SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧-૮-૪૪ - - ----- --- - -- -- --- सच्चस्स आणाए उबलिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુદ્ધ જૈન सत्यपूता बदेवाचम् ઓગસ્ટ ૧ ૧૯૪૪ દેશનું પલટાતું જતું રાજકારણ. સાધારણ રીતે દેશમાં બનતા અગત્યના રાજદારી બના સંબંધે પ્રબુધ્ધ જૈનના વાંચકોને વખતસર માર્ગદર્શન આપતા રહેવું એ પ્રબુદ્ધ જૈનને ચાલુ શિરસ્ત છે. એ ધરણે રાજદ્વારી પરિસ્થિતિને અંગે ન્યુઝ ક્રેનીકલના ખબરપત્રી શ્રી ટુઅર્ટ ગેલ્ડરને ગાંધીજીએ આપેલી મુલાકાતના પરિણામે પ્રગટ થયેલા નિવેદનની તેમજ હિંદુ મુસલમાન પ્રશ્ન પરત્વે ગાંધીજીની અનુમતિપૂર્વક શ્રી. રાજગોપાલાચાર્યો બહાર પાડેલ યોજનાની ગયા અંકમાં સમાલોચના આવવી જોઈતી હતી, પણ આ બન્ને વિષયમાં ગાંધીજીનું અમુક જ વળણ અને અમુક જ માન્યતા હોઈ શકે એવા પુર્વાપર બનેલી ઘટનાઓ, ઉપરથી બંધાયેલા ખ્યાલો , સાથે સરખાવતાં ઉપર જણાવેલા નિવેદન બહુ જુદા પ્રકારના લાગવાથી મારા જેવા કેટલાયને અણધાર્યો આંચકો લાગ્યું હતું. આવી મનોદશામાં પ્રસ્તુત વિષયની સમાલોચના કરવા જતાં મારાથી ગાંધીજીને રખે અન્યાય થઈ બેસે અને તેમના વિષે કઈ પણ પ્રકારની ગેરસમજુતી ફેલાવવામાં રખેને હું નિમિત્ત થઈ બેસું એ ભીતિથી ગયા અંકમાં એ બન્ને બાબતો વિષે મૌન ધારણ કરવું ઉચિત ધાયું હતું. ત્યાર પછીના પખવાડીમાં ગાંધીજીએ છુટાછવાયાં નિવેદનમાં ઘણી સ્પષ્ટતા કરી છે. એ સ્પષ્ટતાના પ્રકાશમાં ગાંધીજીનાં આજનાં મન્તવ્યોની સમાલોચના કરવામાં હવે કશું જોખમ કે નુકસાન થવાનો સંભવ નથી એમ સમજીને નીચેની વિચારમાળા રજુ કરું છું. " . . सर्वनाशे समुत्पन्ने अधं त्यजति पंडितः । ગયા મે માસની છઠ્ઠી તારીખે અતિ નાદુરસ્ત તબિયતના અંગે ગાંધીજીને સરકારે જેલવાસથી મુક્ત કર્યા ત્યારબાદ મેની વીસમી તારીખે ગાંધીજીએ શ્રી. જયકરને એક પત્ર લખ્યો જેમાં તેમણે જણાવ્યું કે એગસ્ટને હરાવ તે પાછો ખેંચી શકે તેમ છે જ નહિ.તે ઠરાવ તેમને શ્વાસોચ્છવાસ સમાન છે. ત્યારબાદ કારાવાસ દરમિયાન સરકાર સાથે થયેલ ગાંધીનો આખો પત્રવ્યવહાર બધા દૈનિક પત્રોમાં પ્રગટ . જેની અંદર “૧૯૪૨ ની કોંગ્રેસની ભાંગફેડ” એવા મથાળાથી સરકારે કેટલાક વખત પહેલાં કોગ્રેસ ઉપરના એક મોટા તહોમતનામાં સમી પુસ્તિકા બહાર પાડેલી તેમાંના દરેક મુદ્દાને ગાંધીજીએ બહુ જ સખ્ત અને સચોટ જવાબ આપેલ. આ બન્ને ઘટનાઓ આપણને એક જ અનુમાન ઉપર ખેંચે જતી હતી કે ૧૮૪૨ ના ઓગસ્ટ માસની ૮મી તારીખે દેશના રાજકરણ પરત્વે “કવીટ ઇન્ડીઆ’–‘હિન્દ છોડી જાઓ – એ ઉદ્દઘોષણાદ્વારા વ્યક્ત થતું ગાંધીજીનું જે મકકમ તેમ જ ઉદ્દામ વળણ હતું તેવું ને તેવું જ વળણુ અને માનસ આજે પણ ગાંધીજીનું છે. તેમાં વળી ગાંધીજીએ જરા નીચે ઉતરીને નામદાર વાઈસરાયને મળવાની માંગણી કરી અને વાઈસરાય સાહેબે એ માંગણીને નકારી ત્યાર પછી તો બીજી કોઈ વાટાઘાટ કે બાંધછોડને માર્ગ રહેતો જ પછી તો બીજી કોઈ વાટાઘાટ કે બાપછાડની માગ રહેતા જ નથી અને જેવી પોતાની તબિયત સારી થાય કે તુરત જ પિતાને જ્યાંથી લાવ્યા ત્યાં પાછો લઈ જવાનું સરકારને કહેવરાવવાનું જ માત્ર ગાંધીજી માટે અવશેષ રહે છે એવી છાયા આપણા સર્વના મન ઉપર ઉભી થઈ હતી. આ આમ આજે કેટલાક સમયથી હિંદી રાજકારણમાં ઉભી થયેલી મડાગાંઠના ઉકેલની કોઈ પણ શક્યતા નજરે પડતી નહોતી. યુદ્ધનું પાસું બદલાતાં સરકારનું વળણ વધારે ને વધારે અકડ બનતું જતું હતું. બીજી બાજુએ “કવીટ ઇન્ડીઆ’ની ઉષણ કરનાર ગાંધીજી ૧૯૪૨ ના ઓગસ્ટની આઠમી તારીખના ઠરાવમાં કાના માત્રાને પણ ફેરફાર કરવાને તૈયાર નહોતા. તે પછી સરકાર માંગે છે તેમ તે ઠરાવ પાછા ખેંચવાનું તે શકય જ કેમ બને ? આમ બંને બાજુએ પાકી ભડાગાંઠ ઉભી થયેલી જોવામાં આવતી હતી. આવા તિમિર અંધકાર વચ્ચે ગાંધીજીએ એકાએક જાહેરાત કરી કે ૧૮૪૨ ના ઓગસ્ટને હરાવ તે એમને એમ જ રહેશે પણ પિતે કારાવાસી થયા ત્યારથી તે ઠરાવઠારા પિતાને અપાયેલી દેશભરમાં સવિનય ભંગની લડત ચલાવવાની સર્વ સત્તાધીશ તરીકેની સત્તા ખલાસ થઈ છે. એટલે એ ઠરાવ તે એમને એમ રહ્યો, પણ સરકારની દૃષ્ટિએ તે ઠરાવમાં રહેતો ખ ગાંધીજીએ દૂર કર્યો. ત્યારબાદ “ન્યુઝ ક્રેનીકલ’ના ખબરપત્રી શ્રી ટુઅર્ટ ગેલરને તેમણે લાંબી મુલાકાત આપી અને તે મુલાકાતને સાર તેણે એકાએક અણધારી રીતે બહાર પાડે જેને ગાધીજીએ ત્યારબાદ બહાર પાડેલાં નિવેદનથી સમર્થન મળ્યું. આ નિવેદને દ્વારા ગાંધીજીએ કેટલીક એવી માંગણીઓ રજુ કરી કે જેને સરકાર સ્વીકાર કરે તો આજની મડાગાંઠને સુરતમાં અન્ત લાવી શકાય. એ માંગણીઓ ટુંકાણમાં નીચે મુજબ છે. ૧. સંપૂર્ણ સ્વાધીનતાની સ્પષ્ટ અને તાત્કાલિક જાહેરાત કરવામાં આવે. એ જાહેરાતના અમલ યુદ્ધ સમાપ્તિની સાથે આપોઆપ શરૂ થઈ જાય. ૨. યુદ્ધકાળ દરમિયાન સંપૂર્ણ અને નિરપવાદ દીવાની (Civil) સત્તા જેના હાથમાં સુપ્રત થએલી હોય એવી રાષ્ટ્રીય સરકાર ઉભી કરવામાં આવે. પ્રધાન મંડળની નિમણુક વડી ધારાસભા કરે. એ નિમણુક બધા અગત્યના રાજદ્વારી પક્ષમાંથી થાય. વાઈસરોયની સ્થિતિ એ રાષ્ટ્રીય પ્રધાન મંડળ પરત્વે બ્રિટિશ કેબીનેટ પર બ્રિટનના રાજવીની જે સ્થિતિ છે તેવીજ બરોબર રહે. વટહુકમોનું રાજ્ય બંધ થાય અને જવાબદારીવાળા પ્રધાન મંડળનું રાજ્ય એના સ્થાને આવે. આમાં રક્ષણ ખાતાને પણ સમાવેશ થાય છે. ૩. હિંદની ધરતી ઉપર જે હિંદી તેમજ સાથી સૈન્ય લડી રહ્યાં હોય તેમની સરદારી વાઈસરાય અને હિંદના સર સેનાધિપતિના હાથમાં રહે. યુદ્ધનું સંચાલન તેઓ કરે પણ રક્ષણ ખાતું જવાબદાર હિંદી પ્રધાન મંડળને હસ્તક હોઈને યુદ્ધ સંચાલનને અંગે રાષ્ટ્રીય સરકાર સૂચનાઓ તેમજ ટીકાઓ કરી શકે. ૪. યુદ્ધ માટે જરૂરી એવા હવાઈ મથક, બંદરો, ખુલ્કી થાણુઓ, સેતુઓ વગેરેને ઉપર યુદ્ધકાળ પુરતે રાષ્ટ્રીય સરકાર સર સેનાધિપતિને કરવા આપે એટલે કે યુદ્ધ ખતમ થતાં એ કબજે આપોઆપ વિસર્જન થાય. ૫. હિંદની ધરતી ઉપર લડાતાં સાથી રાજ્યના યુદ્ધના ખર્ચને બજો સોથી રાજ્યો ઉપાડે. ૬. પ્રાંતમાં યુદ્ધાભ પૂર્વે પ્રજાકીય પ્રધાનમંડળે હતાં તેવા ફરી પાછાં અસ્તિત્વમાં આવે અને આજે ચાલી રહેલા ગવર્નર–રાજ્યને અન્ત આવે. - આ સાથે ગાંધીજીએ વિશેષતઃ સ્પષ્ટ કર્યું છે કે ઓગસ્ટના ઠરાવની રૂઇએ પિતાને મળેલી સત્તા તો ખતમ થઈ છે એમ છતાં પણ હિંદી જનતા ઉપરના પિતાનું પ્રભુત્વને લક્ષ્યમાં લઈને પિતે ધારે તે સવિનય ભંગની લડત શરૂ કરી શકે તેમ છે પણ હલતુરત તેમનો તે કશે ઈરાદો નથી કારણ કે ૧૯૪૨ ની અને આજની પરિસ્થિતિમાં પણ ફેર પડી ગયું છે અને તેથી ૧૯૪૨ ની સ્થિતિનું આજે પુનરાવર્તન કરવું શકય નથી. આ સ્થિત્યન્તર ક્યા પ્રકારનું છે એ મુદાને સ્પષ્ટ કરતાં ગાંધીજી જણાવે છે કે “એક તફાવત એ છે કે એ વખતે કોંગ્રેસવાદી અને બીનસવાદી લોકો આઝાદીના સંગ્રામમાં કેટલે અને કેવા ફાળે આપશે તેને મને પુરે ખ્યાલ નહતો. અત્યારે આ બાબતને મને સ્પષ્ટ ખ્યાલ આવ્યો છે. જે લોકેએ આ લડતમાં ભાગ લીધે તેમણે બતાવેલી બહાદુરી અને વેઠેલી
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy