________________
તા. ૧-૮-૪૧
પ્રબુધ જૈન
૬૫
શું કામ ? અને આ હિંમત પ્રજામાં પ્રેરાય એવી રીતે સરકારે તથા પ્રજાએ પિતાનાં કામકાજ ગોઠવવાં જોઈએ.
પરંતુ આ સવાલ માત્ર સ્વરક્ષાને હોત તો સારું થાત. બીજા દેશમાં સાવ સાદા લાગે એવા પ્રશ્નો હિંદની સ્થિતિમાં ભારે રાજપ્રકરણી બહુસંત્રતાવાળા બની જાય છે, એ ન ભૂલવું જોઈએ. ગોરા લોકોને સાદે વેપાર કેવી વાત બની બેઠે ? એટલે, આ સવાલ રાજપ્રકરણ પણ છે. એ ભુલાવું ન જોઈએ. મિ. જિન્નાનું એ પ્રકારનું મંતવ્ય છે એમ થેડા વખત પર છાપાંએ જણાવ્યું હતું. એ ખરું હતું કે બેટું, જરા વિચાર કરતાં પણ એ તે સ્પષ્ટ થાય એમ છે.
આજે હિંદુ અને મુસલમાન નેતાઓમાં એક એવી ભાવના વ્યાપેલી દેખાય છે કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં દેશ પર વાદળ ચડી આવે તે વખતે તૈયાર રહેવું જોઈએ. અને સરકાર રાજ- સત્તા સોંપવા ઈચ્છે તો તેમાં પિતાને કોમી ભાગ બરાબર મળ જોઇએ. એટલે કે, હિંદની બે મુખ્ય કેમે પરસ્પર શંકા (અને શત્રુતા સુધી પણ) ધરાવતી થઈ છે. કશી છેડ કે છેડતી વગર થયેલાં હુલ્લડો પરથી પણ એ અનુમાન અનેક લોકે કાઢયું છે. '
આવા સંજોગોમાં સ્વરક્ષાની વાત એક કોમી સંગઠનથી ભિન્ન ન લાગે તો તેમાં કોને વાંક? સંગતિ ધરણે સ્વરક્ષાની વાત કરનારાએ આ સમજવું જોઈએ, ન સમજે તે એમાં વાંક એમને છે.
અને હિંસક ધોરણે સંગઠિત સ્વરક્ષાના ઉપાય લઈ શકાશે ? સરકાર એમાં વાંધો નહીં લે કે ? સરકારે યુદ્ધની શરૂઆતમાં જ વટહુકમ કાઢી મૂકી છે, તે આવી સંગતિ ચળવળને રોકનાર નથી કે ? વાંચકને યાદ દેવડાવવા જેવું છે કે, ૧૮૨ ૦ માં પણ કેટલાય લોક અહિંસાને બદલે હિંસાથી સંગઠન કરી અંગ્રેજી રાજ્યને વિરોધ કરવામાં માનનારા હતા; તેઓએ એક નીતિ તરીકે પછી અહિંસા સ્વીકારી, તે આથી જ કરીને. આજે કેમેએ જે સંગઠન કરવું હોય તે પણ તે અહિંસાને ધરણે જ બની શકશે. અને એ ધેરણ એટલે તે તે કેમને માટે રચનાત્મક કાર્યક્રમની એજના. કોઈ પણ કામ પિતાનું ઘર દુરસ્ત કરે એટલે કે પિતાના દે કે ઊણપ કાઢી આત્મશુદ્ધિ કરે, તે તેમાંથી તેની શકિત ખીલવાની જ છે. એ શક્તિ સંગીન હશે, કાયમી હશે, કેમની અંદરની તાકાને પુષ્ટ કરનારી હશે અને તે દ્વારા દેશની પણ.
રા. મુનશી જેવા આજ સુધી મહાસભામાં રહીને કામ કરનારાઓ જો ખરેખર એની નીતિ સમજ્યા હોય, તે તેમણે ધારેલું સંગઠન પણ આ ઢબે કરવું જોઈએ. તે જ તેઓ રચનાત્મક કાર્યક્રમની ફિલસૂફી સમજ્યા હતા એમ ગણાય.
આજે તે મુસ્લિમ લીગ શું કે હિંદુ સભા શું, એમનાં કાર્યક્રમને એક જ જાતનું પ્રેરક બળ લાગે છે. સામસામે દૂધ અને તેના પાયા પર લોકલાગણી ઉશ્કેરવી. આથી હુલ્લડ-માનસ સંભવે છે.
એટલે, આજના સંજોગોમાં સ્વરક્ષાને સારુ સંગઠનની વાત કરવી એ કિમી જ બની બેસે છે એ જોતાં, અને એ સંગઠનની પાછળ જે પ્રેરક બળ છે એ જોતાં, આ દળના લોકોને પૂછવા મન થઈ જાય છે કે, તમે કોમી એકતામાં માને છે ? માને છે તે એને અર્થ આજે શું કરશે ? પિતાની રક્ષા કરવાનો કાયદાથી મળતે માનવ હક છે તે ભલે હે; પણ તેનું સંગઠન એટલે શું? અને સંગઠન થયા પછી રક્ષણાત્મકતા અને આક્રમણભક્તાની કાચની મર્યાદા સંભાળવી અસંભવિત બને છે, એ હિંસાના એક લક્ષણ જેવું જ લાગે છે.
૧૬ મી જુલાઈના “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા”માં સર ચિમનલોલ સેતલવાડ શ્રી મુનશીને નીચેની શિખામણ આપે છે, અને અફસેસ કરે છે, ત્યારે સાચે જ હસવું કે રડવું એ સમજ પડતી નથી. સર ચિમનલાલ મહાસભાવાદી મુનશીજીને અહિંસા સમજાવે છે; અને એ આપણી ચર્ચામાં પણ પ્રસ્તુત છે. તેઓ લખે છે –
ગુંડાગીરી ગમે ત્યાંથી ઉદ્ભવે, તે દાબવી જ જોઈએ. પણ પોતે જેને “અમલમાં આવતું પાકીસ્તાન' કહે છે તેની સામે શ્રી મુનશી સંગઠિત મોરચો રચવા ઈચ્છે છે, તે તે અફસની વાત છે. આવેગમાં આવતાં એમની બુદ્ધિ દબાઈ ગઈ છે એ મને ભય છે. એક બાજુને સંગઠિત મેર સામી બાજુ સંગઠિત મોરચે ઉતેજશે અને એમાંથી તે મામલે કયાંય કથળશે. શ્રી મુનશી કહે છે કે હિંદના ભાગલા કરાતા રોકવા હું ‘અખંડ હિંદુસ્તાન મેરો રચવા મથું છું. આ મરચા વડે એ કોમી એક્તા સાધવા આશા રાખે છે. મને ભીતિ છે કે, શ્રી મુનશી એમાં નહિ ફાવે, કેમ કે એમનું આ કામ, મુસ્લિમ તરત માનશે કે, પાકિસ્તાન સામે ઝંડે ઉઠાવવા
માટે છે.” - સંગતિ સ્વરક્ષાને પ્રશ્ન, આમ, રાજકારણી છે. એમાંથી તરી આવતી ભાવના કોમી એકતાની નથી લાગતી. એની પાછળનું પ્રેરક બળ, હિંદના સામ્રાજ્યવાદી રાજકારણમાં પોતાને મદદરૂપ એવું કોમી વિખવાદનું આડું અંગ્રેજોને આપે છે, જે હિંદના ઇતિહાસની જાણે નવી આવૃત્તિ નીકળતી લાગે છે. સંસ્કૃતિ અને ઈતિહાસના સમજનારાઓએ તે તરત કળી જવું જોઈએ કે, આવા રાજકારણમાં જ અંગ્રેજી સત્તા ઉત્તરોત્તર ફાવતી ગઈ છે. આ હુલ્લડોમાં પણ અનેક લોક આમ વહેમાયા છે, એ તે છાપાં વાંચનારે પણ જોયું હશે.
"3 એટલે, સ્વરક્ષાના પ્રશ્નને હિંસા અહિંસા જોડે વિચારવામાં, તેના શાસ્ત્રાર્થ કરવામાં બહુ માલ નથી. વેદવ્યાસની ગીતા કે પતંજલિનું એગદર્શન કેઈ સાધકને કામ આવે તે ભલે ! આજની પરિસ્થિતિમાં તેમાંથી સીધે આદેશ નથી મળતો; અથવા મળે છે તે કાર્યદક્ષતા ને દૂરદૃષ્ટિભરી શાંતિ, એકતા અને ઉત્કર્ષને. ગીતામાં પ્રત્યક્ષ તે બે પક્ષો જ લડતા હતા; ત્રીજો પક્ષ જે હતું તે સૂક્ષ્મ એવું હિંદનું ભવિષ્ય. આજે તે હિંદમાં બે કમી પક્ષો ને તેમને ન્યાય તોળવાના સ્વાંગધારી' પરદેશી સરકાર છે. અને એ ત્રણ વચ્ચે હિંદનું ભવિષ્ય અટવાય છે. હિંસાથી હિંદનું સ્વરાજ્ય સધાત તે ૧૮૨ ૦ માં જ ગાંધીજી હારત.
એ જ પ્રશ્નના એક ઉપસિદ્ધાંત રૂપ આજને સવાલ શાસ્ત્રાર્થમાં ન લઈ જતાં સીધે જો સારે છે. કોમી એકતા જ આજે પ્રશ્ન છે; સ્વરક્ષા તે સનાતન ધડાઈ ગયેલી નીતિ છે-ફાવે તે હિંસાથી ને ફાવે તે અહિંસાથી-
મગનભાઈ દેસાઈ તરૂણ જૈનના સંપાદક સંઘની કચેરીમાં.
કલકત્તા ખાતે પ્રગટ થતા ‘તરૂણ જૈનના સંપાદક અને ત્યાંના જૈન સમાજમાં ચાલી રહેલી યુવક પ્રવૃત્તિના મુખ્ય સંચાલકે શ્રી. સિદ્ધરાજ ઢઢા તથા શ્રી. ભૈરવમલ સીંધીનું મારવાડી પરિષદ ઉપર મુંબઈ ખાતે આગમન થતાં તેમને સંધની કચેરીમાં તા. ૨૧-૭-૧ના રોજ નિમંત્રવામાં આવ્યા હતા અને કાર્યવાહક સમિતિના સભ્યો સાથે કલકત્તા અને મુંબઈના જૈન સમાજ અને આજે ચાલી રહેલી યુવક પ્રવૃત્તિ સંબંધે ખૂબ રસમય ચર્ચા થઈ હતી. ચર્ચાના અંતે અલ્પ ઉપાહાર બાદ પ્રીતિસંમેલન વિસર્જિત થયું હતું.