________________
૨૨૮
ગાધાવી સાનિક દવાખાનુ
ગોધાવીમાં શેડ ત્રીભોવનદાસ છગનલાલ તરફથી કેટલાક સમયથી એક સાર્વજનિક દવાખાનું ચાલે છે. આ દવાખાનાને ગોધાવી અને તેની આસપાસના વીશ ગામડામાં વસતા ભા લાભ લે છે. દર્દીઓની માસિક સખ્યા આરસાથી ચૌદસાની થાય છે. દેશમાં આવા ઘ્વાખાના ગરીબ જનતાને ભારે આશીર્વાદ રૂપ નીવડે છે. ગોધાવીના સાર્વજનિક દવાખાનાના સંચાલકને પરાપકારનું આવું મોટુ કેન્દ્ર ચલાવવા માટે ધન્યવાદ ઘટે છે, અખિલ હિંદ જીવદયા દિન
પ્રબુધ્ધ જૈન
આગામી ચૈત્ર શુદ ૧૩ તા. ૯-૪-૪૬ બુધવાર ભગવાન મહાવીરના જન્મ દિવસ છે. આ દિવસે આખા દેશભરમાં તેમની જન્મ-જ્યન્તી તે ઉજવાશે જ. ભગવાન મહાવીર અહિંસા ધર્મના પરમ પ્રણેતા હેઇને મુંબઇની શ્રી જીવણા મંડળી તે દિવસને અખિલ હિંદ જીવદયા દિન' તરીકે છેલ્લા છ વર્ષથી ઉજવતી આવી છે તે મુજબ આ વર્ષે પણ એ દિવસ ‘અખિલ હિંદુ છવયા દિન' તરીકે ઉજવવાને લગતી જાહેરાત તે મંડળી તરફથી કરવામાં આવી છે અને સ્થળે સ્થળે નીચે મુજબના કાર્યક્રમ ગોઠવવા દેશભરની જૈન–જૈનતર સંસ્થાઓને આગ્રહપૂર્વક વિનતિ કરવામાં આવી છે.
(૧) દરેક ગામે અને શહેરમાં જાહેર સભા ભરી જીવદયાને લગતાં વ્યાખ્યાનો ગોઠવવા અને હિંસા અટકાવવા ધરાવેા કરવા.
(૨) દરેક નિશાળામાં સરધસા ગોઠવવા અને અહિંસા માહાત્મ્ય બાબતમાં સંવાદો, ચર્ચા અને વ્યાખ્યાતા ગેાવવા,
(૩) બની શકે ત્યાં સુધી અનાથ, મુંગા પ્રાણી અને અશકત માણસોને ખવરાવી તેમની સેવા કરવી.
(૪) વર્તમાનપત્ર અને માસિકામાં અહિંસા અને શ્રી મહાવીરના વન સંબંધી લેખો લખાવવા
(૫) એ મહાન દિવસે વયાનાં પ્રયક્ષ કાર્યો જેવાં કે જાનવરને કસાને હાથ જતાં બચાવવા, તેમની સેવા કરવી. અનાથ મનુષ્યની સેવા કરવી વિગેરે પ્રવૃત્તિ કરવી,
(૬) આ પવિત્ર દિવસે સત્તાવાળાઓને અરજ કરી જાનવરાની કતલ બંધ રખાવવા તજવી જ કરવી.
(૭) જીવદયા અને ગૌરક્ષાના મંડળોએ પોતપોતાના ભાગેામાં આ ચળવળ ઉપાડી લેવી અને સાહિત્ય, પત્રિકા અને લેખાારા લોકમત કેળવવા પ્રયાસે કરવા.
આ ઉપરાંત મુંબઇમાં અનેક સંસ્થાઓના સંયુક્ત આશ્રય નીચે એક જાહેર સભા આ દિવસે મળનાર છે, જેના સ્થળ સમયને લગતી જાહેરાત દૈનિક પત્રમાં કરવામાં આવશે. ઉપર જણાવેલ કાર્યક્રમ તથા જાહેર સભામાં ભગવાન મહાવીરના પ્રશસા તેમ જ અહિંસાના ઉપાસકેાને બને તેટલા ભાગ લેવા તથા આપવા વિનંતિ કરવામાં આવે છે,
ભગવાન મહાવીર વિષે રેડીએ-આલાપ
તા. ૧૪-૪૧ ના ગુરૂવાર રાજ રાત્રીના સાત વાગે શ્રી હીરાલાલ અમૃતલાલ શાહ ભગવાન મહાવીર સંબંધે આલ ઇન્ડીઆ રેડીઓ ઉપર ખેલનાર છે. ભાઈ શ્રી હીરાલાલ ઉંડા અભ્યાસી અને સાહિત્યસશોધક છે. તેથી આ વિષયના જિજ્ઞાસુઓને એ સમયે પોતાપોતાના રૅડીઓ યંત્ર ઉપર હાજર રહેવાની -ભલામણ કરવામાં આવે છે.
જૈનાની જાહેાજલાલીના
તા. ૩૧-૩-૪
આથમતા યુગમાં કાન્ફરન્સની કાર્ય દિશા
ધર્મપ્રીતિ અને સાંપ્રદાયિક અસ્મિતા દિનપ્રતિદિન પરવારતી જાય છે અને માનવના જીવનકલહ રાજને રાજ કપરા બના જાય છે તેવા કામના જાહેાજલાલીના એસરતા યુગમાં લાંબા ગાળે આપણા જીવનને—ધાર્મિક અને સાંસારિક જીવનના વિચાર કરવા અને દુ:ખ–દર્દનો ઉપાય શોધવા મળીએ છીએ. તે વખતે આપણને આપણા બળતા પ્રશ્નોનુ સ્પષ્ટ ભાન હેાવુ અતિ અગ ત્યનું છે. આ બધા પ્રશ્નો, બધી જીવન સમસ્યાઓ સકળ પ્રજાએ કોન્ફરન્સ મળે તે પહેલાં સમજી તેના યોગ્ય જવાબ માટે તૈયાર થવું જરૂરી છે કે જેથી આખરે તેને કોઇ માર્ગ ઉકેલ કામના ડાહ્યા, શક્તિશાળી અને વિાના કાઢી, આપણું પતન આગળ વધતું અટકાવે.
સકળ જૈન સમાજ પાતાની ઘટતી જતી સંખ્યા અને કોન્ફરન્સ માટેની ભરતી જતી મમતા માટે વર્ષો થયાં કરિયાદ કરતે જ આવ્યો છે અને કોઈ કાઇ વખતે નજીવા પ્રયત્ન, તે એટ અટકાવવા કરવામાં પણ આવે છે; સ ંપૂર્ણ ઉપાય હજુ સુધી થયેા હાય તેમ લાગતું નથી. આ પ્રયત્ન આ અને પછીની થનારી જંતાની બધી ખેડકામાં કરવામાં આવે તે હજારેનું ભેગુ થવુ અને નાણાનું ખર્ચવુ લેખે લાગશે, નહિ તે હસવું અને હાણુ ઉભાં જ છે.
અલબત્ત આપણી પરિષદ સાંપ્રદાયિક પરિષદ જ છે અને તેથી સૌ કોઇ એમ માને કે સંપ્રદાયને લગતા પ્રશ્નોની જ વિચારણા અને છણાવટ ત્યાં થાય; બાકીના સામાજીક કે સાંસારિક પ્રશ્નોની આ પરિષદ સાથે ક લાગે વળગે નહિ. કારણ કે ધર્મ અને સસારને શું સબંધ ? પણ આ વાત સાચી નથી. અલબત આપણા સાંસારિક વ્યવહાર જ્ઞાતિના ધારણે મુખ્યત્વે કરીને હેાવાથી મુશ્કેલી જરૂર પડે, પણ જો યાગ્ય વાતાવરણ અને સ્પષ્ટ ખ્યાલ પ્રજામાં ઉત્પન્ન કરવામાં આવે તે પ્રજા ગમે ત્યાં હાય તા પણ પેાતાનુ ચોક્કસ વર્ચસ્વ બતાવી શકે. જ્યાં સુધી જનાનાં સુખી સંસાર નહિ ઉપજાવી શકાય, જ્યાં સુધી પ્રજાના મન, તન અને સંસ્કારને કેળવતી કેળવણીના પ્રચાર સકળ કામમાં ન થાય, જ્યાં સુધી આપણા આપસ આપસના તેમજ અન્ય નિકટવર્તી સમાજે સાથને આપણા સપર્ક સુખદ અને ઉપયોગી ન બનાવી શકાય અને જ્યાં સુધી કામનું અસ્મિતાનું ભાન પૂર્ણપણે સજગ થઇ સહધર્મી–સહમાર્ગાનુરાગી ભાઈઓ તરકનું વલણુ વધુ સહાનુભૂતિ ભર્યું અને સહકારમય ન અને ત્યાંસુધી કામની જાહેાજલાલીના પાછા વળતા પૂરને નહિ રોકી શકાય !
શ્રો કનૈયાલાલ મુનશી જોખમમુકત
મુંબઈ સરકારના માજી ગૃહસચિવ શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી ભારે ચિન્તાજનક વ્યાધિના પંજામાંથી ઉગરીને પાછા ફર્યા છે. અને આજે તા હવે તેમની શરીરસ્થિતિ કશ પણ જોખમમાં નથી એ સમાચાર સૌ કોઇને આનંદ આપ્નાર છે. શ્રી. મુનશી આજે સમસ્ત ગુજરાતનું મહાન ગૌરવ છે. ગુજરાતી સાહિત્યમાં આજે તેમનું સ્થાન અજ્ઞેય છે. શરીરે ખૂબ નબળા છતાં અન્ય કાર્યશક્તિ. નિયંત એસે તે મુનશી નહિ. તેમના હાથે આજ સુધીમાં અનેક મહત્વનાં કાર્યો થયા છે. ગૃહસચિવ તરીકેની તેમની કારકીર્દી ખુબ જ ઉજ્જ્વળ અને ચિરસ્મરણીય છે. હજુ પણ તેમના હાથે દેશ અને સમાજની અનેક સેવા થવાનું નિમિત હશે. તેથી જ તુટું તુટુ થતી તેમની જીવનદોરી લંબાઇ છે. વિધાતાના તે માટે આપણે ઉપકાર માનીએ. પરમાનદ