________________
તા. ૧-૧૨-૪૪
પ્રબુદ્ધ જૈન
સદ્ભાગ્યે જૈન સમાજનું અને તેમાં પણ સમાજના સ્થિતિચુસ્ત વતું વળષ્ણુ આવી કેળવણી પ્રચારની પ્રવૃત્તિ પ્રત્યે વધારે ને વધારે અનુકુળ બનતુ જાય છે. પ્રસ્તુત ઉદ્ઘાટન પ્રસંગ આ બાબતમાં બહુ સૂચક પુરાવા રજુ કરે છે. શ્રી. સુરચંદભાઇ આમ તે એક વિદ્વાન, સુચરિત અને ધમ પરાયણ સજ્જન છે પણુ ધાર્મિક બાબતમાં તેમનું વળગુ એક કટ્ટર સ્થિતિચુસ્તનું છે. આગમેદ્ધારક સુરિસમ્રાટ શ્રી. સાગરાનદ∞ તે। સ્થિતિચુસ્તતા અને સાંપ્રદાયિક સંકીણુતાના પ્રતીક સમા છે. સમાજને સ્થિતિચુસ્ત વ સાધારણ રીતે સમાજની પ્રગતિશીલ કાઇ પણ પ્રવૃત્તિના કાં તે વિરાધી હાય છે અથવા તે તે પ્રત્યે ઉદાસીનતા ધરાવતા હાય છે. આમ હોવા છતાં પ્રસ્તુત વિદ્યાર્થીગૃહના ઉદ્ઘાટનના પ્રસંગે શ્રી. સાગરાનંદસુરિ સંસ્થાના મકાનમાં આવે, વ્યાખ્યાન આપે અને સંસ્થાને પેાતાના આશીર્વાદથી ટેકો આપે તેમજ સુરચ’ભાઇ જેવા સમાર ́ભનુ પ્રમુખસ્થાન સ્વીકારે એ ખરેખર બહુ સુચક અને પ્રેત્સાહક ઘટના ગણાય. આવી જ રીતે શેઠ અમૃતલાલ કાળીદાસ જે જૈન સમાજમાં બહુ લાગવગ ધરાવતી વ્યકિત છે તેમણે પણ આ પ્રસંગે હાજર રહીને સંસ્થાનું ખુબ અભિનંદન કર્યું" અને આવા કાર્યને આગળ વધારવા બહુ ભારપૂર્વક જણાવ્યુ* અને એ રીતે વિદ્યાલય જેવી સંસ્થા પ્રત્યેના તેમના વળષ્ણુ વિષે કેટલીક બાજુએથી શંકા દાખવવામાં આવતી હતી તે શંકાનુ` તેમણે સચેષ્ટ રીતે નિરસન કર્યું". આ બધુ... એક જ વાત પુરવાર કરે છે કે ધાર્રિક પ્રશ્નો સબધે જુદી જુદી વ્યકિતઓનાં ભલે જુદાં જુદાં વળષ્ણુ હેય પણ આપણી ઉગતી પ્રજાને ઉચ્ચ કેળવણીમાં બને તેટલી રીતે આપણે આગળ વધારવી જ જોઈએ એ વિષે સમાજમાં હવે એ મત રહ્યા જ નથી. આવી આશાસ્પદ ઘટના ઉપર વિશ્વાસ રાખીને શ્રી મહાવીર જૈન વિદ્યાલય પોતાના કાને ઉત્તરાત્તર ખુબ અને ખુબ વિસ્તારતુ રહે, કન્યાછાત્રાલય । બહુ જલ્દિથી ઉધડે એવી યેાજના કરે, જૈન શાસ્ત્ર તેમજ સાહિત્યનું સશોધન કરતુ એકાદ વિદ્યાભવન કાઢે, તેમજ આજે છે તેમ માત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગની જ નહિ પણ સમગ્ર જૈન સમાજની એક કેંદ્રસ્ય કેળવણી સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય બની રહું અને એ રીતે શ્રી મહાવીર જૈન વિદ્યાલય'એ નામને સર્વાંગી અથમાં સિદ્ધ અને સાક કરે એવી આપણે આ એક નાના અને એમ છતાં પણ અમુક રીતે મહત્વભર્યાં પ્રસંગે આપણા અન્તરની શુભેચ્છા અને આકાંક્ષા પ્રદર્શિત કરીએ !
અખિલ હિંદ વીરશાસન પરિષદ
નવેમ્બર માસના પ્રારંભમાં કલકત્તા ખાતે ભગવાન મહાવીર પ્રરૂપિત જૈન શાસનને ૨૫૦૦ વર્ષ પુરાં થયાં તે ઘટનાના ઉદ્યાપન અર્થે વીરશાસન પરિષદ મળી તી. આ પરિષદનુ ઉદ્ઘાટન હિંદુ મહાસભાના પ્રમુખ કાર્યાંકોઁ બાબુશ્યામપ્રસાદ મુકરજીએ કર્યુ. હતુ. પરિષદના સ્વાગત પ્રમુખ દિગંબર સમાજના આગેવાન શ્રી. શાન્તિપ્રસાદ સાહુ હતા અને પ્રમુખસ્થાને રાવરાજા સર હુકમીચંદ ખીરાજય હતા. આવી પરિષદ ઉપસ્થિત કરવાના સૌથી પ્રથમ ખ્યાલ પતિ શ્રી જુગલકિશાર મુખગરજીને આવ્યા હતા અને તેમણે તેમજ તેમના સહકારીઓએ ખુબ શ્રમ ઉઠાવીને અનેક મતમતાન્તનું સમાધાન કરી પરિષદના નાવને ખુબ સફળતાપૂર્વક પાર ઉતાર્યુ. હતું. આ પરિષદ પ્રસંગે જુદા જુદા ગૃહસ્થા તરફથી અઢી લાખ રૂપીઆની નાની મેટી સખાવતે જાહેર થઇ હતી. આ સંવમાં ‘જૈન' પત્ર જણાવે છે કે “મેટા ફંડફાળા કે વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાના એ જ ઉત્સવની જમે બાજુ રહેવી ન જોઇએ, અર્થાત્ સફળતાની પારાશીશી જ એ છે એ મનેાદશા ટળવી જોએ. જૈન સમાજી ગઈ જાણે છે તેટલે વરસી જાણતા નથી એમ કહેવાય છે. અહિં' તેા ગજના અને વરસાદના પશુ સાથ મળ્યો છે. પરંતુ ભેખધારી જેવા કાકર્તાએ બહાર ન આવે અને યાજનાને આગળ ન ધપાવે ત્યાં સુધી સારા પાકની આશા ન રાખી શકાય.'' આ ટીકા તન સાચી અને જૈન સમાજે ધ્યાનમાં ઉતારવા જેવી છે. ધર્માનંદ,
199
સઘ સમાચાર
શ્રી, હુ’સાહેન મહેતા સંધના કાર્યાલયમાં
તા. ૪–૧૧–૪૪ શનિવારના રાજ મુબઇની ભગિનીસમાજના પ્રમુખ શ્રી, હંસાબહેન મહેતા, શ્રી. જયશ્રી ખહેન રાયજી તથા શ્રી. લીલાવતી બહેન એકર સધના નિયંત્રણને માન આપીને સંધના કાર્યાલયમાં આવ્યા હતા અને સંધની કાર્યવાહક સમિતિના સભ્યોને તેમની સાથે પરિચય સાધવાની અને વિચારવિનિમય કરવાની તક સાંપડી હતી. હસ્તઃદ્યોગ રાહતના નાના સરખા કાયદારા મુખ જૈન યુવક સંધના ભંગની સમાજ સાથે સપર્ક ઉભા થયા હતા. પ્રસ્તુત મીલન પ્રસંગે ભગિની સમાજની તેમજ મુંબઈ જૈન યુવક સંધની કેટલીક પ્રવૃત્તિ વિષે અને તેના અનુષંગમાં આપણી બહેનેાની આજની સ્થિતિ અને સ્વાશ્રય, કાયદામાં બહેનને મળવી જોઇતી સમાનતા, સીનેમામાં બહેનો જોડાય તેમાં રહેલુ ઔચિત્ય–અનૌચિત્ય, ખાદીકાર્ય ને લગતી આજે ચર્ચાતી નવી ચેોજના વગેરે અનેક બાબતે વિષે ચર્ચા થઇ હતી. ભગિની સમાજની વિવિધ પ્રવૃત્તિઓને સંધ તરફથી હંમેશા સાથ અને સહકાર મળશે એ મુજબ સંધના અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ હતું અને એ રીતે લગભગ એ કલાક આન'દમય વિનેદ અને વાર્તાલાપમાં પસાર થયા હતા. શ્રી નાનાભાઈ ભટ્ટ સધના કાર્યાલયમાં
તા. ૧૫–૧૧–૪૪ બુધવારના રોજ આંબલાના ગ્રામ દક્ષિણા સ્મૃતિવાળા શ્રી નાનાભાઇ ભટ્ટ શ્રી મુંબઈ જૈન યુવક સંધના કાર્યાલયમાં આવ્યા હતા જે પ્રસંગે સંધની કાર્યવાહક સમિતિના સભ્યો તરફથી તેમને આવકાર આપવામાં આવ્યા હતા. ૧૯૪૨ના ઓગસ્ટ માસમાં સરકારે અખત્યાર કરેલી દમનનાતિના તેઓ પણ ભાગ થઇ પડયા હતા અને તેના પરિણામે લગભગ પાણા એ વષ જેલવાસ ભેગવીને તે પાંચેક મહીના પહેલા છુટયા હતા. ઉપર જણુાવેલ પ્રસંગે તેમણે જેલવાસના કેટલાક અનુભવા રજુ કર્યા હતા. તે ઉપરાંત આપણી સાવજનિક સંસ્થાએ તેમજ જાહેર કાર્યકર્તાઓની વિકટ પરિસ્થિતિ, કાયિાવાડના પ્રશ્નો, સમાજવાદ અને ગાંધીવાદ તેમજ ગાંધીજીના આગામી ઉપવાસ તથા અન્ય અનેક પ્રાસગિક ખાખતા ઉપર લગભગ દોઢ કલાક સુધી વિવેચન કર્યુ હતું. અને તેમના અનુભવપૂર્ણ વિચાર સાંભળીને સૌ કોઇને બહુ આનંદ થયા હતા.
શ્રી યુવકસંધ હસ્તક ચાલતી જુદી જુદી પ્રવૃત્તિમાં નીચે મુજબ મળેલી રકમેાના સાભાર સ્વીકાર કરવામાં આવે છે. રાહત પ્રવૃત્તિમાં ભરાયેલી રકમે
૫૦૦] શ્રી ખુબચંદ સ્વરૂપચંદ હા. શ્રી કાંતિભાઇ, ૧૦૩ શ્રી વીઠ્ઠલદાસ કાળીદાસ, ૧૦૦, શ્રી ધીરજલાલ જીવણુલાલ કેશરીચંદ, ૫૧] એક ગ્રહસ્થ તરફથી હા. શ્રી હરિભઈ, પશુ એક ગૃહસ્થ તરફથી હા. શ્રી હિરભાઇ, ૫જી શ્રી પ્રેમચંદ વેલજી મહેતા, ૫] ખાંભે મશીન ટુલ્સ એજન્સી હા. શ્રી સારાભાઇ, પશુ શ્રી ડાઘાભાઈ ત્રીભાવનદાસ, ૨૫] શ્રી હરગોવિંદદાસ રામજી, ૧૦] શ્રી રમણુબહેન પાનાચદ ઝવેરી.
પ્રબુદ્ધ જૈનને મળેલી દીવાળીની ખેણી
૨] ધી મેએ મશીન ટુલ્સ એજન્સી હા, શ્રી સારાભઈ, ૨૫] શ્રો હરગોવિંદદાસ રામજી.
શ્રી મણિલાલ મેકમચંદ શાહ વાંચનાલય પુસ્તકાલયને મળેલી મદદ
૨૫] ધી મેમ્બે મશીન ટુલ્સ એજન્સી દ્વા. શ્રી સારાભાઇ, ૨] શ્રી ડાહ્યાલાલ ત્રીભોવનદાસ, ૨૫] શ્રી પારેખ ગ્રેડીંગ કું. ૨૫] શ્રી હોવિ દદાસ રામજી.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ,