________________
30
सञ्चस्स आणाए उवडिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
જીન ૧૫ .
પ્રબુદ્ધ
પ્રબુધ્દ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
૧૯૪૦
દીક્ષાને ફૂટ પ્રશ્ન
[ગતાંકથી ચાલુ]
દીક્ષા લેનારની યોગ્યતાના વિચાર કરતાં એક બીજી પણ અતિ અગત્યની બાબત વિચારી લેવાની રહે છે. દીક્ષા જેમ નિર્માલ્યજનાને પેટ ભરવાની સગવડ આપનારી સંસ્થા નથી તેવીજ રીતે માથે ઉભેલી જવાબદારીઓને ડેલીને જ્યાં કોઇ પુછી શકે નહિ અને કા મેલાવી શકે નહિ એવી સામાજિક સગવડ કરી આપવી એવા પણ આ દીક્ષા પ્રવૃત્તિના પ્રયોજકાનો હેતુ હાઈ નજ શકે. કાપણુ ઉદાત્ત આદર્શે કે ધ્યેય પાછળ જીવનની સર્વશકિત એકત્ર કરવાનો કે જરૂર પડયે પોતાના સર્વસ્વતા બેગ આપવાને દરેક માનવીને સ્વાભાવિક હકક છે. માણસ સંયોગોને આધીન પ્રાણી છે એમ`છતાં સર્વકાળે સંયોગાની અધીનતા સ્વીકારીને જ માણસે ચાલવુ જ જોઈએ એવી ગુલામી સ્વીકારીને માણસે જન્મ લીધેા નથી. સંયોગેા ઉપર સ્વારી કરીને ચાલવામાં જ સાચા પુરૂષાર્થ રહેલા છે. પણ આનો અર્થ કાઇ એમ ન કરે કે તરંગ કે ન આવી કે માણસ પોતાની સર્વ જવાબદારી અને તેના અંગે ઉપસ્થિત થતા સર્વ કર્તવ્યધર્માં ફંગોળીને ચાલતા થઇ શકે છે. અન્ય માર્ગે જવાનો નિર્ણય કરવા પહેલા પોતાના માથા ઉપરની જવાબદારીના વ્યાજ અને વ્યવહારૂ નિકાલ માણસે કરવો જ રહ્યો અને તે માટે અન્ય માર્ગે જવામાં જેટલા વિલબ જરૂરી લાગે તે માણસે સ્વીકારવા જ રહ્યો. આનો અર્થ એ થયા કે બૈરી છોકરાંને એકાએક રઝળાવીને દીક્ષા લેનાર પેાતાને પ્રાપ્ત ધમની ઉપેક્ષા કરે છે અને અન્યના સુખ દુઃખની એપરવા કરીને દીક્ષા લેવામાં પેાતાના જ કેવળ સુખસગવડ શોધે છે. આ દીક્ષા પાછળ કશા પણ પરમાર્થ નથી પણ કેવળ સ્વાર્થ છે, જે ગૃહસ્થધર્મની જવાબદારી અદા કરી શકયા નથી તે શ્રમધર્મની જવાબદારીઓનું યાગ્ય વહન શી રીતે કરી શકશે એ પણ એક પ્રશ્ન રહે છે. આવે! ગૃહત્યાગ કેવળ ધાર્મિક બનાવ નથી પણ સામાજિક બનાવ છે અને સમાજને આવા શૃંખલ ગૃહત્યાગ આડે નિયંત્રણા મુકવાના સંપૂર્ણ હકક છે. રાજ્યે પણ બાબતમાં ઉચિત શાસન કરવું જ જોઇએ.
આ
કેઇ એમ કહેશે કે એક બાજુથી તમે એમ કહે છે કે પોતપાંતાના આદર્શ મુજબ માણસને જીવન ઘડવાનો સંપૂર્ણ અધિકાર છે અને બીજી બાજુથી આ કારણે કરવામાં આવતા ગૃહત્યાગના તમે વિરોધ કરેા છે. આ તે પરસ્પર વિરોધી વાત થઇ. પણ વસ્તુત: એમ નથી. મારે વિરેધ ખાસ કરીને ધુન આવતાં ઘર છેાડીને ભાગનાર સામે છે. જેનામાં સાચેા બૈરાગ્ય ઉગેલા છે, જેને સાંસારિક વિષયોમાંથી ખરેખર રસરાગ ઉડી ગયા છે તે બહુ લાંખા વખત કુટુંબ વર્તુલમાં પુરાઈને રહી શકતેાજ નથી. પેાતાના માથા ઉપરની જવાબદારીઓના મહેનત મજુરી તેમજ અન્ય સ્નેહીજનેાના અવલંબનથી કાંઈને કાંઇ નિકાલ તે થેડા સમયમાં લાવી શકે છે. વળી તેની કુટુંબજીવન વિષેની નીરસતા
જૈન
તા. ૧૫-૬-૪૦
અન્ય કુટુબીઓમાં કાળાન્તરે પ્રત્યાધાતી નીરસતા નિપજાવ્યા વિના રહેતી નથી અને એ રીતે અન્ય સ્વજનની સંપૂર્ણ અનુમતિ સાથે પેાતાના માર્ગે તે વિદ્યાય લઇ શકે છે. ખીજો એ પણ વિચાર ધ્યાનમાં લેવા જેવા છે અને તે એ કે અલબત્ત ત્યાગી સાધુ જીવનમાં આત્મસાધનાની કેટલીક સરળતા છે એમ છતાંપણુ વેશપલટામાં અને સસારના ઔપચારિક વિધિ વડે કરાયલા ત્યાગમાં આત્મસાધના શકય છે અને અન્યથા તેવી સાધના શકય જ નથી એ વિચાર કેવળ ભ્રમણામૂલક છે. સસારમાં રહીને ધર્મ સાધવાની કાયરતાના કારણે જ માણુ ઘણી વખત સાધુ થવાને લાભાય છે. ગૃહસ્થ જીવનમાં ઉત્કૃષ્ટ સાધુત્વની સાધના એ એક વીરેાચિત પુરૂષાર્થ છે. પણ આ ચર્ચા અહિં આપણને વિષયાન્તર કરાવે છે. અત્યાર સુધીમાં કાણે કેવા સંયોગામાં દીક્ષા લેવીયેાગ્ય છે તે પ્રશ્નની કેટલીક બાજુએ આપણે વિચારી. તેને સાર નીચે મુજબ છે.
દીક્ષા તે જ લઇ શકે અને તેને જ અપાવી જોઇએ કે:
(૧) ... જેનું ચિત્ત પરિપકવ વૈરાગ્યથી રંગાયલું હાય. (૨) જેની ઉમ્મર દીક્ષાને યોગ્ય હાય.
(૩)
જેનામાં દીક્ષા જેવુ કઠિન વ્રત પાળવા માટે સર્વ પ્રકારે યોગ્યતા હાય.
(૪) જેની દીક્ષા લેવા માટે પૂર્વ તૈયારી હાય અને જેને તે માટે એ ત્રણ વર્ષની તાલીમ હાય.
(૫) જે સાંસારિક જીવનને લગતી જવાબદારીઓથી મુકત થયા હેાય–અથવા તા પેાતાના કુટુબીજનાને સતૈય થાય એવી રીતે જેણે પાતાની જવાબદારીઓને પહોંચી વળવાની યોગ્ય વ્યવસ્થા કરી હોય.
આ તે। દીક્ષા લેનારની યાગ્યતાની વાત થઇ. પણ જ્યાં સુધી ઉપર મુજબની યોગ્યતાની ચેકકસાઇ કરવાની વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી શિષ્ય પરિગ્રહ બને તેટલા વધારવા એજ જ્યાં આજના કેટલાક સાધુઓનું એકાન્ત લક્ષ્ય જોવામાં આવે છે ત્યાં યોગ્યતાની સઘળી વાતો અધ્ધર જ રહી જવાની અને આજે જે પ્રકારની અવ્યવસ્થા ચાલે છે તે પ્રકારની અવ્યવસ્થા ચાલ્યાજ કરવાની. ઉપર મુજબના ચેાગ્ય ઉમેદવારને જ દીક્ષા આપવામાં આવે તે માટે ઉમેદવારના નિકટવર્તી સંબંધી જનાના તેમજ જે ગામ યા શહેરના સધને તે સભ્ય હાય તે ગામ યા શહેરના સંધના અનુમતિ પત્ર દીક્ષા આપનારે મેળવવા જોઇએ. તે ઉપરાંત જે ગામ યા શહેરમાં દીક્ષા અપાવાની હોય તે ગામ યા શહેરના સધની પણ અનુમતિ મેળવીને દીક્ષા આપનાર ગુરૂએ દીક્ષાના ઉમેદવારને જાહેરમાં દીક્ષા આપવી જોઇએ. આવું પાકું નિયમન થવું ઘટે છે. જેને ખરેખર દીક્ષા લેવી છે અને જે દીક્ષા લેવાને ખરેખર યોગ્ય છે તેને આવી અનુમતિ મેળવવામાં જરાપણ મુશ્કેલી આવતી જ નથી. જેવી રીતે લગ્ન કરવાની બાબતમાં વરકન્યાના માબાપને જ્ઞાતિની ચીઠ્ઠી રજુ કરવી પડે છે તેવી જ રીતે દીક્ષાની બાબતમાં દીક્ષા દેતા સાધુએ લાગતાવળગતા સા તેમજ સ્વજનાની અનુમતિ મેળવવી જ જોઇએ. આ યેાજના સામે એવા વાંધો રજુ કરવામાં આવે કે આવાં બધાં બંધના મૂકશો તે કાઇ દીક્ષા જ નહિ લે. આ વાત જો ખરેખર હોય તે એના અર્થ એમ જ થયે કે આજકાલ જે દીક્ષા અપાય છે તેમાં સાચી યોગ્યતાવાળુ કા હાતુ જ નથી. પણ ખરી રીતે આવી ભીતિ અસ્થાને છે. ખરી વાત એમ છે કે આપણા માનસ બંધારણમાં–જીવન સંસ્કારમાં ત્યાગનું –ભાવનાનું ઓછું વધતું સીંચન મૂળથી જ થએલુ હાય છે.