SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૮-૨-૪૧ પ્રબુદ્ધ ન ૨૦૫ ત્રીજી બાબત એ ધ્યાનમાં રાખવાની રહે છે કે કોઈ પણ શહેરવાળા કોઈ પરિષદ ભરવાનું માથે લે છે ત્યારે પરિષદના ખર્ચને પહોંચી વળવાનો પ્રશ્ન જ રહેતું નથી, કારણ કે કોઈ પણ શહેરમાં આવા ખર્ચને પહોંચી વળે તેવા ધનવાને પુરતા પ્રમાણમાં હોય છે. ગામડામાં અધિવેશન ભરવું હોય ત્યારે દ્રવ્યની પુરવણું મેટે ભાગે બહારથી જ કરવાની રહે છે. આવી કેટલીક મુશ્કેલીઓ ગામડાના અધિવેશન સાથે જોડાયેલી છે જ. કઈ પણું ગામડામાં કે અધિવેશન ભરવાનો વિચાર કરવામાં આવે ત્યારે ધ્યાનમાં રહે એ આશયથી આટલી વિગતે અહિં ચર્ચવી જરૂરી ધારી છે. પરમાનંદ. [નિંગાળા અધિવેશનના અંગે આજ બાબતને જેમને તાજો જ અનુભવ છે એવા શ્રી મણિભાઈ આ પ્રશ્ન સંબંધે નીચે મુજબ જણાવે છે.] આપણી રાષ્ટ્રીય મહાસભાએ ગામડામાં પોતાના અધિવેશને ભરવા માંડયાં અને જંગલમાં મંગળ કરી શકવાની તાકાતને પરિચય જનતાને કરાવ્યું, ત્યારથી ગામડામાં અધિવેશને ભરવાની ઘણાને રઢ લાગી. પણ તેમાં કેટલીક મુશ્કેલીઓ રહેલી છે તેને ઘણા ખરાને ખ્યાલ સરખો હેત નથી. મહાસભાની તાકાત, તેની શકિત અને તેના પ્રત્યે પ્રજાની જાનફેશાનીથી જંગલમાં મંગળ કરી શકે છે, પણ નાની શરખી કામ માટે એ કાર્યો ધણુ જ મુશ્કેલ છે. હજાર માણસના સમુહને એક સ્થળે ભેગો કરે અને તેની સઘળી પ્રકારે સગવડતા સાચવવી ઘણું જ અઘરું છે. નાના ગામડાંઓમાં સૌથી પહેલાં તે પાણીની ખુબ જ તાણ હોય છે. તેના કુવાઓમાં કે તળાવમાં પુરતાં પાણી હેતાં નથી. સપાટ અને ખુલ્લી એક સરખી એક જ ધણીની માલીકીની જમીન પણ નાન પણ હોતી નથી. ગામડાના લોકે હાલની પદ્ધતિ મુજબ સગવડ સાચવવા માટે ટેવાયેલા હોતા નથી. વળી આવનાર હજારે માણસને સમુહ ગામડાની રીતભાત તથા સગવડભર્યાદાથી જાણીતા હતા નથી. તેને મેટાં ગામ અને શહેરમાં મળતી દરેક પ્રકારની સગવડ ગામડામાં પણ જોઈએ છીએ. એટલે ગામડામાં અધિવેશન ભરવાની હોંશ રાખનાર ભાઈઓએ ખુલ્લી સપાટ જમીન, મનુષ્ય મેદનીને પુરૂં પાડી શકાય તેવી પાણીની જોગવાઈ, આરેગ્ય અને સ્વચ્છતાના નિયમ મુજબ રહેવાની અને જમવાની સગવડ-આટલી વ્યવસ્થા તે કરવી જ જોઈએ. આ ઉપરાંત ગામના લોકોનો સંપૂર્ણ સહકાર પણ હોવો જ જોઈએ. આટલી બાબતની પુરી અને ચેકસ ખાત્રી કરી લીધા પછી જ ગામડામાં અધિવેશન ભરવાની જોખમદારી લેવી ઘટે છે. આપણું નિંગાળા અધિવેશનની સફળતામાં ભાવનગર રેલવેના અને રાજ્યના અધિકારીઓને સહકાર એ મુખ્ય બાબત હતી. વળી સપાટ અને ખુલ્લી જમીન, પુષ્કળ પાણીના ત્રણ કુવાઓ અને આસપાસનાં ગામડાના ભાઈઓને સંપૂર્ણ સહકાર આ બાબાએ જ તેની સફળતામાં મેટો ફાળો આપ્યો હતો. આવો સહકાર અમને ન મળે હેત તે અમે જે સંતોષકારક રીતે અધિવેશન પાર પાડી શક્યા તે ન જ કરી શકત. માટે ગામડામાં અધિવેશન ભરવા માટે તૈયાર થનાર ભાઇઓએ આ બધી મુશ્કેલીઓને વિચાર કરે અને બધી ગણત્રી કરી લીધા પછી જ આવું કાર્ય માથે ઉપાડવું એગ્ય ગણાય. નાનાં ગામો કરતાં મેટાં ગામે અથવા તે તાલુકાદારી ગામમાં વધુ સગવડતા મળી શકે તેમ હોય છે. ઉપરાંત એવાં અધિવેશનમાં આસપાસના નાના ગામડાના ભાઈએમાં જે પ્રચાર કરવામાં આવે છે તેઓ પણ સારે ભાગ લેવાને આકર્ષાય. આ બધું જોતાં નાનાં ગામડાં કરતાં મેટાં ગામોમાં અધિવેશન ભરવું વધારે સગવડભર્યું અને આવકારદાયક બને એમ હું માનું છું. મણિલાલ મકમચંદ શાહ કેમી પરિષદ મારી એક વખત એવી માન્યતા હતી કે કેમ પરિષદ પિતપોતાની કેમના અંગત પ્રશ્નો વિચારવા ઉપરાંત વિશાળ એકતા તેમ જ સમગ્ર રાષ્ટ્રના રચનાત્મક કાર્યક્રમનાં અનેક અંગને પૂરક એવું ઘણું કામ કરી શકે અને તેથી રાષ્ટ્રીય ભાવનાને આગળ રાખીને કાર્ય કરતી કોમી પરિષદે રાષ્ટ્રહિતની બાધક નહિ પણ પુરેપુરી સાધક બની શકે. પણ વધારે અનુભવ અને અવલોકન ઉપરની માન્યતાને પુષ્ટ કરવાને બદલે ઢીલી પાડે છે. કોઈ પણ કોમી પરિષદ એકઠી મળે છે ત્યારે તે પિતાની જ કમના હિતાહિત સિવાય સર્વસામાન્ય કોઈ ઉદ્દેશ કે કલ્યાણ પ્રવૃત્તિ ઉપર પિતાનું ધ્યાન કદિ એકત્ર કરી શક્તી જ નથી અને કદિ આવી બાબત ઉપર ઠરાવ કરે છે તે તે કેવળ ઉપરછેલ્લા અને દિલવિનાના હોય છે. તે કેળવણીપ્રચાર, કે બેકારીનિવારણ જેવા વ્યાપક પ્રશ્નો ચર્ચે છે તે પણ તે કેળવણી પ્રચાર કે બેકારીનિવારણની તેની એજનાઓ પિતાની કોમના માણસે પુરતી જ હોય છે. એક મેટા સમાજના ચકકસ વિભાગની પરિષદ હોય તે તે વિભાગી પરિષદમાં જે સમાજની પિતે શાખા છે તે સમાજમાં પરસ્પર એકતા સાધવાની વાતને પણું કશું સંગીન ઉતેજન મળતું જ નથી. આ બાબત કેવળ જૈન સમાજને લાગુ પડતી નથી; પણ હિંદુ મહાસભા કે મુસ્લીમ લીગ જેવી મેટી સંસ્થાઓ પણ આજ સંકીર્ણતાની ભોગ બનેલી દેખાય છે. આવી મેટી સંસ્થાઓ વળી પોતપોતાની કેમના રાજકરણી હકકે અને અધિકાર જાળવવા અને ઝુંટવવાની ગડમથલમાં હોય છે, તેથી ત્યાં તે કમી વેરનું ભારે તાંડવ ચાલ્યા કરે છે અને એક એકથી ચડિયાતાં ઝનુની ભાષણોની હરીફાઈ ચાલે છે. આવી કોઈ પણ પરિષદમાં આખા દેશની દૃષ્ટિએ પિતાની કેમને કેળવવાને, આગળ લઈ જવાનું કે રાષ્ટ્રપ્રગતિના વિરોધી, સામાજિક બંધનથી મુક્ત કરવાને કોઈ પણ પ્રયાસ હાથ ધરવામાં આવતું જ નથી. “મારી કોમ અને મારી કોમના બીરાદરે” એજ વાત અને એજ વિચારના આદેલને જ્યાં ત્યાં અથડાય છે. આ બધું જોતાં રાષ્ટ્રવાદી કોઈ પણ સજ્જન માટે આવી કેમી પરિષદમાં કેટલું સ્થાન છે અને કાર્ય કરવાને કેટલો અવકાશ છે એ પ્રશ્ન વિચારવા જેવું બને છે. પરમાનંદ. સંધના પુસ્તકાલયને ૨૫૦ પુસ્તક ભેટ. ભાવનગર ખાતે કેટલાક જન યુવાન મિત્રોએ મળીને કેટલાંય વર્ષો પહેલાં શ્રી જૈન ધર્મ પ્રબોધક સભા નામની એક સંસ્થા સ્થાપેલી. આ સંસ્થા ભાષણશ્રેણુઓ ચલાવતી અને નવા વિચારેને સારો પ્રચાર કરતી. એ મિત્રોની મંડળી કાળાન્તરે છુટી પડતી ગઈ અને સંસ્થા નિષ્ક્રિય દશાને પામી. આજે તો એ સસ્થા નામશેષ રહી છે. તેનો વહીવટ જેમના હાથમાં હતું તેઓ-શ્રી. વલ્લભદાસ ત્રીભવનદાસ ગાંધીએ અને શ્રી. ગુલાબચંદ આણંદજીએ પ્રસ્તુત સભાની માલકીના ૨૫૦ પુસ્તકો ભાવનગર કશા પણ ઉપયોગ વિનાના પડ્યા હતા તે સંધના પુસ્તકાલયને ભેટ મોકલવા કૃપા કરી છે. આ માટે તે બન્ને ગૃહસ્થને તેમ જ તે સભાને મુંબઈ જન યુવક સંધ ઉપકાર માને છે. અમીચંદ ખેમચંદ શાહ. મંત્રી. સાર્વજનિક પુસ્તકાલય.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy