SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ પ્રમુÙ જૈન सस्स आणाए उवट्टिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુધ્ધ જૈન सत्यपूतं वदेद्वाक्यम् ફેબ્રુઆરી ૨૮ ૧૯૪૧ શ્રી. શ્વે. સ્થાનકવાસી જૈન કેાન્ફરન્સ આજે રાષ્ટ્રિય ભાવના જ્યાં દેશભરમાં પ્રબળ થતી જાય છે તેવા સમયમાં એક સાંપ્રદાયિક પરિષદની અગત્ય શી? આ પ્રશ્ન ઘડીભર પ્રજા પૂછે તેા નવા નહિ. જેમ દેશભરને પોતાના સામાન્ય પ્રશ્નો અને સમસ્યા હોય તેમ દરેક સંપ્રદાય કે જ્ઞાતિને પણ પોતાના વિશેષ પ્રશ્નો અને સમસ્યા હાય છે અને જ્યાંસુધી આ વિશેષ પ્રશ્નોના નિકાલ અને તેાડ ન કાઢી શકાય ત્યાંસુધી સામાન્ય રાષ્ટ્રીય પ્રશ્નોની નજદીક પણ આપણાથી પહોંચી શકાતુ નથી. “ વ્યક્તિ તે નાતિ કે સ ંપ્રદાયની અને જ્ઞાતિ કે સંપ્રદાય દેશની નાનીશી મૂર્તિ છે”. તે મુજબ આ નાની મૂર્તિ। સંપ્રદાય પણ મહાન દેશની સુરેખ મૂર્તિ ખની શકે તે માટે તેના વિશેષ પ્રશ્નોની છણાવટ કરવાની અને તે દ્વારા વ્યક્તિગત જીવનને તૈયાર કરી પ્રબળ અને સબળ માનવી તરીકે રાષ્ટ્રમાં ઉભા રહેવાની પણ જરૂરિયાત છે. આ દૃષ્ટિએ સાંપ્રદાયિક પરિષદોનુ મહત્ત્વ છે. શ્રી. શ્વે. સ્થાનકવાસી જતોને પણ અન્ય સપ્રદાયની માફક પોતાના સામાજીક, ધાર્મિક અને આર્થિક પ્રશ્નો છે. જે સમયે સમયે વિચારણા, સુધારણા, અને પરિવર્તન માગી લે છે. જો સમજપૂર્વક, ચોકસ હેતુપૂર્વક, આ યુગદૃષ્ટિને આંખ સમક્ષ રાખી કાર્ય કરવામાં આવે અને યોગ્ય પુરૂષના નેતૃત્વનેં પ્રાપ્ત કરી શકાય તે જરૂર ભિન્ન ભિન્ન વ્યકિતઓનાં બનેલા સમુદાય એક સ્વરૂપે દેશના મહાન યજ્ઞમાં પોતાના પણ સુંદર કાળા આપી શકે. દેશ માટે અને આગળ વધીને કહ્યું તે માનવ સમાજ માટે એકાદ નાનકડા સમુદાય તૈયારે કરવાની ભાવના જો પરિષદના મૂળમાં હશે તે સમાજનુ કલેવર મજબુત અને શૈાભાસ્પદ બંની શકશે. માત્ર નાના વાડાના અને તે નિભાવવાના ખ્યાલે કરેલું કામ દીપી શકશે નહિ. તેમાંથી મહાન ઉદ્દેશ કદી સાધી શકાશે નહિ. જૈનદર્શન એ વિશ્વદર્શન છે અને જગતને એક સાંકળીથી સાંકળી માનવતાનું વર્તુળ પૂર્ણ કરવુ તે તેનું એકનું એક ઉચ્ચ ધ્યેય છે. કમભાગ્યે આજે તે માનવતાના મહાન માર્ગમાંથી નાના કુંડાળામાં પડી ગયેલ છે. અને સનાતન અને શાશ્વત સત્યને ચુકી ક્રિયાકાંડેાની આંધીમાં અટવાઇ ગ્યો છે. એટલે 'તે પેાતાનુ એકાકી વાસ્તવિક સ્વરૂપ તજી કણ જેવા નાનકડા થતા ગયા છે. આ નાનકડું સ્વરૂપ વિકસાવવુ તેના ભિન્ન ભિન્ન કણાને એકઠા કરી પુનઃ મૂળ સ્વરૂપ પિતા મહાવીરને દીન દયા સંધ” પ્રાપ્ત કરી જગને—ભાન ભૂલ્યા જગત્ને-વિશ્વા • ધૃતાતા રાજમાર્ગ બતાવવા-તે જૈનધર્મનુ એક અગત્યનું કાર્ય આજે -તરવાર અને તેપ, સહાર અને સત્યાનાશીના જમાનામાં જરૂરનુ છે. આવા મહાન કાર્ય માટે કેટલીક વ્યકિતઓ તૈયારી કરવા ત્રુટી તજવા; અને અનેકવિધ વિકાસના માર્ગોનું ચિંતન અને સૂચન મેળવવા આજે એક છત્ર નીચે ભેગી મળે છે આ આપણી પરિષદ અને તેના હેતુ. આજનું આપણું જીવન અનેક ત્રુટીઓથી ભરેલું છે. અનેક પ્રકારની વિચારણા, સુધારણા અને યોગ્ય ઠેરવણી તા. ૨૮૨ ૪૧. સકળ સમાજ માગે છે. વિકાસના નવાં ારે ખેલવાની જરૂરિયાત પુરેપુરી છે. આવા બધા પ્રશ્નો ઉપર ઠરાવ કરવા માટે જ નહિ પણ સમાજ જીવનનું ઘડતર કરવા માટે પુખ્ત છષ્ણા વટ કરવા એક થવુ અતિ જરૂરનું છે. આવા અગત્યના કા માટે દોરવણી આપનાર એક તત્વ હંમેશા આપણી વચ્ચમાં જ વસે છે અને તે તત્વ તે આપણા સાધુએ. ગુરૂ એટલે સમાજને દોરનાર યુગને ધડનાર યેાગીએ. આ તત્વની પ્રાથમિક તૈયારી એટલે સમાજને દોરનારા મહાન તત્વની તૈયારી જ સમજવાની ! સાધુસમાજ, યોગીસમાજ કે ગુરૂસમાજને પણ સમયની ઝેરી ૐક લાગી છે, તેની અસરે તેના જીવનની ઉન્નત ભાવનાને ઢીલી કરી નાંખી છે. અનેક જાતની શિથિલતાએ મહાવીરના એ ભેખધારીઓમાં આવી ગઇ છે. આ ઢીલાપણું તછ સમાજના સાચા દેારનારા ગુરુએ બનવા સાધુ સમાજે પહેલી તૈયારી કરવાની રહે છે જેથી આંધળા ગુરૂ આના ચેલા ખાડામાં પડતાં ખેંચી જાય. આ કાર્યો માટે સંપ્રદાયના ઇતિહાસમાં અજોડ એવા પ્રબળ પ્રયાસ અજમેરના અધિવેશન વખતે કરવામાં આવ્યા હતા. તે પ્રયાસે ભલે બીજું કષ્ટ કાર્ય ન કર્યું હોય તોપણ જૈન સમાજને તેની સાધુનિયાનું સાચું ભાન કરાવ્યું છે અને તે દુનિયા પણ કેટલું નક્કર પરિવર્તન અને પુનર્જીવન ભાગી રહેલ છે તે બતાવ્યું છે, સાધુ. અને સસારીઓને સુધારણાના ક્ષેત્રમાં વધુ નજદીક આણ્યા છે. સાધુઓ પોતાનું ખરૂ સ્વરૂપ જગત પાસે પ્રકટ થઇ ગયેલું જાણી ચેતી ગયા છે. આ પરિષદ સાધુસુધારણાના મહાન કાર્યને જરૂર વેગ આપશે એમ માનવામાં આવે છે. સાધુઓના પ્રશ્નોથી સમાજ કે સપ્રદાયે જરા પણ ગભરાવાની જરૂર નથી. તે પક્ષ નિર્મૂળ કર્યું જ આપણે ઉદ્ધાર છે; કારણ કે આપણે સાધુનાગી છીએ અને સાધુએ જ આપણું અવલંબન છે એમ આપણે સ્વીકાર્યું છે. સાધુએ પોતે આજે પેાતાના પ્રશ્નની ચેાખવટ અને દૃષ્ટિ નિળ કરવા માગે છે. કારણ કે તેને પણ્ ભયંકર ભાવીના ભણકારા સંભળાય રહેલા છે. તેવા સમયે જીવનની અનેક દિશાના અનુભવ ધરાવનારા સંસારીઓએ યોગ્ય દારવણી આપવાની રહે છે.—આ પરિષદ આ વાત ન ચૂકે તેમ ભલામણ છે. બીજા પ્રશ્નો સાંસારિક સમાજને લગતા છે. આ પ્રશ્નો અંતિમ ધ્યેયની પૂર્વભૂમિકા જેવા છે. એટલે જ્યાં સુધી મૂળમાં પડેલા પ્રશ્નોના ઉકેલ ન આવે ત્યાં સુધી અંતિમ ધ્યેય ધાર્મિક કલ્યાણમય, શાંતિમય જીવન” કદી ફલિત નહિ થાય. સામાજીક બદીઓ, કેળવણીના અભાવ, શકિતના વ્યર્થવ્યય, સાંપ્રદાયિક સમાજમાં ખેલદીલીની ખામી; એકારી અને ક્ષેત્રની સંકુચિત ભર્યાદા ખરા ધાર્મિક જીવનની આડે આવનારા અંતરાયા જ છે. આ અંતરાય ભેદી ક્ષિતીજમર્યાદા લખાવ્યે જ છૂટકો છે નહિતર વાડામાં કહી જશું. કાષ્ટ કાઢવા પણ નહિ આવે. ધાર્મિક નિર્મળતા અને સત્ય સમજ માટે સિદ્ધાન્તિક પ્રમાણભૂત ગ્રંથે અને સામાન્ય પ્રજા માટે યુગ અને ધ દૃષ્ટિ ખીલે તેવા પ્રાથમિક પુસ્તકાનું સંચાલન પણ ખરેખર આ પરિષનુ જ કાર્ય છે. આવા આવા વિકટ પ્રશ્નો માટે તેની દોરવણી કરનારા, દીર્ઘદૃષ્ટિવાળા, સંકુચિત વાડાથી પર હોય તેવા નેતા પરિષદના સુકાન ઉપર બેસે તે જરૂર કામનું નાવ વિકટ તાકાની સાગરને પાર કરી નવી દુનિયાના કાંઠે પહોંચશે. અસ્તુ ! X X X આવે! આવે ! બધુ આવા ખેલદીલથી ખેલતા આવે. આપણે આપણા કાયમ સાલના અને વિકાસ રૂંધતા પ્રશ્નોની ચોખવટ કરી નવી દુનિયામાં પગલાં માંડીએ, વ્રજલાલ ધ. મેઘાણી
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy