________________
૧-૮-૪૪
યાતના તેમ જ આપેલાં બલિદાનાના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. પણ સત્ય અને અહિંસાના ગજથી માપતાં લેકાએ પેાતાના આવેગનુ જે પ્રદશન કર્યુ છે તેમાં સ્પષ્ટપણે દેખાય તેવી કેટલીક ત્રુટિઓ હતી અને હું એટલુ' જ માત્ર કહી શકું કે આ ત્રુટિઆને લીધે હિંદુસ્થાન પેાતાના સ્વાભાવિક લક્ષ્યને હાંસલ કરી ન શકયુ.... બીજો તફાવત એ છે કે દેશમાં ઉત્તરાત્તર વધતા જતેા ભયંકર ભુખમરે ચાલી રહ્યો છે. આ ભુખમરા ઇશ્વરી કેપને લને છે કે સત્તાધીશાના શિથિલ અથવા તે બીનઆવડતભર્યાં વહીવટને લીધે છે કે વર્તમાન વિશ્વવિગ્રહનું સર્વ સામાન્ય પરિણામ છે તે બાબત · અહિં પ્રસ્તુત નથી.”
પ્રબુદ્ધ જૈન
ઉપર જણાવેલ મહદ્ સ્થિયન્તર લક્ષ્યમાં લઇને ગાંધીજીએ પેાતાનુ ઉદ્દામવણુ મ્યાન કયુ" છે અને ઉપરની માંગણીઓ રજુ કરી છે. એ માંગણી જો સરકાર સ્વીકારવાને તૈયાર હાય તા ગાંધીજી જણાવે છે તેમ તે તેથી સતેષ માનવા અને કોંગ્રેસની કાય વાહક સમિતિના સભ્યાને મળવાની સગવડ મળતાં આ બાબતને તેમની પાસે સ્વીકાર કરાવવાની દિશાએ પોતાથી અનતા પ્રયત્ન કરશે.
ગાંધીજીની માંગણીઓનું ધોરણ ક્રીપ્સની યાજનાને તદ્દન મળતુ નથી. એમ છતાં પણ એ ચેોજનાથી બહુ દૂર પણ જતું નથી. ક્રોપ્સ સાથેની વાટાઘાટ વાઇસરોયની હિંદી પ્રજા મંડળ પાસે બ્રીટનના રાજવી જેવી અને જેટલી જ સત્તા રહેવી જોઇએ એ મુદ્દા ઉપર ભાંગી પડી હતી. આ મુદ્દાને આગળ ધરીને ગાંધીજીએ તે ઉપર ખાસ ભાર મૂકયા છે. ક્રીપ્સની યોજના મુજબ યુદ્ધ સમાપ્તિ બાદ હિંદના આગેવાન રાજકીય પક્ષો એકત્ર થઇને જે બંધારણ રજુ કરે તે અંગ્રેજ સરકારે કબુલ કરવાનું હતું. ગાંધીજીની યોજના મુજબ યુદ્ધ પુરૂ થતાં વેંત હિંદને બધી રીતે સ્વાધીન અને સ્વતંત્ર બનાવવાની અંગ્રેજ સરકારે આજથી જ પાકી બધધરી આપવાની રહે છે. આટલી બાબતે બાદ કરીએ તે ક્રીપ્સ સાથેની વાટાઘાટ ચાલતી હતી તે કક્ષા ઉપર જ આજે ગાંધીજી હિંદી રાજકારણને લાવીને મૂકે છે. ક્રીપ્સના જવા ખાદ વીટ ઇન્ડી'ની ગાંધીજીએ ધેાત્રા શરૂ કરી અને ઋગસ્ટની આમીના અંગ્રેજ સરકારને પડકાર કરતા કોંગ્રેસને હરાવ થા. એ હકીકતે ધ્યાનમાં લેતાં આજે ગાંધીજીએ કોઇપણ રીતે સરકાર સાથે સમાધાની કરવા ખાતર થોડી પીછેહઠ કરી છે એમ બુલ કર્યાં વિના નહિ ચાલે. એક પત્રકારે માં જ તેમને સૂચવેલું કે કેટલાક ટીકાકારો આપની છેલ્લી દરખાસ્તને મેટી પીછેહઠ જેવી ગણે છે. તેના જવાબમાં ગાંધીજીએ જણાવેલું કે કાઇ પણ પાછા પગલાં ભરવાથી આઝાદીની પ્રાપ્તિ શકય બનતી હાય ! તેવી પીછેહઠ કરવામાં હું જરાપણ સંકોચ કરૂ નહિ.' વળી સરકાર તરફથી તેમજ તેમના પ્રતિનિધિએ તરફથી અવારનવાર જાહેર કરવામાં આવ્યુ છે કે ક્રીપ્સ પાછા ગયા પણ તેની યોજના તે ઉભી જ છે. આવી જાહેરાત પાછળની નિષ્ઠા સ્વીકારીને જો અંગ્રેજ સરકાર આજની રાજકારણી મડાગાંઠના નિકાલ લાવવાને ખરેખર તત્પર હાય તે। તરત જ પકડી લઇ શકાય એ રીતે ગાંધીજીએ પેતાના હાથ લંબાવ્યા છે. કેટલાકને ગાંધીજીની પીછેહઠથી બહુ જ આધાત લાગ્યો છે અને દેશના આઝાદીજગને ગાંધીજીએ આ રીતે ભારે ફટકો માર્યાં છે એમ તેઓ માને છે. આમ વિચારનારા અને માનનારા પાસે દેશની આજની વાસ્તવિક પરિસ્થિતિનું સાચું માપ નથી એમ કહ્યા વિના નહિ ચાલે. રાષ્ટ્રીય રાજકારણના સુત્રધારે પ્રજાના બળાબળના અને આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિના પુરેપુરા ખ્યાલ રાખીને ચાલવુ જોઇએ અને સમગ્ર સયોગાના ખ્યાલ કરતાં બે ડગલાં પાછા હાવુ પડે તે તેમ કરતાં જરા પણ સંક્રાચાવું ન ઘટે. ગાંધીજીની આ આખી હીલચાલ પાછળ રાષ્ટ્રને સ્વાધીન બનાવવું એટલે જ માત્ર ગાંધીજીને ઉદ્દેશ નથી, પણ આજે ચાલી રહેલા વિશ્વયુદ્ધમાં હિ'નુ' નસીબ જે પક્ષ સાથે જોડાયલુ છે તે પક્ષને હિંદ પાતા તરફથી પુરેપુરા સહકાર કેમ આપી શકે એટલું જ નહિ પણ તે પક્ષને મેટામાં મેટી નૈતિક પ્રતિષ્ટાં કેમ મળે અને આવા
૫
મહાન યુદ્ધનો અંત માનવજાતના પરમ કલ્યાણ અને ઉન્નતિની દૃષ્ટિએ કેમ વધારે સફ્ળ અને સાર્થક અને—એ પણ ગાંધીજીની એટલી જ ચિંતાના વિષય છે. એ ઉપરાંત કેંગ્રેસી ભાંગફેાડની સરકારી પુસ્તિકાને ગાંધીજીએ જે ઉત્તર આપ્યા છે. તે વધારે બારીકીથી વિચાર કરતાં માલુમ પડે છે કે ઓગસ્ટની આમીએ ગાંધીજીએ જ્યારે અખિલ હિંદ મહાસભા સમિતિ પાસે પેાતાને દેશભરમાં સવિનય ભંગની લડત ચલાથવાની સત્તા આપનારા ઠરાવ કરાવ્યો ત્યારે સુરતમાં જ લડત શરૂ કરવાની ગાંધીજીને કાઇ કલ્પના જ નહેાતી. વાઇસરોયને મળીને કોઇ પણ ચેગ્ય સમાધાનીને માગ જરૂર હાથ લાગશે અને સવિનય ભંગની લડતમાં દેશને ઘસડવાની જરૂર નહિ પડે એવી તેમને શ્રદ્ધા હતી. સવિનય ભંગ તે કેવળ આખરી ઉપાય હતા. એટલે દેશ જ્યારે લડતની તમન્ના સેવી રહ્યો હતા ત્યારે ગાંધીજી તે વખતે પણ સમાધાનીના પ્રકારે જ ચિન્હવી રહ્યા હતા અને તે પણ મિત્ર રાજ્યોને બને તેટલા મદદરૂપ થવાના હેતુથી. કેટલાકને એવા આક્ષેપ છે કે રાજગે પાલાચાય, ભુલાભાઇ, મુનશી જેએ આ લડત વિષે મૂળથી અલગ રહ્યા હતા તેમના જેવા નરમ અને વિનીત પ્રકૃતિના આગેવાના સાથેતી ચર્ચાને લીધે ગાંધીજી ઢીલા પડયા છે અને તેથી આવી માંડવાળ કરવાને તે લલચાયા છે. આમ જેએ આક્ષેપ કરે છે. તેઓ ગાંધીજીની રાજકારણી બુદ્ધિના ખરેખર બહુ જ ના આંક આંકે છે. શું ગાંધીજી એટલા બધા ભક્ષુધ્ધિ અને દેશને શું દેરવણી આપવી તે સબંધમાં કેવળ પરબુદ્ધિનું અવલંબન લઈને ચાલનારા છે કે ગરમ માણસ ગાંધીજીને ગરમ બનાવી શકે અને નરમ માણસ ગાંધીજીને નરમ બનાવી શકે ? ગાંધીજી જેલમાં બેઠાં બેઠાં પણ દેશની પરિસ્થિતિથી સારી રીતે વાર્કગાર 'હતા. વળી છુટા થયા બાદ દેશની આજે શુ' સ્થિતિ છે તેને વાસ્તવિક ખ્યાલ તેમના જેવા અનુભવી દૃષ્ટાને આવતાં કેટલીવાર લાગે ? તેમની આંખ સામે દેશનુ દર્શન સદા જીવતું અને જાગતુ છે. મુનશી અને ભુલાભાઇના દેરવાયા ગાંધીજી દેરાશે ત્યારે ગાંધીજી ગાંધીજી નહિ રહે. નક્કર હકીકત તા, દેશની તેમજ દુનિયાની આજની પરિસ્થિતિ, હિંદી જનતાની પાર વિનાની દુર્દશા અને આપણા સના બળાબળને લગતા સાચા ભાનમાંથી ગાંધીજીએ આજે શું શકય છે અને શું શકય નથી, શુ ચેાગ્ય છે અને શુ ચેાગ્ય નથી તેને સાર તારવી કાઢયા છે અને આજે જે માંગણીઓને કોઈ પણ સમજદાર માનવી–આ દેશને કે પરદેશને—અવગણી કે ડેલી ન શકે તેવી માંગણીઓ રજુ કરીને ડૅમેક્રસી, આત્મનિય ક્રિપ્સની યાજના, આટલાન્ટિક ચાર્ટર, વગેરેની ઉદ્વેષણા કરનાર 'અ'ગ્રેજ સરકારને કસોટીના ચક્ર ઉપર તેમણે ચઢાવેલ છે. હિંદભરમાં ગાંધીજીની માંગણીઓના વ્યાજબીપણા વિષે એમત છે જ નહિ. સૌ કોઇ એક અવાજે પાકારીને સરકારને કહી રહ્યા છે કે ગાંધીજીની વાત
ખુલે અને મડાગાંના અન્ત આણા. આ બાબતમાં અંગ્રેજ સરકારનુ’ શું વળષ્ણુ છે તેની હજી ખબર પડી નથી. ખાસ આશાજનક ચિહ્ના તે હજુ દેખાતા નથી એમ છતાં પણ પાર્લામેન્ટમાં થનારી ચર્ચા સુધી આપણે રાહ જોઇએ. ગાંધીજીની માંગણીઓને ન ફેલવાની ભગવાન ત્યાંના સત્તાધીશોને સત્બુદ્ધિ આપે ?
( અપૂર્ણ)
પાનંદ.
આગામી પપણ વ્યાખ્યાનમાળા,
દર વર્ષે માફ્ક આ વર્ષે પણ શ્રી મુંબ′ જૈન યુવક સધ તરફથી પંયું`ષણ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે. આ વ્યાખ્યાનમાળા તા. ૧૬-૮-૪૪ બુધવારથી તા. ૨૭-૮-૪૪ બુધવાર સુધી ચાલશે. શરૂઆતના સાત દિવસ સી. પી. ટેક ઉપર આવેલ હીરાબાગની ‘ બ્યાંખ્યાનશાળામાં જુદા જુદા વિદ્વાન વ્યાખ્યાતાઓ તરફથી હંમેશા ૯ થી ૧૧ સુધીમાં એ વ્યાખ્યાને આપવામાં આવશે. વ્યાખ્યાન અંગેની વિગતવાર માહીતી તેમજ આઠમા દિવસના સમય અને સ્થળની સૂચના આવતા એકમાં આપવામાં આવશે.
મત્રી, મુઈ જૈન યુવક સધ,