________________
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૫-૪૦
મુજબ ધામાં નહી આવી
છે આકરી વગરબા
અયોગ્ય દીક્ષાના ખપ્પરમાં અપાયેલી ધણીની આહુતિ
(અગ્ય દીક્ષાની પ્રથાએ અનેકનાં ઘર ભાંગ્યા છે, અનેક સ્ત્રીઓને નપણીયાતી કરી છે અને અનેક માતાઓને છતે દીકરે વંધ્યા બનાવી દીધી છે. આ નીચે આપેલ એ જે એક કમકમાટી ઉપન તે કી છે. તેમાં મધી બાઈ નામની એક પછી બાઈએ પિતાની કમનસીબ કહાણી જેવી કહી તેવી પાલીતાણામાં અાવેલા જીવન નિવાસના મુનીમ શ્રી ડામજી હંસરાજે નેધી છે અને માલેગાવવાળા સુવિખ્યાત શેઠ કીસનદાસ ભુખણાસે અમારી ઉપર, મોકલી આપી છે. આ કરૂણા કીરસા સાથે સરીસમ્રાટ શ્રી વિજયનેમિનારીનું નામ જોડાયેલું છે. અહિંસા ધર્મને એક પ્રચારક વધારવા માટે આટલી બધી હિંસા ધર્મ સંમત બની જતી હશે ખરી? બાળ દીક્ષાના સમર્થકે અને વડેદરા રાજીના કાયદાના વિરોધીઓ આખા પ્રશ્નને અહિંસાની દષ્ટિથી કદિ નહિ જ. વિચારે ?
હું બાઈ મુંધી મરદ શામજી ગાવા ગામ ખાઈ, કચ્છ વાગડ તાલુકે ભચાઉ છ કચ્છ વાગડની રહીશ હાલ હું મારી ગરીબીના કારણે મજુરી કરવા માટે શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં [હું શ્રાવક હોવાથી આજે આઠ માસથી આવી છું. સાથે મારે ધણી અને મારે રન જે દીકરે વરસ સાત હતો. અમેએ પહેલા બે ત્રણ માસ અમારાથી બની તે મજુરી કરી, કેમકે તે વખતે માસુ હોવાથી અમે બને ધણી ધણીઆણુ બાબુ સાહેબ માધવબાબુની ધર્મશાળામાં ચોમાસુ કરવાને રહેલા. જાત્રાળુનું કામ કરી પેટ ભરતા હતા. પછી શેઠ મેતી સુખીઆની ધર્મશાળામાં મુનિરાજ શ્રી. કંચનવિજયશ્રી ઉપધાન તપ કરાવવાને ઢઢેરે થે. તે વખતે અમારા ગામ તરફને એક માણસ અરજણ વાલજી તથા પુનસી વાલજી આ અમારા નાતના બને ભાઈઓએ મને એમ સમજાવ્યું કે આ મજુરીથી શું મળે છે? ઉપધાનમાં દાખલ થાય તે તારે ખાવા પીવા સારૂં સારૂં મળશે, લાણીમાં . પણ મળશે, તમને પરવાને કપડાં લુગડાં બધા અપાવીશું. ધરમ થશે. એવી લાલચે બતાવી મને ઉપધાનમાં બેસારી. (જો કે મને એક શ્રી નવકાર મંત્ર જ આવડે છે. તે પણ ઉપધાનમાં બેઠા પછી ભણ્યા) તેના લીધે મારે મારા ઘેર જવાનું બંધ થયું અને તેમાંથી માળ પેરીને ઘરે આવી ત્યાં મારા ધણી બીમાર થયા તેને લીધે કલકતાના બાબુ શેઠ અને ખાવા તથા દવા અપાવતા કેમકે મારાથી તપસ્યાના લીધે મજુરી થાય નહીં. ધણી બીમાર એ પણ મજુરી કરી શકે નહી. આ અમારી લાચારીનો પુરે પુરો ખ્યાલ ઉપર જણાવેલા અમારા ગામના બન્ને ભાઈઅરજણ તથા પુનસીને હતો. તેણે મને વખત મળે ત્યારે એમ કહેવા માંડયું કે તારા ધણી તે છે ને નથી સરખા છે. તે તમે પછી
ક્યાં કમાવા જાશો ? માટે છોકરાને સારા કે મહારાજ પાસે મુકો તે તમારું સુધરી જશે. તે દરેક વખતે અમોએ ના પાડી. કે અમારે સાધુને છોક આપવો નથી. તે પણ એ ભાઈઓ અમારી ગરીબીની હાલતને લાભ ઉઠાવી છોકરાને ખાવાની લાલચ આપી કોઈ મહારાજ પાસે લઈ જાય. એને નવકાર તથા પંચ દીય એમ બે સૂત્ર ભણાવ્યા હતા. એવામાં પેલો અરજણભાઈ મારા ઘેરે મહાવદ ૪ ના સાંજે આવીને કહેવા લાગ્યું કે
“ “તમારે બાજરે જોઈએ છે તે આ જો.એમ કહીને ૫ શેર બાજરી, ૩ શેર મગ, ને. ૨ શેર તુવરની દાળ એમ દસ શર અનાજ આપીને પછે કહેવા લાગ્યો કે છોકરાને ભણવા માટે મહારાજ પાસે મુકે. એને ભવ સુધરશે ને તારે ભવ સુધરશે-
આમ કીધું ત્યારે મેં એને કીધું કે એ માને છે એને બાપ એને ભણાવશે. મારે મહારાજ પાસે છોકરો મેલ નથી. આમ ચેખું કીધા પછે તે ઊઠી ગયો ને બીજે દાડે મારા
જોડે રહેનાર અમારા દેશના ભાઈ મુરજી ઊકાની સાથે મારે છોકરો પુજા કરવા તળેટી ગયા. ત્યાંથી એ પાછા આવ્યા તે તેમના જોડે મારે છોકરે નામે વીરચદ આવ્યું નહી. જ્યારે મે પુછયું તો તે કહેવા લાગ્યા કે એ કયાં ગયે તેની ખબર નથી. ડુંગર ઉપર ગયે કે શું થયું તેની ખબર નથી. તે કારણથી અમો તળેટીએ જોવા ગયા. બધે જોયુ. ક્યાંએ પત્તો જડ નહીં. તેજ દાડે સાંજે અમેએ ફોજદારને કીધું. ડુંગર તપાસરાવ્યા. કુવા વાવડી તપાસાવી. કયાંએ પત્તો જડે નહીં. આખરે બીજે દહાડે પાછો પેલે અરજણ આવીને કાંઈ કાંઇ વાતે કરવા લાગ્યા. તેથી મારે તે પુરો શક એના ઉપર આવ્યા ને તે મુજબ હું ફોજદાર સાહેબ તથા કારખાને [આ. કે. પઢી] કીધું. કાંઈ પત્તો લાગ્યું નહીં આવી રીતે ૨૦-૨૫ દહાડા ગયા બાદ એવી ખબર પડી કે અમદાવાદમાં કોઈ એક વગર ધણીયા છે. તેથી કેમ કરી ભાડાને બંદોબસ્ત કરી છોકરાનો બાપ અમદાવાદ ગયા. ત્યાં છોકરે જે તે તે જુદે જ હોવાથી પાછા આવ્યા. પછી ખબર પડી શ્રી નેમિસૂરી પાસે છેગામમાં કરે છે તેથી વળી પાછા પડેગામ ગયા. ત્યાંના અપાસરા સામે એક વાણીને ત્યાં બેઠા છોક માળા પર જતા આવતા જોયે. તેટલામાં તે એક શિષ્ય એમની પાસે આવ્યા ને પુછયું કે કેમ શામજીભાઈ કેમ આવ્યા. તે એમણે કીધું કે હું દવા કરવા આવ્યો છું. એમ ખેમું બાનુ બતાવ્યું. તે પણ એમને એ શાનું સાચું લાગે ? મહારાજને ખબર થઈ. મહારાજે તરત પિતાના અંગરક્ષક વિગેરેને કહ્યું. એમને અંદર આવવાની મના થઈ ગઈ. તેઓ અપાસરાના દરવાજે જઈ મહારાજને વાંદવા જવા લાગ્યા, તે માણસોએ એમને મનાઈ કરી તેમણે વધુ કરગરીને કીધું તે તેમને ધકકા મારીને કાઢી મુક્યા. આખરે તે પાછા ઘરે આવ્યા. ને ત્યાંથી વળાગામ આવ્યા ને અપાસરામાં ઊતર્યા ત્યાં તે બીજે દીવસે મહારાજ આવી ચહ્યા ને શ્રાવકોને કીધું કે આ માણસને શા માટે અહીં ઉતાર્યા છે એમ કહી ધમકાવ્યા. આખરે મારા ધણીને ત્યાંથી હાંકી કાઢયા. તે પણ એ પાછા મહારાજને વાંદવાના નિમિતે જવા લાગ્યા તે મહારાજના માણસેએ સારોજ માર માર્યો. તેથી પછે છેવટે એમણે મને અહીંઆ પાલીતાણે તાર કર્યો કે “છોકરો ને મસૂરી પાસે છે આ, હું બીમાર છું” આવો તાર આવવાથી હું તરત મારૂં જે બે ચાર રૂપીઆનું દાગીનું હતું તે ભાંગી વળાગામ ગઈ. ત્યાં અપાસરાના સામે મારે ઘણી બેસેલ હતા. ત્યાં હું ગઈ તો તરત ગામના સારા દેખાતા વાણુઆ આવ્યા. અહીંઆ કાં આવ્યા છે છોકરે નથી કાંઈ નથી. ચાલ્યા જાવ. આખરે ભેગા થયેલા વાણીઆઓએ ને એમના માણસોએ અને મારપીટ કરી હાકાલી દીધા. છેવટે અમો બન્ને જણ અહીંઆ પાછા રેલથી આવ્યા ને બીજે દાડે ભારે ધણી એને બહુ ભાર લાગેલ હોવાથી મરણ પામ્યા ને હું એક ગરીબ ખેડુત મજુરણ કચ્છ વાગડની આપણા સ્વામીભાઈઓની સ્વામી ભક્તી દયા ધરમના ધેરી એમના ભરોસા પર આ પવિત્ર ને શીતળ શત્રજ્યની છાયામાં પેટ ભરવા આવી ત્યાં મને એક નવકાર પણ ન આવડે એવી મને ઉપધાન કરાવ્યું, દાણા ખાવા મળ્યા, ને તપસ્યાતી કરી પુજાવા લાગી ને આખરે બે ત્રણ મહિનામાં મારો પતિ ને દીકરે ખોઈ બેસી ને રોતી કકળતી
. હવે મને કેદ અનાજ આપતું નથી કે કામ આપતું હું લગભગ ગાંડા જેવી થઈ છું. પેટમાં ખાવાનું નથી કે ઉભું રહેવાને જગા નથી. કે મજુરી પણ મળતી નથી એવી થઈ છું. બધા
" ( અનુસંધાન પૃષ્ટ ૨૩)