________________
તા. ૧-૧૧-૪૪
છેકેટલાક સમાચાર અને નોંધ : ગાંધીજીના આગામી ઉપવાસ
થોડા દિવસ પહેલાં જ પ્રગટ થયેલ ગાંધીજીના એક નિવેદને જનતાના દિલમાં ભારે ચિંતા પેદા કરી છે અને આ ઉમ્મરે અને આવી શારીરિક નબળાઇઓ વચ્ચે રખેને તેઓ લાંબા દિવસેને દિઈ મુદતી અથવા તે આમરણાન્ત ઉપવાસ શરૂ કરવાનું જાહેર કરે એવી વ્યાકુલતા સૌ કોઈના દિલને પીડી રહી છે. તેઓ મુદતી ઉપવાસ જાહેર કરે તે પણ છેલ્લા ૨૧ દિવસના ઉપવાસ માફક આ ઉપવાસ પણ તેમના અસ્તિત્વને જોખમાવ્યા વિના રહે જ નહિ અને તે જોખમ છેલ્લા ઉપવાસ કરતાં પણ આ વખતે વધારે ચિંતાજનક જ હોય.
ગાંધીજી જણાવે છે તેમ આ ઉપવાસ વિષે હજુ તેમણે છેવટનો નિર્ણય કર્યો નથી, પણ સાથે સાથે તેઓ એમ પણ જણાવે છે કે આ બાબત તેમના મનમાં ઘળાઈ રહી છે અને દિનપ્રતિદિન મૂત સ્વરૂપ લઈ રહી છે અને કોઈ મોટા ઉપવાસ તરફ ખેંચી રહી છે. આ બાબતમાં તેઓ મિત્રો અને શુભેચ્છકો પાસેથી પ્રકાશ અને દેરવણી માંગી રહ્યા છે. આ વળી ઉપવાસની બાબત કયાંથી આવી એમ સૌ કે ચોંકી ઉઠયા છે અને જેમને જેમને ગાંધીજી સાથે પત્રવ્યવહારને કે મળવાને સંપર્ક છે તેઓ પોતપોતાની રીતે તેમને આવા ઉપવાસથી વારી રહ્યા છે અને પિતાને સુઝે તેવી દલીલે આગળ ધરી રહ્યા છે. આ સમજાવટ અને દલીલબાજી ગાંધીજીને આગામી ઉપવાસથી દૂર લઈ જાય છે કે સમીપ ખેંચી રહી છે તે એક પ્રશ્ન છે. સંભવ અને ભય તે એ છે કે એ બધા પ્રયાસ ઉપવાસને કેવળ સમીપ જ લાવી રહેલ છે. . જે આપણે આ બાબતમાં શું ઇચ્છીએ છીએ અને ધારીએ છીએ એ જાણવાની અને તે મુજબ વર્તવાની ગાંધીજીની ઇચ્છા હોય તે આપણે સૌ એકી અવાજે અને બને તેટલા ભારપૂર્વક કહી શકીએ તેમ છે કે “બાપુજી ! આપનું બધું અમને સમજાય છે, પણ આપને આ ઉપવાસને નાદ અમને જરા પણ્ સમજાતું નથી. આપની દોરવણુની-આપના લંબાય તેટલા લાંબા આયુષ્યની–અમને પુરી જરૂર છે. આપ એક વખત અમને છોડી જવાના છે એ અમે બરાબર સમજીએ છીએ, પણ એ તે વિધિની ઈચ્છા હશે એમ થશે અને આપના અભાવે અમારું પણ થવાનું હશે તે થશે; પણ કૃપા કરીને આ રીતે આપના જીવનને જોખમાવે નહિ અને આમ આપતી અકાળે અન્ત , આવે એવું પગલું ભરે નહિ.” પણ આ આપણી વિનવણી બાપુજી એછી જ લક્ષ્યમાં લેવાના છે? તેઓ તે આખરે તેમને અન્તરને અવાજ જેમ કહેશે તેમ જ કરવાના છે ! : એવી એકતા ખાતર શાસ્ત્રવિરાધનાનું પાપ વહેરી શકીએ જ નદ્રિ.'
સટ્ટો અગર વ્યાજને બંધે નિરવધ, પણ અનાજનો વ્યાપાર પાપમય. મીલમાલીક હોય છતાં પ્રથમ પંક્તિને શ્રાવક ગણાય અને ખેતી કરી પોતાના ગુજરાન સાથે બીજાની આવશ્યકતાની પૂર્તિ કરનાર પાપી ! કીયામાં વાયુકાયની હત્યા અને તેનકલાકના કુટફડાટમાં જાણે વાયુકાયની રક્ષા જ ન હોય ?
આમ શું સાધુજીવનના કે શું સાંસારિક જીવનના અનેક પ્રસંગે એવા છે જે સાફ વ્યાપક દૃષ્ટિએ ઉકેલ માંગે છે અને એ ઉકેલ શ સ્ત્રીય . અનેકાંત આપણને નથી આપી શકતા. એટલે હવે તે બધુ બુદ્ધિબળ આ
વ્યાવહારિક જીવનના પ્રશ્નોની પાછળ વ્યાવહારિક અનેકાંત દૃષ્ટિથી વાપરવું જોઇએ અને જ્યાં સુધી આમ નહિં બને ત્યાં સુધી આપણું જીવન પાંગળું અને વિસંવાદી જ બની રહેવાનું. જીવનને આમ પાંગળું રાખવું એ તે કઈ બુદ્ધિમાનને પાલવે નહિ એટલે હવે શાસ્ત્રીય અનેકાંતને થોડીવાર બાજુએ રાખી લોકિક અનેકાંતને-જીવનના અનેકાંતનેવિકસાન્ને એ જ આપણું ધ્યેય હોવું જોઇએ. સમામ ',
દલસુખ માલવણિયા.
એ પણ આ અન્તરના અવાજની પણ જરા ઉંડાણથી સમીક્ષા કરવાનું બાપુજીને આપણે કહી ન શકીએ? તરફ અસત્યભર્યો વર્તાવ અને હિંસાત્મક આચરણ આજે આપણે સૌ અનુભવી રહ્યા છીએ. તે જ અનુભવ અને તેમાંથી નિપજતું માનસિક સંવેદન બાપુજીને ઉપવાસની પ્રેરણા આપી રહ્યું હોય એમ કાંઈક તેમના નિવેદન ઉપરથી લાગે છે. આપણે તે સામાન્ય માનવીઓ અને આપણે એટલા બધા સ્વાર્થરત છીએ કે આપણને દુનિયામાં-દૂર તેમજ નજીક-ક્ષણે ક્ષણે અનુભવગોચર થતાં અસત્ય અને હિંસાત્મક કૃત્ય એટલાં બધાં ન ખે એ સ્વાભાવિક છે; પણ આજે અહમદનગરમાં કે અન્યત્ર પુરાયલા કેટલાક પવિત્ર સત્યનિષ્ઠ અને અહિંસાપ્રભુત આત્માઓ છે. તેમનાં દિલ પણ વીશે કલાક આ બધું જોઇને પુષ્કળ બન્યા જ કરે છે. શું તેમને કોઈ અંતરને અવાજ નથી ? અથવા તે તેમનામાં રહેલે અંતરને અવાજ ચેતરફ ચાલતા ઘેર પાપાચરણ સામે વિરોધ દાખવવા માટે અથવા તે તે વિષે દિલમાં સળગી રહેલા હુતાશનના પ્રશમન અર્થે એક દિવસને પણ ઉપવાસ કરવાની પ્રેરણા કેમ આપતા નથી ? પણ કમનસીબે આ બાબતમાં ગાંધીજીનું માનસિક ઘડતર અન્ય વિશિષ્ટ વ્યક્તિ કરતાં કોઈક વિલક્ષણ પ્રકારનું લાગે છે અને તેથી જ્યારે અન્ય કોઈ વ્યક્તિ તરફને દાવાનળ બુઝાવવા શકય હોય તે પ્રયત્ન કરે અને જ્યાં તત્કાળ અસહાયતા જેવું લાગે ત્યાં ધીરજ ધરી ઇશ્વરમાં શ્રદ્ધા રાખી બેસી રહેવાનું પસંદ કરે ત્યારે અને ત્યાં ગાંધીજીનું માનસ આવી અસહાયતા સ્વીકારી શકતું નથી અને એકાએક કોઈ લાંબા ઉપવાસ ઉપર જ તેમનું મન દેડે છે. આ ગાંધીજીની સ્વાભાવિક પ્રકૃતિ થઈ પડી હોય એમ લાગે છે અને તેને રોકવાને કાણુ સમર્થ છે? આ બાબતમાં આપણે પણ ગાંધીજી પુરતી એક પ્રકારની અસહાયતા અનુભવીએ છીએ. માત્ર આપણામાં અને ગાંધીજીમાં ફરક એટલો જ છે કે ગાંધીજી વિષયક આપણે સૌ જે અસહાયતા અનુભવી રહ્યા છીએ તે અનુભવ આપણામાં કઈ લાંબા ઉપવાસ ઉપર જવાની વૃત્તિ જન્માવત નથી. આપણી શક્તિ અને મર્યાદા પોકાર કરવા પુરતી જ છે કે “બાપુજી ! આ ઉપવાસની વાત કૃપા કરીને પડતી મૂકે. આજે ચેતક્ ઘનઘેર અંધકાર ભર્યો છે અને અમે સૌ જ્યાં ત્યાં ગોથાં ખાઇએ છીએ. અમારા દિલમાં નિરાશા ભરી છે અને અમારી કાર્યશક્તિ કુંઠિત થઈ ગઈ છે. પ્રકાશના અધિકારી આપે છે અને અમર આશા પણ આપને વરી છે. આપના ઉપવાસ અને તેમાંથી સંભવિત મૃત્યુ અંધકાર કે નિરાશાને ખુબ વધારશે-ઘટાડશે નહિ. આપ અમને દેરવણી આપે. અમે ડગમગતે પગલે આપની પાછળ પગ ઉપર પગ માંડી રહ્યા છીએ. આપના અમૂહય જીવનને આપ કૃપા કરીને આમ જોખમમાં નાંખવાને વિચાર ન કરે. હિંદુસ્થાનની–બલકે માનવીજગની–લાખે નરનારીઓની--આપને અતિ નમ્ર ભાવે છતાં અત્યંત આગ્રહપૂર્વક આ પ્રાર્થના છે, અરજી છે, વિજ્ઞાપના છે. અમો સર્વના અંતરને આ અવાજ છે, પિકાર છે.” એ અવાજ એ પિકાર શું ગાંધીજીને નદ્ધિ જ સ્પશે ? ક્યાં આદર્શ ક્યાં આજની વાસ્તવિકતા ?
પંચ પ્રતિક્રમણ સૂત્રમાં જન ગુરૂનું વર્ણન નીચે મુજબ કરવામાં આવ્યું છે. “પાંચ ઇન્દ્રિયને સંયમ કરનાર, નવવિધ બ્રહ્મચર્યનું પાલન કરનાર, ચાર પ્રકારના કષાયથી મુકત, પાંચ મહાવ્રતને ધારણ કરનાર, પાંચ પ્રકાર આચાર પાડવામાં સમર્થ, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી યુકત એવા મારા ગુરૂ છે' ચાર પ્રકારના કષાયમાં એક કષાય ક્રોધને છે. પાંચ મહાવ્રત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે અને તેમાં સત્ય વચનની વ્યાખ્યા “સત્ય, પ્રિય અને પથ્ય વચન’ એમ કરવામાં આવી છે. પાંચ સમિતિમાં એક ભાષાસમિતિ છે. ત્રણ ગુપ્તિમાં એક વચનગુપ્તિ છે. આ રીતે જૈન સાધુના આચારમાં વચનશુદ્ધિ ઉપર ખુબ જ ભાર મૂકવામાં આવ્યા છે. આ એક આદર્શ છે, કલ્પનાચિત્ર છે.