________________
196
કેટલાક સમાચાર અને નોંધ
પ્રબુદ્ધ જૈન
દીક્ષા આપવાની ઘેલછા
અમદાવાદના ડીસ્ટ્રીકટ જજ મી. વ્યાસ સમક્ષ કાળુશાતી પોળમાં રહેતા શ્રી. તારાચ'દ દલીચંદે નીચે મુજબના સારાંશની તા. ૨૧-૧૧-૪૪ ના રાજે અરજી કરી હતી.
તા. ૧-૧૧-૪૪
મલ કેવળ અભણ અને ગમાર છોકરા છે. ધાર્મિક જ્ઞાન પણ તે કશુ ધરાવતા નથી. ગઇ કાલના બે બદામને સુરતીંગમલ આજે આંખના પલકારામાં જૈન સમાજને વંદનીય સાધુ બની બેસે છે. પાંચમા આરાની આ અનુપમ ઘટના છે !
“હું અને મારા પીત્રાઈ ભાઈ ચંદનમલ અસલ જોધપુર તાબાના ખીમાંડી ગામના રહેવાસી છીએ. ચંદનમલ છેલ્લા પાંચ માસથી અમદાવાદમાં પોતાનાં બાળ-બચ્ચાં સાથે રહે છે. મારી અંતે ચંદનમલના ચાર વરસના છેકરા કુંદનમલના નામની મદ્રાસમાં કુંદનમલ તારાચંદના નામથી પેઢી ચાલે છે. અમદાવાદ આવ્યા પછી ચંદનમલ ધાર્મિ ક વ્યાખ્યાનો સાંભળી એટલા બધા ધાર્મિક મનેવૃત્તિ વાળા થઇ ગયા છે કે પોતાના દીકરા કુંદનમલ અને પોતાની મે દીકરીએ–શાન્તા જે ૧૦ વર્ષની છે અને વાસતી જે ૮ વર્ષની છે તેમના સર્વ પ્રકારના હિતેા ભુલી ગયા છે અને ધમઘેલછામાં પેાતાની એ દીકરીને દીક્ષા આપવા તૈયાર થયા છે. આ બે દીકરીઓ પૈકી શાન્તાનું સગપણ પણ થયેલ છે, જો આ છેકરીઓને દીક્ષા આપવા અગર અપાવવામાં આવે તે તેમની કુમળી વયને લીધે તેમને સંસાર તરકતું કાંઇ પણ ભાન નહિ હાવાથી આવું કૃત્ય તેમના હિતની તદ્દન વિરૂધ્ધ છે. આ છોકરીઓને તેમનાં માબાપ કેળવણી વગેરે આપવાની કરજમાંથી ચુકે છે. માટે આવી દીક્ષા અપાતી અટકાવવા માટે કોર્ટ યોગ્ય ક્માન કરવું જોઇએ.” આ ઉપરથી કોર્ટ ઉપર જણાવેલ ચંદનમલ જેહાજી અને તેની સ્ત્રી બાઈ જતન ઉપર એ મતલબને કામચલાઉ મનાઇ હુકમ કાઢયા છે કે તે બન્નેમાંથી કોઇએ ઉપર જણાવેલ શાન્તા તેમજ વાસન્તીને કોર્ટની પરવાનગી સિવાય દીક્ષા આપવી નહિ, આ કાની હકુમત બહાર સદરહુ બને છોકરીઓને ખસેડવી નહિ કે ખસેડાવવી નહિં અગર તેા દીક્ષા આપવા કે અપાવવા માટે ખીજી કઇ વ્યક્તિને આ હેકરીઓ સાંપવી નહિં અને આ મનાઇ હુકમ કરીએના માબાપને રાત્રીના વખતે પહેાંચાડવામાં આવ્યો છે.
દીક્ષા આપવાની ઘેલછાને લગતા ખીજે એક કીસ્સે મુબઇ ખાતે તા. ૨૫–૧૧–૪૪ ના રોજ બની ગયા. મારવાડમાં આવેલ વાંકલી ગામના રહેવાસી અને હાલ મુંબઇમાં વસતા ભાઇશ્રી ડાહ્યાલાલના વીશ વર્ષની ઉમ્મરના એકના એક દીકરા સુરતી ગમલને શ્રી. વિજયરા`મચંદ્ર સુરિના શિષ્ય મુનિ મગળવિજયજીએ લાલબાગના ઉપાશ્રયમાં એકાએક છુપી રીતે દીક્ષા આપી દીધી છે. સુરતી’ગમલનેા ખાપ માંદગીના બીછાને છે. સુરતી’ગમલને કેટલાક સમયથી દીક્ષા લેવાની ધૂન લાગેલી અને અમદાવાદ ખાતે શ્રી. વિજયપ્રેમસુરિ પાસે તે દીક્ષા લેવા તૈયાર થયેલે. પણ છેકરાના લાગતા વળગતાઓએ છેકરાના બાપની બીમાર દુાલન વગેરે બાબતે શ્રી. વિજયપ્રેમસુરિ પાસે રજુ કરી અને તેના પરિણામે તે કરાને હાલ દીક્ષા આપવામાં નહિ આવે તેમ તેમણે જણાવેલુ'. પછી તે છેાકરા મુબઇ આવ્યો અને પેાતાના બાપની સાથે રહેવા લાગ્યું. શ્રી, વિજયપ્રેમસુરિને કેટલોક શિષ્યપરિવાર લાલઆગના ઉપાશ્રયમાં રહે છે. ૨૫ મીતી સવારે શ્રી. ભાયખલા ખતે શ્રી લક્ષવાણીને દીક્ષા આપવાના ભવ્ય સમારંભ ચેાજાયે હતા. આ માટે ઉપર જણાવેલ શિષ્યપરિવાર લાલબાગથી વાજતે ગાજતે ભાયખલા જવા નીકળે છે. તે પરિવારમાંથી ત્રણ સાધુએ અડધા રસ્તેથી લાલબાગ પાછા આવે છૅ, ખીજી બાજુએ ઉપર જણાવેલ સુરતીંગમલ કાઇને કહ્યા વગર છુપી રીતે લાલબાગ આવી ચઢે છે અને તેને કેવળ ખાનગી રીતે મુડી નાંખવામાં આવે છે. આ ભ ́ગળવિજયજી તે શ્રી. વિજયપ્રેમસુરિના શિષ્ય શ્રી વિજયરામચંદ્રસુરિના શિષ્ય થાય. સુરતીંગમલના લાગતાવળગતા સુરતીંગમલની શોધમાં લાલબાગના ઉપાશ્રયમાં આવી ચઢે છે અને સુરતીંગમલને સાધુના વેશમાં બેઠેલે જોઇને આશ્ચય ચકિત થાય છે. સુરતીંગ
એ ભારે ખેદજનક છે કે આવી અટિત દીક્ષાએ સામે આટલાં વર્ષોથી ઝુબેશ ચાલવા છતાં અયોગ્ય દીક્ષા દેવાયાના અને અટકાવાયાનાં કીસ્સાઓ બન્યા જ કરે છે. દીક્ષા લેનારની ઉમ્મર કે યેાગ્યતાના વિચાર કરવાની કાઇને જરૂર લાગતી જ નથી. કેઈ આવ્યુ', ભાળવાયુ' કે સુડાયું'. જ છે. દીક્ષા આપનાર કોઇને પણ જવાબદાર છે જ નહિ. આવી દીક્ષાઓના પરિણામે એક બાજુએ મેટા ભાગે ગમાર ઘેટાંની પાંજરા પાળ ઉભરાતી જાય છે અને બીજી બાજુએ જૈન જૈનેતર સમાજમાં જૈન દીક્ષા પ્રત્યેની ધૃણા ખુખને ખુબ કેળવાતી જાય છે. આવા દીક્ષાધેલા સાધુએ જૈન સમાજ અને જૈન ધર્મને સૌથી વધારે નુકસાન કરી રહ્યા છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ક્ષેત્રવિસ્તાર
મુંબઇમાં એલ્ફિન્સ્ટન રેડ સ્ટેશનની સમીપમાં શ્રી. ગોકુળભાઇ મુળચંદ હાસ્ટેલનુ ભવ્ય મકાન આજ કેટલાય સમયથી કશા પણ ઉપયોગ વિના ખંડિયેર સ્થિતિમાં પડયું હતું. મૂળ તે તે મકાનને ઉસેગ મેટ્રીક પછીનાં કાલેજના ધેારણામાં ભણુતા જૈન શ્વે. મૂ. વિદ્યાર્થીઓને રહેવા વગેરેની સગવડ આપવા માટે કરવામાં આવતા હતા. પછી થોડા સમય તે સાર્વજનિક વિદ્યાર્થી ગૃહ જેવું બની ગયુ હતું, પણ છેલ્લાં કેટલાંક વર્ષોંથી તે મકાનને કશા પણ ઉપયોગ કરવામાં આવતા નહાતા અને હવા, તાપ અને વરસાદને લીધે જીણુ તાને પામી રહ્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષથી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે સંખ્યાબંધ અરજી આવતી હતી અને જગ્યાના અભાવે કેટલાક વિધાર્થીઓને દાખલ કરી શકાતા નહાતા. ગયા જુન માસમાં તે આ રીતે વિદ્યાર્થીઓની ધણી મેટી સખ્યાને વિધાલયમાં પ્રવેશ આપી શકાયો નહેતા અને આ નકારવી પડેલી અરજીમાં મેટ્રીકની પરીક્ષામાં કે તે ઉપરની પરીક્ષામાં પ્રથમ વર્ષોંમાં અથવા તે બહુ ઉંચી કક્ષાએ પસાર થયેલા વિદ્યાર્થીને બહુ મેટા પ્રમાણમાં સમાવેશ થતે હતે. આવા વિદ્યાર્થીઓને ના લખવા સિવાય બીજો કશા ઉપાય નહાતા એમ છતાં પણ સંસ્થાના વ્યવસ્થાપકને આ બાબતનું બહુ દુઃખ હતુ
આમ વધતી જતી વિદ્યાર્થીઓની સખ્યા તેમજ :જરૂરિયાતને પહોંચી વળવા માટે ઉપર જણાવેલ શ્રી. ગાકુળભાઇ મુળચંદ હોસ્ટેલનુ મકાન મેળવવાની છેલ્લા દોઢ બે વર્ષથી તજવીજ ચાલતી હતી. કેટલીએક સમજાવટના પરિણામે શેઠ ગેાકુળભાઇ મૂળચંદના વંશવારસોએ મહાવીર જૈન વિદ્યાલયને પાંચ વર્ષ માટે એ હાસ્ટેલને ઉપયોગમાં લેવાની સંમતિ આપી. વિદ્યાલયે એ મકાનની અત્યન્ત જરૂરી એવી મરામત પાછળ આશરે રૂા. ૧૩૦૦૦ ખર્ચ્યા અને આજે લગભગ ૪૦ વિદ્યાર્થીઓ રહી શકે એવી સગવડ ઉભી કરી. આ વિદ્યાથી. ગૃહની તા. ૧૨–૧૧–૪૪ ના રાજ જૈતાના એક જાણીતા આગેવાન શ્રી. સુરચંદ પુરૂષાત્તમદાસ બદામીના હાથે ઉદ્ઘાટન ક્રિયા કરવામાં આવી. શ્રી. મહાવીર જૈન વિદ્યાલયે આ રીતે એક નવુ* સાહસ ખેડીને શ્વે. મૂ. જૈન વિદ્યાથી ઓ માટે નવી સગવડ ઉભી કરી એ • માટે તે સંસ્થાના કાય વાહકાને ધન્યવાદ ઘટે છે. વિદ્યાલયનું કાર્યક્ષેત્ર તે અતિ વિશાળ છે. કન્યા છાત્રાલય ઉઘાડવાનું તેા વિદ્યાલયે છેલ્લા બાર મહિનાથી નક્કી કર્યુ છે. પણ ચોગ્ય મકાન મળવાના અભાવે તે યોજનાના અમલ· હજી થઈ શકયા નથી. વિદ્યાથી આની જરૂરિયાત ચેતરફ્ ખુબજ વધી રહી છે. કઈ કાલેજમાં દાખલ થવુ' અને કયાં જઇને રહેવુ એ પ્રશ્ન' આજના વિધાર્થીગણને સૌથી વધારે પીડી રહ્યો છે. આ દિશાએ શકય તેટલી રાહત આપવા માટે મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાએ જેટલુ કરે તેટલું ઓછું છે.