________________
ત.: ૧૫-૧-૪૪
તા. ક.-મુબઇ યુવક સંધની કાર્યવાહીના સ્થાનકવાસી સમાજમાં ચાલી રહેલ બહિષ્કાર પ્રવૃત્તિને વખાડી કાઢતા હરાવ સામે વિરેધ દર્શાવતા જે કેટલાક સભ્યોએ રાજીનામાં આપ્યાં છે તેમની સાથે કાર્યવાહી સમિતિનું તા. ૧૫-૧-૪૪ના રોજ સંધના કાર્યાલયમાં એક સ્નેહસ ંમેલન યોજવામાં આવ્યું હતું તે પ્રસ ંગે શ્રી કાનજી મુનિ અને તેમના અનુયાયીઓ સંબંધમાં શ્રી સ્થાનકવાસી કેન્ફરન્સની જનરલ કમીટીના પ્રસ્તાવ સંબધે કેટલીક ચર્ચા થઇ હતી. એ પ્રસ્તાવને સંધ બહષ્કારને લગતા વિભાગ નીચ મુજબ છે.
“જે સ્થાનકવાસી ભાઇ શ્રી કાનજીભાઇના અનુયાયી થયા છે અને સ્થાનકવાસી ધર્મના સિદ્ધાન્તા, માન્યતાએ અને પ્રરૂપણાઓમાંથી તેમની શ્રદ્ધા નષ્ટ થઇ કે તેવાઓએ પ્રમાણીકપણે પાતપાતાના ગામના સઘામાંથી નીકળી જઈ કલહ અને વિખવાદ મીટાવવા જોઇએ. તેવાઓને સ્થાનકવાસી સંઘના સભ્ય તરીકે રહેવાના કાઇ અધિકાર નથી.
પ્રમુખ જૈન
આમ છતાં રે સધમાંથી સ્નેહાએ ય થાય અને સ્થાનકવાસી ધર્મના મૂળભત સિદ્ધાન્ત, માન્યતાઓ અને પ્રરૂપણાઆ વિરૂદ્ધ વર્તન કરે, સઘમાં કલહ અને વિખવાદ જગાવે અને સધના હિતવિદ્ધ વર્તન કરે તેમની સામે શરતભ’ગના પગલાં લેવાના અને તેમને સ્થાનકવાસી સભ્ય તરીકે કમી કરવાના સ્થાનિક સધને અધિકાર છે.”
આ વિભાગને સ્પષ્ટ કરતાં મારા મિત્ર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તરફથી એમ કહેવામાં આવ્યું હતું. કે ઉપરના ઠરાવમાં સમુદ્ર બહિષ્કારની કોઇ વાત જ નથી. હજી સુધી કાઇ સામે બહિષ્કારનાં પગલાં લેવાયા નથી અને માત્ર શ્રી કાનજી સ્મૃતિમાં માન્યતા ડાવાના કારણે જ નહિ પણ જે એ ઉપરાંત સધમાં કલહ અને વિખવાદ જગાવે અને સધના તિવિરૂદ્ધ વર્તન કરે એવી કોઇ વિરલ અપવાદજનક વ્યક્તિના જ સંધબહિષ્કાર અંતિમ ઉપાય તરીકે ઉપરના ઠરાવમાં નિર્દેશાયલે છે' મારી સમજણ મુજબ પ્રસ્તુત હરાવની ભાષા અને તેમાંથી ઉતા ભાવ શ્રી કાનજી મુનિના અનુયાયીઓના સમુહ સધ બહિષ્કારને જ આગળ ધરે છે અને સામાન્ય જનતા અને સ્થળ સ્થળના સંધના આગેવાન શ્રી કાનજી મુનિના અનુયાયીઓ સ્થાનકવાસી સંઘની માન્યતાઓ અને સિધ્ધાન્તાથી વિરૂધ્ધ માન્યતા ધરાવતા હાઇને સધમાં કલહ અને વિખવાદ જગાવે છે. અને તેથી કાં ા તેએ! પેાતાની માન્યતાઓના ત્યાગ કરે અને એમ ન બને તે તેઓ પોતપોતાના સત્રમાંથી સ્વેચ્છાએ નીકળી જાય અને જે એ મુજબ સ્વેચ્છાએ નીકળી ન જાય તેમતે તે સ્થળના સંધે પોતામાંથી કમી કરે' આવા ભાવામાં જ તે રાવને સમજવાના છે. વળી પ્રસ્તુત ઠરાવમાં ગમે તે મર્યાદા સૂચવવામાં આવી હેાય તે પણ જે રીતે શ્રી કાનજી મુનિ સામેના વિરેધની આંધી વધતી ચાલી છે અને સધ બહિષ્કારનું આંદોલન ઉપરાસ્ત ઠરાવ વડે જે રીતે વધારે ને વધારે વેગ પકડી રહ્યું છે તે ધ્યાનમાં લેતાં ઉપરના ઠરાવમાં સુચવાયલી અહિષ્કાર – મર્યાદા સામાન્ય લેાકાના ખ્યાલમાં રહેવાની નથી, તેનુ પરિણામ આજે નહિ તે આવતીકાલે સમુદ્ધ બુદ્ધિકારમાં જ આવવાનુ છે. આ સંબંધે લાલબત્તી ધરવા પુરતા જ મુંબઇ જૈન યુવક સંઘની કાર્યવાહીના ઠરાવના આશય છે. આ બાબતમાં મા કલ્પનાએ ખોટી પડે, સમુદ્ધ બહિષ્કારની સભાવના પાયા વિનાની પુરવાર થાય અને સંધ અહિંષ્કારના શસ્ત્રને ઉપયોગ ઉગામવા પુરતા જ હતા, તેના યથાસ્વરૂપે. અમલ કરવાના હેતુ નહાતા તે પાગામી ઘટનાઓથી સિદ્દ થાય તે પછી કાઇને પરસ્પર કહેવા વિચારવા જેવુ રહેશે જ નહિં અને આજે જુદા પડતાં તત્વા સ્વાભાવિક રીતે સધાઇ જશે. આવુ શુભ પરિણામ આપણે જોવા પામીએ અને મારા તર્કવિતર્કો અને તરશે. ખોટા પડે એવી મારી પ્રાર્થના છે. પાન દ
૧૫૯
શ્રી. રણજીત પંડિતનુ' અકાળ સ્વર્ગીગમન
ચાલુ માસની ૧૪ મી તારીખે સવારે છ વાગે શ્રી. રણજીત સીતારામ પંડિતના ૫૧ વર્ષની ઉમ્મરે થયેલા અકાળ અવસાનથી આખા દેશમાં ભારે ગમગીનીની છાયા પસરી રહી છે. ૧૯૪૨ ના ઓગસ્ટ માસની નવમી તારીખે સરકારે જે સમુહ—ધરપકડ કરી હતી તેમાં તેઓ પણ પકડાયા હતા અને નાદુરસ્ત તબિયતના કારણે ગયા એકટેમ્બર માસની આમી તારીખે તેમને સરકારે કારાવાસ-મુક્ત કર્યા હતા. જેલવાસ દરમિયાન લાગુ પડેલા વ્યાધિએ આખરે તેમના પ્રાણ હરી લીધા અને દેશે એક સાચા સૈનિક ગુમાવ્યા. નહેરૂ કુટુંબ સાથે તે લગ્નસંબંધથી જોડાયા હતા અને દેશસેવાની દીક્ષા પણ તેમણે ત્યાંયી જ પ્રાપ્ત કરી હતી. તે દેશના એક સાચા વિનમ્ર સેવક હતા. તેમણે આગેવાન હાવાના કદિ દાવા કર્યાં નહાતા. દેશની મૂક સેવા કરવી અને કાઇ પણ કટોકટીના સમયે રાષ્ટ્રીય આઝાદીના ઝંડા હાથમાં પકડીને ઉભા રહેવુ અને જે કાંઇ યાતનાઓ સહેવાની પોતાના ભાગે આવે તે શાન્તિથી સહી લેવી-આ તેમની વર્ષીભરની જીવનચર્યા અને તપસ્યા હતી. તેમના જેવા શકિતશાળી . અને એમ છતાં નિરભિમાની દેશ - સેવા બહુ જ વિરલ જોવામાં આવે છે. તેમનુ અને પડિત વિજયાલક્ષ્મી જેવા રૂપગુણ અને શ્રી-સ ંપન્ન દંપતી યુગલા પણ આજે દેશમાં કેટલાં જોવા મળે? આવી સર્વ પ્રકારે સમાનધર્મી જોડી . આજે ખંડિત થઇ અને વિજ્યાલક્ષ્મી પંડિતનુ જીવન સાથીવિહાણુ થઇ ગયુ. શ્રી. રણજીત પંડિત પોતાની પાછળ. ત્રણ પુત્રીએ મુકી જાય છે, જેમાંની મેટી બે પુત્રીઓ હાલ અમેરિકામાં અભ્યાસ કરે છે. તેમના કુટુંબ પ્રત્યે આખા દેશ ઉંડી અને દભરી સહાનુભૂતિ દાખવી રહ્યો છે, જેણે આ દુનિયામાં સુખ, શાન્તિ કે સગવડની કાંદ પરવા કરી નહાતી તે પરમાત્માના ધામમાં પરમ શર્માન્ત મળે એવી આપણે પ્રાર્થના ચિન્હવીએ 1
અધ્યાપક શ્રી. એચ. બી. ગાંધીનું અકાળ અવસાન
મુંબઇની સે’ટ ઝેવીયર્સ કાલેજના અધમાગધી ભાષાના અધ્યાપક શ્રી. અેચ. ખી, ગાંધીના ૩૨ વર્ષન બહુ નાની ઉમ્મરે થયેલા અકાળ અવસાનની નોંધ લેતાં બહુ લગીરી થાય છે. તેમના જૈન કુટુંબમાં જન્મ થયા હતા અને પુનાની નવરેાજજી વાડીયા કાલેજ દ્વારા ખી. એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરીને તે કાલેજમાં તે ફૅલો નીમાયા હતા. ત્યારબાદ તેમણે એમ. એ.ની પરીક્ષા ઉંચી કક્ષાએ પસાર કરીને સુવર્ચ્યુદ્રકમેળવ્યા હતા અને સુરતની એમ. ટી. ખી. કાલેજમાં થોડા વખત કામ કર્યા બાદ અર્ધમાગધીના અધ્યાપક તરીકે તેઓ કેટલાક સમયથી સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં જોડાયા હતા. તેમની અધ્યાપક તરીકેની ટુંક કારકીદી દરમિયાન અર્ધમાગધી વ્યાકરણ અને સાહિત્ય ઉપર તેમણે સાત પુસ્તકો પ્રગટ કર્યાં હતા અને ચાર પુસ્તક તૈયાર કરેલા ૬જી અપ્રગટ પડેલા છે. તેમના અનેક શિક્ષણસંસ્થામી સાથે ગાઢ સબંધ હતા અને શેઠે હીરાચંદ ગુમાનજી ખેાગમાં તેઓ ધાર્મિક તેમજ અર્ધમાગધીના વર્ગો ચલાવતા હતા. તેઓ સ્વભાવે ખુબ મળતાવડા અને પ્રકૃતિથી બહુ વિનમ્ર હતા. તેમના અવસાનથી એક આશાપ્રદ ભાષાશાસ્ત્રી અને સાહિત્યકારની જૈન સમાજને ખોટ પડી છે. તેમના આત્માને પરમાત્મા પરમ શાન્તિ અ
પરમાનદ,