SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૪૪ અહિંસાની આ સાધનામાં પેાતાનું શું સ્થાન છે ? પોતાના શુ’ ઉપયોગ છે? આપણે શું કરવું જોઈએ ? જાહેરૂ જનતા શી રીતે મદદ કરી શકે? આ પ્રશ્નના સમાધાનરૂપ મે* ઉપર કેટલાક માર્ગો દર્શાવ્યા છે.'' ગયા અંકમાં ગાધીજીના આગામી ઉપવાસ' એ મથાળાની નોંધમાં સામાન્ય જનતાનું દૃષ્ટિબિન્દુ રજુ કરવામાં આવ્યું હતું. ઉપરના અવતરણમાં ગાંધીજીનું દૃષ્ટિબિન્દુ અથવા તે। દુનિયાની તેમજ આપણા દેશની વર્તમાન પરિસ્થિતિ પરત્વે ગાંધીજીના દિલમાં સમગ્રપણે ઉભું થયેલુ. સંવેદન વિશદ રીતે રજુ કરવામાં આવ્યું છે. ગાંધીજી ઉપવાસ કરે એ આપણને ગમતું નથી; આવા ઉપવાસથી અહિંસાના પ્રચારને કે દેશના કાઇ કાને લાભ થશે એમ આપણુ દિલ. કબુલ કરતુ` નથી. ઉલટુ' તેથી નુકસાન થવા સંભવ છે એમ કેટલાએક લેાકા માન્યતા ધરાવે છે. આમ છતાં પણ આપણી સર્વદેશીય મન્ત્રતા, નિષ્ક્રિયતા અને અસહાયતા કબુલ કર્યા સિવાય ચાલે તેમ નથી અને ગાંધીજી આ બધું જોઇને અપાર વેદના અનુભવતા હશે તે પણ આપણે ખાખર કલ્પી શકીએ છીએ. ગાંધીજીની વેદના હળવી કરવી એ અવશ્ય આપણી ફરજ છે. તદર્થે તેમજ ખરી રીતે આપા પાતાના જ ઉદ્ધાર અથે તેમણે જે કાર્યક્રમ આપણી સમક્ષ રજુ કર્યાં છે તેની પરિપૂતિ અર્થે આપણે શક્ય તેટલું કરી છુટવા કટિબધ્ધ થવું જ જોઇએ. તેટલું . પણ નહિ કરીએ તે ગાંધીજીના અનુયાયી થવાની કે કહેવરાવવાની આપણામાં યોગ્યતા નહેાતી એટલી કાળી ટીલી આપણા કપાળે રહી જ જવાની. માનદ મંગળવચન ( એક મિત્રની પુત્રીના શુભ લગ્નપ્રસ’ગે રચાયલુ' ) ૧ જેણે બસરીસરથી પ્રણયનાં પૂરા વહાવ્યાં સદા, ગેપીગેપ રસાળ બાળ વ્રજનાં તે પૂરને માણતાં, ખેલ્યાં રાસલીલા અને ઉભયને ત્યાં મધ્યમાં સ્થાપિયાં, તે રાધાઘનશ્યામનુ' યુગલ આ ત્વામંાજામ્. ગ્ ખેલી તાંડવનૃત્ય એકલ મચ્યા સંહારના ઉત્સવે ધ્રુજાવ્યું. ભયંત્રસ્ત આ જગતને રૂદ્રે અધિક રૂડુ સૃષ્ટિસર્જનના પ્રતીક સરખું આ લાસ્યનું નૃત્ય જે કીધું તે, સહનતકા શિવશિવા ત્ મા મંગલમૂ. 3 પૃથ્વીનાં અણુએ અણુદ્ધિ વસ્યાં કાંટાનકૈટી સહુ નારી તે નર અંતરે સ્ફુરિત ચૈ, જેણે સ્વયં સૃષ્ટિને સ તે રસપચના ચિરયુવા યાત્રી રતિકામ જે પેટાવા રસસ્નેહદીપ તમને ત્ વા મંગલમ્ ૪ સૃષ્ટિ પચમહાભૂતે વિભુતણી પચેન્દ્રિયા છે વડી, તેમાં ભવ્ય ઉદાર જોડી મળી છે આકાશપૃથ્વીતણી, આકાશે ગુરૂ છાયુ' છત્તર અને ધારે ધરિત્રી સહુ, આપે આશિષ એવુ` આ જુગલ તે યુત્િ લા મંગલમ્. પ્રબુદ્ધ જૈન ૫ સારી માનવહતના સુબહુ આ કલ્યાણના પુંજને સાથેસાથે મળી સ્વય* જીવનમાં ઊતારવા જે મથ્યાં, સાધુસાધ્વી અને ગૃહસ્થી યપિ એ પ્રીતિ કામ્યાં ભટ્ઠા, તે આમાપુની વિશ્વવદ્ય વિભૂતિ ત્ સરા મંગલમૂ હિંદુ સંસ્કૃતિનાં મહા યુગલ એ દાંપત્યના માર્ગ જે નિર્દેશે તમને અહા વરવધુ! તેમાં પ્રવેશી સુખે ચાલ્યાં જાવ સમસ્ત મગળ અને માય હૈયે ધરી હસ્તેહસ્ત ગ્રહી તમે જીવનમાં, ત્િ સરા મંજસમ્. ક઼ાલ્ગુન કૃષ્ણ પ્રતિપદા, શનિવાર તા. ૧૧-૩-૪૪ હીરા ક, મહેતા. ૭૩ જૈન સાધુએ અને ગલીચ લખાણેા પ્રભુધ્ધ જૈનના ગયા અંકમાં કયાં આદશ અને કયાં આજની વાસ્તવિકતા' એ મથાળા નીચે જે નોંધ લખાઈ હતી તેથી પ્રેરાઈને એક જૈન બધુએ પત્ર લખ્યા છે તે જેવે મળ્યે તે જ નીચે પ્રગટ કરવામાં આવે છે. “જય જિનેન્દ્ર સાથે લખવાતુ` કે શ્રી પ્રબુદ્ધ જનમાં આપતા જૈન સાધુઓ માટેને લેખ વાંચી આ પત્ર હું લખી રહ્યો છું. મને શુદ્ધ ગુજરાતીને અભ્યાસ નહિં હાવાથી જે કાંઈ ત્રુટી થઇ જાય તે બદલ ક્ષમા યાચું છું. (૧) સિદ્ધાન્તો અને વિચારોમાં મતભેદ હાવા છતાં આજકાલના કેટલાક જૈનાચાર્યાં અને તેમના શિષ્યા અને ભકતા ગલીચ ભાષામાં અંગત દ્વેષને વશ થઇ એક બીજાને હલકા પાડવા માટે જે પ્રકારને હલકટ અને ઝેરી પ્રચાર આદરી રહ્યા છે તે અયોગ્ય, અસભ્ય, જૈન સમાજને લવનારે અને ઇર્ષ્યા પેદા કરાવનારા છે એમ આપે જે નિર્દેશ કર્યાં છે તે બરાબર છે અને એ અટકાવવા માટે આપે જે અવાજ ઉઠાવ્યા છે તેની હુ" કદર કરૂ છું. (ર) આ અસભ્ય અને જંગલી ઉચ્ચારણાના દૃષ્ટાન્ત તરીકે - આપે આચાય દેવ સાગરાન'દસુરીજી ભારત નીકળેલા પંચાગમાંના ઉતારા રજુ કર્યાં છે. અને સાથે સાથે એમ પણ સ્પષ્ટ જણાવ્યુ છે કે આચાર્ય મહારાજશ્રી વિજયરામચંદ્રસુરીજી તરફથી ચાલતા સામિયકામાં પણ એવી જ રીતે ગલીચ અને અસભ્ય લખાણ લખાય છે તેા કૃપા કરી તેવા લખાણોના પણ એકાદ નમુના જાહેરમાં મૂકવાની ખાસ જરૂર છે કારણુ કે કલ્યાણુકારી આત્માએ આવા દ્વેષભર્યાં લખાણે અને સમાજમાં દાવાનળ પેદા કરનારા વાતાવરણમાંથી સામયસર સમજીને ખચી શકે, (૩) જ્યારે એક તરફ આપ આવી દુષ્ટ પ્રવ્રુત્તિપ્રત્યે ધૃણા અને તિરસ્કારના ઉદ્ગાર કાઢે છે અને સમાજને આ અટિત પ્રવૃત્તિથી અટકાવવાની અને એવા કાર્યોમાં અસહકાર બનાવવાની સૂચના કરેા છે. (જે ખીલકુલ વ્યાજબી અને સરાહનીય છે) ત્યારે ખીજી તરફ આપની દેખરેખ નીચે ચાલતા શ્રી. મણિલાલ મેકમચંદ શાહ પુસ્તકાલયમાં ‘શાસન સુધાકર’ નામનુ” પત્ર ચાલુ રીતે આવે છે જે કેવળ પ્રતિપક્ષીઓની નિંદાથી ભરપુર અને અસભ્ય ભાષા, ગાલીગલેચ અને પારકાની ક્ષુદ્રતા જોવામાં સદૈવ તપર હોય છે. એટલે આપને જો ખરેખર આ સાધુએની સામસામા ભાંડવાની નીતિ અને બીજાએને ફેલી ખાવાનું કાર્ય હૃદયપૂર્વક ન ગમતુ હાય તો મારી આપને નમ્ર ભલામણ છે કે ‘શામન સુધાકર' જેવા પતિત અને નિન્દનીય છાપાઆને આપના પુસ્તકાલયમાંથી વહેલામાં વહેલી તકે રૂખસદ મળવી જોઇએ. એટલુ જો આપ ખબર ધ્યાન આપી અને વિચાર કરીને કરશે તે હું આપના અંતઃકરણથી આભાર માનીશ અને સમજીશ કે આપે જે જાતિના આ સધુએની અસભ્ય ભાષા પ્રત્યે અણગ બતાવ્યા છે તે સમાજહિતને માટે વાસ્તવિક છે. આશા છે કે આપ આ બાબતમાં યોગ્ય કરી મને જાણ કરશેજી. મારા આ પત્ર લખવાના હતુ કેવળ નિષ્પક્ષપાત છે અને પુસ્તકાલયના વાંચકેને આવા ગંદા અને અહિતકર વાંચનથી દૂર રાખવાના .” ને આ પત્રના ઉત્તરમાં જણાવવાનુ કે અન્ય પક્ષના નિયંત્રણ નીચે ચાલતા સામિયામાંથી અસભ્ય લખાણાના થોડાક નમુના તારવીને આગળ ઉપર અવકાશે આ પત્રમાં પ્રગટ કરવામાં આવશે. ખીજું ‘શાસન સુધાકર’ વિષે ધ્ય ન ખેંચવા બદલ પત્ર લખનાર બન્ધુને ઉપકાર માનવામાં આવે છે. એ પત્ર વાંચનાલયના ટેબલ ઉપર નિહ મૂકવાની સુચના આપવામાં આવી છે, આવી જ રીતે જૈન સાધુએથી લખાતા અથવા તેા પ્રેરાતા ગદા, અસભ્ય એને દ્વેષ મત્સરથી ભરેલા લખાણા સામે જૈન સમાજ ચેતરકથી પેાકાર ઉઠાવશે અને આવા મલીન સાહિત્યને પ્રગટ થતુ મૂળમાંથી અટકાવવાની હીલચાલને પુરા ટેકો આપશે એવી આશા રાખવામાં આવે છે. ધર્માનંદ,
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy