SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન ચેઠકસ નિયમન કર્યાં સિવાય ચાલે તેમ છે જ નહિં. તે કાં તે સમાજ પેાતે કરે અને દેવદ્રવ્યના રક્ષકાને ફરજ પાડે, અથવા તે રાજ્ય કરે.. મંદિરના નિભાવ માટે જરૂરી દ્રવ્ય રાખીને બાકીના દ્રવ્યને લાંકકલ્યાણકારી કાર્યો માટે મોકળું કરવુ જ જોઈએ. દેવદ્રવ્યને સાર્વજનિક કશે પણ ઉપયોગ થઇ ન શકે એ જનસમાજમાં લાંબા કાળથી ચાલી આવતી પ્રયા છે અને તેને શાસ્ત્રના અને ઉલ્લેખાને ટેકા છે, જે સમાજમાં સમજણુ, વિવેક અને દીર્ધ દ્રષ્ટિ હોય તે સમાજ તે નિરૂપયોગી પ્રથાને કાષ્ઠ દિવસ વળગી રહેવાનું પસંદ ન જ કરે. પણ જ્યાં પ્રથાની જડ બહુ જ ઉંડી ઉતરેલી હાય અને જ્યાં ધર્માંચા દેશકાળ પરત્વે કેવળ વિચારબધિર ઢાય ત્યાં આખરે રાજ્યનું અનુશાસન જ ચાલુ પ્રથાનું મૂળ છેદવા સમય બને છે અને સમાજને નવા રાહુ ઉપર લઇ જઇ શકે છે. આજે કાલ્હાપુરને કાયદો જે સ્વરૂપમાં આવ્યો છે તે સ્વરૂપમાં જરૂર વિરોધ કરવા યાગ્ય છે. પણ જો સમાજ અને તેના આગેવાને પ્રથાજડ બની દેવદ્રવ્યો જનકલ્યાણુના માર્ગ વહેતુ કરવામાં મંદતા જે દાખવ્યા કરશે તેા' આવા જ કાયદાએ આવતી કાલે આવકારદાયક બનવાના છે એ. સૌ કાઈ સમજી લે. આવા કાયદાએ થતા અટકાવવાને મા` પશુ એક જ છે કે દેવદ્રવ્યને લેાક સંગ્રહાયે` છુટું કરવું, મદિરા અને સ્મૃતિઆને ભાર હળવા કરવા અને સમાજને વિવિધ પ્રકારે સંવર્ધિત કરવી, જેઓ આ મજશે તે જ દેવદ્રવ્યને બચાવી શકશે. ખીજાઓના હાથમાં છતાં એ દ્રવ્ય ગયેલુ જ છે, ગયેલુ' જ છે. સત્યા પ્રકાશ ઉપર સીંધ સરકારને પ્રતિબંધ - સત્યા પ્રકાશ સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ધમગ્રંથ છે. સ્વામી ધ્યાનંદ આધુનિક કાળના એક પ્રખર ધ પુરૂષ હતા. તે નૈષ્ટિક બ્રહ્મચારી હતા, સન્યાસી હતા તેમ જ નિડરતાની મૂર્તિ' હતા. તેમના દિલમાં દેશદાઝ પશુ પાંરવિનાની ભરી હતી. હિંદુજનતાની મૂર્તિ પૂજા વિષયક ઘેલછા, તેમને ખુબજ સાલતી હતી. હિંદુધર્મના તેઓ પરમ ઉધ્ધારક હતા. આ સમાજના તેઓ સસ્થાપક હતા. તેમણે રચેલ સત્યાર્થ પ્રકાશના ચૌદમા ઉલ્લાસમાં જેમ અન્ય ધર્મોની તેમ જ ઇસ્લામી ધમ સબધમાં કેટલીક ટીકા આવે છે. તેમની શૈલિ હિંદ તા આ ધર્મનુ મડન કરવાની તેમજ અન્ય ધર્માં તી. તે મુજબ તેમણે જેમ અન્યધર્માનુ તેમજ મુસલમાનોના ધતુ ઉપર જણાવેલ ગ્રંથના ચૌદમાં ઉલ્લાસમાં પોતાની સ્વાભાવિક ક ક ચ ભાષા ખંડન ક" છે. આ પુસ્તક પ્રગટ થયાને આજે સાઠ વર્ષ થવા આવ્યા. જેવી રીતે શિખા ગ્રંથ સાહેબને, ખ્રીસ્તીએ બાઇબલને, મુસલમાના કુરાનને, બ્રાહ્મણો વેદને તેમજ જતા આગમને પ્રમાણભૂત ધ ગ્રંથ તરીકે સ્વીકારે છે. તેવીજ રીતે દેશ ભરમાં પંથરાયેલા આર્યસમાજી તેમજ સખ્યાબંધ હિંદુ સત્યા પ્રકાશ પ્રત્યે અત્યન્ત ભક્તિ અને આદરથી જુએ છે. આ પ્રંચના ચૌદમા ઉલ્લાસમાં મુસલમાન ધર્મ વિષે કેટલાક વાંધા પડતા ઉલ્લેખા છે .એ બહાના હેઠળ તે ઉલ્લાસના પ્રકાશન કે પ્રચાર સામે સી'ધની મુસ્લીમ લીગની સરકારે પ્રતિબંધ મૂકયો છે. અને આવા વિચિત્ર પ્રતિબંધથી સમસ્ત 'િદુજનતામાં અસાધારણુ ખળભળાટ અને રાષ પેદા થયા છે. આ સાઠ વર્ષ સુધી જે ગ્રંથ સામે કાએ વાંધે ન ઉઠાવ્યા તે સામે ચાર દિવસના ચાંદરણા જેવી જરા જેટલી રાજસત્તા મળી છે તેના જોરે સીંધની સરકાર પ્રતિબંધ જાહેર કરે એ ધૃષ્ટતાની ખરેખર પરાકાષ્ટા છે. પ્રત્યેક ધમ સાહિત્યમાં સ્વધનું મંડન અને પરધર્માંનુ ખંડન ભરેલુ જ હોય છે. આ ખંડન સૌમ્ય પશુ હોય છે અને ઉગ્ર પણ હાય છે: જેવી લેખકાની મનેદશા તેવી ખંડનની ભાત હાય છે. આમ સત્ર વ્હેવામાં આવે છે. આ ઉપરથી કાઇ પણ અમુક ધર્મીંગય કે ધમ પુતક ઉપર કદિ પ્રતિબંધ મુકાયો આજ સુધીમાં કદિ સાંભળ્યા નથી. જો આવા પ્રતિબંધની પરંપરા શરૂ થાય તે પાર વિનાનું ધાર્મિક સાહિત્ય પ્રતિબંધિત કરવુ પડે અને લોકોની ભેદીલી ઘટવાને તા. ૧૫-૧૬-૪ બદલે અનેકગણી વધી પડે. વસ્તુત: ધાર્મિક સાહિત્ય તે તે ધમના અનુયાયી વર્ગની બહાર ભાગ્યેજ ફેલાવા પામે છે અને તેથી અન્ય સાહિત્ય વિષે આ બાબતમાં જેવી કાળજી અને ચોકીની જરૂર રહે છે તેવી ચોકી ધાર્મિક કાટિના લેખાતા સહિત્ય માટે આવશ્યક મનાતી નથી. આમાં પણ આજ સુધી નિરૂપદ્રવી મનાતા સત્યાર્થ પ્રકાશ ઉપર સીંધ સરકારે મુકેલા અંકુશની જરૂરિયાત કેમ ઉભી થઈ તે કલ્પનામાં જ આવતું નહી. સંભવ છે કે સત્યાય પ્રકાશમાંના કાઇ કાઈ ઉલ્લેખા વાંચીને કોઇ મુસલમાન ભાઈનું દિલ દુખાયું હાય. પણ આવું તે પ્રત્યેક ધર્મના સાહિત્યમાંથી મળવાનુ છે. આટલા જ કારણે આવા પ્રતિબંધ આવા મહત્વના ગ્રંથ ઉપર મૂકવામાં આવે તેમાં નથી ન્યાય, નીતિ કે દ્ધાપણું. સીંધની સરકાર મુસ્લીમલીગના આશ્રય નીચે યોજાયલી છે. જો આજે બનતા બનાવ ભવિષ્યની ઘટનાની કાંઈક આગાહી આપતા હાય તે સીંધ સરકારનું આ પગલુ' ભવિષ્યના પાકીસ્તાનની કાંઈક ઝાંખી કરાવે છે અને પોતાની નીચે રહેલા લઘુમતી વર્ગો સાથે કેવો વર્તાવ કરવામાં આવશે. તંતુ કાંઇક સૂચન આપે છે, સત્તાના મદમાં ભરાયલા આ પગલાએ કલ્પનાગત પાકીસ્તાનને વધારે અળખામણુ અને ધૂણાપાત્ર બનાવ્યું છે. સીંધ સરકારના આ પગલાને આજે ચેતકથી વખાડી નાંખવામાં આવ્યું છે. આ પગલામાં હિંદુ ધર્મ અને હિંદુ જનતાનું ભારેમાં ભારે અપમાન રહેલુ છે અને તેથી જૈન જૈનેતર સૌ કાઇ હિંદું બહેનેા તેમ જ ભાષએ કે આ બાબતને લગતા પેાતાના રાષા સખ્ત રીતે અને સંચાટપણે પ્રગટ કરવા જોઇએ અને આધાર અન્યાયભયું" પગલું પાટ્ટુ ખેંચી લેવા સૌંધ સરકારને જ પાડવી જોઇએ, આબુ ઉપર કતલખાનુ ? શિરહી રાજ્યે આબુ પર્વત ઉપરની અમુક જમીન સરકારને અમુક સરતા સાથે પટ્ટાથી આપેલી છે. આ સરતામાં એક એક એવી સરત છે કે આ સ્થળે ગૌવધ થઈ શકશે નહિ. વિશેષમાં એમ પ સાંભળવામાં આવ્યું છે,કે આ તીર્થસ્થાન ઉપર મ્યુનીસીપાલીટીની હદમાં સરકાર એક કતલખાનું ઉભું કરવા ધારે છે. આબુ જતાનુ એક મહાન તી સ્થાન છે એટલું જ નદ્ધિ પણ અન્ય સપ્રદાયનાં પશુ ત્યાં અનેક વિશિષ્ટ દેવસ્થાના આવેલાં છે. આખુ પ્રત્યે સૈકાઓથી સમસ્ત હિં‘૬. જનતા અતિશય આદર અને ભક્તિભાવ ધરાવતી આવી છે. આવા સ્થળ ઉપર કતલખાનું ઉભું થવાની કલ્પના પણ આપણા હૃદયને સખ્ત આધાત પઢોંચાડે છે. ઘણાં વર્ષો પહેલાં સમેત શિખરના પદ્માડ ઉપર આવી કાઇ કક્ખાનાની યેજના સરકાર તરફથી વિચારવામાં આવેલી પશુ પછી જૈન સમાજમાં આ બાબત વિષે અસાધારણ ક્ષેાભ ઉભા થવાથી સરકારે એ યોજના પડતી મુશ્કેલી. થે।ડા સમય પહેલાં ઘાટકાપરમાં આવું જ એક કતલખાૐ શરૂ કરવાના સરકારના વિચાર હતા અને તે માટે મકાન પણ લગભગ તૈયાર થયેલુ પણ. મુ`બની જનતાએ તે સામે સખ્ત વિરાધ ઉપસ્થિત કરેલે અને પરિણામે એ વિચાર સરકારને પડતા મુકવા પડયા હતા. આવી જ રીતે આવ્યુ જેવા પવિત્ર સ્થળ ઉપર સરકારના આવા કઇ વિચાર હોય તે તે પડતા મુકાવે જોઇએ, આ બાબતનું ઉચ આ દેલન ચેતરકથી ઉભુ કરવાની જરૂર છે.. કમનનીએ આ દેશમાં અંગ્રેજ સરકાર દોઢસો વર્ષોથી રાજ્ય કરે છે પણ આ પ્રશ્નના સંબંધમાં કે ગૌવધના સબંધમાં ખાસ કરીને હિંદુ પ્રજાના દિલમાં કેટલી તીવ્ર લાગણી છે તેનું આ સરકારને કશું ભાન જ નથી. જરૂરિયાત મુજબ જેમ એ ફેકટરી ઉભી કરવામાં આવે છે તેમજ જરૂર જણાતાં ઠીક પડે ત્યાં કતલખાનું પશુ ઉભું થઇ શકે છે એમ આ પરદેશી સરકાર માનતી લાગે છે. આ ઉપરાંત ગૌવધ સબધે જો સરકારને હિંદુ પ્રજાની કેવી લાગણી છે તેનું ભાન હત એટલું જ નહિ પણ હિંદી અયરચનામાં ગોધનને કેટલું અસાધારણુ મહત્વનું સ્થાન છે. એને આ સરકારને લેશ માત્ર ખ્યાલ હત તે આજ
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy