________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૬-૪૧
सञ्चस्स आणाए उवहिए मेहावी मारं तरति। સત્યની આણુમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
૧૯૪૧
સામાજિક એકતા અને વ્યક્તિસ્વાતંત્ર્યની મર્યાદાઓ
(ગતાંકથી ચાલુ) ચોથી બાબત એ કે સામાજિક જીવનમાં અમુક બે પક્ષો કદિ જોડાઈ શકે જ નહિ; આ બેને તે બાપે બાંધ્યા વેર; સૂર્ય પૂર્વને પશ્ચિમમાં ઉગે પણ અમુક વર્ગને અમુક વર્ગ સાથે કદિ મેળ ખાય જ નહિ. આવા પ્રકારના પૂર્વગ્રહ બે પક્ષ કે વર્ગ વચ્ચે ઉભી થયેલી દીવાલને હંમેશા વધારે મજબૂત કરે છે. આ પૂર્વગ્રહ ઘણી વખત પાયાવિનાને હોય છે. કોઈ પણ બાબતમાં બે પક્ષો ઉભા થવાનાં કારણો ઘણી વખત તદન નજીવાં હોય છે, એમ છતાં એ કારણને લાંબા કાળના સંસ્કારથી આપણે ખૂબ ગંભીર રૂ૫ આપીએ છીએ. માણસને માણસથી અથવા તે એક વર્ગને અન્ય વર્ગથી હંમેશાને માટે જુદા જ રાખે એવું કંઈ અભેદ્ય કારણ હતું જ નથી. અભેધ મનાતા અનેક વર્ગો સંધાતા આવ્યા છે અને સમાજ પ્રગતિ સાધતા આવ્યા છે. આ ઉપરથી કહેવાનો આશય એ છે કે સમાજના પ્રશ્નો હાથ ધરનારે હમેશાં આવા પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત જ રહેવું જોઈએ; મનુષ્યના ઉમદા સ્વભાવમાં તેણે ખૂબ શ્રદ્ધા કેળવવી જોઈએ અને પડેલી ધુને ઉકેલવાની અને 'સાયલાં પાણીને વહેતો કરવાની કલા તેણે હસ્તગત કરવી જોઈએ.
પાંચમી બાબત સામાજિક પ્રશ્નો સંબંધમાં જ્યારે જ્યારે જરૂરી જણાય ત્યારે ત્યારે સમાચિત બાંધછોડ કરવાને લગતી છે. સત્યાગ્રહ અને બાંધ છોડ એ પરસ્પર વિરોધી તો નથી પણ પરસ્પર પૂરક તત્વ છે. કયા વિચારો કે કઈ બાબતનો કયાં સુધી આગ્રહ રાખે અને કેવા સંગમાં કેવા પ્રકારની બાંધછોડને આવકારવી અથવા ઝીકારી લેવી એની ચેકસ મર્યાદા નકકી કરવી એ અશક્ય છે. આ મર્યાદાનિર્ણય પક્ષનેતાની સાદી સમજ અને આન્તરદન (intnition) ઉપર આધાર રાખે છે. કઈ બાબતને તે મજબુતપણે પકડી રાખે કે કોઈ બાબતને સમાધાનીના પ્રસંગે તે જતી કરે–એ બન્ને બાબતમાં તેનું સૌથી પહેલું અને છેલ્લું લક્ષ્ય પોતાના સમાજને આગળ લઈ જવાનું જ હોય છે. સ્વાર્થના કારણે સમાજહિતને કે પિતાના સિધ્ધાન્તને તે કદિ વેચે નહિ અને વટના કારણે-આત્મપ્રતિષ્ઠાનો ભૂતને વશ થઇને જરૂરી બાબતમાં પિતાને હેતુ સિદ્ધ થતો હોય તે પણ નાની ગૌણ બાબત ઉપર બે પક્ષો વચ્ચે સંધાતી એકતાને અથવા તે સમાધાનીને તે તોડી ન નાંખે. તે વસ્તુને વળગે; પડછાયા પાછળ ન દોડે તેમજ બધું કર્યાને પિતાને જ યશ મળે એવી આકાંક્ષા નું સેવે. જે સાધ્ય સધાતું હોય તે શબ્દની તકરારમાં ન પડે. સત્યાગ્રહ અને બાંધછોડનું વિજ્ઞાન અતિ વિકટ શાસ્ત્ર છે અને સારા સારા માણસની મતિ મુંઝવે તેવું છે. આપણે તે એટલું સમજી લઈએ કે ચાલુ વ્યવહાર અને જાહેરજીવનના વિવિધ
પ્રસંગમાં પિતાના વિચારે ઉપર મક્કમ રહીને ચાલવું જેટલું જરૂરી છે તેટલું જ મોટા પ્રશ્નોની અપેક્ષાએ નાના પ્રશ્નોની નાની મેટી વિગતોમાં બાંધછોડ કરતા રહેવાની તત્પરતા દાખવવી તે જરૂરનું છે. જે તે બાબતેને સિદ્ધાંતની બનાવી દેવી અને ચાલુ ઘુને વધારે ને વાધરે ઘુચવાળી બનાવતા રહેવું એ સામાજિક
એકદીલી અને પ્રગતિના સાધક માટે ઇચ્છવા યોગ્ય નથી. સિધ્ધાન્તને લગતી બાબતમાં બાંધછોડ હેઈ ન શકે એ બરાબર છે. પણ સાથે સાથે આપણે એ પણ સમજી લેવાની જરૂર છે કે આજે સિધ્ધાન્તના નામે કેટલીક ઘેલછા ચાલી રહી છે તે પણ ખોટી અને અનિચ્છનીય છે અને એ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે કહેવાતા સિધાન્તને લગતી નાની મોટી કેટલીયે વિગત એવી હોય છે જેમાંની કઈ કઈ વિગત પરત્વે સમાજની અમુક પરિસ્થિતિ અને અમુક સગામાં નાની મોટી બાંધછોડને અવકાશ હોય જ છે. કોઈ પણ વિગતમાં કશી પણ બાંધછોડ હોઈ જ ન શકે એમ કહેવું એ પણ એક જાતને વિવેકશૂન્ય કદાગ્રહ છે.
છઠ્ઠી બાબત મતભેદ વિનાના સમાજસેવાના કોઈ પણ કાર્યમાં બને તેટલો સહકાર આપવાને લગતી છે. આપણે મતભેદ ભેદના ક્ષેત્ર સુધી જ રહેવો જોઈએ. મતભેદ મનભેદમાં પરિણમે તે મતભેદની સાત્વિકતા નાશ પામે. સમાજહિતની એવી અનેક બાબતે હોય છે કે જ્યાં મતભેદને બહુ આવકાશ હોતો નથી, પણ જ્યાં બને તેટલી સેવા કરી છુટવાનું જ હોય છે. દાખલા તરીકે નિરાશ્રિતને આશ્રય આપ, વિધવા બહેનોને સહાય કરવી, બેકારેને ઠેકાણે પાડવા, વિધાર્થીઓને ભણવામાં મદદ કરવી, માંદાઓ માટે દવાખાનાં અને સ્પીતાલો ચલાવવી, કુવા ખોદાવવા, ધર્મશાળાઓ બંધાવવીઆવાં કાર્યોમાં આપણાથી વિરૂદ્ધ મત ધરાવનારાઓ સાથે ખુબ મળીને કાર્ય કરવાની પરંપરા આપણે ઉભી કરવી જોઈએ. આ ઉપરાંત સમાજ ઉપર આગ, વરસાદ, ધાસ્તીકંપ કે એવી સિર્ગક આફતો ઉતરી આવે, એથી રોગ ફાટી નીકળે, દુષ્કાળ પડે–આવા પ્રસંગોએ તન મન અને ધનને બની શકે તેટલો ભાગ આપીને સમાજને જોઇતી રાહત પુરી પાડવામાં મદદરૂપ થવું એ પણ સામાન્ય જિક એકતાને પુષ્ટ કરવામાં બહુ જ ઉપયોગી ભાગ ભજવે છે. આથી માણસ માણસ વચ્ચેની દીવાલ તુટી જાય છે અને એક કુટુંબી આપણે, એક પિતા પરિવાર” એ બાપના સમાજહૃદયમાં જાગ્રત થાય છે.
આ તે પિતાનાં મન્તને મકકમપણે વળગી રહેવા સાથે સમાજ વચ્ચે કેવી રીતે રહેવું અને કેવી રીતે વર્તવું કે જેથી સમાજની પ્રગતિ સદા પિઘાતી રહે અને સમાજની એકતાને બને તેટલે ઓછો આઘાત લાગે--એ પ્રશ્નને આપણે આટલા લંબાણથી વિચાર કર્યો. પણ સમાજના અથવા દેશના જીવનમાં એક એ સંગ કપી શકાય છે કે જ્યારે દરેક માણસે પિતાનાં મન્તવ્યો વિષેને આગ્રહ હળવે કરીને સર્વ સ્વીકૃત કાર્યમાં જોડાઈ જવું જોઈએ. આ સંગ અથવા પ્રસંગ દેશની કઈ કટોકટીભરેલી પરિસ્થિતિને લગતો છે. દેશની આઝાદી પ્રાપ્ત કરવાને કેe! લડાયક કાર્યક્રમ મહાત્મા ગાંધીજી જેવા દેશનેતાની સરદારી નીચે
જાયે હોય, પ્રજાને સારે ભાગ એમાં સહમત હોય, એ કાર્યક્રમની સફળતા થાય તે દેશ ચક્કસ આઝાદ થાય એમ બુદ્ધિ પૂર્વક ભાસતું હો” તે મહાત્મા ગાંધીજી કે અન્ય જે કોઈ લડતને આગેવાનું હોય તેના બીજા કોઈ વિચાર સાથે આપણને મળતાપણું ન હોય એ કારણે અથવા તે લડાયક કાર્યક્રમની