________________
શ્રી મુંબઈ જૈન ) યુવકસંઘનું પાક્ષિક .
મુખપત્ર મણિલાલ મોકમચંદ શાહ
છે. વર્ષ ૬ ]
Regd. No. B.
4266 લવાજમ રૂપિયા ૩
મુંબઈ: ૧૫ ઓગસ્ટ ૧૯૪૪ મંગળવાર
[ અંક ૮
પર્યુષણ વ્યાખ્યાનમાળા " શ્રી મુબઈ જન યુવક સંધના આશ્રય નીચે પંડિત સુખલાલજીના અધ્યક્ષપણ નીચે તા. ૧૬-૮-૪૪ બુધવારથી તા. ૨૩-૮-૪૪ સુધી નીચે જણાવ્યા મુજબ વ્યાખ્યાનની યેજના કરવામાં આવી છે. શરૂઆતના સાત દિવસ વીલભાઈ પટેલ રેડ ઉપર આવેલ આનંદભુવનની વ્યાખ્યાનશાળામાં સવારતા ૮ થી ૧૧ સુધી હંમેશાં બે વ્યાખ્યાન આપવામાં આવશે અને આઠમા દિવસે તા. ૨૩-૮-૪૪ બુધવારના રોજ કાલબાદેવી રોડ ઉપર આવેલ ભાંગવાડી થીએટરમાં સવારના ૮ થી ૧૧ સુધી વ્યાખ્યાન સંમેલન ભરવામાં આવશે. પ્રત્યેક દિવસનાં વ્યાખ્યાને વખતસર શરૂ કરવામાં આવશે. અણધાર્યા કારણોસર વ્યાખ્યાતા તેમજ વ્યાખ્યામાં જરૂરી ફેરફાર કરવાને અવકાશ રહેશે. સર્વે ભાઈ બહેનને વખતસર હાજર રહેવા અને વ્યાખ્યાને ચાલતા હોય તે દરમિયાન પુરી શાન્તિ અને શિસ્ત જાળવવા પ્રાર્થના કરવામાં આવે છે. વ્યાખ્યાનક્રમ નીચે મુજબ ગોઠવવામાં આવ્યું છે. સમય ૯ થી ૧૧ સ્થળ: આનંદ ભુવન
૧૬-૮-૪૪ થી ૨૨-૮-૪૪ સુધી. તા. ૧૬ બુધવારે પંડિત સુખલાલજી
પર્યુષણ વ્યાખ્યાનમાળા પાછળ રહેલી દષ્ટિ પંડિત દરબારીલાલજી
પ્રણમ્ય ... ૧૭ ગુરૂવાર
શ્રી ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ) : મારાં અને અન્યનાં કાવ્ય - પંડિત દરબારીલાલજી
શબ્દ અને અર્થ તા. ૧૮ શુક્રવાર પડત સુખલાલજી
ધાર્મિક શિક્ષણ શ્રી. મનુભાઈ વૈધ
ધર્મ અને રાષ્ટ્રીયતા તા. ૧૮ શનીવાર
શ્રી. કનૈયાલાલ મા. મુનશી
આર્ય સંસ્કૃતિમાં જૈનને ફાળો શ્રી. ઈન્દુમતીબહેન મહેતા
યુગ ધમ તા. ૨૦ રવિવાર
શ્રી. મેતીચંદ ગી. કાપડીઆ
ગણધરવાદ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ
સેક્રેટીસ તા. ૨૧ સોમવાર
શ્રી. ઇન્દુમતીબહેન મહેતા
ધાર્મિક જીવન શ્રી. કૃષ્ણલાલ વર્મા
અહિંસા અને અમારે ધમ તા. ૨૨ મંગળવાર
શ્રી. હરભાઈ ત્રિવેદી *
માનસિક સ્વાધ્ય શ્રી. સ્પામબહાદુરસિંહ ઠાકુર
જૈન સંત અને હિંદી સમયથી લા થી ૧૨ સ્થળ: ભાગવાડી થીએટર
' તા. ૨૩-૮-૪૪ : તા. ૨૩ બુધવાર
શ્રી. ગણેશ વાસુદેવ માવળંકર
અહિંસાની પ્રાપ્તિ અને તેની વ્યવહારૂ મર્યાદાઓ શ્રો. ઝવેરચંદ મેઘ ણી
જેને સુવર્ણયુગ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ, તા, કતા. ૨૦-૮-૪૪ રવિવારના રેજની પર્યુષણની વ્યાખ્યાનસભા આનંદભુવનને બદલે ગોવાળીયા ટંક રોડ ઉપર આવેલ શ્રી મહાવીર જૈન
- વિદ્યાલયની વ્યાખ્યાન શાળામાં મળશે.
સંધના સભ્યોને વિજ્ઞપ્તિ પણું ઘણું વ્યાખ્યાનમાળામાં ભાગ લેવા માટે આવતા સંધના સભ્યને આ વર્ષનું ચઢેલું લવાજમ સાથે લેતા આવવા આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે. કેટલાક અનિવાર્ય સંગને લીધે સભ્યનાં ચાલુ વર્ષનાં લવાજમે બહુ જ ઓછાં વસુલ થયાં છે. આ વર્ષ પુરૂ થવા આવ્યું છે. સંધને કલાર્ક ઘણુ ખરા સભ્યથી અજાણ્યો છે. જો ચાલું લવાજો વખતસર વસુલ ન થાય તે સંધના ચાલુ વહીવટમાં મેટી ખોટ આવે અને તેનું પરિણામ સંધની અનેકવિધ પ્રવૃત્તિઓને સંકેલવામાં આવે. સંધના સભ્ય પિતતાનાં લવાજમ પર્યુષણ દરમિયાન ભરી દઈને અમારી આ બાબતની ચિંતા હળવી કરે એ જ વિનંતિ. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ.
પ્રબુદ્ધ જૈનનું સાંકડું કદ સરકારી વટહુકમે પ્રબુદ્ધ જૈનને હીંગણું બનાવી દીધું છે અને પિતાના વિશાળ વાચક વંદને વિવિધ વાંચન સામગ્રીથી પ્રબુદ્ધ જૈન
જે સંતોષ આપી શકતું હતું. તે અશકય બનાવી દીધું છે. ન્યુસરીન્ટ . ઉપર પ્રબુદ્ધ જૈન છાપવાની પરવાનગી મેળવવાની તજવીજ ચાલુ છે
અને એવી પરવાનગી મળે મૂળ કદ મુજબ પ્રબુદ્ધ જૈન છાપવાનું શકય બને તેમ છે. આ અમારી તજવીજનું હજુ પરિણામ આવ્યું નથી પણ થોડા સમયમાં અમારો પ્રયાસ સફળ થવા ધારણા છે. પ્રબુદ્ધ જૈનના વાંચકાને અને ગ્રાહકોને આજે ખમવી પડતી ખેટને બદલો વર્તમાન બંધનથી મુકત થયે પુરા પ્રમાણમાં આપવાની અમારી ધારણા છે. તેવા એ
અણમ આપવાની અમારી ધારણા છે. તેથી આજે અમારી અસહાય સ્થિતિને પુરા સભાવથી નિભાવી લેવા પ્રબુદ્ધ જૈનના ગ્રાહકોને અમારી નમ્રભાવે પ્રાર્થના છે.
તંત્રી, પ્રબુદ્ધ જૈન શેઠ નેમચંદ અભેચંદને સ્વર્ગવાસ મેતીના ધરમના કાંટાના પ્રમુખ અને ગાડીજીના મંદિરના ટ્રસ્ટી શેઠ નેમચંદ અભેચંદના અવસાનની ખેદપૂર્વક નેંધ લેવામાં આવે છે. તેઓ સુરતના વતની હતા. તેમને સ્વભાવ ભારે મીલનસાર હતું અને તેમના સર્વ વ્યવહારમાં ઉંચા પ્રકારની સુજનતા તરી આવતી હતી. તેમના અવસાનથી મુંબઈના જૈન સમાજને એક આગેવાન સુપ્રતિષ્ઠિત ગૃહસ્થની ખેટ પડી છે. તેમના આત્માને પરમ શાન્તિ મળે !
તંત્રી.