________________
તા. ૧-૯-૪૪
પ્રબુદ્ધ જૈન
૫૩
નિહારની ઉપાધિ ન હોવા છતાં આપણે સ્વાધ્યાય કે ધ્યાન શુદ્ધાં ભાગ્યે જ આચરીએ છીએ. જેટલું વધારે તપ, તેટલું જ સ્વાધ્યાય અને ધ્યાનનું વધારે બળ હોવું જોઈએ. પણ આખા સમાજની સામાન્ય સ્થિતિ આપણને ઉલટ જ પૂરાવો આપશે. જે વધારે તપસ્વી તે વધારે અજ્ઞાન કે શુષ્ક ક્રિયાકાંડી અથવા તે સૂક્ષ્મ વિચાર કરવામાં અને ઉદારતા કે ક્ષમામાં વધારે અસમર્થ. ધ્યાન અને ગમાર્ગને જૈન પરંપરાએ માત્ર નામથી સાચવ્યાં છે. આમ બન્યું છે તેનું કારણ એ છે કે આપણે માત્ર ઉપવાસ, આયંબિલ આદિ બાહ્ય તપમાં જ ઈતિશ્રી માની લઇએ છીએ, અને તેનાથી શો હેતુ સાધવાનો છે તેમજ એ હેતુ ન સધાય તે આપણું ૫ નિરર્થક છે એ વાત ભૂલી જઈએ છીએ.
જ્યારે કેડ ઉપવાસ કરે ત્યારે તે ખાવાની વૃત્તિ ઉપર અંકુશ મુકે એટલું જ બસ નથી, પણ ભૂખનું ખરું દુ:ખ બીજાઓને કેવું થતું હશે એનો તે વખતે જાત અનુભવ કરે. જ્યારે લેશપ્રધાન દેધ પણ જાતનું તપ બીજાના દુ:ખને અનુભવ કરે ત્યારે જ તે સગુણોને જન્મ આપી શકે. બીજાની ભૂખજન્ય દુ:ખના સાચા અનુભવ સિવાય ' બીજા પ્રત્યે મૈત્રી કે સમભાવ ખરા અર્થમાં પ્રગટી જ ન શકે. અને તે સિવાય સાચા અર્થની સેવાવૃત્તિ પણું આવી ન શકે. સમાજ કે રાષ્ટ્રના ધાર પગ માટે આવી મિત્રી અને આ સમભાવ જ આવશ્યક છે અને એ જ તપનું ઉદાત્ત ધ્યેય છે. જે આ ધ્યેય સાધવાની દિશામાં તપ ઉપલેગી ન થતું હોય તે ઉપવાસાદિ તપ કરીએ તેટલી વાર ઉપશાન અને સુષુપ્ત રહેલી વાસનાએ પાછી પારણા પહેલાથી જ સળવા લાગે છે અને ઘણી વાર તો ત્યારબાદ બમણા વેગથી ફાટી પણ નીકળે છે.
જન પરંપરાએ પિતાના તપની સાચી પ્રતિષ્ઠા સ્થાપવી હોય અને તપસ્વી વ્યકિતએ પિતાના મન તેમજ આત્માને ઉન્નત બનાવો હોય તો તેણે તપને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શકિત મેળવવાનું એક સાધન માનવું જેએ. અત્યારે એમ બને છે કે તપ કરનાર તપ કર્યું જાય છે, તેની શારીરિક નિર્બળતા વધતી જાય છે અને તેની અનિવાર્ય જરૂરીઆતોને ભાર બીજા ઉપર આવી પડે છે. આમ છે તે પછી તપસ્વીએ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને માનવસમાજને બીજા કરતાં વધારે ઉપયોગી થવું જોઇએ એ વાત ક્યાં અને આજની તેની પિતાની પરાવલંબિત રિથતિની વાત કયાં તપથી શારીરિક દોષ ટળી ઉત્તરોત્તર શરીરશુદ્ધિ અને સ્વાશ્ચ વધી ન શકે તે એ તપ તેટલે અંશે વિધ્ય લેખાવું જોઇએ. જ્ઞાન, વિચાર વિવેક અને શીળને લગતી માનમિક કે આમિક ગુણ છેડે ઘણે અંશે પણ પિવી ન શકાય તો એ તપ તામસ તપ નહિ તો બીજું શું છે? જેમ ઉપવાસની સંખ્યા મેરી તેમ તે માટે તપની એવી માન્યતાને કહ્યું : ગમે તે જીતનું અને ગમે તેટલું નાનું તપ કરીને અથવા તો કર્યા સિવાય પણ બીજે માગે એવા ગુણો કેળવે તો તે પણ તપસ્વી જ છે એવી માન્યતા વિચારક માણસે પોપની જેમ એ. એને અર્થ એ નથી કે બાહ્ય તપનું જીવનમાં સ્થાન જ નથી. પણ એને અર્થ એ છે કે તે માત્ર શકિતસિંચનું સાધન જોઈએ અને ત્યારે જ તે તપ નામને પાત્ર બને. તપ અર્થ જાનને તાવણીમાં મુકવી એટલો જ નથી, પણ એ તાવણી દ્વારા બ/\'sઓનાં મેલને ગાળી શકિત- ગાય કા એ છે.
પ્રાચીન કાળથી આજ લગી તપને મુખ્ય હેતુ આધ્યાત્મિક મેક્ષ ભાડવામાં આવ્યો છે. પણ એ ભૂલી જવાય છે કે જે શરીર, મન રને આમાથી નિર્બળ હોય તેના મેક્ષ ઈશ્વર પણ સાધી ન શકે. આજે તે આ ચાલુ જીવનમાં જ મોક્ષ સાધવાની સમસ્યા ઉભી થઈ છે. ન૫માં એવી પણ શકિન છે જે સામાજિક અને રાષ્ટ્રીય ગુલામી દૂર કરવામાં કામ લાગે. આપણે ગાંધીજીના તપને શા માટે આદર કરીએ છે એ પ્રશ્નનો જો કોઈ વિચાર કરશે તે તેને સમજાય સિવાય નહિ રહે કે તેમણે દેહદમનને વ્યક્તિ કે રાષ્ટ્રના સગુણા પોષવાના એક સાધન તરીકે વિચાર અને ઉપયોગ કર્યો છે. કાળે કાળે વસ્તુ નાં
મૂલ્યાંકને બદલાય છે. જે વસ્તુઓ ક્યારેક માત્ર આધ્યાત્મિક ઉપરાંત સામાજિક અને રાષ્ટ્રીય મૂલ્ય પણ ધરાવતી થઈ છે, તેવી સ્થિતિમાં દીર્વાદશ આચાર્યો અને વિચારકોનું એ કર્તવ્ય થઈ પડે છે કે જીવનના બધા જ અંશે ઉપર પ્રકાશક ' જ્યોતિ પાથરવાની શક્તિ ધરાવનાર તપનાં હજારો વર્ષથી ઉતરી આવેલ સામાજિક સંસ્કારોને માત્ર રૂઢિમાં જ વિલય પામવા ન દેતાં તેના વિકાસ અને ઉપયોગની દિશા બદલવી. આ દિશાનું સામાન્ય સૂત્ર એટલું જ હોઈ શકે કે તપસ્વી અશકત, જડ, કે નિર્માલ્ય ન હોય; વિશેષ સૂત્ર એ કે જે બીજાઓની અગવડનો ભાગીદાર બને, અને સાથે જ પિતાની સુખ સગવડ બીજાના વાતે મુક્ત કરવાની શક્તિ ધરાવે તે તપસ્વી,
પંડિત સુખલાલજી. " સંધ સમાચાર (મુખપૃષ્ઠથી ચાલુ) સંધની કાર્યવાહક સમિતિ નેંધ લે છે. વિચારભેદના કારણે જ સંધ કે સમાજમાંથી કોઇ વ્યકિતને બહિષ્કાર થાય તે સામે શ્રી મુંબઈ જૈન યુવક સંધને હંમેશાં વિરોધ રહ્યો છે. કોઈ વ્યક્તિ શ્રી. કાનજી મુનિના વિચારેને વધારે આવકારે છે તે જ કારણે તેને સંધ બહિષ્કાર થાય તે આશય સ્થાનકવાસી કન્ફરસની રાજકોટ મુકામે મળેલી બેઠકના નિવેદનને નથી. તેથી આટલા જ કારણે વીંછીઆ કે અન્ય કેઈ સ્થળે ચાલતી સંધ બહિષ્કારની પ્રવૃત્તિ ગેરવ્યાજબી છે અને તે અટકાવવામાં સમાજહિત છે. તેથી લાગતાવળગતાઓને શ્રી. મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ આવી સંધબહિષ્કારની પ્રવૃત્તિ અટકાવવા આગ્રહપૂર્વક વિનંતિ કરે છે.” સંઘની રાહતપ્રવૃત્તિને મળેલી મદદ '
સંધની રાહત પ્રવૃત્તિ પૂર્વવત્ ચાલી રહી છે અને ૬૫ કુટુંબોને સારા પ્રમાણમાં આર્થિક રાહત અપાઈ રહી છે. એ ઉપરાંત સુતર કંતામણ ચાલુ દરથી બમણું આપવાની યોજના પણ ચાલે છે, જે કે આ યોજનાનો લાભ બહુ ઓછી વ્યક્તિઓ લે છે. આ પ્રવૃત્તિને અંગે તા. ૧-૭-૪૪ થી આજ સુધી સંધને નીચે મુજબ આર્થિક મદદ મળી છે જેની સાભાર નેધ લેવામાં આવે છે. ૨૦) એક મિંત્ર તરફથી (સુતર કંતામણ રાહત માટે) ૧૭૫ શ્રી. ઘેલાભાઈ હાથીભાઇ ઝવેરી (રૂ. ૧૦૦ બીપીનના સ્મરણમાં
અને રૂ. ૭૫ તે પહેલા માળેલા-બંને રકમ બહેનોને મદદ - આપવા માટે) ૧૦] શ્રી. શંભુલાલ કલ્યાણજી ૧૦૦ શ્રી. પ્રેમચંદ વેલજી મહેતા પJ Aી. કાન્તાબહેન મંગળદાસ તલસાણીયા
રૂા. ૬૨૬* શ્રી. મ. એ. શાહ વાંચનાલય–પુસ્તકાલય
શ્રી. મણિલાલ મોમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય–પુસ્તકાલયની પ્રવૃત્તિને મુંબની જનતા બહોળા પ્રમાણમાં લાભ લઈ રહી છે. વાંચનાલયમાં હંમેશા ૧૦૦ થી ૧૨૫ ભાઈઓ વાંચવા આવે છે. પુસ્તકોને ઉપાડ પણ બહુ જ સારો રહે છે. પુસ્તક ખરીદવા માટે પુસ્તકાલય સમિતિએ રૂ. ૧૦૦૦ મંજુર કર્યા છે જેમાંથી રૂ. ૫૦૦ લગભગની કીંમતનાં પુસ્તક ખરીદાઈ ચુક્યાં છે. પુસ્તકાલયને નીચે મુજબ પુસ્તકો ભેટ મળ્યાં છે. ૧૭ છે. વૃંદાવન નથ્થુભાઈ " }, જીવણલાલ જેઠાભાઈ ૩ , નગીનદાસ દામોદરદાસ ૨ ,, મનસુખલાલ હિરાલાલ ૧ , સાંકળચંદ સેભાગમલ આ ગૃહસ્થને આભાર માનવામાં આવે છે.
મંત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સંધ,