________________
તંત્રી :—
મણિલાલ માકમચંદ શાહ
શ્રી મુંબઈ જૈન ચુવકસ’ધનું પાક્ષિક મુખપત્ર
વર્ષ ૬ ]
પ્રબુદ્
રામાનંદ અને ચમાર
નિયત્ર પ્રમાણે રામાનન્દ્વ ગગા કિનારે પહોંચી ગયા. ગંગાના નિર્મળ જળમાં તેએ ઉભા રહ્યા. પુણ્ય—સલીલા—ભાગીરથીના પ્રવાહ પેાતાના અંતરને ભીંજવીને પવિત્ર કરી દેશે એની રાહુ જોતા એ ઉભા રહ્યા.
મુંબઈ : ૧૫ સપપ્ટેમ્બર ૧૯૪૪ શુક્રવાર
પરંતુ આજે તે એમ ! અ'તરમાં એ પ્રવાહના પાવનકારી પ્રભાવને પ્રેમ પ્રગટતેઃ નથી!
.
સૂર્ય નારાયણુ પણ કનારે કાંઠે આવી પહેાંચ્યા અને એના કિરણા ગંગાના પ્રવાહ સાથે રમવા લગ્યા. પરંતુ રામાનંદના હૃદયમાં છ કા પ્રકાશ જાગતા નથી. જીવનના સત્યનું દશ ન હજી એને થતું નથી. દીન ભાવે રામાનંદ યાચી રહ્યા છે કે એ પ્રકાશ એના જીવનના અધકારને કયારે દૂર કરશે !
પરંતુ હજી એ પ્રકાશ પડતા નથી. અધારના વાદળે હજી વીખરાતા નથી.
રામાનંદ ૮૭ કિનારે ઉભા જ છે. ભાછી મળવા લને આવી પહોંચ્યા. દૂધવાળી બારમાં દૂધ વેચવા ચાલી નીકળી. રામાનંદ ચેત્યા અને પાછા ફર્યાં.
રસ્તામાં પેલે ચમારવાડે આવ્યો. એની ગલીમાં મેં પેઢા. ચામડા-માંસની દુર્ગંધ વાસ આ ગલીમાં પ્રસરી રહી હતી. કુતરા વિખરાયેલા માંસનો ટુકડાઓ અને હાડકાને ચુથી રહ્યા હતા.
ભજન આમલીના પુરાણા ઝાડ નીચે પેાતાની ઝુંપડી પાસે ખેડા હતા. ઉટના ચામડાને એ પીંખી રહ્યો હતા.
રામાનંદ ગુરૂને જોતા જ એ એકદમ ઉભા થઈ ગયા. અને
એક્લ્યા.
“ અરેરે !`પવિત્ર ગંગાનાં સ્નાન કરી તમે આ મેલા લત્તામાં આ મેલી ઝુંપડી આગળ કયાં આવી પહોંચ્યા ?”
રામાનંદ કશુ ખેલ્યા નહિં અને ભજનને ભેટી પડયા. ભજન કષ્ટ સમજી શકયા નહિ. ગદ્ગદ્ન કંઠે અશ્રુ ભીની આંખે એ ખેલ્યા. ગુરૂજી આમ કરી તમારા જીવનને કેમ ભ્રષ્ટ કરી રહ્યા છે?”
રામાનંદ એલ્યા ભજન ! જ્યારે આજે હું ગંગા નદીને કિનારે સ્નાન કરવા ચાલ્યા જતા હતા ત્યારે મે તારા આ વાસ મારતા વાસને છાડી દીધા હતા અને શું ખબર કે એ વાસ પ્રતિના મારા તિરસ્કારમાં હું ગંગા માતાનો પ્રેમ પણ ખાઇ એસ છું! ગંગામૈયા । જગતજનની છે અને ચમારે પણ એના જ બાળક છે એ હું સાવ ભૂલી ગયા.
*ઢાગૅના કાવ્ય પરથી સૂચિત
ગંગા કિનારે હુ ગયો તે ખરો, પરંતુ સ્નાન કર્યાં છતાં મારા હૃદયમાં પ્રસન્નતાની શન્તિ ન પ્રગટી, હુ· ચેત્યા અને ગંગામૈયાના મૂક પકાને મ` સમજી ગયેા. સીધે તારા વાસમાં આગ્યે અને કેટલેા આનંદ ભારામાં પ્રગટી ઉઠ્યા ! તુ પણ ગંગામૈયાના જ પુત્ર છે અને મેલા વાસ મારતા તારા ઝુંપડામાં પણ આખરે તે એ પાવનકારી ગંગામૈયાના આશીર્વાદો જ ઉતરે છંને! તારા સ્પર્શ માત્રથી મારા હૃદયમાં પાછા પ્રસન્નના જાગી ઉઠી. તારામાં મેં એ દિવ્ય વિભૂતિના દર્શન કર્યાં છે અને આજે તે મારે મંદિરમાં જવાની પણ જરૂર નથી.* દિલખુશ .. દિવાનજી
જૈન
Regd. No. B. 4266
લવાજમ રૂપિયા ૩
[અંક ૧૦
મારા જીવનના હેતુ
(અમેરીકન વિદ્વાન શ્રી. વીલયુરેન્ટે મહાત્મા ગાંધીજી, બર્નાર્ડ શો, ૫'ડિત જવાહરલાલ નહેરૂ અને બીન જંગના ત્રીશેક જેટલા મહાપુરૂષોને પોતાતાના જીવનકેતુને સ્પષ્ટ કરવા વિન'તિ કરેલી તેમાં પંડિત જવાહરલાલ નહેરૂએ જે ઉત્તર આપેલા તેના અનુવાદ ‘ગુજરાતી પંચ'ના તા. ૧૮-૬-૪૪ ના અંકમાંથી અતિ સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે, તી)
અમે હિંદુ લોકો માટા વેદાંતપ્રિય મનાએ છીએ પશુ હું તે વેદાંતથી હુંમેશાં ચાર માઈલ દૂરની. દૂર જ રહ્યો છુ, કેમકે પહેલેથી જ મને લાગ્યું છે કે વેદાંતથી મારી બુદ્ધિના ગેટાળે! અધિક વધશે અને તેમાંથી તે મનઃશાંતિ કે કાય પ્રેરણા મળશે નિહ. ધમની મારા મન ઉપર કદી દૃઢ અસર પડી નથી. પાંડિત્ય મેળવવા માટે અને દેખાડવા માટે આપણે બધા કરીએ છીએ તેમ, મેં પણ ઘણાં ભૌતિક શાઓમાં માથું માયુ... અને તેમાં મેં થોડુ મન પરાયું એટલે મારી દૃષ્ટિ વ્યાપક થા; પણ તેથી મારી બુદ્ધિ સ્થિર થઇ નહિં. મારા મનમાં અનેક શકાઓ રહી ગઇ; હું નાસ્તિક જ રહ્યો છું. અને જેના સ્પષ્ટ સ્વરૂપની ઝાંખી નહાતી થઇ એવી સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં મેં મારૂ" મન પરોવ્યુ, અને ધીમે ધીમે જેમ નાની નદીઓ મેટા સાગરમાં વિલીન થઇ જાય તેમ િંદુસ્તાનનું સ્વાતંત્ર્ય એ જ મારૂ′ મોટામાં મેટું જીવનધ્યેય બની ગયુ.
હિંંદુસ્તાનનું સ્વાતંત્ર્ય એટલે કેવળ રાજકીય શાસનને અધિકાર એમ હુ' માનતા નથી. મારાં કાડા બંધુ-ભગિનીઓને દુ:ખ અને ગુલામગીરીમાંથી મુક્ત કરવા માટે મારા દેશને સ્વતંત્ર કરવા જોઇએ એમ મને લાગ્યુ' છે અને મારા દેશ જગતભરના પીડિતેનુ એક પ્રતીક જ છે. એમ મને લાગવાથી મે દેશાભિમાનને માનવજાતિના અભિમાનનુ' સ્વરૂપ આપીને સ` દેશના ગરીબેનુ' જ આ કાય છે એમ ગણીને પ્રયાસ આરંભ્યું.
પણ આ કાર્યોંમાં શકા, કુશકા, નિરાશા એવા ત્રણા અનુભવે થવા લાગ્યા. મથી મથીને જે કાંઇ યેાજના ઘડીએ તેમાં પારાવાર વિઘ્ન આવવા લાગ્યાં. અને જો કર્તવ્ય ગણીને તેને વળગી ન રહ્યો હત તે! મન ગેટાળે ચડી જાત.
પણ ત્યાં મને ગાંધીજીની દોસ્તી થઇ અને અત્યાર સુધી મારા દિલમાં જે ભાવના અને મહત્ત્વાકાંક્ષા હતી તેને માર્ગ મળ્યો અને મતે હું જે સમાધાન શોધતા હતા તે મળ્યુ,
મને સમજાયું' કે ખરૂં. માનસિક સમાધાન સતત કામ કરવામાં છે. તેને સિદ્ધ કરવાને અવિશ્રાંત પરિશ્રમ કરવામાં છે. વિચાર કે વેદાંતમાં આ સમાધાન નથી. અવિરત ઉદ્યોગ એ માનસિક શાંતિ અને સમાધાનના અખૂટ ઝરો મારે માટે થઇ પડયો છે.
અને તેમાં મને જે માનસિક સમાધાન પ્રાપ્ત થયું. તેથી મને જીવનમાં કંઇક હેતુ છે, અર્થ છે એમ દૃઢ વિશ્વાસ બેઠા અને મારા જીવનના જો હેતુ હેાય તે ખીજાના જીવનનેા શા માટે ન હોય ?
હું તા સિપાઇ છું. ઉદ્યોગ અને કષ્ટ ઉપાડવાનું મળે તે ભયે ભયે, એવી પ્રકૃતિના માણસોમાંના એક શ્રુ, તેથી તક શાસ્ત્ર કે ભૌતિકશાસ્ત્રથી સિદ્ધ થાય એવો જવાબ દેતાં મને આવડતું નથી. શાસ્ત્ર, ન્યાય તર્કબુદ્ધિ—બધાની કિંમત હું જાણું છું, પરંતુ તે બધાનું પાંગળાપણું પણ મેં જોયુ છે, અને તેથી તેનાથી જેટલા ઈંટા એટલી વધુ શક્તિ જીવનક્રમં ચલાવવામાં રહેશે એમ મને લાગ્યુ છે. આ પ્રેરણુ; શક્તિને તમે સ્વયં પ્રેરણા કહા અંતઃપ્રેરણા કહે, કે બીજું ગમે તે (અનુસધના પૃષ્ઠે છેલ્લે )