________________
(68)
૨૬:
પ્રબુદ્ધ જૈન
આરાગ્ય પ્રદર્શન
ગયા મે માસ દરમિયાન મુંબઇમાં ગોવાળિયા ટેંકના મેદાનમાં એક આરગ્ય પ્રદર્શન મ્યુનિસિપાલિટી તરફથી ભરવામાં આવ્યુ હતું. જો કે આ વિષયના ખાસ જાણકારને તે પ્રદર્શન બહુ સામાન્ય લાગ્યું હતું; પણ મને તે બહુ ગમ્યું હતું તેથી હું તે એ વખત જોવા ગયા હતા. પ્રદર્શન તે મુંબઇમાં ખુબ ભરાય છે, પણ બાળક અને વૃદ્ધ, સ્ત્રીઓ અને પુરૂષો-સૌને એક સરખું ઉપયોગી એવું પ્રદર્શન તા મારા ખ્યાલથી આ સૌથી પ્રથમ છે. તેના વિષય વનને સ્પર્શ કરતા બીજા બધા વિષયોમાં ઉપયેાંગિતાની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને આવે છે. તેથી આવા પ્રદર્શનની ખુબ જરૂર જણાયા કરતી હતી. વળી મુંબઇ જેવા શહેરમાં કે જ્યાં રહેવાને પૂરતી જગ્યાના અભાવે ખીચોખીચ ખડકાઇને રહેવુ પડે છે, ખાવાને ચાકખી ચીજો મળતી નથી, શ્વાસ લેવાને શુદ્ધ હવા હેાતી નથી, સૂર્યનાં અને પ્રકાશનાં સ્નાન કે પાન કરાતાં નથી, ટુકામાં જીવનને ટકાવવાની જ્યાં ઓછામાં ઓછી સગવડતા છે તેવા મુંબઇમાં તદુરસ્તીનું પ્રદર્શન કેટલું આવકારદાયી અને સ્તુત્ય છે? ખરેખર મુખવાસીઓ તરફથી . મ્યુનિસિપાલિટીને આ માટે ધન્યવાદ ઘટે છે,
પ્રદર્શનની શિક્ષણની દૃષ્ટિએ ઉપયેગિતા
આ પ્રદર્શનમાં કેટલા ખર્ચ થયો, કુલ કેટલા માણુસાએ લાભ લીધો, મ્યુનિ, ઉપર આ સ્તુત્ય પગલાની શી અસર થઇ તે તે તેનુ માઢું ખાતુ કદાચ રિપોર્ટ બહાર પાડશે ત્યારે જ દેવની મૂર્તિની આ વિડંબના આજે પણ કોઈને કઢંગી લાગતી નથી કે જરા પણ ખુંચતી નથી અને મૂર્તિ પાછળ મંદિરના ભભકા પણ વધ્યે જ જાય છે એ ખરેખર માનસશાસ્ત્રીની દૃષ્ટિએ એક મોટા કોયડા છે.
આવા વિચારો ચિન્તવતા અને ચર્ચતા અમે અમારી ગાડી પાસે આવી પહોંચ્યા, અંધારૂ થઇ ગયું હતું. આકાશમાં શુકલ પંચમીને ચંદ્ર અને શુક્ર ચળકી રહ્યાં હતાં. આખા પ્રદેશ લગભગ નિર્જન હતા. ગાડીમાં એા કે ગાડીવાળાએ અમને
લીલી દ્રાક્ષનો એક ઝુમખા આપ્યા. મે તે સ્વીકારતા સાચ દર્શાવ્યો, ગાડીવાળા કહે કે 'હું આજે કોઇ એળખીતાની વાડીએ ગયા હતા. વાડીવાળાએ દ્રાક્ષના એ ઝુમખા મતે આપ્યા હતા. એક હુ ખાઇ ગયા, અહિં આવ્યો એટલે મને થયું કે અહિં તે તમને પાણી ખાણી નહિ મળે. ઉપર ચઢી ઉતરીતે આવશે। એટલે તમે થાકી ગયા હશે!–તરસ્યા થયા હશે તેથી આ ઝુમખા મેં ખુલ્લા હવામાં રાખી મુકયા છે. તે ગરમ હતા તે હવે ઠંડા થઇ ગયા છે તેા તમને જરૂર કામ લાગશે ” ગાંડીવાળાની આ ભાવભરી ભેટથી અમને ભારે આશ્ચર્ય થયું. અમારી અને તેની ઓળખાણ કેટલી ? નાસીક શહેરમાંથી તેની ગાડીમાં અમે બેઠા ત્યારથી અહિં સુધીની. રસ્તામાં તેના સુખદુ:ખની કેટલીક વાતા પુશ્કેલી. એટલોજ અમારા અને તેને સંસર્ગ, ગાડીવાળે જાતને મુસલમાન–પણ હિંદુ મુસલમાન તે ઉપરના ભેદો. દરેકની અંદર તેા એકજ આત્મા અને એક સરખી માનવતા ભરેલી હાર્ય છે. ગાડીમાં એઠા અને અમારામાં તેણે સહાનુભૂતિનો અનુભવ કર્યો. એ અનુભવે તેનામાં માનવતા જાગૃત કરી અને તે તેના ભાવભર્યો સીડી દ્રાક્ષના ઝુમખામાં સ્મૃતિ મન્ત બની. ગાડી છેડતી વખતે ઠરાવેલ ભાડા ઉપરાંત દ્રાક્ષના બદલામાં મેં એ આના આપવા માંડયા, પણ તે મે આના તે તે કાંઇ લે ખરે ! નાના સરખા બનાવ અને નાની સરખી વાત, પણ તેની અમારા દિલ ઉપર સચાટ છાપ પડી ગઇ. પાન દ
(અપૂર્ણ)
r
તા. ૩૧-૫-૪૦
જણાશે. પણ પ્રદર્શનમાં શું શું હતું, લોકોને માટે તેણે કેવુ કામ કર્યું, લોકો તરફથી તેને કેવા આવકાર મળ્યા એ બધું તા સ્પષ્ટ જોઇ જાણી શકાયું છે. પ્રદર્શન એક સપ્તાહને બદલે એ સપ્તાહ ચાલુ રાખવુ પડયુ એ સૂચવે છે કે લોકોએ ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં લાભ લીધા છે, તેમને તે ખુહુજ લાભપ્રદ અને એધપ્રદ નીવડયું છે અને મ્યુનિ. ના આ પગલાની તેમણે મુક ભાવે પ્રશંસા કરી છે.
ના
પ્રદર્શનમાં જુદા જુદા વિષયોને સ્પર્શતા તુલનાત્મક નમુહતા. અનેક વિધ મેધપ્રદ ચિત્રા હતા. દરેક વિષયની સમજણ આપતી અતિ સક્ષિપ્ત લેખન પાટી હતી.મેજીક લેન્ટ દ્રારા લોકોને જુદા જુદા રાગોની ઉત્પત્તિના, તેમના વિના શના ઉપાય વગેરેના ખાધ અપાતા. જુદા જુદા ડોકટરાનાં જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા વિષયેપર આધપ્રદ પ્રવચા થતાં. ટુકામાં મેન્ટીસોરી પદ્ધતિના ગમ્મત સાથે જ્ઞાન આપતા આદર્શ બાળમંદિરની માફક આ પ્રદર્શન એક આદર્શ માનવમંદિર હતું.
તેમાંના સ્વચ્છ અને ગદા ધરના જાજરૂના અને પ્રસૂતિગૃહના નમુના જોનારના મનમાં પ્રવેશ કરી જતાં અને શાંત ભાવે જોતાં માનવીના મનામ'દિરને ક્ષુબ્ધ કરી મુકતાં. ટાઈફાઇડ, મેલેરિયા, ક્ષયરોગ, મરકી કે રકતપિત્ત જેવા દરદોનો ચિત્ર અને લખાણ દ્વારા સહેલાઈથી પરિચય મળી જતા હતા. આદર્શ ગૃહવ્યવસ્થાનું પ્રદર્શન એક અતિ સુંદર, સુઘડ અને વ્યવસ્થિત ધરના નમુના દ્વારા કરવામાં આવ્યું હતું. હું ધારૂં છું કે દરેક સામાન્ય સ્થિતિનું કુટુંબ કે જે થોડી જગ્યામાં સારી વ્યવસ્થા રાખવા મથી રહ્યાં કરતું હશે તેના મન ઉપર તેણે ભારે છાપ પાડી હશે. જ્યાં ત્યાં થુકવાની, ગળફા ફેંકવાની કે નાકની લીટ ઉડાડવાની આપણી અતિ સામાન્ય રેત્રને ત્યાં સારી રીતે ટકાર કરવામાં આવી હતી. કૅમ દાંત સાફ કરવા, કેમ, કેટલું અને કેવુ ખાવું, કેમ એસવુ, કપડાં કેમ પહેરવાં અરે પાયજામાની, ધાધરાની કે ચડ્ડીની નાડી સુધ્ધાં કેમ બાંધવી એવી નાની મોટી બધી નિત્યોપયોગી હકીકતાનું વૈજ્ઞાનિક રીતે જ્ઞાન કરાવ્યું હતું.
ભારે ખર્ચે તૈયાર કરેલ આ પ્રશ્નની ખાસ વિશેષતા એ હતી કે તેની પ્રવેશ પી ન હતી. તેથી સામાન્ય અને ગરીબ લોકેાને જોવાની ઘણી પ્રેરણા મળી હતી. ભવિષ્યમાં પણ મ્યુનિ. એ પેાતાની આ નિઃશુલ્ક બતાવવાની નીતિ ચાલુ રાખવી જોઇએ. તેની અનેક ફરજોમાંની લોકોને સ્વચ્છતા રાખતા શીખવવાની પણ એક ફરજ છેજ. તેથી ભવિષ્યમાં પણ આવાં પ્રા ભરાતાં રહેશે એવી આશા વધારે પડતી તેા નજ કહેવાય.
પ્રદર્શનના લાભ લેનારાઓએ તેના અા અને હસ્તપત્રોના અભ્યાસ કરી પેાતાના વ્યવહારમાં વહેલામાં વહેલા જરૂરી ફેરફાર કરવા જોઇએ કે જેથી પોતે નીરોગી બની આસપાસનાંઓને તેમ બનવામાં પ્રેરણારૂપ બને. વનનું સર્વ પ્રથમ આવશ્યક સુખ નીરેાગિતા છે. તંદુરસ્ત શરીર જ આપણું ધન છે. તેજ આપણુ ધર્મ સાધન છે. અસાસની વાત એ છે કે મુંબઇમાં માણસે પોતાના વનપેાષક તત્વોની શુતા સંબંધી વિચાર। . જ કરતા નથી. ભૈયો દૂધ આપી જાય, આપણે ગટગટાવી જઇએ. મોદી ધી, તેલ દઇ જાય અને પતિના સુખેસુખી અને દુઃખે દુ:ખી થતી આપણી સ્ત્રીએ તેને રાંધી આપણી સામે મૂકે અને આપણે લુસપુસ ખાઇને ચાલતા થઇએ. આવી યામણી સ્થિતિમાંથી આવાં પ્રદર્શાના શિક્ષણુારા જો આપણી બધી રહેણી કરણી સુધારીશું તે આપણે સુખી અને તંદુરસ્ત અનશું અને આપણી ભાવી પેઢીને પણ આશીર્વાદ રૂપ બનશે.
પ’. ખુશાલદાસ, માકનચદ શાહ, ૪૫–૮૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ,
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઇ, ૨