SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ પ્રબુદ્ધ જૈન ઉપવાસ તરફ ગાંધીજીને ખેંચી અલહાબાદ યુનીવર્સીટીના અધ્યાપક ડૉ. વેણીપ્રસાદે ગાંધીજી જે કારણો અંગે એક લાંખી મુદતના ઉપવાસ તરફ આકર્ષાઇ રહ્યા છે તે કારણોની સ્પષ્ટતા કરતુ એક, નિવેદન બહાર પાડયું છે. તેમને એકટઅર માસના અન્ય ભાગમાં ગાંધીજી સાથે ઉત્તરાત્તર ચાર વખત મળવાનું બન્યું હતું. અને આજની પરિસ્થિતિ સંબંધે ગાંધીજી સાથે લખાણથી ચર્ચા થઇ હતી. તેમના અભિપ્રાય મુજબ ગાંધીજીને ખાસ કરીને નીચેની પાંચ બાબતે ખુબ જ અકળાવી રહી છે અને તેની વેદનામાંથી કઇ લાંબા ઉપવાસને વિચાર મૂર્ત સ્વરૂપ લઇ રહ્યો છે. એ પાંચ બાબતે નીચે પ્રમાણે છે. (૧) સૌથી પહેલુ તે આજની દુનિયા જે હિંસાની ડ્યુડમાં ફસાઇ બેઠી છે તેવુ તેમને પારાવાર દુ:ખ છે. દુનિયાની આજની પરિસ્થિતિમાં કÀા પણ ફેરફ઼ાર કરવાનું હિંદુસ્થાનમાં રહેલા આપણા લોકો માટે શકય નથી એ તે કબુલ કરે છે, એમ છતાં પણ્ નૈતિક તેમ જ આધ્યાત્મિક ભાવનાને નવા વેગ મળે એવુ તો કષ્ટ જરૂર થઇ શકે એમ તેમને લાગે છે. આજનું સામાજિક વિજ્ઞાન જે કવળ જડવાદ ઉપર ઉભું છે. તેને ત્યાંથી ખસેડીને આધ્યાત્મિક ભૂમિકા ઉપર સ્થાપિત કરવાના વાત હવે આવી પહેાંચ્યા છે. દુનિયામાં ધર કરી રહેલા આજના વિચારને નવા, આકાર આપવાની દિશાએ હિંદુસ્થાનના બુદ્ધિશાળી લોકો સક્રિય બની શકે છે. (ર) હિંદુસ્થાનમાં સામાજિક સુધારણા જોઇએ તેટલા વેગથી આગળ વધતી નથી. અસ્પૃશ્યતા જેને ગાંધીજી એક પાપ તરીકે વધુ વે છે તેને નિર્મૂળ કરવા માટે એક પ્રચર્ડ આન્દોલન ઉભું થવું જોઇએ. દલિત વર્ગોના ઉદ્ધાર માટે એક પ્રજાવ્યાપી હીલચાલ હાથ ધરવાની અસાધારણ આવશ્યકતા ઉભી થઇ છે. (૩) આજે દેશભરમાં ચાલી રહેલ લાંચરૂશ્વત, સધરાખેરી અને નાખેરી કે જેને લીધે બગાળામાં તેમ જ અન્યત્ર આવડા મોટા ભુખમરા સંખ્યાબંધ માનવીઓને ભાગ લઇ રહ્યો છે તે જોઇને ગાંધીજી પુષ્કળ વ્યથા અનુભવે છે. દેશમાં અનાજની ખરેખર જ તંગી છે એમ છે જ નહિ, પણ આજની નૈતિક ભ્રષ્ટતાએ હારે માનવી માટે અનાજને દુલ ભ બનાવી દીધુ’ છે. આજે સરકારી નાકરામાં લાંચરૂસ્કૃતને ધંધા ચાલી રહ્યો છે અને વ્યાપારીઓમાં નખારીએ ઘર હ્યુ” છે તેને સામનો કરવા અને તે ઉપર બને તેટલા અકુશ મૂકવા તે સર્વ કઇ સમાજશ્રેયની ચિંતા ધરાવતા માનવીઓની ખાસ ફરજ છે. (૪) કામ કામ વચ્ચેના અને ખાસ કરીને હિંદુ મુસલમાને વચ્ચેનાં ચાલુ સબંધો વધારે ને વધારે હાર્દિક બનવા ોએ, રાજકારણી બાબતે માંકામી સાધન ઢીલમાં પડયું છે. એ ઉપરથી આપણા સામાજીક સબંધો સુધારવાની તેમજ મજબુત બનાવવાની બાબતમાં આપણે જરા પણ શિથિલ બનીએ એ ચેગ્ય નથ. (૫) ગાંધી–ઝીઝુા મંત્રણા ભાંગી પડી એ અંગે પ્રગટ થતી કેટલીક ટીકાઓમાં ખુબ કડવાશ જોવામાં આવે છે. આ આભૂતમાં સુધારા થવું જ જોઇએ. એ ઉપરાંત પ્રસ્તુત મંત્રણા ભાંગી . પડી એ ઉપરથી રાજકારણી બાબતામાં કાઇપણુ પ્રકારની મતા આવવી ન જોઇએ. ઉલટુ દેશના આગેવાન લોકોએ ફરી ફરીને વિચારણા ચલાવવી જોઇએ, આખી પરિસ્થિતિની પુનઃ પુનઃ સમીક્ષા કરવી જોઇએ અને કામી સમાધાન હાંસત્ર કરવા માટે સતત કાઇ ઉપાય અજમાવવા જોઇએ. આમાંના કોઇ પણ હેતુ માટે વ્યક્તિગત કે સામુદાયિક સવિનય ભંગતા ગાંધીજી વિચાર કરતા નથી, એમજ પાતા પુરતો પણ એવા કા) સવિનયભ’ગ કરવાનુ' ગાંધીજી ચિતવતા નથી. આજની વ્યાપક મન્દતા અથવા તે જડતા તેમના દિલમાં એક પ્રકારની અસહાયતાની લાગણી પેદા કરી રહી છે અને સત્યાગ્રહીના અન્તિમ આધારસમા અને આત્મશુદ્ધિ અને પ્રકાશપ્રાપ્તિના અમેલ સાધનસમાં ઉપવાસ તા. ૧૫-૧૧-૪૪ જતી પાંચ બાબતે તરફ તેમને ખેચી રહેલ છે. ગયા એકટેમ્બરની ૨૭ મી તારીખે ગાંધીજીએ દેશના કાકર્તાઓને ઉદ્દેશીને રચનાત્મક કાર્યક્રમને લગતી કેટલીક સૂચનાએ પ્રગટ કરી છે અને શિક્ષણ-વિકાસ, વૈદ્યકીય મદદ, ખેતી અને ખેડુતને લગતા સુધારા અને મજુરેશના ઉદ્દરકાને લગતા એક વ્યાપક કાક્રમ રજુ કર્યાં છે. હું સત્તાપૂર્ણાંક કહી શકતા નથી, પણ મને લાગે છે કે આ રચનાત્મક કાર્યક્રમને પ્રજા કેવા અને કેટલા ઝીલે છે તે તે બારીકીથી જોઇ રહ્યા છે. જો તે સંતાષકારક માલુમ પડે અને પરિણામે, ઉપર જણુાવેલ દોષનું નિવારણ કરવાની દિશાએ કાંકને કાઇક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તે ઉપવાસ હહંમેશાને માટે મુલતવી રહે અને એમ નખતે તા પણ આગામી ઉપવાસ બહુ ટુંકી મુદ્દતના અને એવા સંભવ છે. આવા કાઇ પણ સયેાગમાં પ્રાએ જો ગાંધીજીએ પ્રરૂપેલા રચનાત્મક કાર્યક્રમને જોશભેર ઉપાડી લીધો હશે તે ગાંધીજીના દિલમાં અસાધારણ ઉત્સાહ તે જરૂર આવશે જ અને આગળ ઉપર પોતાના માટે તેઓ જે કાંઈ તિતીક્ષાક્રમ નક્કી કરે તેને સહીસલામત પાર ઉતરવામાં તે જરૂર બહુ મદદરૂપ નીવડશે. એ કબુલ કરવુ જોઇએ કે ગાંધીજીના માનસિક બંધારણમાં બુદ્ધિથી પશુ ઉપરનુ એક તત્વ જેને ‘અન્તઃપ્રેરણા' અથવા તેા અંદરના અવાજ' અથવા તો ‘ઇશ્વરી આદેશ'ના નામથી એાળખવામાં આવે છે તે રહેલું જ છે, પણ સાથે સાથે એ પણ યાદ રાખવુ જોઇએ કે ગાંધીજી આ અંતઃપ્રેરણા અને તપ્રધાન બુદ્ધિના હંમેશા મેળ મેળવતા રહે છે અને તે ઉભયને સમન્વય દર્શાવતા વિચાર અને ચાર પ્રજા સમક્ષ રજુ કરે છે. પ્રજા આઝાદી. સમીપ લઇ જતા સર્વ પ્રકારના કાર્યક્રમ ઉપાડી લેવા માટે કટિબધ્ધ છે અને ક્રીથી કુચકદમ ઉડાવી રહેલ છે. એવી પ્રતીતિ ગાંધીજીના માનસ ઉપર બળવાન અસર નીપજાવે એવા પુરેપુરા સભવ છે. તેથી જેએ ગાંધીજી વિષે ચિંતા અનુભવી રહ્યા છે તેમણે પ્રજાવ્યાપી હીલચાલ ઉપાડી લેવી જોઇએ અને સધાતી પ્રગતિના ચેાક્કસ અને પ્રમાણભૂત સમાચાર ગાંધીજીને સેવાગ્રામ પહોંચાડતા રહેવુ જોઇએ. દુનિયાની આજની વિચારશ્રેણીમાં પરિવત ન નીપજાવવાનું કામ વિદ્વાન અને વિચારકા ઉપર આપણે ક્રેડીએ; રાજકારણુની ગુંચા ઉકલવાનું કામ દેશના આગેવાનને આપણે સુપ્રત કરીસ્મે; પણ એમ છતાં પણ બાકી રહેતા કાનુ` ક્ષેત્ર એટલુ વિસ્તૃત છે કે જેમાં સૌ કાંઇ ભાગ લઈ શકે છે અને પેતાના ફાળા આપી શકે છે. ગાંધી-ઝીણા 'ત્રણા સંબધેની ચર્ચા સંયમપૂર્ણ અને વિનયયુક્ત બનવી જોઇએ અને એવી ચર્ચા કરનારે સૌથી વધારે અગત્યના આ ખ્યાલની જરા પણ ઉપેક્ષા કરવી ન જોઇએ કે કાર્બી સાધન આર્જે ગમે તેટલું મુશ્કેલ લાગતુ” હાય તા પણ એક કાળે સાચ્ચે જ છુટકા છે, અને જુદી જુદી કામે એકતાના ઉપાયે શૈધે અને અજમાવે તેમાં જ આપણા આખરી ઉદ્ધાર રહેલા છે. કામ કામના આગેવાનેએ નાના નાના મતભેદોમાંથી ચિરકાલીન વિદ્વેષ ન કેળવાય તેની પુરી સભાળ રાખવી જોઇએ. હવે પછીથી આ પ્રશ્નને લગતી સ` ચર્ચાએ ધાતક નહિ પણ વિધાયક બનવી જોઇએ. ઉપવાસથી દૂર રહેવાની માંગણી, વિનવણી અને ચેતવણીએની આજ સુધીમાં ગાંધીજી ઉપર કાં પશુ અસર નીપજી હાય એમ લાગતું નથી. ગાંધીજી આખરે કયા હેતુથી પ્રેરાશે અને કેવે! નિણૅય કરશે તેની કોઈને કશી ખબર નથી. તે પોતે જ હજુ આ બાબત વિષે જાણે કે અધારામાં જ ભ્રમણ કરી રહ્યા છે, ન સમજી શકાય એવુ કેઈ તત્વ તેમને ઉપવાસ તરફ ધડકલી રહ્યું છે. હિંસા તે આપણે ચેતરફ નજરો નજર નિહાળી રહ્યા છીએ. અહિંસાનુ પરિણામ આપણી નજરે દેખાતું નથી. ગાંધીજીને સ્પષ્ટ પ્રતીતિ છે કે અહિંસા પેાતાનુ કાર્ય કરે છે અને હિંસાના વિસ્તારને રીકે જ છે.
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy