SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 08 સર પ્રબુદ્ધ જૈન અહિંસા બુધ્ધિ પણુ વગેાવાય છે. આપણે આશા રાખીએ કે હજુ - પણ આ આચાર્યાં સમયને એળખે અને શિષ્યા વધારવાના મેહથી મુક્ત બનીને અંદર વધતા જતા સડા સાફ કરે કે જેથી સાધુ સંસ્થા તરફ્ લેાકેાને વધતે જતે અનાદર ઘટે અને ધમ પ્રત્યેના આદર વધે. ગૃહલગ્નના ઘણાજનક કીસ્સો કેટલાક સમય પહેલાં ખંડવા મુકામે ગભીરમલજી નામના આશરે ૭૦ વર્ષના એક વૃદ્ધ જૈન શ્રીમાનનું શ્રી લક્ષ્મીબાઇ નામની એક નાની ઉમ્મરની કન્યા સાથે લગ્ન થયેલુ એ ઘટના વિષે વર્તમાન પત્રમાં મુળ ચર્ચા આવેલી. લગ્ન બાદ લક્ષ્મીબાઈ બાપને ઘેર ચાલી ગઇ અને તેને પાછી મેળવવા માટે ગંભીરમલજીએ અદાલતમાં દાવા માંડયા. બાપક્ષે કાયદેસરના લગ્નની હકીકતનો ઇનકાર કરવામાં આવ્યો. સ્થાનિક અદાલતે પોતાના ચુકાદામાં લગ્ન થયાની હકીકત પુરવાર થયેલી ગણી જે સામે ઉપલી કાર્ટમાં અપીલ નોંધવવામાં આવી છે. આમ લગ્નની હકીકત વિવાદાસ્પદ હાને તેમ જ તે કયા કાઢે ચઢેલા ડાવાથી તે વિષે ચર્ચાને અવકાશ નથી. પણ આ બાબતમાં ગંભીરમલજી માત્ર કાર્ટ જઈને સતેષ માની બેઠા નથી, પણ એ ઉપરાંત ખાઇને પાછી મેળવવા માટે શકય તેટલી ગુડાગીરીને પણ સાથે સાથે ઉપયેગ કરી રહ્યા હોય એમ લક્ષ્મીબાઇએ છાપાોગ પ્રગટ કરેલા પત્રથી માલુમ પડે છે. તદુપરાન્ત લગ્નની હકીકત સ્વીકારી લેવામાં આવે તે પણ તે લગ્ન લક્ષ્મીબાઇને કોઇ રીતે મળુર નથી એ પણ તેના પત્ર ઉપરથી ગાલુમ પડે છે. તે પત્રમાંથી કેટલાક ઉપયોગી ઉતારા આવામાં અવે છે. નીચે “હું આપને નમ્રતાપૂર્વક જાવવા માગું છું કે ભારે વિવા * તમારી સાથે નથી થયો. હું તમને મારા ધર્મપિતા માનુ છું, મન તમે તમારી એક પુત્રીતુલ્ય જ લેખો, હુ તમારી સ્ત્રી બની હું એમ કહેતાં તમારે શમાવુ જોઇએ. 1 મને કાએ ઉશ્કરી કે ચડાવી નથી, હું મારી સ્થિતિ બરાબર સમળું છું. કાઇ પણ સમજી આળ તમારા જેવા વૃની સાથે લગ્ન કરી પોતાની જીંદગી બરબાદ કરવા તૈયાર થાય ખરી? તમે પોતે જ ૩ છાતી ઉપર હાથ મૂકીને કહી શકશે કે હુ'. જો તમારી પુત્રી હાઉ તા મને સત્તર વર્ષના વૃદ્ધ સાથે પરણાવે ખરા? તમારે પુત્રી છે. આજ સુધીમાં કોઇ ડાંસા સાથે યુવાન કન્યાને તમે પરણાવી છે?... . ... ...કૃપા કરીને ધનને મદ્દ મૂકી દો. પરલેાક સુધારવા પ્રયત્ન કરો. તા. ૧૫-૭-૪૪ લક્ષ્મીબાઇની કથા પ્રગટ થઇ અને દુનિયાએ જાણી, પણ આવી અનેક લક્ષ્મીબાઈએ ગુંગળાધ રહી છે, પુરૂષોના જુલમ નીચે છુંદાઈ રહી છે અને આખરે ઝેર કે કોઇ જળાશય ભારત પેાતાના છુટકારો શોધી રહી છે. આનું પુરૂષજાતિને કેટલું પ્રાયશ્રિત કરવુ પડશે તેની કાઇ કલ્પના આવતી નથી. આવી લક્ષ્મીબાઇને બચાવવી, ઉગારવી, પુરૂષિપંચાશના પજામાંથી છેોડાવવી—એ આજના યુવકાનું સૌથી પ્રથમ કવ્ય છે. આજે ચાલી રહેલા સામાજિક અન્યાયે રાજકીય અન્યાયેાથી ઓછા ભીષણ કે ભયાનક નથી. આવા સર્વ અન્યાયો અને અત્યાચારાને સબળ સામને—એ 'એક જ આજના યુગધર્મ છે. પાનદ, મહેરબાની કરીને મારા મકાન કરતા ગવેલા ગુંડાગેને પાછા ખેલાવી લેા. તા. ૧૮ મીએ સાંજે તમે ૧૫-૨૦ તાકાનીઓને લઈને આવેલા અને મને ઉપાડી જવા સારૂ મારા ઘરનાં બારણાં તાડવા કાંકા મારેલા બધું હું જાણું છું. તમે એવાર તેા મારા પિતાજીને મારેલા પણ ખરા. હજુ પણુ તમે એવા જ પ્રપંચ ખેલી રહ્યા છે. આ ઠીક નથી થતું. જિને ભગવાન તમને સત્બુદ્ધિ આપે એમ પ્રાથું છું. આપનું જીવન ધર્મીકરણીમય વીતરાગતા તરફ વળે તે તમે તમારૂ અને સમાજનું પણ કલ્યાણ કરી શકે”. વગેરે. આ પત્ર દ્વારા એક પુરૂષની પીશાચી વૃત્તિ, એક સ્ત્રીની કરૂણાપૂણું અસહાયતા અને આસપાસ વસતા સમાજની કેવળ વ્ય મૂઢતા-આ ત્રણ બાબતેનું આપણને ભાન થાય છે. અને આપણા દિલમાં આવા પુરૂષો પ્રત્યે અને તેવાઓને ગુંડાળા ખેલવા દેતા નિષ્ક્રિય સમાજ પ્રત્યે ધૃણા અને તિરસ્કાર ઉદ્ભવે છે. આવી એક લગ્ન પ્ર`ચમાં સાયેલી નિર્દોષ બાળાને કે તેના માબાપતે ત્યાંના જૈન સમાજ કશું પણ રક્ષણ આપી શકતા નથી તેમ જ મદમત્ત ગંબીરમલજીની સાન ઠેકાણે લાવવાની દિશાએ પણ કશું જ કરી શકતા નથી એ ભારે દુ:ખજનક છે. ત્યાંના યુવાન પણ શું કેવળ જડતા અને નિષ્ક્રિયતાના ગુલામ બની બેઠા છે ?, સંધ સમાચાર . શ્રી મણિલાલ મેાકમચંદ શાહ વાંચનાલય-પુસ્તકાલય ટ્રસ્ટ શ્રી. મુંબઇ જૈન યુવક સધને ' શ્રી મણિલાલ મેાકમચંદ શાંહ તકુથી સંધના વાંચનાલય-પુસ્તકાલયને માટે રૂ।. ૧૦૦૦૦ ની રકમ ભેટ આપવામાં આવી હતી અને ત્યારબાદ રૂ. ૧૩૮૩૩ ની થેલી સંધ તરફથી . એકઠી કરીને શ્રી મણિલાલ માકમચંદ શાહને આપણુ કરવામાં આવેલી જેમાં બાકીની રકમની પુરવણી કરીને રૂ. ૧૪૦૦ સધના વાંચનાલય પુસ્તકાલયના ઉપયોગ માટે તેમના તરફથી સધને પાછા - સુપ્રત કરવામાં આવ્યા હતા. આ રીતે એકઠી થયેલી કુલ રકમ રૂ. ૨૪૦૧ નુ અને આજ સુધીમાં એકઠી થયેલી સધના વાંચનાલય પુસ્તકાલયની મીલ્કત એકત્ર કરીને એ સતુ એક સ્વતંત્ર ટ્રેટ કરવામાં આવ્યુ છે અને તે ટ્રસ્ટના પાંચ ટ્રસ્ટીઓ અને ધંની કાય વાહક સમિતિએ સુટેલા ચાર સભ્યાની એક સમિતિ આ મા જૈનિક વાંચનાલય અને પુસ્તકાલયને હવેથી વહીવટ કરે એવી . ગોવણ કરવામાં આવી છે. ઉપર જણાવેલ ટ્રસ્ટના પાંચ ટ્રસ્ટીઓનાં નામ અને સમિતિના અન્ય ચાર સભ્યોનાં નામ અનુક્રમે નીચે મુજબ છે, શ્રી પાનંદ કુંવરજી કાપડીઆ }, ,, વ્રજલાલ ધર્મ’દ મેધાણી અમીચ'દ ખેમચંદ શાહ » રમણીકલાલ મણિલાલ શાહ રતિલાલ ચીમનલાલ કોઠારી "" શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ ” મનસુખલાલ હીરાલાલ લાલન ” તારાચંદ લક્ષ્મીચંદ કારી ટ્રસ્ટીઓ દીપચંદ લક્ષ્મીચંદ્ર સંધવી, 2 '', શ્રી મુંબઇ જૈન યુવક સ'ધ' આ પ્રમાણે એક સ્વતંત્ર અને સ્વાધીન સાર્વજનિક વાંચનાલય-પુસ્તકાલય સધની એક વિશિષ્ટ વ્યક્તિ શ્રી. 'મણિલાલ માકમચંદ શાહના નામ સાથે જોડીને મુબઇની જનતાને પણ્ કરે છે. મુંબઇની જનતા તેને અપનાવે, દ્રવ્યદાન અને પુસ્તકા વડે વિશેષ સમૃદ્ધ કરે અને વિકસાવે એવી મુબઈની જનતાને સાદર પ્રાથના કરવામાં આવે છે. મંત્રીએ, મુંબઈ જૈન યુવક સુધ રાહતની અપેક્ષા ધરાવનાર જૈન કુટુ એ માટે આજના વિષમ સમયમાં એવાય કેટલાય કુટુંબે છે કે જેમને પોતાના જીયન નિર્વાહ વિષે પાર વિનાની મુ’ઝવણ હોય છે. મુંબઈ તથા પરામાં વસતા આવા જન કુટુબેને તેમના રેશનના ખીલમાં પચામ ટકા સુધી અથવા તેા. રોકડ દ્વારા મદદ આપીને જરૂરી રાહત પહોં ચાડવાની યોજના શ્રી. મુંબઈ જૈન યુવક સંધ તરફથી કેટલાય માસથી હાથ ધરવામાં આવી છે. જે જૈન કુટુંબને આવી મદદની અપેક્ષા હોય તેણે શ્રી. મુબઈ જૈન યુવક સઘના કાર્યાલયમાં તપાસ કરવી. ધનજી સ્ટ્રીટ, મુંબઇ, શ્રી મુંબ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. . મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૪૭ . મુદ્રણસ્થાન સૂય કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રેડ, મુંબઇ, ૨
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy