________________
૨૮
યુદ્ધ જૈન
હતા કે એ વખતે કોઇ મેટરવાળા આવીને નિમંત્રણ આપે તે પણ વાહન બદલવાનું અમારામાંથી કાઇને પણ મન ન થાય. ચેતરના પ્રદેશ વૃક્ષ-વિરલ હાવા છતાં ઉંચાણુ નીચાણ વાળા હેાવાથી અને ચારે બાજુનુ ક્ષિતિજ ઘણુ ખર્ નાની મોટી ગિરિમાળાથી આચ્છાદિત હાવાથી આસપાસનું દૃષ્ય અદ્ભુત અરણ્ય શાભા ધારણ કરી રહ્યું હતું. મધ્યાહ્ન કાળે અમે પાંડવ ગુફાની ટેકરી સમીપ પહોંચ્યા ઉપર ચઢયા. એક ઘણીજ વિશાળ ગુઢ્ઢા આરામ માટે પસંદ કરી.
આ ગુફ્રાના ગર્ભાગારમાં ભગવાન બુધ્ધની બેઠેલી અને ઉપદેશ આપતી એક ભવ્યમૂર્તિ છે. બન્ને બાજુએ એક ઉભી મૂર્તિ છે. આવી એક જ રીતે ગર્ભદ્વારની બન્ને બાજુએ એક મેટી અને એક નાની એમ એ મૂર્તિ નજરે પડે છે. આ મૂર્તિ દ્વારપાળ જેવી લાગે છે, આ શુક્ા સહેજે હજાર માણસાની સભા મેળવી શકાય એટલી વિશાળ છે. નાના સરખા અવાજને પણ મોટા પડો પડે છે. ગાનારને અનુગામી વાધની જરૂર પડતી જ નથી. ગાનારના અવાજ અને તેના પ્રતિધ્વનિ વચ્ચે હંમેશા હરીકાઇ ચાલે છે. પ્રતિધ્વનિ ગાયકને પહોંચી વળવા દોડાદોડ કરે છે, પણ ગાયકનું ગાન આગળને આગળ ચાલે છે. ગાયકના આરેાહ અવરાહની પાછળ પ્રતિધ્વનિના આરેાહ અવરેહની ભરત ઓટ કેષ્ઠ જુદો જ શ્રવણઆનંદ આપે છે.
ગુફાના એક ખુણે બધાંએ સાથે મળીને ભાજન કીધુ અને શ્રમસ્વસ્થ થયા બાદ મંડળીએ ગાનતાન આર્જ્યું. ભગવાન બુદ્ધની અમીદ્રષ્ટિથી પુનિત થયેલું પવિત્ર વાતાવરણ, ભકિત પ્રત ભજન અને સ્તવન, તેનુ ચાલુ પુનરાવર્તન કરતા ધેાર પ્રતિધ્વનિ, ગુઢ્ઢાના પ્રવેશદ્વારમાં પશ્ચિમાકાશ તરફ્ ઢળતા સૂર્યને વહી રહેલા પ્રકાશપ્રવાહ, ચાતર: જામી રહેતી અદ્દભુત શાન્તિ, દૂર દૂર નજરે પડતા સપાટ પ્રદેશ, ખેતરા અને નાસીક શહેરને લલિત વિસ્તાર આ સર્વના અનુભવ અને તેમાંથી નિપજતા આનંદ શબ્દવર્ણનની મર્યાદામાં સમાઇ શકતા નથી. અહિં જુદી જુદી ગુફામાં ભગવાન બુધ્ધની નાની મોટી ભિન્ન ભિન્ન આસન અને મુદ્રાવાળી અનેક મૂર્તિ છે. કેટલીક સાધારણ તે કેટલીક ખરેખર સુન્દર, કેટલીક મૂર્તિએ કદમાં મોટી હોય અને આકારમાં બહુ ઉતરતા પ્રકારની હાય; તેથી ઉલટુ કેટલીક મૂર્તિ કદમાં નાની છતાં કળાપૂર્ણ અને ભારે ભાવવાહી હાય.. કોઇ ઠેકાણે ધ્યાનસ્થ, કાઇ ઠેકાણે ઉપદેશ આપતી, ફાઇ ઠેકાણે ઉભેલી તા કોઇ ઠેકાણે નિર્વાણ સમયનું સૂચન કરતી શયનસ્થ—જ્યાં જીએ ત્યાં ભગવાન બુદ્ધનું જ દર્શન અને ભગવાન બુદ્ધની જ છાયા. પચ્ચીસ વર્ષ પહેલાં જીવનલીલા વિસ્તારનાર એ મહાન વિભૂતિની પ્રતિભા કે પ્રભુતા આજ પણ એટલી જ માનવ ચિત્તને મુગ્ધ કરી રહી છે. તે મહાન અને આપણે પામર. તેની અને આપણી વચ્ચે આટલું બધું અંતર કેમ ? શું તે કાઇ અજોડ બુધ્ધિશાળી પુરૂષ હતા? તેમના સરખી અને તેમનાથી પણ બુધ્ધિમત્તામાં ચડિયાતી અનેક વિભૂતિએ આ વિશાળ પૃથ્વીપટ ઉપર વિચરી ગઇ છે અને આજે પણ વિચરતી હશે. જે માટીના આપણે બનેલા છીએ તેજ માટીના ભગવાન બુધ્ધ બનેલા હતા. એમ છતાં આજે તેમને આખુ જગત વદે છે. આવુ વિશ્વવ્યાપી વન્દન પ્રેરે એવુ તે તેમનામાં શું હતું? તે સત્યના પરમ ઉપાસક હતા. સત્યની ખેાજ એજ તેમના જીવનના મુખ્ય હેતુ હતે. સત્યપાસના પાછળ ઐહિક જીવનના સુખબૈભવ તેમણે તુચ્છ ગણ્યા હતા. ખીજું તેમનામાં સર્વ ભૂત પ્રાણી માટે
તા. ૧૫-૬-૪૦
અપાર અનુકંપા હતી. તેમની સત્યશોધ માત્ર પોતાનાજ ઉધ્ધાર માટે નહાતી પણ તે વડે તેમની આકાંક્ષા જરા, વ્યાધિ અને મૃત્યુના ચગડોળમાં ચગદાતી અને પીડાતી જનતાને રાહત અને ઉન્નતિના માર્ગ શોધી આપવાની હતી. ત્રીજી વિશેષતા તેમનામાં રહેલી મંન વાણી અને કર્મની એકતા હતી. આ કારણત્રિપુટિએ તેમને બુધ્ધ બનાવ્યા અને આપણે તેના અભાવે અબુધ્ધના અબુધ્ધજ રહ્યા. તેમણે જગતને આપેલી સમજણું શું આપણને હસ્તગત નથી ? તેમણે સમજાવેલું સત્ય શુ આપણી બુદ્ધિને ગમ્ય નથી? આ બધું ય છે. એમ છતાં આપણામાં સત્યને જાણવાની ઝંખના જેને ‘બ્રહ્મજિજ્ઞાસા કહેવામાં આવે છે તે નથી; સત્ય પાછળ મરી ફીટવાની તમન્ના નથી; ઐહિક સુખપ્રાપ્તિ પાછળ આપણું ચિત્ત દિન રાત ભટક છે અને તેથી આપણી સ્થિતિ સતત ગતિમાન છતાં ત્યાંના ત્યાં એવી ધાણીના બળદ જેવીજ કેવળ વર્તુલગામિની રહે છે. વર્તુલના પરિધને છોડીને ઉન્નતિના ક્રમ ઉપર આપણે પગલાં માંડીએ નહિ ત્યાં સુધી આપણા ઉદ્ધારની પ્રબુદ્ધ જૈન બનવાની વાતા અર્થ વિનાના પ્રલાપ જ બને છે.
આવી વિચારશ્રેણિમાં વિચરતાં વિચરતાં સાંજ પડવા આવી અને અમે નીચે આવ્યા અને બળદગાડીમાં એસી નિવાસસ્થાન તરફ અમે કુચ શરૂ કરી. સૂર્ય ધીમેધીમે પશ્ચિમક્ષિતિજની કાર ઉપર આવીને ઉભા અને સુરમ્ય કિરણાવલી સકેલતા સકેલતા ક્ષિતિજને પેલે પાર અલાપ થઈ ગયો. એ જ ક્ષિતિજની ઉપર પશ્ચિમાકાશમાં અક્ષયતૃતિયાની ચંદ્રપાંદડી અને તેની ઉપર પૂર્ણ કળાએ ખીલી નીકળેલા શુક્રને ગ્રહ શંકરના કપાળ ઉપર શાભતા ત્રિલાચન અને ચંદ્રકળા માક શાભવા લાગ્યાં. આ ભય આકાશપ્રવાસીઓની અદ્ભુત તેજોભયતા વિષે મુગ્ધતા અનુભવતાં અનુભવતાં દિવસ જ્યારે રજનીમાં પલટાઇ ગયા અને ગાઢ બનતા જતા તિમિરમાં સૃષ્ટિના ઉંચા નીચા પદાર્થોં જ્યારે એકરૂપ બની ગયા ત્યારે અમા નિવાસસ્થાન અમારી સમીપ આવીને ઉભું રહ્યું. (સમાપ્ત)
પ્રકીર્ણ વર્તમાન
પરમાનંદ
શ્રી જૈન શિક્ષણ સમિતિ
શ્રી બ્યાવર જૈન ગુરૂકુલના ગત વિજયાદશમીએ ઉજવાયેલ વાર્ષિ કાત્સવ પ્રસંગે ગુરૂકુલની વર્તમાન શિક્ષણ પધ્ધતિ અને કાદિશા અંગે સલાહ અને સૂચના આપવા માટે જૈન જૈનેતર શિક્ષણ શાસ્ત્રીઓની એક સમિતિ નીમવામાં આવી હતી જેના સયેાજક શ્રી જતેન્દ્રકુમારજીને નીમવામાં આવ્યા હતા. તે મિતિની એક બેઠક તા. ૧-૬-૪૦ ના રોજ બપોરના ત્રણ વાગે શ્રી નાનાભાઇના પ્રમુખપણા નીચે હિરાબાગમાં મળી હતી જેમાં શ્રી. કાકા કાલેલકર, ૫.. સુખલાલજી, શ્રી જૈતેન્દ્રકુમારજી, મહાત્મા ભગવાનદીનજી, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વગેરે ઉપસ્થિત હતા. શરૂઆતમાં ગુરૂકુલના કુલપતિ શ્રી સરદારમલજી છાજેડે સૌનું સ્વાગત કરતાં સર્વેના આભાર માન્યા હતા. બાદમાં મિતિના સંચેોજક શ્રી જૈનેન્દ્રકુમારજીએ સમિતિ સમક્ષ કાર્યની રૂપરેખા રજુ કરી હતી, બહારગામથી આવેલ સંદેશ વાંચી સંભળાવ્યા હતા. ઉપરાંત આજની બેઠકમાં સૈદ્ધાન્તિક ચર્ચા જ કરવાની હાઇ ચર્ચાને પ્રારંભ કરતાં શ્રી. કાકાસાહેબ કાલેલકરે જણાવ્યું કે જૈનધર્મ તે જે કે અહિંસા સત્ય વગેરે જેનાનાં સિદ્ધાંતને માન્ય રાખે તેને સર્વ કાઇને અપનાવે છે. હું માનુ છું કે જૈનધર્મ તે વિશ્વધર્મ થવા સરજાયલા છે. એટલે