SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુધ જૈન તા. ૧૫ ૯-૪૪ — — — નું પુરું પ્રસારે શા માટે સરકારવામાં આવે અને તેથી *. સાચી છે કેટલાક સમાચાર અને નોંધ ગાંધી-ઝીણા મીલન એ ચિર અપેક્ષિત ગાંધી-ઝીણા મીલન સપ્ટેમ્બરની નવમી તારીખથી શરૂ થયું તે આજ સુધી ચાલી રહ્યું છે. આ પત્ર પ્રગટ થાય તે પહેલાં એ મીલનનું પરિણામ બહાર પડી ચુકયું હશે અને એ સંબંધમાં પ્રબુદ્ધ જૈનના વાચકે સમક્ષ માર્ગદર્શક સમાલોચના રજુ કરી શકાશે એવી મે આશા રાખી હતી. પણ એ અતિહાસિક મીલન હજુ પુરૂં થયું નથી અને એ બે મહાજનની મંત્રણાઓને કશે પણ સાર આપને જાણવા મળે નથી. દૈનિક છાપાઓમાં આ વાટાઘાટો વિષે જાતજાતનાં અનુમાનો પ્રગટ થઈ રહ્યાં છે. એક દિવસ આશાઓ આપતી તે બીજે દિવસ નિરાશાભરી કલ્પનાઓ અને તર્કવિતર્કો જોવામાં આવે છે. પણ એ વાટાઘાટોને ગૂઢ પડદે હજુ સુધી કોઈ ચીરી શક્યું નથી. આ મીલન જેટલું અદ્ભુત તેટલું જ રોમાંચક છે. દેશમાં એકતા. અને આઝાદી સ્થાપવાની એકધારી તમન્નાથી માનાપમાનના કડવા ઘુંટડા ગળી જઇને ગાંધીજી વાઇસરોયનું બારણું ખખડાવી રહ્યા છે અને ઝીણાના ઉંબરે પગનાં તળીયાં ઘસી રહ્યા છે. માત્ર ગાંધીજીનાં જ નહિ પણ કોમી એકતા અને રાષ્ટ્રની આઝાદીના એકાન્ત પ્રતિપક્ષી સમા અને અસૌજન્યની મૂર્તિમાં કાયદેઆઝમની પ્રકૃતિમાં યુગો બાદ - કાંઈક નરમાશ અને સભ્યતાની થોડી સુંવાળપ આજે દૃષ્ટિગોચર થઈ રહી છે. જે આશા અને શ્રધ્ધાથી ગાંધીજી કડવામાં કડવા ઘૂંટડા હસતા મોઢે પી રહ્યા છે તેનું કાંઈક શુભ પરિણામ આવે અને આર્યાવર્તના ઘનઘેર આકાશમાં એકતા અને આઝાદીની આગાહી આપતાં ઉજજવળ કિરણો ફૂટે ' એવી આશા લાખો નરનારીઓ સેવી રહ્યા છે અને એવી પ્રાર્થના હરઘડ સૌ કોઈ ચિન્તવી રહ્યા છે. પરમાત્મા સૌ કોઈને સન્મતિ અને સાચી ઠેરવણી આપે અને ભારતની એકતા અને આઝાદીની રક્ષા કરે! સુરેપમાં સંકેલાતો વિગ્રહ • યુરોપમાં આજથી પાંચ વર્ષ પહેલાં પ્રગટેલો વિગ્રહ-દાવાનળ હવે થોડા વખતમાં શમન પામવાને હોય એવાં ચિને નજરે પડે છે. , વિગ્રહના પ્રારંભમાં સાર્વભૌમ બની બેઠેલું જર્મની આજે હારતું અને પિતાની સીમા પ્રદેશમાં પ્રવેશ કરતું નજરે પડે છે. સંભવ છે કે આજ સુધીમાં પણ જોવામાં ન આવ્યું હોય એવું ઘનઘોર યુદ્ધ હવે પછીના દિવસોમાં જોવાનું અને લાખો માણસને કપાઈ મરતા સાંભજવાનું આપણું નસીબમાં હોય, પણ એ આગામી સંપૂર્ણ પરાજયને પુરોગામી ભયંકર ભડકો જ હશે. આખરે જર્મનીને જ પરાજય થવાને એ હવે નિશ્ચિત નિર્માણ લાગે છે. અને જર્મની પડે પછી જાપાન કયાં સુધી ટકી શકશે ? તેણે પણ આખરે જર્મનીના પરાજયમાં જ ભાગીદાર બનવાનું રહ્યું. આમ આ વિગ્રહને અન્ત બહુ નજીકના ભવિષ્યમાં દેખાઈ રહ્યો છે. પણ આવા અન્ત સાથે દુનિયામાં સુખના દિવસે શરૂ થઈ જશે એવી ભ્રમણામાં પડવાની જરા પણ જરૂર નથી. • લડાઈ પહેલાં જે રચના હતી એની એ જ રચના સાથે લડાઈ પછીની દુનિયા પિતાને વ્યવહાર શરૂ કરશે. હિંદની દશા એની એ જ કાયમ રહેશે. અને –એની એ જ મુડીવાદી જીવન વ્યવસ્થા ગરીબોનું–ખેડુત અને મજુરોનું શોષણ કર્યા કરશે. આ પૂર્વકાળની પરિસ્થિતિમાં હજુ સુધી કોઈ મેટા ફેરફાર દષ્ટિગોચર થતું નથી. સૌ કોઈ હતા ત્યાંને ત્યાં જ એ જ કોઈ વિચિત્ર વિશ્વક્રમ આપણા માટે નિર્માયલો હોય એમ આજે તે ભાસે છે. , ફીલીપ્સ પ્રકરણ લીપ્સ પ્રકરણે હિંદ, બ્રીટન અને અમેરિકાની દુનિયામાં નાનો સરખો ક્ષોભ ઉપસ્થિત કર્યો છે અને તે દ્વારા બ્રીટનની આપખુદ રાજનીતિ, સત્તામદ અને અસહિષ્ણુતા વિશેષત: પ્રકાશમાં આવ્યા છે. અમેરિકન પ્રમુખના અંગત પ્રતિનિધિએ હિંદુસ્થાનમાં આવીને જે નજરે જોયું અને અનુભવ્યું તે તથા પ્રકારે પોતાના અધિકારસ્વામીને જણાવ્યું અને એ અંગ્રેજ સરકારને ખુબ ખુચ્યું. હિંદુસ્થાનમાં અંગ્રેજ સરકારની શીળી છત્રછાયા નીચે રામરાજ્ય જ પ્રવર્તે છે-એથી અન્ય પ્રકારની વાત કેદ પણ કરે તે સરકારથી સહી શકાતું નથી અને ખાસ કરીને પરદેશમાં આવે પ્રચાર જરા પણ અવકાશ ન પામે તેની અંગ્રેજ સરકાર બને તેટલી ચકી રાખે છે. આમ છતાં પણ વાત તે વા પણ લઇ જાય છે અને હિંદી પ્રજાને તીવ્ર અસંતોષ આજે કે પન્ રીતે છુપ છુપી શકે તેમ નથી. ફીલીસ અહિં એ વખતે અનિલ ક જ્યકર જમ ના એશા તરફ ધસી રહ્યું હતું અને જાપાના ધસારા દેશની પૂર્વ સરહદ ઉપર ટમટમી રહ્યો હતે. તે એ વખતે અહિં સમાવેલ કે જ્યારે સરકારે કોગ્રેસ સામે જેહાદ પિકારી હતી, રાષ્ટ્રીય નેતાઓને અને ગાંધીને કારાવાસમાં પુલ હતા અને દેશમાં એક મેટી રાજકીય મડાગાંઠ ઉભી કરી હતી. આ વખતે પ્રજાના સહકાર વિના હિંદમાં યુદ્ધપ્રવૃત્તિને સારે વેગ મળ શકય નથી એમ કહેવામાં રીલીસે શું ખોટું કહ્યું હતું કે જે સામે અંગ્રેજ પ્રજા અને પત્રકારો આટલો મોટો બળાપ કરી રહેલ છે? હિંદી લકર ભાડુતી (merceuary) છે એ વીલીયમ ફીલીસે એક બીજે આક્ષેપ કર્યો હતો. આ સિયે રણુક્ષેત્ર ઉપર ગમે તેટલી શુરવીરતા દાખવી હોય, પણ પરાધીન હિંદમાં શાહી લડત લડવા માટે ઉભું કરવામાં આવેલ લશ્કરના દિલમાં દેશની આઝાદીની તમન્ના હોવાને કશે પણ સંભવ હોઇ ન જ શકે. એ તે બહુ જ જાણીતી વાત છે કે લશ્કરના આખા તંત્રને રાજકારણથી બને તેટલું અલિપ્ત રાખવામાં આવે છે. એને બીજો અર્થ એ છે કે દેશની આઝાદીની કઈ પણ ચળવળ સાથે રાજના હિંદી લશ્કરને જરા પણ નિસબત નથી. કારણ કે હિંદી રાજકારણ એટલે આજે દેશને પારકી સત્તાની ધૂંસરીમાંથી મુક્ત કરવાનો નિઃશસ્ત્ર પ્રજાને પ્રયત્ન. એ સિવાય આજના રાજકારણને બીજો કોઈ અર્થ છે જ નહિ. કહેવાય છે કે આ લકર હિંદનું રક્ષણ કરવા અર્થે નિર્માયલું છે, પણ એ હિંદ તે કઈ સ્વતંત્ર અને સ્વાધીન હિંદ છે કે અંગ્રેજ હકુમત તળે અનેક રીતે રૂંધાતું હિંદ છે? એટલે પૃથકકરણ કરતાં હિંદનું રક્ષણ એટલે આજના સંગોમાં તે હિંદમાં વર્ષોથી સ્થાપિત થયેલ અંગ્રેજી હકુમતનું જ રક્ષણ સમજવાનું રહ્યું. હિંદી સૈનિકના શૌર્યને હીણપત લાગે એવું કશું પણ કોઇએ કહેવાની કે સૂચવવાની જરૂર નથી, પણ એ સૈનિકમાં શકય તેટલું શૌર્ય દાખવવાની બળવાન પ્રેરણા જાગે એવી માનસિક ભૂમિકા આજે આપણા દેશમાં અસ્તિત્વ ધરાવતી નથી એ વિષે બે મત હોઈ ન જ શકે. જે આવેગ, મમત્વ અને શુદ્ધ બલિદાનની ભાવનાથી અંગ્રેજ સૈનિક આજે રણભૂમિ ઉપર લડતા હશે તે આવેગ, મમત્વ અને બલિદાનની ભાવના હિંદી સૈનિકમાં શી રીતે સંભવે ? હિંદી સૈનિકના દિલમાં આ માનસિક પલટે નિપજાવ વર્તમાન યુદ્ધના સફળ સંચાલન માટે અતિ આવશ્યક છે એમ કહેવાનો આશય વીલીયમ ફીલીસને હતો અને એ જ આશય ગાંધીની રાજકીય ભાગ ણીએ પાછળ રહુલે છે. વળી પીલીસે કરેલા હિંદી સન્ય ઉપરના ' ' આક્ષેપના ઉત્તરમાં સરકારી પક્ષકારો તરફથી એમ જણાવવામાં આવે છે કે હિંદી સૈનિકા હિંદી લશ્કરમાં કેવળ છાથી જોડાયલ છે. કેઈના ઉપર આ માટે કશો બળાત્કાર કરવામાં આવતા નથી. આ બચાવને શબ્દ શબ્દ આપણે સ્વીકારી લઇએ તે પણ હિંદમાં વ્યાપક ભુખમરાએ તેમ જ લશ્કરી નાકરીના આર્થિક લાભેએ લશ્કરની ભરતીમાં ઘણું મોટો ફાળો આપે છે એ પણ આપણા ચાલુ અનુભવનો વિષય છે. અંગત સંગેનું ભાન કોઈ વ્યક્તિને લશ્કર તરફ ખેંચે એ એક વસ્તુ છે અને માતાનું આહ્વાન થાય અને લાખો હિંદીઓ સ્વયંસ્કૃતિથી પિતાના પ્રાણનું બલિદાન આપવા રાષ્ટ્રધ્વજ નીચે એકઠા થાય એ બીજી જ વસ્તુ છે. અને એ તે જે દેશમાં આઝાદી હોય અને જે પ્રજાની નાડીમાં સ્વાધીનતાનું-સ્વાયત્ત શાસનનું-રૂધિર વહેતું હોય ત્યાં જ શક્ય હોઈ શકે. હિંદની આજની વસ્તુસ્થિતિ વિષે પરદેશીઓની આંખ ફીલીપ્સ પ્રકરણથી કાંઈ ઉઘડવા પામી હેય તે વિ દે તે એટલા પુરતું ફીલીસનું રૂણ સ્વીકારવું જ રહ્યું..
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy