SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ! તા. ૧૫-૬-૪૦ સામયિક પ્રબુધ્ધ જૈન સ્ફુરણ વિશ્વવ્યાપી વડવાનળ દુનિ આજે સૌ કાઇનાં ચિત્ત એક જ વિષય ઉપર કેન્દ્રિત થઇ રહ્યાં છે. યુરેપમાં આજથી નવ માસ પહેલાં આરભાયેલા વિગ્રહે. છેલ્લા માસ દરમિયાન જે રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેણે આજે ખીજા બધા પ્રશ્નાને ગૌણ બનાવી દીધા છે અને હવે શું થશે એને લગતી ચિત્ર વિચિત્ર કલ્પના વડે માનવ માત્રનું માનસ ઘેરાઇ ગયુ છે. જર્મની સામે લડતા મિત્રરાજ્યે એક એક દિશાએથી પાછા પાતા જાય છે અને આજની પૃથ્વીના નકશાને ભારે રંગપલટ થઇ રહ્યો છે એ જોતાં આવતી કાલ કેવી પડવાની છે તે વિષે સૌ કોઇના મનમાં ભારે ચિન્તા પેડી છે. ધારા કે જર્મનીના ભીષણુ આક્રમણ સામે મિત્રરાજ્યે ટકી ન શકે અને પરિણામે જમનીનુ પ્રભુત્વ વિશ્વવ્યાપી અને તે આજની દુનિયાની અને આપણા દેશની શું સ્થિતિ થાય તેની કલ્પના ભારે ભયાનક લાગે છે. જર્મનીના વિજયમાં યાને માટે અને ખાસ કરીને હિંદુસ્થાન જેવા દબાયલા અને નિઃશસ્ત્ર દેશ માટે કશી પણ નવી આશા કે ઉત્કષઁનું કારણ દેખાતું જ નથી. આજે ભાવી જેટલું . અંધકારમય ભાસે છે તેટલું કિર્દિ કાઇ કાળે ભાસતુ નહાતુ. કોઇ પણ વિષમ પરિણામની કલ્પના સાથે આખા દેશમાં અશાન્તિ અને અનવસ્થાનાં કઈં કઇ કલ્પનાચિત્રો ઉભાં થાય છે અને મનને અસ્વસ્થ બનાવી દે છે. જે ભયંકર પ્રલયના ઝંઝાવાત યુરેપની દુનિયા ઉપર ઉતરી આવ્યા છે. તેની ઝાળ આ બાજુએ આપણા દેશ ઉપર પણ ગમે ત્યારે ફેલાય—તેવા સમયે આપણે શું કરવું અથવા તે આપણે શું કરી શકીએ એ પ્રશ્ન સરકારને તેમજ દેશનેતાઓને ખુબ મુંઝવી રહેલ છે. દેશની પ્રજાને નિઃશસ્ત્ર રાખી સૈકા સુધી દેશ ઉપર સ્વામિત્વ જાળવી રાખવાના લેાભ રાખનાર સરકારને પોતાની આખી રાજનીતિ કેટલા ખાટા ધારણ ઉપર રચાયલી હતી. તેનુ આજે ભાન થઇ રહ્યું છે. આજે તે દેશરક્ષણના કાર્યમાં પ્રજાને જોડવા માટે અનેક યોજનાઓ સરકાર રજુ કરી રહી છે અને પ્રજાને તેમાં બને તેટલા સહકાર આપવા નિમંત્રી રહી છે. આ યાજનાએ અણીના સમયે આપણને કેટલી મદ્દ રૂપ બનશે તે તે હવે જોવાનુ રહે છે પણ જે કાંઇ થઈ રહ્યું છે તે ઘણુ જ માડુ' છે એ કાઇ પણ તટસ્થ ભાવે જોનારને લાગ્યા વિના રહે આપણામાંથી અનેકને અવારનવાર ત્યાગ સંન્યાસના તરંગો આવતા જ હૈાય છે. આપણા તરંગે સ્થાયી હોતા નથી અને પરિણામે આપણે જ્યાંના ત્યાં રહીએ છીએ. જ્યારે આપણામાંથી એવા કોઇને કાઇ નીકળે જ છે અને નીકળવાના છે કે જેએ પૂર્વ સંસ્કારના બળ તેમજ આ જીવનમાં પોષાતી ધાર્મિક ભાવનાઓના પરિણામે ત્યાગમય જીવન તરફ ખેંચાતા જ રહે છે, અને જે એક યા અન્ય પ્રકારના ત્યાગમય જીવનને સ્વીકારે ત્યાર પછી જ સાચી શાન્તિ અનુભવે છે. ઉપરની મર્યાદાએથી પેલા બૈરાગ્ય ઉપર ચાલી રહેલા આજકાલના શિષ્યવ્યાપાર બંધ થવાના જ, બીજી ભાનુ સ્વપરનું ખરેખર કલ્યાણ કરનાર સાચા સાધુ સમાજને મળવાના. સાધુઓની સંખ્યા અલ્પ થશે પણ એ અલ્પ સાધુઓ વડે સમાજ અને સસાર વધારે ઉજળા બનશે અને આપણા ધર્મના સાચા ઉદ્યોત થશે. પણ પાન દ ૩૧ તેમ નથી. યુધ્ધની શરૂઆતથી ગાંધીજી સરકારને પેાતાની રાજનીતિ હિંદુસ્થાનને અનુલક્ષીને સ્પષ્ટ કરવા વારંવાર કહી રહ્યા હતા. હિંદુસ્થાનને યુધ્ધના અન્તે સ્વાધીન શાસન બનાવી દેવાની અને તે ધ્યેય અનુરૂપ આજના રાજ્યતંત્રમાં તાત્કાલિક મહત્વના ફેરફારો કરવાની જાહેરાત સરકારે કરી દીધી હાત તે આજે આટલા ટુકા સમયમાં પણ હિંદુસ્થાન પોતાના બચાવ માટે ધણી તૈયારી કરી શકયુ હાત અને રાષ્ટ્રીય મહાસભાએ સરકારને આ દિશાએ ખુબ સાથ આપ્યા હાત. પણ આ દિશાએ સરકાર એક સરખી ઉદાસીન રહી અને પરિણામે આજે આખા દેશ એવી વિષમ સ્થિતિમાં મુકાયા કે જેના ઉકેલ સરકારને માટે કે આપણા માટે ખરેખર ઘણો જ અટપટા બની ગયા છે. આજે ચેતર અશાન્તિ અને ગભરાટ જોવામાં આવે છે. ગરીબ કરતાં શ્રીમાના વધારે મુઝાયલા દેખાય છે; પ્રજા કરતાં કદાચ રાજાઓની મુંઝવણ વધારે હશે. આ સ્થિતિમાં આપણે શું કરવું તે સંબંધમાં ગાંધીજીએ બહુ દિશાસુચક નિવેદન બહાર પાડયું છે. તે આજના સંયેગમાં કશા પણ ગભરાટ અનુભવવાનું કારણ દેખતા નથી. જે જ્યાં હૈાય ત્યાં સ્થિર રહીને પોતપોતાનુ કાર્ય કર્યાં કરે– એકામાંની ડીપોઝીટા ઉપાડવા દોડે નહિ— અને સે।નું ખરીદી ખરીદીને જમીનમાં દાટે નહિ. જ્યારે આફત આવશે ત્યારે આ બેમાંથી એક પણ વસ્તુ કામ લાગવાની નથી. પોતે સ્વસ્થ અને નિર્ભય બને અને ચેતરફ એવુ જ વાતાવરણ ફેલાવે. આવા ગભરાટના ગુંડાઓ લાભ લેવાને સાધારણ રીતે પ્રેરાય છે. એ પરિસ્થિતિનો સામનો કરવાને પ્રજાના જુદા જુદા વર્ગો તૈયાર રહે. આ સામને ગુંડાએથી ડરવાથી નહિ થઇ શકે. માટે પ્રજા ડર છેડે, પુરૂષાર્થ કેળવે અને ભાઇભાંડુ કે પાડોશીના રક્ષણ અર્થે જરૂર પડયે પોતાના જાનમાલ ગુમાવવાને તૈયાર રહે. આજની પરિસ્થિતિમાં ગાંધીજી કહે છે તે જ સાચી સલાહ છે અને તે મુજબ વર્તવામાં જ આપણી ખરી સહીસલામતી છે. કાળીપ્રકાપ જગતે પૂર્વે કદિ નહિ જોયેલા કે સાંબળેલે એવા માનવ· સંહાર આજે યુરોપની રણભૂમિ ઉપર ચાલી રહ્યો છે. જે સંસ્કૃતિ અને વિજ્ઞાનવિકાસ જગતના સુખ, સગવડ અને સભ્યતા પોષવા અને વધારવાના દાવા કરતાં હતાં તે સંસ્કૃતિ અને વિજ્ઞાનવિકાસમાંથી જ આજના ઘેર સંગ્રામ અને અશ્રુતપૂર્વ માનવ સંહાર જન્મ પામ્યા છે. કામીવાદ અને સપ્રદાયવાદની સકતામાંથી દેશ દેશની પ્રજાએ છુટી થઇ અને વિશાળ દેખાતા રાષ્ટ્રવાદને વરી પોતાને દેશ આગળ કેમ વધે, દેશના વ્યાપાર ઉદ્યોગ કેમ વિકસે, બીજા દેશોની હરેાળમાં પેાતાના દેશને કેમ વધારે પ્રતિષ્ટા ભર્યું સ્થાન મળે એ ધ્યેય સામે રાખીને દેશ દેશની પ્રજાએએ અનેક યોજનાઓ હાથ ધરી અને અનેક પ્રવૃત્તિ ચલાવી. વિજ્ઞાનની નવી નવી શોધે થતી ગઈ અને તે શેવાનો લાભ પામીને કેટલાક દેશો ખુબ આગળ વધતા ગયા અને પછાત દેશને ચુસતા ગયા. આગળ વધેલા દેશો વચ્ચે હરીફાઇ વધી– રાષ્ટ્રીયતાના નામે પોતાના દેશ ગમે તે રીતે કેમ આગળ વધે અને ખીજા દેશો કેમ પાછા પડે એજ આગળ વધેલા દેશનુ એકાન્ત લક્ષ્ય બની ગયું. આ હરીકામાં જેને વધારે મળી ગયું તે ખીજાના ભાગ પાડે નહિં અને ન મળ્યુ તે દેશ કોઇ રીતે જંપીને બેસે નહિ. આજના કે આગળના યુરોપીય વિગ્રહનું મૂળ કારણ આ છે. એક કાળે ધર્મના નામે
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy