________________
. પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૫-૪૦
सञ्चस्स आणाए उवट्ठिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
-
सत्यपूतं वदेद्वाक्यम्
મે ૩૧
- ૧૯૪૦
દીક્ષાનો કૂટ પ્રશ્ન - દીક્ષાના ફૂટ અને એક વખત જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંપ્રદાયના સમસ્ત વિભાગને ક્ષુબ્ધ બનાવી મુક્યો હતો. આ પ્રશ્ન ઉપર ધીમે ધીમે બે પક્ષો વિકાસ પામ્યા હતા. એક પક્ષ જુના વિચાર અને વલણવાળ-નાનાં મેટા જે કોઈ દીક્ષા લેવા માંગે તેને દીક્ષા આપીને જૈન સાધુઓની સંખ્યા જેમ બને તેમ વધારવાના આગ્રહવાળો હતો જે “શાસનપ્રેમી પક્ષના નામથી ઓળખાવા લાગે. બીજો પક્ષ “યુવક પક્ષના નામથી ઓળખાવા લાગે કે જેને વિરોધ શાસનપ્રેમી પક્ષના આક્ષેપ મુજબ દીક્ષાની શુભપ્રવૃત્તિ સામે નહેતે પણ નાનાં બાળકોને માબાપથી વિખુટાં કરીને અથવા તે માબાપને લોભ લાલચમાં ફસાવીને દીક્ષા આપવાની જે પ્રક્રિયા ચાલી રહી હતી અથવા તે મોટી ઉમ્મરનાં પુરૂષ બૈરી છોકરાંને એકાએક રઝળતાં મુકીને દીક્ષા લઈ લેતા હતા અને આ બધા પ્રસંગમાં સાધુઓ સંઘની સંમતિ લેવાની કદિ પણ પરવા જ કરતા હતા તે પ્રકારની અગ્ય દીક્ષા’ સામે એ પક્ષે મોટી ઝુંબેશ ઉઠાવી હતી. એ આખી ચળવળનું મોટું પરિણામ વડોદરા રાજ્ય કરેલા બાળદીક્ષાની અટકાયત કરતા કાયદામાં આવ્યું. એ ઉપરાંત અયોગ્ય દીક્ષાના બનાવો આજે બહુ જુજ બની રહ્યા છે એ પણ એ વખતની ઉગ્ર હીલચાલનું જ પરિણામ છે, એમાં કેઈથી ના કહી શકાય તેમ છે જ નહિ. એ હીલચાલના આડકતરા પરિણામ રૂપે સાધુસંસ્થાની પ્રતિષ્ટા ઘણી ઓછી થઈ અને કેટલાક વર્ગમાં સાધુઓ વિષે એક પ્રકારને અણગમો કેળવાયે એ પણ આજની પરિસ્થિતિ જે કોઈ જાણે છે તેણે સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી. આમ છતાં પણ શિકારી જેમ શિકારની શોધમાં ફર્યા કરે તેમ કેટલાક સાધુઓની શિષ્ય વધારવાની લાલસા હજુ એટલી ને એટલી તીવ્ર ચાલુ છે અને પરિણામે નાનાં છોકરા છોકરી મુંડાયાના કે લાયકાતને કશે પણ વિચાર કરાયા સિવાય જે આવ્યું તેને દીક્ષા અપાયાના બનાવે અવાર નવાર સંભળાયા જ કરે છે. તે બીજી બાજુએ શાસનપ્રેમી પક્ષને વડોદરાને બાલદીક્ષા પ્રતિબંધક કાયદો કે જેનો હજુ સુધી એક પણ વખત અમલ કરવાને પ્રસંગ આવ્યું નથી તે ખુબ ખુંચ્યા જ કરે છે અને તે કાયદો રદ કરાવવાની દિશામાં કોઈ પણ પ્રસંગને કે પરિસ્થિતિને લાભ ઉઠાવવાનું તેઓ ચુકતા નથી. તેઓ માને છે કે આ જાતનો કાયદો કરીને આપણા ધર્મની બાબતમાં ગાયકવાડ સરકારે હસ્ત પ્રક્ષેપ કર્યો છે જે કોઈ પણ ધર્મપ્રેમી માણસ કોઈ કાળે સહન કરી શકે જ નહિ. તે માટે તે કાયદો પહેલી તકે રદ થવો જ જોઈએ.
આજે દીક્ષાનો પ્રશ્ન પ્રસુખ દશામાં પડે છે. આજે એ કારણે કોઈ પણ ઠેકાણે કશે ખળભળાટ ઉભે. તે સાંભળવામાં આવતું નથી. આમ છતાં પણ હમણું. જેન . મુ. કોન્ફરન્સ
ની સ્થાયી સમિતિની બેઠક મુંબઈ ખાતે ભરાઈ ગઈ તે પહેલાં ઉપરોકત શાસનપ્રેમી પક્ષ જે કેટલાંક વર્ષો પહેલાં જુન્નેર ખાતે મળેલા અધિવેશનના અગ્ય દીક્ષા સામેના વિરોધને લીધે ત્યારથી તે આજ સુધી મજકુર કોન્ફરન્સથી રીસાઈને બેઠો છે તેને કેન્ફરન્સમાં એકત્ર કરવા માટે કેટલીક વાટાઘાટો ચાલી રહી હતી તે વાટાધાટોએ બાલદીક્ષા અને વડેદરા રાજ્યના તેને લગતા કાયદાના પ્રશ્નને જન જનતા સમક્ષ પુનઃ ઉપસ્થિત કર્યો હતે. અલબત્ત પ્રસ્તુત એકતાને લગતી વાટાઘાટ શાસન પ્રેમી પક્ષના કદાગ્રહી વળણને અંગે આજે ભાંગી પડી છે. એમ છતાં પણ ઉપસ્થિત થયેલી છાપાજોગી ચર્ચાએ અગ્ય દીક્ષા અને તેમાં પણ બાલદીક્ષા સંબંધમાં જે કાંઈ ભ્રમણાઓ ઉભી કરી હોય તે દૂર થાય અને દીક્ષાના આખા પ્રશ્ન સંબંધમાં સામાન્ય જનતાને સમ્યમ્ દષ્ટિ પ્રાપ્ત થાય એ આ લેખનું પ્રયોજન છે.
સર્વસ્વત્યાગી, આત્મોન્નતિ કરતા અને સાથે સાથે જગકલ્યાણ સાધતા સાચા સાધુઓની જરૂરિયાત કે ઉપયોગિતા વિષે બે મત છે જ નહિ. આવા સાધુઓ જગતને ખરેખર આશીર્વાદ સમાન હોય છે. જગત આજ સુધી ટક્યું છે કે આગળ વધ્યું છે એ આવા સન્ત સાધુપુરૂષોને જ આભારી છે. તેથી સામાન્ય વિચારે કોઈ પણ વ્યક્તિ સંસારનાં સ્વાર્થપરાયણ વ્યવહાર છોડીને આત્મ સાધનાના માર્ગે વિચરવાને પ્રવૃત્ત થાય એ આવકારદાયક જ લેખાવું જોઈએ.
પણ વાસ્તવિક દુનિયાની વાસ્તવિક પરિસ્થિતિના રૂપ રંગ, આજની સાધુ સંસ્થાનું સ્વરૂપ, કેટલાયે સાધુ નામ ધરાવતા છતાં સાધુત્વ વિહેણ સાધુઓની શિષ્ય વધારવાની ઘેલછા અને તેના અંગે ઉપજતા અનેક અનર્થો ધ્યાનમાં લેતાં કે કેને દીક્ષા જેવા આજીવન વ્રતથી કેવા રોગોમાં બાંધી શકે એ સંબંધમાં સામાજીક સ્વાથ્યની દૃષ્ટિએ અનેક બાબતેનો વિચાર કર્યા સિવાય ચાલે તેમ નથી. ' . પ્રથમ તે દીક્ષા લેનારની યોગ્યતા પ્રશ્ન વિચારવું જોઈએ. દીક્ષાવ્રત પરિપકવ વૈરાગ્યની સૌથી પ્રથમ અપેક્ષા રાખે છે આ દૃષ્ટિએ કાચી : ઉમ્મરનાં બાળકો અથવા તે ભૂખમરે કે અસહાયતાના કારણે દીક્ષા લેવાને ઉધત થયેલા સ્ત્રી પુરૂષ ભાગવતી દીક્ષા અંગીકાર કરવા માટે કેવળ અગ્ય ઠરે છે. આવી જ રીતે કોઈ પણ સાંસારિક આફતના કારણે એકાએક ઉછળી આવેલી વૈરાગ્યાર્મિવાળા માણસે પણ પરિપકવ વૈરાગ્યવાળા. ન જ ગણાય અને તેથી આવા લોકોને તુરતાતુરત દીક્ષા , આપી દેવાની પ્રવૃત્તિ પણ કોઈ પણ રીતે ઉચિત ગણું ન જ શકાય. બીજું દીક્ષા ભારે ગંભીર જબાબદારીવાળું અને આખી જીંદગી સુધી નભાવવાનું અતિકષ્ટમય વ્રત છે. એ વતની કઠિનતા અને ગંભીરતા દીક્ષા લેનારની પૂર્વ તૈયારીના પ્રશ્નને વધારે અગત્યને બનાવે છે. દીક્ષા લઈને લજવે એને બદલે દીક્ષા ન લે તે વધારે સારું આવી સર્વસ્વીકૃત માન્યતા છે. આમ હોવા છતાં પણ આજે અપાતી દીક્ષામાં પૂર્વ તૈયારીને તે કોઈ વિચારજ કરતું નથી. કેટલાક શિષ્યભને વશ થઈને આવે તેને મુંડી નાંખવાની વૃત્તિ ધરાવે છે તે કેટલાક એવી ભ્રમણા સેવે છે કે વૈરાગ્યને આ વેગ જેને આવ્યો તેને જલ્દીથી દીક્ષા આપી દેવામાં જ તેનું કલ્યાણ છે કારણ કે એ આવેગ ઉતરી ગયે એટલે પાછો એ બીચારે છવ સંસારની જાળજંજાળમાં ડુબી જ જવાને અને ભાગોમાં ભોગની લાલસાને ગુલામ બની