SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫ ૯-૮૪ ૫૭ સાહિત્યકારેની બનાવટ ઘણી વખત એવું બને છે કે કોઈ પણ સાહિત્ય કનિ કેવી છે તેનું માપ અથવા તો મૂલ્યાંકન તે કૃતિ પોતે કેવી છે તેના ગુણદોષ વિવેક ઉપરથી કાઢવામાં આવતું નથી પણ એ સાહિત્ય કૃતિને કર્તા કોણ છે એ ઉપરથી જ તે કૃતિ સારી છે, ઉત્કૃષ્ટ છે, મૌલિક છે કે અન્યથા એવા અભિપ્રાય સાહિત્ય વિવેચક તરફથી બહાર પાડવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ નમાલી વાર્તા મુનશીના નામ સાથે બહાર પાડવામાં આવે છે તે વાતને અદભૂત, સજનશીલ, મૌલિક આદિ અનેક વિશેષણોથી નવાજવામાં આવે અને તેથી અન્ય પ્રકારે કઈ ખરેખર ઉત્તમ કટિનાં વાર્તા કે કવિતા કોઈ અજાણ્યા નામ સાથે જોડા- થલી હોય તે તેની કોઈ નોંધ સરખી પણ ન લે. સામાન્ય જનતાની જ નહિ પણ કહેવાતા શિષ્ટ વિવેચકાની વિવેચના અથવા તે કદર પણ કેટલીક વાર આ પ્રકારની હોય છે. આવા વિવેચકોની પાકી બનાવટ કરતે એક કીસ્સે થડા સમય પહેલાં ઓસ્ટ્રેલીયામાં બન્યું હતું. * ત્યાંની એ કોઈ એક જાણીતી પ્રકાશન સંસ્થા તરફથી “અલ મેલે’ના નામથી એક કાવ્યસંગ્ર, બહાર પાડવામાં આવ્યો હતો અને એરટ્રેલીઆના ઉગતા કવિઓએ અને સાદિત્ય વિચક એ તે કાવ્યસંગ્રહને કળાની એક સુન્દર કૃતિ તરીકે વધાવી લીધું હતું. આમ તે સંગ્રહ ઉપર ચેતરફથી પ્રશસ્તિઓની વર્ષા વરસી રહી હતી તે દરમિયાન એવી હકીકત બહાર પડી કે આ કાવ્યસંગ્રહના રચનાર બે એરટ્રેલીયન સૈનિકો હતા અને તેમને આશય એરટ્રેલીયાના સાહિત્યકારોની જ્વળ બનાવટ કરવાનું હતું. આ બન્ને સૈનિકે એક દિવસ બપોરે એકસફર્ડને અનરણ સંગ્રક તેમ જ બીજા કેટલાંક પુસ્તંકે લઈને બેઠા અને બે લીંટી અદ્ધિથી અને ચાર લીટી બીજેથી એમ મનમાં આવ્યું તેમ વિવિધ સામગ્રી એકઠી કરીને તેમાંથી અર્થ વિનાની કેટલીક કવિતાઓ તેમણે વણી કાઢી અને સંગ્રત રૂપે બહાર પાડી. એક ચોક્કસ કાવ્યની ત્રણ લીટીઓ તે મછરો ઉત્પન્ન કરતાં સ્થળાની સફાઈ સંબંધે કરવામાં આવેલ અમેરીકન રીપેટમાંથી જ સીધેસીધી ઉધન કરવામાં આવી હતી. આ કાવ્યસંગ્રહને હર્ષપૂર્વક વધાવી લેનારા કેટલાક વિવેચન કેમાં એરટ્રેલીઆના એક જાણીતા સાહિત્યવવેચક. પત્રના અધિપતિ એગ્રી વીન’ પણ હતા, જેમણે પ્રસ્તુત કવ્યસંગ્રહને * અસાધારણ બુદ્ધિ પ્રતિભાના સર્જન તરીકે વર્ણવ્યા હતા. એ સંગ્રહ ઉપરના વિવેચનમાં તેણે જણાવ્યું હતું કે તેમણે મેલેને એરટ્રેલીઆના બે સમકાલીન સાહિત્ય ધુરંધરોમાંના એક તરીકે તુરત જ ઓળખી કાઢયો હતે. શુભ કર્મ તે ધર્મ નથી શ્રી કાનજી મુનિના અનુયાયીઓ તરફથી કેટલાક વખતથી આત્મધર્મ નામનું એક માસિક નીકળે છે અને તેમાં શ્રી કાનજી મુનિના સિદ્ધાન્તનું વિવરણ તથા સમાલોચના તેમજ આધ્યાત્મિક જીવનને લગતા અનેક પ્રશ્નોની ચર્ચાઓ પ્રગટ કરવામાં આવે છે. એ માસિકની ભૂમિકા ઉંચી રહે છે અને સાધારણ રીતે વ્યકિતગત ટીકા કે કટાથી ભરેલું કોઈ પણ લખાણ તેમાં જોવામાં આવતું નથી. તેમાં કેટલીક લેખસામગ્રી અધ્યાત્મમાર્ગએ ને દિશાસુચક બને તેવી હોય છે. ખાં બધું હોવા છતાં તેમાં વારંવાર શુભ કમ એ ધર્મ નથી' એ વિચાર ઉપર ખાસ ભાર મૂકાતાં કેટલાક લખણે જેને આશ્રય થાય છે અને એક પ્રશ્ન થાય છે કે આ માસિક પ્રગટ કરવા પછિ | રહેલા અનેક આશામાં શુભ કામને વિરોધ કર શુભ કમ વિષે અમુક પ્રકારની ઘણા કેળવવી-એ પણ શું એક આશય રહેશે છે. ખરે ? ‘શુભ કર્મ એ ધર્મ નથી’ એ પ્રતિપાદનને ભાવ એ છે કે શુભ એટલે પરનું કલ્યાણ કરનારું હોય એમ છતાં જે કમ આત્મલક્ષી ન હોય એ કમ ધમ નથી એટલે કે આમપ્રાપ્તિનું કદિ સાધક બની શકતું નથી. આ વિચિત્ર પ્રતિપાદન એક બાજુએ શુભ શબ્દના અર્થની મર્યાદા બાંધે છે અને બીજી બાજુએ ધર્મ શબ્દની મર્યાદા બાંધે છે; કારણ કે પરકલ્યાણલક્ષી તેવું જે રીતે આત્મકલ્યાણલક્ષી અથવા તે આમ પ્રાપ્તિમાં ઉપકારક કમ પણ શુભ કર્મ જ લેખવામાં આવે છે. પણ આવા આભાપક કમને શ્રી કાનજી મુનિ શુધ્ધ કર્મના નામે ઓળખાવે છે. બીજી બાજુએ જેવી રીતે આત્મસાધક પ્રવૃતિને સમાવેશ ધમ્ય પ્રવૃત્તિમાં થાય છે તેવી જ રીતે સમાજ કલ્યાણસાધક સર્વ પ્રવૃત્તિઓને ધમ્ય પ્રવૃત્તિના નામથી જ ઓળખવામાં આવે છે. આમ છતાં પણ અહિં શુભ અને ધર્મ બંને શબ્દોને પ્રાગ મર્યાદિત અર્થમાં જ કરવા આવે છે અને એમ કરીને જાણે કે પરસ્પર વિરોધી હોય એમ છતાં પણ કૈઈ મહાન સત્યને આગળ ધરતું હોય એવા ગૌરવપૂર્વક પ્રતિપાદન કરવામાં આવે છે કે “શુભ કર્મ એ ધર્મ નથી.' આ તે આ એક વિશિષ્ટ વાક્યની શાબ્દિક સમાલોચના થઇ. પણ અહિં મુખ્ય પ્રશ્ન તે એ છે કે શુભ કર્મની આમ વારંવાર અવહેલના કરવાને અર્થ શું છે? તેથી લાભ શું છે? અધ્યાત્મ માર્ગને પુષ્ટ કરવા માટે આવે અવળે માર્ગો શા માટે અખત્યાર કરવામાં છે ? અધ્યાત્મની, ભાવનાને જરૂર પુષ્ટ કરે. આજના જડવાદથી વ્યાકુળ દુનિયાનું આત્મિતત્ત્વ તરફ જરૂર ધ્યાન ખેંચે. સામાન્ય જનતાને બને તેટલી આત્મલક્ષી બનાવે. પણ સર્વ શ્રેમ પ્રવૃત્તિઓના ભાગે આવા અધ્યાત્મપ્રચાર કરવાની તે એવી શી જરૂર ઉભી થઇ છે? શું લોકે શુભ પ્રવૃત્તિઓમાં એટલા બધા તલ્લીન થઈ ગયા છે કે એ તલ્લીનતાના કારણે જ તેઓ આત્મતત્વને ભૂલવા લાગ્યા છે ? શું આપણે ત્યાં સમાજહિત સાધક પ્રવૃત્તિઓ એટલી બધી વધી પડી છે કે હવે તેની સામે લાલબત્તી ધવાની જરૂર ઉભી થઈ છે ? વસ્તુતઃ આપણે ત્યાં નથી એવી કોઈ શુભ પ્રવૃત્તિઓની હીલચાલ કે નથી કોઈ એની આત્મલક્ષી પ્રવૃતિઓને સંચાર. આપણામાં નથી. સાચી સામાજિક ભાવનાનું અસ્તિત્વ કે નથી કોઈ આભપ્રાપ્તિની તમન્ના. આમાં પણ સાધારણ રીતે જૈનધર્મનું સ્વરૂપ નિવૃતિલક્ષી હોવાને લીધે તેમ જ ધર્મગુરૂઓનું ધ્યાન ક્રિયાકાંડ અને પરલોકસાધના ઉપર જ કેન્દ્રસ્થ હોવાને લીધે આપણા સમાજમાં સામાજિક ભાવનાને બહુ જ ઓછો વિકાસ થયો છે અને સામાજિક ધર્મોનું આપણને બહુ જ ઓછું ભાન હોય છે. આવી પરિસ્થિતિમાં શુભ કમ હેય કે ઉપેક્ષાગ્ય વસ્તુ નથી પણ વિશેષે કરીને આદરણીય તેમ જ વિચારણીય વસ્તુ છે. આમ હોવા છતાં શ્રી કાનજી મુનિ શુભ કર્મના મહત્વની માત્ર ઉપેક્ષા જ નહિ પણ જાણે કે કઇ ત્યાજ્ય વસ્તુ હોય • એ ખ્યાલ શુભ, કમ સંબંધમાં પિતાના અનુયાયીઓમાં તેમજ સામાન્ય જનતામાં ફેલાવી રહ્યા છે તે દુઃખદ છે. આવા ઉપદેશનું તેમના અનુયાયી વર્ગ અથવા તો તેમના વિષે આદર ધરાવતા વર્ગ ઉપર મોટે ભાગે એક જ પરિણામ આવે કે જે આત્મતત્વને તેઓ આગળ ધરે છે તે તે કારમાંથી એકને લભ્ય બનતું હોય તે આનંદની વાત છે; પણ બાકીના લોકો આત્મતત્વની પ્રાપ્તિની દિશાએ તે જ્યાં હોય છે ત્યાંના ત્યાં જ રહે છે અને સામાજિક હિત કે ઉત્કર્ષની પ્રવૃત્તિઓ વિષે કેવળ ઉદાસીન બને છે. આવી કોઈ બાબતમાં મદદ કરવાને અધમ લેખતા થાય છે, માત્ર ગુરૂ મહારાજ જે પ્રવૃત્તિઓ ચલાવતા હોય છે–પછી તે સમુલ જમણુની હોય, મંદિર બાંધવાની હોય, કે સમયસારની નાની મોટી સુમિત આવૃત્તિઓ છપાવવાની હોય તેમાં જ પૈસે ખરચવામાં કૃતકૃત્યતા અનુભવે છે. પરિણામે અનુયાયી વર્ગમાં કેવળ સાંપ્રદાયિક અને સંકુચિત મનોદશા કેળવાય છે અને તેને જીવન વ્યવહાર કેવળ સ્વાર્થલક્ષી બને છે. આ રીતે જે પરિણામ તેરાપંથના અનુયાયીઓમાં આવે છે તેવું જ પરિણામ ઉપર જખ્યાલ શુભકર્મવિરોધી પ્રવચનું આમજનતા ઉપર નિપજ્યા વિના રહે નહિ. જેવી રીતે શ્રી કાનજી મુનિના અનુયાયીઓ શુભ કર્મ એ ધમ નથી એમ કહેવામાં ધમનું જ પિતે કોઈ વિશિષ્ટ ગૌરવ કરતા હોય એમ માને છે તેવી જ રીતે તેરાપથીએ પણ “દયા એ અહિંસા નથી’ એવી ઉપણ કરીને પિતાના સંપ્રદાયનું મહત્વ આગળ ધરી
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy