________________
૫૮
©
બુદ્ધ જૈન
શકે છે, કારણ કે તેમને મન પણ અહિંસા કોઇ વિધાયક ધમ નથી. કારણ કે અહિંસાને વિધાયક સ્વરૂપ આપવા જતાં સક્રિયતા આવે, પ્રવૃતિ આવે, આરંભ સમારંભ આવે અને પરિણામે હિંસા આવે. આવી વિચારસરણિ સ્વીકારીને તેએ અહિંસાને આગળ ધરશે, પણ દયાને ધક્કો મારશે. આવી જ રીતે શ્રી કાનજી મુનિ શુષ્ક કમ તે આગળ ધરે છે પણ શુભ કર્મોને ધક્કો મારે છે, પણ વિશેષ વિચાર કરતાં માલુમ પડશે કે દયા વિનાની અહિંસા એ અહિંસા નથી. પણ અહિંસાનુ હાડિપંજર છે. તેવી રીતે માણસ અને સમાજ એવી રીતે ઓતપ્રેત છે અને એકમેકના કર્મો અને વળષ્ણુનાં અન્ય ઉપર એવા સ્વાભાવિક આધાત પ્રત્યાઘાત પડતા રહે છે કે શુભ કમથી છુટાછેડા પામેલું શુદ્ધ કર્મ શોધવુ એ માનવના ચુમાવીને આત્માના મૃગજળને હસ્તગત કરવા જેવુ છે. શુભ ક` અને શુધ્ધ કર્મના ભેદ કલ્પનાથી વિચારી શકાય છે, ચી શકાય છે, એકને પ્રધાન્ય આપી અન્યને ગૌણુપદે સ્થાપી શકાય છે. પણ શુભ કમના સર્વથા ત્યાગ કરવામાં આવ્યા હાય અને શુધ્ધ કથી જ માત્ર ભરેલું હેાય એવું કેાઇ જીવતા માનવીનુ જીવન કલ્પી શકાતું નથી. માનવીના માનસમાં સામાજિક તેમજ સ્વાય પર અથવા તે ઊંચી ભાષામાં કહીએ તે। આત્મલક્ષી વળી એવી રીતે તાણાવાણાના માક ગુંથાયલા છે કે શુભ કર્માં તેને શુદ્ધ બનાવે છે અને શુદ્ધ કર્યાં તેના જીવનને શુભ બનાવે છે. શુભ અને શુદ્ધ કાઇ કાળે એકમેકના વિરેધી નથી, પણ એકમેકના પોષક અને પુરક છૅ, માટેજ શુદ્ધ કર્યાં ઉપરના આગ્રહ સમજી શકાય છે પણ શુભ ક ની અવહેલના સમજી શકાતી નથી, તેવી અવહેલનાથી સામાજિક નુકસાન તે થાય જ છે પણ આત્મપ્રાપ્તિ પણ દૂરની દૂર નાસે છે. ધર્મગુરૂઓ અને નિરક્ષરતાનિવારણ
હુમાં એક મિત્ર કે જેમના બ્રહ્મદેશમાં યુદ્ઘપૂર્વે લાંબા કાળના વસવાટ હતા તેમણે બ્રહ્મદેશ સંબધમાં અનેક બાબતા જણાવતાં એક એ બાબત જણાવી કે “આપણા દેશમાં નિરક્ષરતા નિવારણ જેમ એક મોટી સમસ્યા છે તેવી પરિસ્થિતિ બ્રહ્મદેશની છે જ નહિ. બ્રહ્મદેશની પ્રજાતા ૮૫ થી ૯૦ ટકા વિભાગ વાંચતાં લખતાં જાણે છે.” મને આ હકીકત જાણીને આશ્રય' થયું અને મે* પ્રશ્ન કર્યાં કે આમ કેમ હાઇ શકે ? પ્રજાવ્યાપી નિરક્ષરતા સબંધમાં સાધારણ રીતે ઉદાસીન એવી અંગ્રેજ સરકાર જેમ અહિં' છે એમ બ્રહ્મદેશમાં પણ છે અને સરકાર આ નિરક્ષરતા નિવારણનું ભગીરથ કાય પોતા માથે ન લે ત્યાં સુધી કેવળ પ્રજા પ્રયત્નથી આવું મહાન કાર્ય સિદ્ધ થવુ શકય છે જ નહિ.” તેના જવાબમાં તેમણે જણાવ્યું કે બ્રહ્મદેશ માટે ભાગે બૌદ્ધધર્મી છે. શહેરે શહે૨ે અને ગામડે ગામડે બૌદ્ધ ભિક્ષુ અને ભિક્ષુણીઓના મઠે હોય છે અને આ ભિક્ષુએ તેમ જ ભિક્ષુણીએ ગામેગામ નિશાળા ચલાવે છે અને ઉછરતી સમગ્ર પ્રજાને વાંચતાં લખતાં શિખવે છે. આ આખા કામની સર્વ જવાબદારી પાતા માથેજ છે એમ તેઓ માને છે અને પરિણામે આખા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ બહુ જ અલ્પ છે.” આ સાંભળીને એક બાજુએ જેમ મને આનંદ થયો તેમ જ બીજી બાજુએ હિંદુસ્થાનના ધર્મગુરૂએ-હિંદુ તેમજ મુસલમાન—ની નિષ્ક્રિયતા અને તેમનું મેટા ભાગે સમાજ ઉપર કેત્રળ ભારરૂપ હોવાપણું. ધ્યાન ઉપર આવતાં ચિ-તને ભારે ગ્લાનિ થઇ. આપણી નજીકમાં રહેલ જૈન સાધુઓના મેટા વગ આજે શુ કાર્ય કરે છે ? તેએ સમયનો કેટલો ભારે અપવ્યય કરે છે ? સસારત્યાગના બહાના હેઠળ તેમણે શ્રમત્યાગ અને નિયીપણાની જ દિક્ષા લીધી હાય એમ નથી લાગતું ? હિંસાઅહિંસા અને આરંભ–સંભારબના ઓઠા હેઠળ તેમણે કેવળ નિષ્ક્રિયતાનું' જ વ્રત અંગીકાર કર્યુ હાય એમ નથી ભાસેતુ' ? સાધુથી સેવાન થાય, ફૈટી ન કંતાય, ભણાવવા ન જવાય, કશું જ ન
તા. ૧૫-૯-૪૪
થાય. માત્ર નિવૃત્તિ માગ આગળ ધરીને નિદ્યમી બનવાને અને પુરૂષાથથી હુંમેશા પાછા પડતા જવાનો પોતાના અનુયાયીઓને ઉપદેશ આપવામાં જ કૃતાર્થતા અનુભવાય. આજને સમસ્ત સન્યાસી વંગ ભલે બીજુ કાંઈ ન કરે, પણ પ્રજાની ધનધેાર નિક્ષરતા દૂર કરવા પાછળ લાગી જાય અને તે દ્વારા પ્રજામાનસમાં ધર્મ સસ્કાર અને જ્ઞાનપ્રેમ જાગ્રત કરવાનું કામ માથે લે તે દેશની તેમજ માનવતાની કેટલા ઓછા શ્રમે કેવડી મેટી સેવા કરી શકે? અને દેશની આ એક મેટી સમસ્યાના કેટલી સહેલાથી નિકાલ આવે ? આજે ધમ ગુરૂ વારે તહેવારે કેવળ વ્યાખ્યાના આપે અને જરીપુરાણી વાતે વિસ્તારી વિસ્તારીને કહે તેથી સમાજને લેશમાત્ર અભ્યુદય થવાનો નથી કે પ્રગતિના માર્ગે સમાજ એ ડગલાં પણ આગળ ભરી શકવાને નથી. સાધુઓને સમાજ પેષે છે અને અન્ન વસ્ત્ર અને વસતિસ્થાનની ચિંતાથી મુક્ત રાખે છે. તેમણે સસાર બ્રૅાડયે એટલે કે જીવનના ક્રાઇ વિશિષ્ટ ધ્યેય ખાતર સગાંવહાલાં અને સસારની અપેક્ષાએ ગણાતા સ્વજનાના સાથ છોડયો તો ભલે છેડયા, પણ તેને અ` તેમણે સમાજ ત્યાગ કર્યાં છે એમ છે જ નહિ. એ ખ્ટ પણ નથી, શકય પણ નથી. તેઓ સમાજમાં રહે છે, સમાજના શ્રમેત્પાદન વર્ડ પોષાય છે, સમાજના ઉત્કર્ષ અષ્ક સાથે તેમનુ જીવન ગાઢપણે જોડાયેલુ' છે. જે સમાજના આશ્રય વડે તે જીવનનિર્વાહની નિશ્ચિન્તતા હસ્તમત કરી શકયા છે તે સમાજને એક યા બીજા આકારમાં સેવા આપીને પોતાના માથે એકત્ર થતુ સામાજિક રૂણ તેમણે ફેડવું જ રહ્યું. પ્રસ્તુત સામાજિક રૂણ તે અનેક રીતે ફેડી શકે છે, જેમાના એક ઉપાય પ્રજાવ્યાપી નિરક્ષરતા નિવારેણુની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ ગમે તેવા કહ્યુ સાધુવ્રતને જરા પણ ખાધ ન આવે તેવી છે. આજના આખા પરિવ્રાજક સમુદાયને અને ખાસ કરીને જૈન સાધુ સમાજને આ બાબત ધ્યાન ઉપર લેવા મારી નમ્ર ભાવે વિજ્ઞપ્તિ છે. પાનદ.
સધની રાહત પ્રવૃત્તિ:-સંધ તરફથી છેલ્લા ખાર મહીનાથી જે રાહતપ્રવૃત્તિ ચાલી રહી છે તે આવતી દીવાળીથી બંધ કરવાના સંઘની કાર્યવાહક સમિતિએ ઠરાવ કર્યા છે.
(મુખપૃથી ચાલુ) મારા જીવનના હેતુ
નામ આપે—પણ ભૌતિક કે ત શાસ્ત્રોના ચોકઠામાં તે નહિ બેસે એ વાત ચોક્કસ.
અનેક સમય અવતારી પુરૂષોના આગમન છતાં માનવજાતની પાપવૃત્તિ નષ્ટ થઇ નથી. તેના ઉપર નવાં નવાં સકા ચાલુ છે એ વિચાર આવતાં મન ઘડીભર નિરાશાથી વ્યાકુળ થઇ જાય છે. પણ તરત વિશ્વાસ આવે છે કે મારા દેશ માટે અને દુનિયા માટેના ઉજળા દિવસ દૂર નથી, મારા શ્રમ નિષ્ફળ જવાને નશ્રી. મારૂ ધ્યેય મને જલદી પ્રાપ્ત થાય તે માટે મને ખૂબ ઉતાવળ હતી, પણ ધ્યેય પ્રાપ્ત થયા પછી મારા પરિશ્રમનાં ફળ બદલ મને જરા પણ ફિકર નથી. મારે પરિશ્રમ સાચી દિશામાં છે એટલી ખાતરી જ મારી સભ્ય શાંતિ અને સમાધાનનું મૂળ છે.
હિંદ અને સારી દુનિયામાં સમાજવાદી તંત્ર સ્થપાય તે જોવા હું તલસ છું', પણ જગતનાં બધાં અનિષ્ટો દૂર ન થાય તો શુ થાય તેની પણ હું હવે ર્ફિકર કરતા નથી. મને તે આજે જ કરવા જેવી જે વસ્તુ લાગે છે તેની પાછળ પૂરા શ્રમથી હું મડી પડું છું. જગત પૂર્ણાવસ્થાએ પહોંચશે કે કેમ તેની હું ચિંતા કરતા નથી, પણ હું તે માટે કાંઇ પણ કરતો રહું છું અને તેમાં મંદતા આવવા દૃશ નહે એટલુ’મારે માટે બસ છે.
પંડિત જવાહરલાલ નહેરૂ.
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. સૂય કાન્ત પ્રિ. પ્રેસ. ૪૫૧, કાલબાદેવી રેડ, મુંબઇ, ૨
મુદ્રણુસ્થાન