SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ તેની વાત પર પ્રબદ જેન ના શ્રી મુંબઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર • Regd: No. B. 4266 લવાજમ રૂપિયા ૩. તંત્રી : મણિલાલ મેકમચંદ શાહ વર્ષ ૬ ] મુંબઈ: ૧ ડીસેમ્બર ૧૯૪૪ શુક્રવાર [ અંક ૧૫ કસ્તુરબા ફડને ઉપયોગ અને પાયાની કેળવણી ગાંધીજી સાથે વાર્તાલાપ | (શ્રી કસ્તુરબા મારક નિધિને ઉપગ હિંદુસ્થાનના ગામડાઓમાં વસતી સ્ત્રીઓ બાલિકાઓ અને સાત સુધીની ઉમ્મરનાં સર્વ બાળને સર્વ દેશીય ઉદ્ધાર કાર્ય પાછળ થવાના છે એ કસ્તુરબા લંડને ઉદેશ નક્કી કરવામાં આવે છે. આ ઉદ્ધાર કાર્યમાં કેળવણીને પણ સમાવૈશ થાય છે. આ કેળવણી કયા પ્રકારની: રહેશે તથા તેના કોને કોને લાભ મળશે-આને લગતી જુદી જુદી બાજુએ થોડાક સમય પહેલાં તાલીમી સંધના કાર્યવાહકે અને પ્રતિનિધિઓ સાથે ગાંધીજીએ વિગતવાર ચચી હતી. ગાંધીજી સાથે આ વાર્તાલાપ મૂળ કેટલાક અંગ્રેજી છાપાઓમાં પ્રગટ થયે હતા. તે વાર્તાલાપને વ્યવક્ષિત આકારમાં ગોઠવીને તૈયાર કરવામાં આવે લેખ નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ) 42 tuall-Basic Education પાયાની કેળવણી–નવી તાલીમ–અથવા તે નૂતન શિક્ષણ આજે ગાંધીજી માટે સૌથી વધારે ચિન્તનને વિષય બન્યો છે. કસ્તુરબા કંડની જનાના વિગતવાર વિચારે આ પ્રશ્નને એકદમ આગળ ધકે છે. થોડા દિવસ પહેલાં આ સંબંધમાં તાલીમી સંધના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરતાં ગાંધીજીએ નીચે મુજબ વિચારે પ્રદર્શિત કર્યા હતા: “શિક્ષણ વિષેની મારી કલ્પના સર્વગ્રાહી છે. મારી કલ્પના મુજબને અભ્યાસક્રમ હસ્તધોગદ્વારા માનવીના સર્વમુખી વિકાસને પહોંચી વળવાને મને રથ સેવે છે. તેથી તેની અંદર અ, ભા. ચરખાસંધ તથા અ. ભા. ગ્રામોદ્યોગ સંઘના પ્રદેશ નીચે આવતા સર્વ ઉદ્યોગો તેમજ ખેતીવાડીને સમાવેશ થાય છે. તાલીમી સંઘે સાતથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોનું શિક્ષણકાર્ય શિક્ષણ પ્રગના પ્રથમ પગથીઆ તરીકે સ્વીકાર્યુ છે. આ નવી તાલીમની શકર્યતા વિષે મેં છેલ્લો કારાવાસ દરમિયાન ખુબ વિચાર કર્યા છે. મારું મન આ વિષયમાં ખુબ અધીરૂં બન્યું છે. આજ સુધીમાં આ દિશાએ જે કાંઇ થઈ રહ્યું છે તેથી આપણે સંતેષ માનીને બેસી રહેવું ન જોઈએ. આપણે બાળકોના ઘરની અંદર પ્રવેશ કરવો જોઈએ. આપણે બાળકોનાં ભાબાપેને કેળવવા જોઈએ. પાયાની કેળવણી ખરી રીતે સમગ્ર જીવનની કેળવણી બનવી જોઈએ. કસ્તુરબા ફંડ અને પાયાની કેળવણી “કસ્તુરબા સ્મારક નિધિ સમિતિનું અધ્યક્ષ સ્થાન તે ફંડના ગ્ય ઉપયોગ સંબંધમાં જરૂરી દોરવણી આપવાના હેતુથી મેં સ્વીકાર્યું છે. આ ફંડને હેતુ હિંદુસ્થાનનાં ગામડાંઓમાં વસતી બહેને અને બાળકની કેળવણી અને આરોગ્યને લગતા પ્રશ્નોને પહોંચી વળવાને છે. આ હેતુ પાયાની કેળવણીથી જેટલે સિદ્ધ થઈ શકશે તેટલે અન્ય કોઈ ઉપાયથી સિદ્ધ થઈ નહિ શકે, કારણ કે આ કેળવણી માત્ર તેમનાં મન અને બુદ્ધિને સંસ્કાર આપે છે એટલું જ નહિ પણ તેમને પોતાના પગ ઉપર ઉભા રહેવાની તાકાત આપે છે. તેથી મેં સૌ કે આ બાબત સ્પષ્ટ રીતે જણાવી દીધી છે કે મારૂં જ્યાં જ્યાં ચાલશે ત્યાં ત્યાં કસ્તુરબા સ્મારક નિધિ તળે અપાતું શિક્ષણ પાયાની કેળવણીના ધોરણે જ અપાશે”. આ સાંભળીને તાલીમી સંધના પ્રતિનિધિઓ તરફથી એમ સૂચવવામાં આવ્યું કે કસ્તુરબા ફંડ નીચે અપાતુ શિક્ષણ પાયાની કેળવણીના ધોરણ અનુસાર જ રહેશે આવી સ્પષ્ટ દેરવણી કસ્તુરબા કુંડ સાથે લાગતા વળગતાઓને મળે તે માટે તે ફંડના ટ્રસ્ટડીડમાં પાયાની કેળવણી (Basic Education) ને સ્પષ્ટ નિર્દેશ જોઈએ. આ સંબંધમાં ગાંધીજીએ જણાવ્યું કે “આ બાબતને તમારે આગ્રહ હું સમજી શકું છું, પણ એમાં ટ્રસ્ટીઓ પાસે દબાણથી હું કશું કરાવવા નહિ છું. વળી કોઈ અમુક કેન્દ્રના સંચાલક પાયાની કેળવણીનું રણ સ્વીકારવા ન માંગતા હોય તે બેડ મંજુર કરે તેવી અન્ય કોઈ પણ શિક્ષણ પદ્ધતિ સ્વીકારવાની તેમને છુટ હેવી જોઈએ. આમ છતાં પણ તાલીમી સંધને વિશ્વાસ હોવો જોઈએ કે તેમની પેતાની પદ્ધતિ કરતાં વધારે સારી કાઈ પદ્ધતિ ટ્રસ્ટીઓને ભાગ્યે જ મળી શકશે. પાયાની કેળવણી તેનામાં રહેલી મૌલિક વિશેષતાએના કારણે જ સર્વત્ર સ્વીકારવાની છે. હું જાણું છું કે આ સુધારે માત્ર દલીલ કરવાથી આગળ વધવાનું નથી. તેના સફળ પ્રયોગો જાતે જોઈને જ પ્રજા તેને અપનાવવા માંડશે. જો તમે આ નવા શિક્ષણપ્રયોગને સફળ સાબીત કરી શકશો અને તે પણ માત્ર એક જ ગામડા પુરતું પુરવાર કરી શકશે તે પણ તમારું કાર્ય પુચ્ચાસ ટકા સફળ થયું લેખાશે. આમ હોવાથી આ બાબતમાં જરા ધીમી ગતિએ ચાલવાનું હું વધારે પસંદ કરું છું. આ ફંડને ઉપયોગ માત્ર ગામડામાં વસતી બહેને અને બાળકોના કલ્યાણ માટે કરવાનો છે એ ધ્યેય અને ક્ષેત્રમર્યાદા કસ્તુરબા ફંડના ટ્રસ્ટીઓએ સ્વીકારી છે એ જ પુરતું છે. સ્ત્રી જાતિને ઉદ્ધાર “તમારે તમારું કામ મોટા ભાગે બહેનો વચ્ચે રહીને કરવાનું છે. સ્ત્રી જાતિની સેવા કરવાને મને હંમેશા ખુબ મેહ રહ્યો છે. હું હિંદુસ્થાનમાં આવ્યું ત્યારથી બહેનેએ મને પિતાને મિત્ર અને સેવક માન્ય છે. તેમનામાંને જ હું એક હોઉં એવા ભાવથી તેઓ મને જોતી આવી છે. તેમનાં બંધને કે જેને તેઓ ભૂલથી શેભારૂપ માની બેઠેલ છે તેમાંથી તેમને મુકિત અપાવવાની બાબતમાં હું ઉદ્દામ વિચારો ધરાવતે આવ્યો છું. આ વિષયમાં મારૂં સંશોધનકાર્ય પુરૂં થયે ઈશ્વરની ઇચ્છા હશે તે મારા નિર્ણયે પ્રજા ' સમક્ષ એક દિવસ રજુ કરવાની હું ઉમેદ રાખું છું. મારા અનુભવે મને પ્રતીતિ કરાવી છે કે બહેનની પ્રગતિ તેમના પિતાના પ્રયત્ન વડે જ થઈ શકવાની છે. આમ હોવાથી કસ્તુરબા કુંડ નીચે જાતી" પ્રવૃત્તિઓમાં ભાગ લેવા સંખ્યાબંધ બહેને પ્રેરાય અને એ કાર્યમાં રોકાય એ જોવાને હું ખુબ આતુર છુ.” કસ્તુરબા ફડે પ્રાથમિક શિક્ષણ સંબંધમાં સ્વીકારેલી મર્યાદા તાલીમી સંધ તરફથી બીજી એક એવી સૂચના કરવામાં આવી કે “કસ્તુરબા ફંડની જનામાં છોકરાઓ સંબંધે સાત વર્ષ સુધીની ઉમ્મરની મર્યાદા બાંધવામાં આવી છે તે વધારીને બાર વર્ષ સુધીની કરવી જોઈએ.” આ સૂચનાના ઉત્તરમાં ગાંધીજીએ જણાવ્યું કે “એ બાબતમાં કસ્તુરબા કંડના પેજ ને નિર્ણય મને બરોબર લાગે છે. છોકરીઓને ઘરકામમાં ઉગ થઈ શક્તા હોવાથી માતાએ છોકરીએને ભણાવવાની બાબતમાં બહુ મંત્સાહ હોય છે, અને તેથી છોકરા છોકરીઓને કેળવણી સંબંધમાં સરખી સગવડ આપવા જતાં માતાએ છોકરાઓને જ ભણવા મોકલશે અને છોકરીઓને ઘરકામમાં રોકી રાખશે. પરિણામે આ યોજનાના છોકરાઓને ઘણે વધારે લાભ મળશે અને છોકરીઓ ભણતી રહી જશે. આપણા સમાજની આ ખાસ પરિસ્થિતિ મારા ધ્યાન ઉપર લાવવામાં આવી અને તેથી જ ' | (અનુસંધાન પૃષ્ઠ ૭૮ જુએ)
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy