________________
પ્રબુદ્ધ જૈન
માનવાષણના મહાપ્રશ્ન. દૂધ, ધી, માખણ અને પશુધન (પૃષ્ઠ.૨ થી ચાલુ)
તાડીને અઢી કે ત્રણ આના શેર સુધી લઇ જવામાં આવે છે. કોઇ કોઇ વખતે સારા દૂધમાં દૂધના પાઉડર મેળવીને તેની કિંમત સસ્તી કરવામાં આવે છે. પશુએ આ તુટતી બજારને કારણે પરવડતા નથી અને દૂધના પૈસા ખરચવા છતાં પણ પૌષ્ટિક તત્વ મળતું નથી. નાના બાળકો ઉપર આ દૂધની અતિ છુરી અસર થાય છે.
ખેતી પ્રાધાન્ય દેશમાંથી દૂધની બનાવટા ખીન્દ્ર દેશમાં જવી જોઇએ, તેને બદલે આજે પરદેશમાંથી ભિન્ન ભિન્ન પ્રકા રની દૂધની બનાવટા આપણા દેશમાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ અઢીથી ત્રણ કરોડ રૂપિયાની દૂધની બનાવટા આપણા દેશમાં આવી છે. પ્રજામાં પેઠેલી ફેશન, ડોકટ૨ેશની આવા દૂધ માટેની ભલામણા અને સાચુ દૂધ મળવાની ભીતિજ આ આયાતનુ કારણ છે—દેશને વિચાર કરવા યોગ્ય આ મહત્વને પ્રશ્ન છે.
માખણ અને ધી-આ બન્ને વસ્તુઓમાં મોટે ભાગે વેજીટેબલ પ્રેાડકટ અને ચરખાની મેળવણી કરવામાં આવે છે. અગર તે તે બનાવટા ચોકખા માખણ અને ધી તરીકે બજારમાં વેચવામાં આવે છે. જે વેજીટેબલ-પ્રોડકટ ધી જેવું દેખાય છે તેને વનસ્પતિ કે વેજીટેબલ પ્રેાડકટ તરીકે અને જે માખણ જેવુ દેખાય છે તેને માર્ગેરીન (Margarin) ના નામે ઓળખવામાં આવે છે. આ બનાવટા રગરૂપ અને દેખાવમાં ચોકખા ધી અને માખણને તદન મળતી આવે છે એટલે ગ્રાહકા સહેલાઇથી છેતરાય છે. વેજીટેબલ પ્રોડકટમાં દસ ટકા જેટલું ચોકખુ ધી કે માખણ અને તેવુ' ટકા હાઇડ્રોજીનેટેડ (Hydrogenated) બીયાનું તેલ કે ચરખી કાયદેસર ગણાય છે. આ બનાવટના ભાવ મણ એકના દસથી બાર રૂપિયા હૈાય છે, જ્યારે શુદ્ધ ધી કે માખણનો ભાવ તેથી ખમણે કે અઢી ગણા હોય છે.
ચરી કે માલાનાં તેલ (Edible Fish Oil) ની બનાવટા આજે બજારમાં ચાલુ છે. આની પડતર કિંમત છથી સાત રૂપિયા મણ પ્રમાણે હાય છે, પોષણની દૃષ્ટિએ આ બધી બનાવટા તદ્દન ઉતરતી છે.
દૂધનું ભેળસેળનુ પ્રમાણ ૧૦૦ નન્નુનામાંથી વીસ ટકા, માખણનું લગભગ ૪૦ ટકા અને ધીનું વીસથી પચીસ ટકા જેટલું' આ લેખકે અનુભવ્યું છે,
આ ભેળસેળ અટકાવવાના ઉપાય
(૧) દૂધના પાઉડર અને પરદેશથી આવતી ધી કે માખને મળતી બનાવટા જેવી કે વેજીટેબલ પ્રેાડકટ, માર્ગેરીન, અને જ઼ીશ એઇલ વિગેરેની આયા. અને વેચાણ કાયદાથી ગુન્હાત ગણાવુ જોઇએ.
(ર) પરદેશથી આવતી શ્રીજી દૂધની બનાવટા ઉપર સખ્તમાં સખ્ત જકાત નાંખી તેની કિંમત વધારી મૂકવી જોઇએ. કારણકે હિન્દ જેવા ખેતીપ્રધાન દેશમાં કે જ્યાં પશુધન બહેાળુ પડયું છે ત્યાં બહારથી લાંબા વખતના જુના ડબલામાં ભરેલા દૂધની કે તેની બનાવટની જરૂર નથી. દેશમાં આ ધંધે ખીલવવા જરૂરી લાગે તા સખ્ત દેખરેખ અને તપાસ પછી જ થવા દેવા જોઇએ.
(૩) હિન્દમાં બનતા વેજીટેબલ પ્રોડકટના કારખાનાના માલિકાને પેાતાની બનાવટમાં નક્કી કરેલા નિર્દોષ અને ઉડી ન
તા. ૧૫-૬-૪૧
ફરજ પાડવી જોઇએ અને
જાય તેવા રંગ નાંખવાની કાયદાસર દરેકે દરેક
· તપાસ્યા પછી જ અને પ્રમાણપત્ર મેળવ્યા પછી જ કારખાનામાંથી બહાર જાય તેવી ગેાવણ થવી જોઇએ, (૪) આબદાર સંસ્થાએ પશુ સંરક્ષણની દૃષ્ટિએ પશુઉછેર, પશુપાલન, અને પશુ સુધારણાના પ્રશ્નોને જ સક્રિય રીતે હાથ ધરી દૂધ પુરૂ પાડવાની યાજના વિચારવી ઘટે છે. ધર્મ મંદીરાનુ અઢળક નાણુ અને ખીજા કેટલાએક ટ્રસ્ટોની મેટી પૂજીએ આ કાર્યમાં રાકવામાં આવે તે! અઘરામાં અઘરા પ્રશ્ન સહેલાઈથી ઉકેલી શકાય.
(૫) મોટા શહેરામાંથી તબેલા દૂર જંગલેા કે જ્યાં ધાસ, પાણી અને ક્રરવાની પુષ્કળ જગ્યા હોય ત્યાં લઈ જવા. ત્યાંથી દૂધ લાવવા માટે સ્પેશિયલ મીલ્ક ટ્રેઇનની એછા દરે જે ગેાઠવણુ થાય અન દૂધવાળા જાનવરેશને લઇ જવાના દરે કમતી હાય, જાનવરોના ધાસ ચારાનું નૂર ઓછું હાય. તે। દૂધની કિંમત ઉપર પડતુ ખર્ચ ઘટે અને દૂધ સસ્તુ પડી શકે. મેટા શહેરે માંથી જો તમેલાએ નાબુદ ન થઇ શકે તે મ્યુનિસિપાલિટીની સીધી દેખરેખ નીચે રાખી ભાડાના દર એકદમ ઘટાડી નાંખવા ધરે.
(૬) ધી કે માખણ ઉપરની જકાત કે સ્થાનિક કર બંધ કરી તે પદાર્થ ઉપરની ખરાજાત ધટાડવી ઘટે છે.
(૭) આબરૂદાર સંસ્થાઓએ મ્યુનિસિપાલિટી–પ્રમાણિત શ્રી, માખણુ અને દૂધની દુકાને લતે લતે ખેાલી પ્રજાને સારા ચોકખેા માલ તદ્દન જુજ નાથી મળે તેવી ગાઠવણ કરવી જોઇએ.
(૮) દૂધ, ધી, અને માખણતે પશુજીવનની સાથે, પશુજીવનને દેશની સંપત્તિ સાથે કેટલા સંબંધ છે અને માનવ જીવનના મુખ્ય ખારાકમાં તેનુ કેટલું સ્થાન છે તે વાત લક્ષ્યમાં રાખી આ પ્રશ્નને ધાર્મિક, સામાજીક, રાષ્ટ્રિય અને આર્થિક સ્વરૂપ આપી ભૂતયાની દૃષ્ટિએ ધર્માચાર્યોએ જોરશોરથી આ અતિ અગત્યને વિષય હાથ ધરવા જોઇએ.
ગોવર્ધનધારીના ભકતા વૈશ્રવા કે યા ધર્મના ઝંડાધારી જૈના, ગૌપૂજક પારસી કે ગૌબ્રાહ્મણ રક્ષપાળ રાજાના એકલાનેજ આ પ્રશ્ન તથા કોઇ એકલા પ્રાંત કે જાતના પ્રશ્ન નથી. એકલી રાજ્યસત્તા કે કાયદાનો પ્રશ્ન પણ નથી. આ તે માનવ જાતના ઉપકારક પશુધનના મહત્ત્વનો પ્રશ્ન છે. વિશ્વભરના પ્રશ્ન છે. તેથી સકળ પ્રજાના સહકાર વિના કોઇ એકલી કામ કે સંસ્થા કે કોઇ રાજ્યસત્તાએ કરેલા કાયદો જ કંઇ નહિ કરી શકે. એકલા કાયદો માણસને માણસ નથી બનાવી શકતા, પણ કામેલિયત શીખવી દીલને હરામાર બનાવે છે, પ્રજાના આ પ્રશ્ન પ્રજાએંજ ઉકેલ્યે છૂટકો છે. માત્ર સરકારને અરજી કર્યું નહિ છૂટાય.
X
*
X
હિન્દી કવિ સ્વામી આનંદાનંદ સરસ્વતી ચંદ ભારતની
દુર્દશાનું કારણ વર્ણવતાં કહે છે કેઃ
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ
જબસે ગાવશ વિધ્વંસ ભયે,
તખસે ભારત હા ગયા દુ:ખદાયી. અલ, વીર્ય, નેનકી જ્યોતિ ઘટી,
સંતાન નપુંસક આદ બુડાઇ. મેલન ખીન ખેતી નાશ ભ.
એર દિન દિન જાત ખડી મેધાઇ, ગારત જાત ભયેા,
ગે! દુગ્ધ બીના ગયે નેન ઝરાઇ. વ્રજલાલ ધરમચંદ મેઘાણી, મોકનચ, શાહ, ૪૫૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ,
ભારત
મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૬, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨