________________
પ્રબુદ્ધ જૈન
"
તા. ૧૫-૬-૪ *
અનેક લડાઈઓ થયેલી અને અનેક માણસે કમેતે કપાઈ મુએલા. આજે પિત પિતાના રાષ્ટ્રના નામે માનવ જાતે પ્રચંડ આત્મ સંહાર આરંભ્ય છે અને તેમાં દિન પ્રતિ દિન અસંખ્ય આદમીઓ હોમાતા જાય છે. કોઈ મોટો ધરતીકંપ થાય છે ત્યારે તે પણ ઘણે ભેટે બેગ લઈ જાય છે પણ આજના યુરોપીય સંગ્રામ આગળ ધરતીકંપથી થતી માનવી કે મીતની હાનિ બહુ નજીવી લાગે છે. વળી જ્યારે ધરતીકંપ જે કુદરતી પ્રકોપ થાય છે ત્યારે માનવીના દિલમાં કદિ કલ્પવામાં ન આવે એ દયા અને અનુકંપાને પ્રવાહ વહેવા માંડે છે; માનવી એકદમ નમ્ર બની જાય છે અને આફતમાં સપડાયેલા માનવ બંધુને બને તેટલી મદદ પહોંચાડવાને પ્રેરાય છે. આમ કુદરતી પ્રકેપ
જ્યારે માનવીમાં ગુપ્તપણે રહેલી અનેક ઉચ્ચ વૃત્તિઓને જાગ્રત કરે છે અને પોષે છે ત્યારે આ માનવ પ્રયોજિત ભીષણ સંગ્રામ પારવિનાના માનવીઓ અને મીલ્કતને નાશ કરે છે એટલું જ નહિ પણ માણસના દિલમાં ઝેરવેર અને ક્રોવની નવી ટશરે જ્યાં ત્યાં ફુટી નીકળે છે અને પૂર્વકાળનાં બંધાયેલા વેર ઝેરની તૃપ્તિ સાથે જ નવાં વેરઝેરનું વાવેતર શરૂ થાય છે. માનવી આજે મગતરાંની માફક મરે છે; કુટુંબના કુટુંબો તારાજ થઈ રહ્યાં છે; કેઈને કોઈ મદદ કરી શકે- મરતાને બે ટીપાં પાણી આપી શકાય એ પણ કયાંય અવકાશ દેખાતું નથી. મરેલા, અધમુઆ માનવી એના દેહ ઉપર થઈને ચાલી જતી ટેકો યુધ્ધક્ષેત્ર ઉપર શબેના નવા ઢગલાઓ રચતી જાય છે. કાળીને ભારે ભયાનક કેપ આજે જગત ઉપર વરસી રહ્યો છે અને કોઈ કાળે નહિ કરેલું એવું–પગલે પગલે સમસ્ત વિશ્વને કંપાવતું-અને પ્રલયકાળને નેતરતું-એવું કાલકરાલ નૃત્ય કાળી નાચી રહી છે. દુનિયાને ખુણે બેઠેલો- જેને આ ઝેરવેર સ્પર્ધો નથી એવો કોઈ પ્રભુપરાયણ આદમી મૂકભાવે વિસ્મયપૂર્વક આ પ્રયતાંડવ જોઈ રહ્યો છે અને પિતાની અસહાયતા વિચારી અંદર અંદર સમસમી રહ્યો છે. એક ડગે – એક ડચકારે
છેલ્લા “ફુલછાબ'માં ભાઈશ્રી મેઘાણીએ ઉપરના મથાળાથી આજની દુનિયાની પરિસ્થિતિ ઉપર કટાક્ષ કરતું એક સુન્દર કાવ્ય રચીને પ્રગટ કર્યું છે જે નીચે મુજબ છે.
એક દિ ઠાકર ભાન ભૂલ્યો, એણે તાણેલ ભેદને લી; એકને થાપ્ય માનવીને એણે, એકને કીધેલ ઘેટે. માનવીને આવા ભેદ ને ભાવ્યા, ભૂંસી નાંખી ભેદ-રેખા; એક ડાંગે એક ડચકારે એણે, મેંઢા ને માનવી હાંક્યાં. ધાનની મુડી દેખાડીને દૂરથી, હાંકીયા ખાટકી વાડે; શિસ્ત’ કીધાં ભેળાં શિષ ઝુક્યાં સબ, કાતિલ કાળ કુવાડે. મેંઢાનાં બાળની મૂઢતા એટલી, નાંખી શેષ બેંકારા; માનવી ડાહ્યો,ન માં જ ફાડયુંએના, ખેડાણ ખંભ મિનારા. કોણ મેંઢા કે માનવી એવી, હાય ! ને રેત નિશાની;
સમરથ નીકળ્યા, જોધી કાઢી એણે, ખાંભિયું મેટીને નાની. . લશ્કરમાં લડતા દ્ધાઓ પાછળે ખાંભી, પાળીઆ કે મીનારા ચણીને તેમના સ્મરણને કાયમ રાખવાની પ્રથા ન હોત તે કવિ કહે છે કે “કેણ મેંઢા અને કોણ માનવી’ એની નિશાની ન રહેત; પણ આ તે આજે એ ભૂતકાળની વાત બની ગઈ છે કે - જ્યારે કતલખાનામાં ઘેટાંઓ કરતાં યુધ્ધના કારણે માનવીઓની કતલ પ્રમાણમાં ઓછી થતી હતી અને રાષ્ટ્ર ખાતર પ્રાણર્પણ કરતા વિરલ શુરવીરેનું સ્મરણ કાયમ કરવાની સમાજને ત્રેવડ હતી.. પણ આજના વિજ્ઞાનની મદદ વડે જે અસંખ્ય માણસને સંહાર થઈ રહ્યો છે તે પરિસ્થિતિમાં “કોણ ઘેટાં કાણું માનવી”
એ નિશાની જરાપણુ રહેવા પામી નથી. ઘેટાંઓની કતલ થાય છે તેને ઉપયોગ માણસના આહાર પુરતા પણ છે એટલી આપણે કાંઈકે રાહત ચિન્તવીએ પણ માકડ મચ્છર માફક આજે માણસ મરી રહ્યાં છે તેની પાછળ તે એક માણસની અથવા એક પ્રજાની મહત્વાકાંક્ષા તૃપ્ત થવા સિવાય બીજો કશો પણુ ઉદ્દેશ જોવામાં આવતા નથી. આજના ઘેર સંગ્રામમાં હોમાતા અસંખ્ય માનવીઓ માટે તે નથી ખાંભી કે નથી ફુલની પાંખડી. સર્વ સત્તાધીશ જરા સરખી ડાંગ ફેરવે છે કે ડચકારે કરે છે અને ભયાનક દાવાનળ ફાટી નીકળે છે અને લાખ માણસો તેમાં હોમાઈ જાય છે. તેથી આજે તો આગળની પંકિતઓ જ વધારે ઉચિત અને સત્ય અનુભવાય છે કે “ માનવીને આવા ભેદ ને ભાવ્યા ભૂંસી નાંખી ભેદરેખા” માનવી અને મેંઢાને આજે ખરેખર કશો જ ભેદ રહ્યો નથી !' અંધકારમાંથી ઉજાશ
દેશી રાજ્યમાં ઉગતુ પ્રજાતંત્રનું પ્રભાત
ગયે વર્ષે મહાત્મા ગાંધીજી હૃદયદ્રાવક નિરાશાને કડવે ઘુંટડે પીને રાજકોટથી પાછા ફર્યા ત્યારબાદ ચેતરફ એવી માન્યતા બંધાઈ રહી હતી કે આપણે જ્યાં સુધી અંગ્રેજ સરકાર સાથેના ઝગડાને છેવટને નીકાલ નહિ થાય ત્યાં સુધી દેશી રાજ્યમાં લેકશાસિત રાજ્યતંત્રના વિકાસની જરાપણ આશા. રાખવી નિરર્થક છે. આપખુદ રાજાઓ સ્વેચ્છાથી રાજસત્તા છેડે નહિ અને કોઈ રાજા કદાપિ આગળ આવીને પોતાની પ્રજાને જવાબદાર તંત્ર આપવા માંગે તે પણ અંગ્રેજ સરકાર તેને તેમ કરવા દે નહિ. પણ આજ કાલ બનતા બનાવો આ માન્યતાને
ડી ડી શિથિલ કરી રહી હોય એમ લાગે છે. વડોદરા સરકારે પોતાની પ્રજાને નવું બંધારણ આપ્યું અને તેમાં લોકશાસનનું તત્વ બહુ જ મર્યાદિત સ્વરૂપમાં દાખલ કર્યું. રાજકોટમાં વીરાવાળાની કુટિલ કારકીર્દીને તેમના અવસાન સાથે અન્ત આવ્ય; તેમની જ મહેરબાનીથી આગળ આવેલા શ્રી. ચીનાઈએ ચાર દિવસના ચાંદરણા જેવી દિવાનગીરી ભગવી, અને તેમના સ્થાને શ્રી. અંકલેશરી આવ્યા. આ નવા દિવાને કઈ કાળથી સુતેલી પ્રજા પ્રતિનિધિ સભાને જાગ્રત કરી છે અને આગળની રાજનીતિને થડે પલટે આપીને લોકશાસનની દિશાએ પોતે
ડાંક આગળ પગલાં ભરવા માંગતા હોય એમ તેમના કેટલાંક કાર્યો ઉપરથી ભાસ થાય છે. નિઝામના રાજ્યમાં તે વડોદરા અને રાજકેટ પહેલાં કેટલાંક નવા પગલાં ભરાઈ ચુકેલાં છે. આજ કાલમાં ભાવનગર મહારાજાએ પણ રાજકીય સુધારાને લગતી એક અગત્યની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ૩૩ ચુંટાયેલા ૧૬ નિમાયેલા અને ૬ અધિકારની રૂઇએ
એમ કુલ ૫૫ સભ્યની એક ધારાસભા ઉભી કરવામાં આવશે છે અને આ ધારાસભામાં ચેકસ મર્યાદાઓ સાથે પ્રશ્નો પૂછવાની, ઠરાવે રજુ કરવાની, ખાનગી બીલ લાવવાની, બજેટની ચર્ચા કરવાની તેમજ ચેકકસ ગ્રાંટે પર મત આપવાની સત્તા સભ્યને આપવામાં આવી છે. વય, કેળવણી અને મીતની લાયકાતો ઉપર મતાધિકાર આપવામાં આવ્યું છે અને ભયા, ગરાશિયાઓ અને મુસલમાન જેવી લઘુમતી કેમેને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આજે આ રીતે અપાતી સત્તાઓ બહુજ મર્યાદિત અને અનેક પ્રકારના નિયંત્રણથી જટિલ બનાવેલી હોય છે અને આપેલું કોઈ પણ વખતે લઈ લેવાની રાજાઓની કુલ મુખત્યારી હોય છે પણ કેવળ અંધકાર અને દિશાશૂન્ય પરિસ્થિતિમાં આટલી શરૂઆત પ્રજાઓમાં