________________
તા. ૧-૧૧-૪૪
હવે આજે પ્રસ્તુત વયનશુદ્ધિ પરત્વે વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેને એકાદ દષ્ટાંત ઉપરથી આપણે વિચાર કરીએ. આજે શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના બે પ્રમુખ આચાર્યો શ્રી. સાગરાનંદસૂરિ અને શ્રી. વિજયરામચંદ્રસુરિ (તેમનાં મૂળ નામ તે મુનિ આનંદસાગરજી અને મુનિ રામવિજ્યજી છે, પણ શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં જ્યારે કોઇ સાધુ આચાર્ય બને છે ત્યારે તેમનાં નામ ઉલટાવવામાં આવે છે. એ પરંપરા મુજબ આ આચાર્યોને સાગરાનંદસૂરિ અને વિજયરામચંદ્રસુરિ તરીકે ઓળખવામાં આવે છે અને આવા સાધુઓ આચાર્ય થયા બાદ સાધારણ રીતે બે પગ ઉપર ચાલવાને બદલે માથા ઉપર ચાલતા માલુમ પડે છે.) વચ્ચે તિથિના પ્રશ્ન ઉપર કેટલાક સમયથી બહુ મોટો મતભેદ ઉભો થયો છે એ બહુ જાણીતી વાત છે. એક આચાર્ય તિથિ સંબંધમાં ચાલુ પરંપરા જ શાઅસંમત છે' એમ માને છે અને જણાવે છે, જ્યારે અન્ય આચાર્ય શાસ્ત્રદષ્ટિએ તિથિઓને લગતી ચાલુ પરંપરામાં ચોક્કસ ફેરકારે સૂચવે છે એટલું જ નહિ પણ પિતાના અનુયાયી વર્ગ પૂરતે એ ફેરફારને અમલ પણ તેમણે શરૂ કરી દીધો છે. તાજે- તરમાં શ્રી. સાગરાનંદસૂરિના અભિપ્રાય મુજબ તેમના શિષ્યોએ તૈયાર કરેલું અને શ્રી રમણલાલ વાડીલાલના નામથી પ્રગટ કરવામાં આવેલું લગભગ કુસંપના કદનું અને બન્ને બાજુએ છાપેલું એક પંચાંગ પ્રસિદ્ધ થયું છે. આ પંચાંગમાં માત્ર તિથિ તારીખેને લગતી જ હકીકત મૂકવામાં આવી હત અને પિતાના અબિપાય મુજબ તથિએને ગોઠવવામાં આવી હત તે કોઈને કશું કહેવાપણું કે વિચારવાપણું રહે નહિ, પણ આ પંચાંગમાં તિથિ તારીખ વારની વિગતે ઉપરાંત “વાંચે, વિચાર, સમજે અને સમજાવો' એ મથાળા નીચે તિથિઓ સંબંધે પોતાના મતનું ત્રણ કલમમાં સંક્ષિપ્ત પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ નીચેના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા છે -
“૪. આગમશાસ્ત્રોને જુઠાં અને અપ્રમાણુ માનનારી રામટોળી તે શાસનપતિત જ છે.
“. શાસનપક્ષે રામટોળીની હરામી દેખીને જ શેઠ કસ્તુરબા-ને સાવચેત કર્યા હતા અને તે હરામીના લખાણને અમાન્ય કર્યું હતું.
. હરામી કરનારી રામટાળી તે પેતે જ આઠમ ચૌદશના ક્ષયે સાતમ તેરસને ક્ષય કરવાનું કહીને અને વૃદ્ધિમાં બીજી જ હૃદયવળી છે છતાં પંચાંગમાં તેમ નથી કરતી.
૭, પુના આદિના કાગળે પકડાઈ જવાથી રામટાળીની હરામી માં શંકા નથી.” *
આ ઉપરાંત બીજી પણ એવું કેટલુંક લખાણ પ્રસ્તુત પંચાંગમાં ભર્યું છે પણ વસ્તુનિદેશ માટે ઉપરનું અવતરણ પુરતું છે. ઉપરના અવતરખુને કઈ કઈટમાં મૂકવું તે સમજાતું નથી. કોઈ એમ ન સમજે કે આવાં અશિષ્ટ લખાણ એક જ બાજુ એ સંભવે છે. અન્ય પક્ષ પણું ગલીચ ભાષાના પ્રગમાં એટલો જ કુશળ છે. તેમની મારફત ચાલતા સામાયિકેની ફાદમાં આવું લખાણ ઢગલાબંધ ભર્યું છે. બે સમજુ માણસે પળુ પિતાના મતભેદે રજુ કરતાં આવા ગંદા શબ્દ પગ ન કરે તે સાધુઓ વિષે તે કહેવું જ શું? પોતાના જ પ્રતિપક્ષીને “હરામી’નું વિશેષણ આપવું અને પોતાના પ્રતિપક્ષને રામરાળા તરી કે ઓળખ – તે કયા પ્રકારની ભાષા સમિતિ અને કેવી જાતની વચનગુપ્તિ સમજવી ? પ્રતિપક્ષના આગેવાન આચાર્ય અને તેમના અનુયાયી વગને આમ ભાંડવાથી આખરે તે સાધુસંસ્થા જ વગેવાય છે અને દુનિયાની નજરમાં હલકી પડે છે એટલું પણ આ પંચાંગના રચયિતાના ધ્યાનમાં આવતું નહિ હોય ? કોઈ પણ પ્રશ્ન ઉપર આચાર્યો વચ્ચે ગમે તે મતભેદ હેય પણ દરેક પક્ષને આવી ગલીચ ભાષા વાપરતા અટકાવવા જ જોઇએ અને આવું જંગલીપણું ચાલુ રાખનાર સાધુ કે આચાર્યને યે ... નસીયત પવી જોઈએ. દરેક પક્ષ સાથે લાગવગ ધરાવતા આગેવાન શ્રાવકેનું આ ખાસ કર્તવ્ય છે. ઉપર આપેલ લખાણ સંબંધે સંભવ છે કે એવો બચાવ કરવામાં આવે કે એ લખાણુ કોઈ સાધુનું લખેલું હોવાનો આક્ષેપ અસત્ય અને બીનપાયાદાર છે, પણ આવા
બચાવથી કોઈ રખે ભરમાય. આ બાબતને પાકે પુરાવો છે અને આ કાંઈ પહેલે જ બનાવ નથી. જ્યારે જ્યારે કોઈ પણ પ્રશ્ન ઉપર આગેવાન જૈન આચાર્યો વચ્ચે મતભેદ ઉભા થયા છે ત્યારે ત્યારે ' તે તે આચાર્ય અથવા તો તેમના શિષ્ય સમુદાયના હાથે લખાયેલી અને એમ છતાં કેવળ બનાવટી નામે પ્રગટ કરાયેલી કેટલીયે પત્રિકાઓ મારા જોવામાં આવી છે. અપ્રગટ રહીને ગાળે આપવાને કેટલાંક સાધુઓને આ ધ કંઈ કાળથી ચાલતે આવ્યા છે. આવી ગલીચ પ્રવૃત્તિથી સાધુવેશ લાજે છે, સાધુતા લાજે છે અને જે ધર્મના પ્રતિનિધિ બનીને જૈન સમાજનાં સન્માન અને પ્રતિષ્ટા તેઓ માણે છે તે ધર્મ પણ લાજે છે. આ સામે સમસ્ત જૈન સમાજે સપ્ત પકાર ઉઠાવવો જોઇએ અને જૈન ધર્મ અને સાધુ સંસ્થાને ભારેમાં ભારે હીણપત પહોંચાડતી આવી પ્રવૃત્તિને મૂળમાંથી અટકાવવી જ જોઈએ. “જે કાંઈ વિચારે સમાજ સમક્ષ મૂકવા જરૂરી લાગે તે જરૂર મૂકે, પણ યોગ્ય ભાષામાં અને ગ્ય રીતે મૂકે. વિચારની રજુઆતના નામે ગંદવાડને ફેલાવે અને કેવળ દ્રેષ મત્સરનો પ્રચાર સમાજ હવે ચલાવી લે તેમ છે જ નહિ એવી આણુ તરફ ફેલાવવી જ જોઈએ અને એવી આમન્યા સ્વીકારવાની પ્રત્યેક સાધુને ફરજ પાડવી જોઈએ. સમાજના આગેવાને આ બાબતમાં સખત પગલાં લેશે અને વધતા જતા અનર્થને અટકાવશે એવી આશા રાખવામાં આવે છે. આચાર્ય શ્રીમદ્ વિજ્યવલ્લભસૂરિની જન્મજયન્તી
9. મૂ. સમાજના સુવિખ્યાત આચાર્ય શ્રી. વિજ્યવલ્લભસૂરિએ ૭૫ વર્ષ પુરા કર્યા. તેમની જન્મ જયન્તીને એક ભવ્ય સમારંભ બીકાનેર ખાતે યોજવામાં આવ્યું હતું અને આ સમારંભમાં નજીક દૂરના અનેક જૈન ભાઈઓએ ભાગ લીધો હતો. પ્રસ્તુત અવસરના અનુસંધાનમાં મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં જૈનેની એક જાહેર સભા મુંબઈ ઇલાકાના માજી વડા પ્રધાન શ્રી. બાળાસાહેબ ખેરના પ્રમુખપણા નીચે મળી હતી અને તે પ્રસંગે એરસાહેબે આચાર્યશ્રીની આજ સુધીની જીવનચર્ચાની અને ઉજ્જવળ કારકીર્દીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને એ સાથે જૈનધર્મને મને બે સુંદર રીતે રજુ કર્યો હતે. પ્રસ્તુત પ્રસંગે મુંબઈ જૈન યુવક સંઘે પણ આચાર્યશ્રીએ કેળવણી પ્રચારના ક્ષેત્રમાં જે માટે ફાળો આપે છે તેની પ્રશંસા કરતે, તે માટે તેમને ધન્યવાદ આપતા અને તેમને દીર્ધાયુષ ઈચ્છતે એક તાર આચાર્યશ્રી ઉપર એક હતું.
જન સમાજમાં અને ખાસ કરીને . 'મૂ, સમાજમાં આચાર્ય પદને વરેલા સાધુઓની સંખ્યા કાંઈ નાનીસુની નથી. એ બધા આચાર્યોમાં આ આચાર્યની કારકીર્દી એક જ કારણે અન્યથી જુદી તરી આવે છે. અન્ય સવ આચાર્યોની દૃષ્ટિ ભૂતકાળ. ઉપર છે અને આવતા ભવને કેમ સુધારવે તે બાબત ઉપર જ તેઓ પોતાના ઉપદેશમાં અત્યન્ત ભાર મૂકે છે, ઐહિક જીવનના કે ગૃહસ્થ જીવનના ઉત્કર્ષની તેમને લેશમાત્ર પડી નથી, જ્યારે શ્રી. વિજયવલ્લભસૂરિ જ એક એવા આચાર્યું છે કે જેઓ બદલાયલા દેશકાળના મર્મને કાંઇક પરખી શક્યા છે અને આજની કેળવણી લીધા સિવાય જૈન સમાજને ટકવાને કે આગળ વધવાને બીજો કોઈ માગ જ નથી એ હકીકત જેમના . દિલમાં સચોટપણે ઉગેલી છે. આ ભાવના તેમણે વિચાર પુરતી જ માત્ર સેવી નથી, પણ સ્થળે સ્થળે ઉચ્ચ શિક્ષણ લેવા ઇચ્છતા છે. મૂ. વિધાર્થીઓ માટે છાત્રાલયે ઉધડાવીને તેમજ પંજાબમાં એક ' જેન કાલેજ ઉભી કરીને પોતાની ભાવનાને તેમણે શકય તેટલે અમલ કર્યો છે અને તે માટે તેમને જન સમાજ જેટલા ધન્યવાદ આપે તેટલા
એડછા છે. - આચાર્ય શ્રી. વિજયવલ્લભસૂરિજીની ઘણી ખરી પ્રવૃત્તિ શ્વેતાંબર
મૂર્તિપૂજક સમાજ સાથે જોડાયેલી છે. જેમ એક બાજુએ કેળવણીના પ્રશ્ન પર તેઓ ઉદારમતવાદી છે તેમ બીજી બાજુએ જૈનેતરને જૈન બનવાની અને સ્થાનકવાસીઓને મૂર્તિપૂજક બનાવવાની તેમની