________________
તા. ૧૫-૮-૪૧
પ્રબુદ્ધ જૈન
સુંદર રીતે આ વસ્તુ રજુ કરી છે. રવીન્દ્રનાથ સમર્થ સુધારક શ્રી મહાદેવભાઈ સાથેને વાર્તાલાપ.
હતા. રાજા રામમેાહનરાયના સમયથી તેમનાં કુટુમ્બમાં હિન્દુ સમાજનું સંસ્કરણ થવુ જોઇએ તે ભાવના દ્રઢ હતી.
રવીન્દ્રનાથનું સાહિત્યસર્જન ભવ્ય અને વિશાળ છે. જગતનાં કોઇ પણ સાહિત્યની પહેલી પંકિતમાં તેમનું સ્થાન છે. કાલિદાસનાં કુમારસંભવ કે શાકુન્તલની ઉત્તમતા બતાવીને જ રવીન્દ્રનાથ એસી રહ્યા નથી. તેની બરાબરી કરે તેવાં સર્જના રવીન્દ્રનાથે જગતને આપ્યાં છે. શકુન્તલાના સાત અકામાં કાલિદાસે જે બતાવ્યુ' તે રવીન્દ્રનાથે એમનાં નાના નાટક ‘ચિત્રાંગદા'માં બતાવ્યું છે. તેમની નવલકથાએ–ધરે-બાહિરે, ગેરા, નૌકાડુ, ચેાખેરવાલી–જગતસાહિત્યનાં પ્રથમ પંકિતનાં સર્જન છે. માનવીના સનાતન ભાવાનું તેમાં નિરૂપણ છે.
સાહિત્યનું કાષ્ટ અંગ એવું નથી કે જેને રવીન્દ્રનાથે શાભાવ્યું ન હોય. કાવ્ય, નાટક, ટુંકી વાર્તા, સંવાદ, ગદ્ય દરેકમાં રવીન્દ્રનાથે જગતને અણુમેલ વસ્તુઓ આપી છે. તેમનું ભાષાપ્રભુત્વ, ભાષાલાલિત્ય એટલાં જ અદ્ભુત હતા. આ લેખમાં ટાંકેલ કેટલાક ફકરા તેને આ ખ્યાલ આપે છે.
તેમના કાવ્યેા વિષે લખવાની મારી લાયકાત કે શકિત નથી. જે કાવ્યાનું સંગીત ન જાણુના હાય તેમને તેનું હા
કદાચ બરાબર ન સમજાય.
રવીન્દ્રનાથ કવિ અથવા સુધારક હતા તેટલું જ નથી. શિક્ષણના ક્ષેત્રે તેમને મૌલિક ફાળા છે અને પોતાના સિદ્ધાંતે મુજબ શિક્ષણના પ્રયોગ પાછળ પોતાની જીંદગીને ઘણા સમય અને અને શકિત તેમણે આપ્યા છે. ભારતની આમ જનતાનું હિત સદાય તેમને હૈયે હતું અને તેમનુ શ્રીનિકેતન તેને પુરાવા છે. રવીન્દ્રનાથને માનવપ્રેમ વિશાળ અને બંધન રહિત હતા. વિશ્વધ્રુત્ત્વની તેમની ભાવના ઉત્કટ હતી‘ એશિયાવાસીઓ માટે એશિયા'ના જાપાની સિદ્ધાંતને તેમણે પ્રબળ વિરોધ કર્યો હતેા. વિશ્વા ધ્રુત્વની ભાવના છતાં ભારતના સ્વાતંત્ર્ય માટે તેમની એટલી જ ઉત્કટ અને પ્રબળ ઝંખના હતી. બ્રીટન પ્રત્યેના તેમને પ્રેમ એલ્કે ન હતા, છતાં બ્રીટને ભારતને કરેલ અન્યાય સૌથી વધારે તેમને સાલતા. મીસ રેથોનને મરણશય્યાપરથી પશુ છેલ્લાં છેલ્લાં તેમણે સયુસણુતા જવાબ આપ્યો તે સુવિદિત છે. ભારતવર્ષ માટેના તેમને પ્રેમ કોઇનાં કરતાં ઉતરે તેવા ન હતા, છતાંય ભારતવર્ષની સ્વતંત્રતાને નામે અસત્ય, હિંસા કે અધર્મને જરાય સહન કરવા તેઓ તૈયાર ન હતા. ‘ કરે-બાહિરે 'માં તેણે કહ્યું છે:
“દેશની સેવા કરવા હું તૈયાર છું, પણ હું વંદન તે સત્યનેજ કરીશ, જે દેશ કરતાં ખૂબ ઉંચે આસને વિરાજમાન છે. દેશને જો હું દેવ માનીને વન્દન કરૂ', તે દેશનું સત્યાનાશ વાળ્યું ગણાય... દેશને દેવતા ગણાવીને તમે જ્યારે અન્યાયને કર્તવ્ય અને અધર્મને પુણ્ય તરીકે ચલાવી દેવા માગે છે, ત્યારે ભારા હૃદયને આધાત થાય છે, માટેજ હું સ્થિર રહી શકતા નથી. દેશથી પણ ઉચ્ચ સ્થાને ધમ રહેલા છે એવુ જેઓ માનતા નથી તે, હું કહુ છું કે, દેશને પણ માનતા નથી. જે તરૂણ યુવા દેશના કામે વળગવા તૈયાર છે તેમને શરૂઆતથી જ નશાની ટેવ પાડવાના કાનમાં મારે લગારે હાથ ન હાય એમ હું ઇચ્છું છું. મંત્રથી ભેાળવીને જે કામ હાંસલ કરવા માંગે છે તે કામની જ કીંમત વધારે આંકે છે. જે માશુસના મનને ભેળવે છે, તેના મનની કીંમત તેમને કશી જ નથી. આ પ્રમત્તતામાંથી જો દેશને આપણે ખચાર્વી ન શકીએ તા દેશની પૂજા એજ દેશનુ વિશ્વનવેદ્ય બની જશે અને દેશનુ કાર્યવિમુખ બ્રહ્માસ્ત્રની માફક આવીને દેશના હૈયામાં વાગશે.”
૧૯૦૭ માં રવિન્દ્રનાથે આ બાંગ પુકારી હતી અને દેશને ચેતવ્યા હતા. રવીન્દ્રનાથે આપણને શું નથી આપ્યું? તેમને લાયક આપણે કયારે થશું? ચીમનલાલ ચકુભાઈ શાહ,
૪-ક
શ્રી મહાદેવભાઇ સંધના મંત્રીના નિમંત્રણને માન આપીને જૈન યુવક સંધની કચેરીમાં તા. ૨૯-૭-૪૧ મંગળવારના રાજ પધારેલા. આ સમયે તેમનું સ્વાગત કરવાને સંધની કાર્યવાહક સમિતિના સભ્યો હાજર હતા. પ્રારંભમાં મહાદેવભાઇના આવવાથી. સૌને થયેલા આનંદ પ્રદર્શિત કરીને સંધની ચાલુ પ્રવૃત્તિ તેમજ સંધના બંધારણ અને સભ્ય તરીકે જોડાનારને સ્વીકારવા પડતા શિસ્તના નિયમોનો ટુંકમાં ખ્યાલ આપીને આજે અહિંસાની ભિન્ન ભિન્ન બાજુએ સંબંધમાં ચાલી રહેલી ચર્ચામાં માર્ગદર્શન મળે એ હેતુથી મેં મહાદેવભાઇ સમક્ષ એ પ્રશ્નો મુકયા. (૧) જે આજે આપણે અનુભવી રહ્યા છીએ તેવુ હિંદુ-મુસલમાન વૈમનસ્ય ન હાત તેા આજે ચાલી રહેલ યુદ્ધના સંયોગ એવા હતા કે આપણને સ્વાધીનતંત્ર બનાવ્યા સિવાય સરકારને ખીજો છુટકા જ નહે ! અને જો ખરેખર એમ બન્યું હેત તા જે આખા રાજતંત્રની રચના હિંસા અથવા તેના તે પશુબળ ઉપર નિર્ભર છે તે રાજત ત્રને ગાંધીજી સ્વીકાર કરત કે જ્યાં સુધી અહિંસાશુદ્ઘ રાજતંત્ર ન અને ત્યાં સુધી ગાંધીજી રાજ્યવહીવટથી અલગ જ રહેત ?
(૨) રાષ્ટ્રીય મહાસભાના સભ્યમાં અહિંસા વિષે સંપૂર્ણ શ્રધ્ધા હોવી જોઇએ એટલે શું? જે સભ્ય મન, વચન અને કાયાથી અહિંસા આચરતા હોય તે જ રાષ્ટ્રીય મહાસભાના સભ્ય તરીકે ચાલુ રહેવાને યોગ્ય ગણાય કે અહિં તે આદર્શ સ્થાને રાખવા છતાં વ્યક્તિગત જીવનમાં તેમજ સર્ટિંગત જીવનમાં અહિંસા સાથે બાંધછોડ કરતા માણસને પણ રાષ્ટ્રીય મહાસભાના *ભ્ય તરીકે ચાલુ રહેવાના ગાંધીજીના ધોરણે અધિકાર ખરા ? ગાનજીની દૃષ્ટિએ અહિંસા કેવળ નિરપવાદ નિયમ છે કે, ચાલુ વ્યવહાવનમાં અહિંસા સાથેની બાંધઢેડ તે સમત કરે ખરા ?
આ બન્ને પ્રશ્નોનો જવાબ આપતાં પહેલાં સંધની સામાન્ય પ્રવૃત્તિ વિષે તેમણે સંતાપ દર્શાવ્યા અને સધના શિસ્ત નિયમેને અનુલક્ષીને પોતાની જ્ઞાતિની એક પરિષદમાં જવાનું થયેલુ ત્યારે તેમણે પોતાના જ્ઞાતિજનોને આવાજ નિયમે। સ્વીકારીને જ્ઞાતિ દ્વારા દેશની સેવા કરવા કહેલુ એમ તેમણે જણાવ્યું. જે જ્ઞાતિ કે કેમ દેશ કલ્યાણને પાષક બને તે રીતની બધી પ્રવૃત્તિઓ ચલાવે તેજ જ્ઞાતિ કે કામને વવાના અધિકાર છે. જે મને કે જ્ઞાતિને દેશહિતની કશી પડી જ નથી અને માત્ર કાકરા છેકરી વરાવવા અને જ્ઞાતિએ આંકેલી મર્યાદાની બહાર જાય તેને દંડવા-આટલા પુરતુજ કામ કરે છે તેવી કામ કે જ્ઞાતિને જેમ બને તેમ જદ્ધિથી નાશ થાય એ ઇષ્ટ છે. આટલા પ્રસ્તાવ બાદ ઉપર જણાવેલ બે પ્રશ્નોમાંથી પ્રથમ પ્રશ્નને! ઉત્તર આપતાં તેમણે જણાવ્યું કેઃ—
· અમુક સ ંજોગા હોત તે અમુક વસ્તુ થાત એ પ્રકારના તર્કમાં મને રસ નથી પડતો. સાચી વાત એ છે કે આપણે આજે સ્વરાજ ભોગવતા નથી કારણ આપણે તેને લાયક નથી. આપણે લાયક હાત તે તે કયારનુ લઇને એસી ગયા હેાત, અને લડાઈમાં હિંદુસ્થાન કાંઈક જ ભાગ ભજવત. તમે લૌકિક ભાષામાં આ પ્રશ્નને વિચારાં છે. હું ગાંધીજીની અલૌકિક કરણીના વિચાર કરતાં એને અલૌકિક રીતે જોવાની રજા લઉં છું. અહિંસાદરા સ્વરાજ એટલે અહિંસાદ્રારા હિંદુ-મુસ્લિમ ઐકય, અને અહિંસાારાજ સ્વરાજની રક્ષા. હિંદુ મુસ્લિમ ઐકય અહિંસા સિવાય ખીજા કાઇ ઉપાયે શકય નથી. આજે ત્રીજો' અહીં છે એટલે તે વધુ મુશ્કેલ બને છે, પણ આપણે તેા ‘ત્રી’િતે પણ અહિંસાદ્રારા કાઢવા છે, અને એક પચે દ્દો કાજ કરવાં છે.