે તેમજ મીતે આ ટ્રસ્ટીઓને નામ ઉપર જ રહેશે. . - આ ઉપરાંત બીજા ટ્રસ્ટીઓનાં નામ નીચે મુજબ છે. મહાત્મા ગાંધી શ્રી. જાનકીદેવી બજાજ સર સર્વપલ્લી રાધાકૃષ્ણન . શ્રી. આશાદેવી આર્યનાયકમ ડેકે. એન. કજી શ્રી. મૃદુલાબહેન સારાભાઈ લેડી પ્રેમલીલા વીલદાસ ઠાકરશી શ્રી. રહીનાબહેન તૈયબજી, શ્રી. કે. એમ. મુનશી શ્રી. જી. વી. માવલંકર શ્રો. દેવદાસ ગાંધી શ્રી. ગાશીબહેન કેપ્ટન શ્રી. સી. રાજગોપાલાચાર્ય શ્રી. મંગળદાસ પકવાસા શ્રી. સરેજિની નાઈડુ. શ્રી. એસ. જે. કજી ડે. ઝાકીર હુસેન. બાબુ લક્ષ્મીનારાયણ શ્રી. અમૃતલાલ વી. ઠકકર ' ' શ્રી. ગુલઝારીલાલ નંદા આ ફંડની કાર્યવાહક સમિતિ નીચેના સભ્યની નકકી કરવામાં આવી છે. - મહાત્મા ગાંધી : પ્રમુખ શ્રી. દેવદાસ ગાંધી સર પુરૂષોત્તમદાસ ઠાકરદાસ ઉપપ્રમુખ શ્રી. જી. વી. માવલંકર શ્રી. અમૃતલાલ વી. ઠક્કર. મંત્રી શ્રી. મૃદુલાબહેન સારાભાઇ શ્રી. એસ. કે. જાજું " - શ્રી. આશાદેવી આર્યનાયકમ ': આ ટ્રસ્ટના હેતુઓ નીચે મુજબ નકકી કરવામાં આવ્યા છે. . : ' હિંદના ગામડાંઓમાં રહેતી ગરીબ અને મદદની જરૂરિયાત ધરાવતી બહેને અને બાળકોનું કલ્યાણ થાય અને તેમની સ્થિતિ સુધરે તેવી પ્રવૃત્તિઓ હાથ ધરવી અને આગળ ધપાવવી. મામડાંની સ્ત્રીઓ તેમજ બાળકો માટે ઇસ્પીતાલ, દવાખાનાં, સુવાવાખાનાં, બાલહિતવર્ધક કેન્દ્રો તથા આ ભુવને લેવા તેમજ બહેને તથા બાળકો માટે હિંદના ગામડાંઓમાં આશ્રયસ્થાને ઉઘાડવાં. ગામડાંની - બહેન તેમજ બાળકને આરોગ્યવર્ધક અને સ્વચ્છ પોષક સગવડે ન આપવી તેમ આવતા દર્દોની અટકાયત કરનારા ઉપાય હાથ ધરવા. " ઉપર જણાવેલ પ્રવૃત્તિઓને અમલ કરવા માટે બહેનો ને જરૂરી તાલીમ આપવી અને સ્થળે સ્થળે સ્ત્રી કાર્યકર્તાઓ ઉભી કરવી. છે. ઉપર જણાવેલ હતુઓ બર લાવતી દેશની સંસ્થાએ ને ગ્રાન્ટ આપીને તેમજ એક સાથે રકમ આપીને મદદ કરવી તેમજ વિકસાવવી. આ ટ્રસ્ટડીડ નીચે એકત્ર થયેલી અને હવે પછી. એકત્ર થતી રકમની નીચે મુજબ વહેંચણી કરવામાં આવશે.. . - આખા ફંડમાંથી 25 ટકા મધ્યસ્થ કુંડને સુપ્રત કરવામાં આવશે અને તેને હિંદુસ્થાન છે કઈ પશુ માંમ વિભાગોમાં ઉપગ કરી શકાશે. બાકીના 75 ટકા જે પ્રાન્તમાંથી જેટલી રકમ એકઠી થઇ હશે તેના પ્રમાણમાં તે તે પ્રાન્તને સુપ્રત કરવામાં આવશે. મોટા શહેરોમાંથી જે નાણાં એકઠાં થયાં હશે. તેમાંથી 25 ટકા કરતાં પણ વધારે પ્રમાણ મધ્યસ્થ કુંડમાં જમે કરવાની દ્રષ્ટીએ ને સત્તા રહેશે અને આ રીતે જમે થયેલ ફંડને ઉપયે. જે પ્રાન્તમાં તે શહેર આવ્યું હોય તેથી ઇતર પ્રાન્તમાં પણ થઈ શકશે. જુદા જુદા પ્રાન્તને 75 ટકા પ્રમાણે સંપાયલી રકમમાંથી જે કોઈ પ્રાન્તમાં તે આખી રકમને અથવા તે તેમાંના અમુક હીસ્સાને ઉપગ થવાની શકયતા નહિ હોય અને નિરર્થક પડી રહી છે એમ ટ્રસ્ટીઓને માલુમ પડે તે રકમ અથવા તે તે મને અણુવપરાય હસ્તે મધ્યસ્થ ફંડને હવાલે કરવાની દ્રષ્ટીઓને સતા રહેશે. પરમાનંદ જૈન સાહિત્ય સંસ્થાઓનાં ઉદઘાટન / “પ્રજા અધ'માથી સાભ : Gધત તાજેતરમાં ત્રણ જન સંસ્થાએ એવી અપપ છે ? થી ન તત્વજ્ઞાનના અભ્યાસ તથા પ્રાચીન જૈન સાહિત્યના સંશોધન-સંપાદન દિને સાચી દિશામાં વેગ મળવા પામે. પહેલી કંસ્થા “જન-સંસ્કૃતિ-સંશોધનમંડળ' (બનારસ) છે જેના પ્રમુખ છે. બૂલચંદ છે. આ સંસ્થાને ઉદ્દેશ જૈન તત્ત્વજ્ઞાન, ઇતિહાસ અને સાંસ્કૃતિક સાહિત્યનું વણ, જૈન સંપ્રદાયને ઇતિહાસ તથા તેના પારસ્પરિક મતભેદ અને મૌલિક એકતાના આધારે અન્વેષણ, સંશોધનાત્મક સાહિત્યનું પ્રકાશન અને એ અન્વેષણ્યાદિને પ્રગતિશીલ બનાવવાનો ઉચિત પ્રયત્ન કરે એ પ્રમાણે છે. આ ઉદ્દેશની સિદ્ધિ અર્થે તેણે પ્રારંભમાં જનામના પ્રામાણિત સંપાદન પ્રકાશનનું કાર્ય શરૂ કર્યું છે. તે ઉપરાંત સન્મનિસાહિત્યમાળા તેણે આરંભી છે જેમાં જૈન ધર્મના મોલિક સિદ્ધા- નું નૂતન નિરૂપણ, જૈન સંસ્કૃતિ તથા સાહિત્ન ઇતિહાસ અને તીર્થકરે, આચાર્યો તથા તેમના અનુયાયી એનાં અતીહાસિક ચરિત્રલેખન સમાવિષ્ટ થશે. પં. શ્રી સુખલાલજી તેની કાર્યકાણિી સમિતિમાં છે. એકંદરે એ સંસ્થા, અસાંપ્રદાયિક અથવા વિશાળ અર્થમાં કહેતાં જૈન સંસ્કૃતિપ્રચારક સંસ્થા બની છે. બીજી સંસ્થા “શ્રી જિન ગમ પ્રકાશિની સંસદ (પાટણ) છે જે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમદિરને અંગે સ્થપાઈ છે, હંમસારસ્વત સત્ર પ્રસંગે સ્થપાયેલા જ્ઞાનમંદિર અંગેની પ્રવૃત્તિ આ રીતે આશાસ્પદ બનવા પામી છે. આ સંસ્થાનું કાર્ય મૂર્તિ પૂજક જૈન સાહિત્ય સંશોધન-પ્રકાશનાદિમાં પરિબદ્ધ રહેશે. એટલું કહેવું પ્રાન થાય છે કે જે સ્વસાહિત્ય જુદી જુદી સંસ્થાઓ દ્વારા સંશોધિત કે સંસ્કારિત બનતું રહે અને પ્રકાશિત થયા કરે તેથી એ સંસ્થાઓની શક્તિ એક જ દિશામાં વપરાઈ જવા પામે છે. આગમેદય સમિતિએ એ દિશામાં ઠીક કામ કર્યું છે. બીજી સંસ્થા પણ એ જ દિશામાં કાર્ય કરે છે તેથી પહેલી સંસ્થાના કાર્યમાં રહેલી ત્રુટિઓનું નિવારણ થાય એ ખરું, પરંતુ બીજી વધુ આવશ્યક દિશાએમાં થવી જોઈ ની પ્રતિ એથી કંઠિત થશે પામે છે. બધી સંસ્થાઓ સહકાર કરીને સૂત્રસાહિત્યની એક જ સુંદર સંપૂર્ણ આવૃત્તિ પ્રકાશિત કરે એ વધુ દષ્ટ છે, છતાં એમ ન થઈ શકતું હોય તે ઓછામાં ઓછી ત્રુટિઓવાળા સંસ્કરણથી ચલાવી લઈને નવી સંસ્થાઓ ઈતર અપ્રકટ સાહિત્યનું સંશોધન-પ્રકાશન હાથ ઉપર લે એ શુ વધુ છવાછે.ગ્ય નથી? જન સાહિત્યના અભ્યાસ, અધ્યાપન, અને પ્રકાશનના ઉદ્દેશવાળી એક વધુ સંસ્થા અમદાવાદમાં થોડા દિવસ પહેલાં સ્થપાયેલું જૈન બાય વિદ્યાભવન’ છે અને તેનું કાર્ય બધા સાંપ્રદાયિક રહેશે. આવી બધી સંસ્થાએ પિતાની પ્રકૃતિવડે એક જ દિશામાંના કાર્યને ન બેવડાવે તે વધારે દષ્ટ છે. ' ખેદજનક અવસાન: ભાઈશ્રી અમુલખ હરગોવિંદ જેણે સંધના કલાર્ક તરીકે ચાર વર્ષ નોકરી કરી હતી અને ત્યારબાદ શ્રી. અમૃતલાલ દલપતભાઈ શેઠની ચાંદીવલી એસ્ટને લગતા કામકાજમાં જેઓ જોડાયા હતા તેમાં 35 વર્ષ નાની ઉમ્મરે તા. 3-12-44 ના રોજ અકાળ અવસાન થયું છે. બે વર્ષ પહેલાં જ તેમનું લગન થયું હતુંઆ કારણે તેમનું અવસાન વિશેષ દુઃખદ બને છે. સંધતું કામ તેમણે ઉડી નિણ અને કપરાયતથી કરેલું અને સંધના અધિકારીઓને પોતાના કાર્યથી પુરો સંતોષ આપે. તેમના આત્માને પરમાત્મા પરમ શાંતિ આપા મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, 45-47 ધનજી - સ્ટ્રીટ, મુંબઈ... મૃકણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, 51, કાલબાદેવી રોડ, મુ. 2
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy