________________
તા. ૧-૯-૪૧
આત્મા–મનુષ્ય જીવનની મહદ્ સત્તા
- ભગવતી સૂત્ર વાંચતા જૈને, ગીતા વાંચતા હિન્દુએ, કુરાન વાંચતા મુસલમાને અને બાઇબલ વાંચતા ક્રિશ્ચિયને કદિ જિજ્ઞાસાની ખાતર પણ એવા વિચાર કર્યું છે કે “શા માટે ભગવતી ગીતા, કુરાન કે બાઇબલનું વાકય અમને સર્વમાન્ય છે? શા માટે અમુક માણસના શબ્દ માત્ર જબરી અશાન્તિ પછી પણ અમા રામાં શ્રદ્ધા જન્માવી શાન્તિ ઉપજાવે છે ? અથવા તે અમુક માણસનાં વચને શા માટે પ્રભુવાણી જેવાં માની લેવામાં આવે છે ?”
આ બાબત નાસ્તિકદષ્ટિથી નથી જોવાની, પણ કંઇક નવું પ્રાપ્ત કરવાની આશાસહ જિજ્ઞાસુ-દ્રષ્ટિથી દેખવાની છે. સામાન્ય રીતે પ્રશ્નો પૂછનાર એટલા જવાબ પામે છે કે “એક મહાત્મા તે સૌ વાત કહેલી છે માટે અમને તેમાં શ્રદ્ધાં છે,” આ એક સાધારણુ જવાબ છે. જરા આગળ વધેલા કહે છે કે “હૃદયના ઉંડાણમાંથી નીકળેલાં, કર્તવ્ય પરાયણ, કલ્યાણકારી અને સ્વાર્થીભાવનાની પડે " શબ્દ હમેશાં અખિલ વિશ્વને માન્ય જ રહે છે, જીવનમુક્ત ત્યાગી હું શ્રદ્ધા જન્માવી શકે; રાગવિહીન વીતરાગના શબ્દો પ્રભુના દોસમ સ્વીકારી શકાય અને જગતના કલહ, ધેાંઘાટ અને અશાન્તિન માં સાડી બેઠેલા શાન્ત માનવીના શબ્દોથી આ જગની અશ
થાય છે.”
આ પ્રત્યુત્તર ઠીક છે, પરંતુ વિશેષ સ્યુટ કરીએ . પેટલુંજ કહેવાય કે જેણે પોતાની આત્મશ્રદ્ધા, કેળવેલી છે તેના પદો, કર્તવ્યો કે આચરણુ જગને માન્ય હોય છે. શ્રીમદ્ રાજચ ભાખે છે કેઃ—
પ્રબુદ્ધ જૈન
..વચન કાનુ સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન નાના તે જેણે અનુભવ્યું,' આ આત્મશ્રદ્ધા શુ છે ? કેવી રીતે આવી શકે ? પેાતાની શ્રદ્ધા કે અશ્રદ્દા પોતાની જાત પર કે વિશ્વના અન્ય પ્રાણીએ પર શી અસર કરી શકે એ જાણવુ જોઇએ. એટલું તે દરેક માણુસ કબુલ કરશે કે વાણી, વિચાર અને વર્તનને નિયમમાં રાખનાર કોઇ પ્રબળ નિયામક શક્તિ આપણા આંતરિક જીવનમાં છે, જેને આપણે સાધારણ રીતે આત્મા, sonl કે અંતરાત્માની સંજ્ઞાથી સધીએ છીએ. જ્યારે કોઈ ખુરૂં કામ કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે જાણે કે કોઇ આપણુને દેખતું હોય કે વારી વારી પાછું હઠાવતુ હાય તેમ લાગે છે તે શુ હશે ? તેને અંતરાત્માની મુ ંગીટાર, આત્મનાદ, અંતરનાદ કે Voice within કહેવામાં આવે છે.
જે વખતે આપણે પહેલવહેલુ નૈતિક ધારણ પડતું મૂકી અનીતિના અમંગળ રાહ પર ચડીએ છીએ તે વખતે થતી આ મુંગી ટંકારથી તે ચેતી જએ તે અનીતિના ખાડામાં પડતાં બચી જવાય છે, પણ જો એક વાર તે આત્માની ટંકારની તે પવિત્ર આંતરિક નાદની–ઉપેક્ષા કરી પાપ કરીએ તે દિવસે દિવસે તે ટંકાર, તે શક્તિ, તે નાદ ક્ષીણ થતા જાય છે અને મનુષ્ય વધુને વધુ પાપમય અનીતિમય, અકલ્યાણુમય અનતે જાય છે અને ધીમે ધીમે તે પેાતાના આત્માની શક્તિ ગુમાવી બેસે છે. ઘણા માનવી આ રીતે પહેલવહેલા પાપમાં પ્રવેશતી વખતની મુગી ટકારથી ચેતી પાપથી પાછા વળ્યા છે અને ભવિષ્યમાં બહુ પવિત્ર વન ગાળી શકયા છે. મહાન નરાની આત્મકથા વાંચનાર
આ બાબત સહેજે સમજી શકે છે. પસ્તાવે, પાપના એકરાર ખમત ખામણા, પેાતાની ભૂલો માટે છૂપો હૃદયપ્રલાપ, કે ગુન્હાની તેબાહુ પાકારવાની વૃત્તિ આ આત્માની મુંગી ટકેારની, અંતરનાદનીજ નિશાની છે.
દરેક પાપની શરૂઆતથી તે પાપકાની પૂર્ણાહુતી પછી પણ ટકાર તો ચાલુજ રહે છે. આત્મા ડ ંખ દે છે અને જાણે કે ફાલી ખાતા હોય કે જીવનને બાળી નાંખતા હાય તેમ દરેક પાપ કરનારને થયા જ કરે છે. પાપીના જીવનમાં શાન્તિ નથી જ હતી. આ ડ ંખ, આ દહન, આ પ્રલાપ કે અશાન્તિ આપણતે ચેતવણી આપે છે કે “ ચૈત, ચેત, પામર પ્રાણી ! તારૂં પાપ તને ખાશે.” આ ચેતાવનારી શક્તિ તે આત્મા ! અને આ આત્માની શક્તિમાં શ્રદ્ધા તે આત્મશ્રહા.
આ સ્થળે જરા પાપ અને પુણ્યના વિચાર પણ આપણને 'થઇ આવે છે કે તે શું હશે? તેની ટુી વ્યાખ્યા એટલી કે ' જે કાર્ય, વિચાર, કે વાણીની શરૂઆતમાં કે પાછળ આત્મા પ્રફુલ્લિત થતા હોય તે કામ હંમેશાં કરવા યોગ્ય જ સમજવું - તેનુ નામ પુણ્ય અને જેની પાછળ આત્મા ડંખ દે, છુપા પ્રલાપા હાય, કે પસ્તાવા થયા કરે તે કામ હમેશાં ન કરવા યોગ્ય જ માનવુ. તેનું નામ પાપ ! પછી ભલે દુનિયાદારીની વ્યાખ્યામાં આ વાત ન આવતી હાય !
મુંગી કાર, હૃદયદહન, અશાન્તિ, પ્રલાપ, પસ્તાવા, કે ીની વૃત્તિ એ પાપની પગથીએ ચડતાં અનુભવાતી જુદી જુદી પતિએ છે. પાપની પહેલાં મુંગી ટંકાર થાય છે. પછી પાપની સ્મૃત્તિ હૃદયદહન અને અશાન્તિ ઉપજાવે છે. જેથી હૃદય ગુ મુગુ રડે છે-પ્રલાપ કરે છે. આ વખતે માણસ જો ચેતી જાય તો પસ્તાવાના પ્રવાહમાં નાહી, ના, તે બાહ, કે એકરાર દ્રારા મ: શાન્તિ પામે છે અને સુનાર્ગે ચડે છે. જો ખીજી ચેતણીની પણ અવગણના કરે તેા પતન ઉર્દુ તે ઊંડું થતું જાય અને છેવટે માનવ માનવતા હારી જાય છે. આટલા માટે જ આપે ધર્મગ્રન્યા. મારી ભાગવાનું કહે છે.
રે, સ્તાવે। પુનિત ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપા તેમાં ડુબકી ને પુણ્યશાર્થી બને છે. કલાપી ) હિન્દુશાસ્ત્રમાં હત્યાની કલ્પના અને તે કરનારનો હૃદયદ્રાવક સ્થિતિ આ ઉદ્દેશન્ટ સમજાવે છે. હત્યા પડછાયાની પ્રમાણે પાછળ ચાલે, પીા ન મૂકે, પાપ હમેશાં આંખ સામેજ તરવરે વિગેરે બાબતે પાપ કરનારના હૃદયની, આત્માની સ્થિતિ બતાવે છે—આ ઉપરથી એમ કૂલિત થાય છે કે માનવીનું રક્ષણુ કરનાર કાઈ પવિત્ર, અદ્રષ્ય સખળ શક્તિ મનુષ્યમાં છે. આ શક્તિ જ તેને સારાસાર, લાભાલાભ કે. સત્યાસત્યને ભેદ ખતાવે છે. આ શક્તિમાં આપણને જેમ વધારે શ્રધ્ધા, તેમ તે શકિત વધુને વધુ બળથી આપણું રક્ષણ કરે છે. આ શ્રધ્ધા વિચાર, વર્તન, અચળ ઇચ્છાશકિત અને પવિત્રતામાંથી આવે છે. તેને કાયમ ટકવા માટે મદદ મળે તેટલા માટે ટાંકી ટાંકીને વારવાર સત્સંગ, આત્મ નિમજ્જન, અને સતાનનું કહેવામાં આવે છે.
મનુષ્યજીવન નકલ કરનાર છે. જેવું દેખે તેવું કરવા સહજમાં તૈયાર થઈ જાય તેવું છે; પણ જે પેાતાનુ આત્મિક બંધારણ બાંધી બેઠા છે, જેણે જેણે પેાતાની ઈચ્છશક્તિ ઉપર પેાતાના કાણુ જમાળ્યો છે, જેણે આંતરતાદને સદા જાગ્રત રહી સમજપૂર્વક માથે ચડાવ્યો છે. અને જેણે આત્માન૬માં પેાતાની જાતને ખોઇ દીધી છે તેવા જીવનમુકતા માટે સત્સંગ કે દુઃસંગને સવાલ નથી. તે તે પેાતાની ઈચ્છાશકિત સામાપર લગાડે છે અને તેને તેના ભૂલભરેલા રાહ છેડાવી સદ્રાહપર . લાવે છે. વચનસિદ્ધિ કે દુિર્વ્યદૃષ્ટિ આત્મબળનુજ સુંદર પરિણામ છે.
આપણા જીવનમાં દરેક સ્થળે કે દરેક પળે કે પગલે સે કડી ગીતા, કુરાન કે ખાખલ લખાય છે અને ભૂસાય છે, પણ જ્યાં